________________
આગમ ચેત લક્ષ્મીની આવક કે લક્ષ્મીને પગ
સામાન્ય રીતે સમજી શકાશે કે આજ્ઞા મનાવવા માટે લીધેલું ભૂપાલપણું પ્રજાનું જે હિત કરે, તે હિત માત્ર આજ્ઞા માનનાર વગ ઉભો રહે અને કરેલી આજ્ઞા માનવા સાથે રાજ્યને સારી રીતે આવક કરી દેનારે થાય, જ્યારે આજ્ઞા માનવા માટે કરેલા રાજામાં પ્રજા રક્ષણનું જ તત્વ હોય છે, અને પિતાને ભાગ્યે મળેલી પિતાની લહમીને ઉપયોગ પ્રજાના હિત માટે કરવામાં આવે છે. સમશેરની જરૂર કયાં?
આજ્ઞા મનાવવા માટે થએલા ભૂપાલે સત્તા અને સમશેરના જેરે પ્રજા પાસે આજ્ઞા મનાવે છે, જ્યારે આજ્ઞા માનવા માટે કરેલા રાજાએ સામાન્ય પ્રજાજન ઉપર સત્તા અને સમશેરનું જોર કદી પણ અજમાવતા નથી.
આજ્ઞા મનાવવા માટે થયેલા રાજાઓ પ્રજા પાસેથી ધન મેળવવાને માટે જ સત્તા અને સમશેરને ઉપયોગ કરે છે, જ્યારે આજ્ઞા માનવા માટે કરાયેલા રાજાઓ પ્રજા પાસેથી ધનની ઈચ્છા નહિ રાખતાં માત્ર દુષ્ટોના શિક્ષણને માટે જ સત્તા અને સમશેરને ઉપયોગ કરે છે. દુષ્ટ અને શિષ્ટની વ્યાખ્યાને ફરક
આજ્ઞા મનાવવા માટે થએલા રાજાએ પિતાની સત્તા અને સમશેરના જોરમાં હંમેશાં મગરૂર રહી દુછોના દમન કરવાની જગે પર પણ ધનની લાલસામાં લેવાઈ જઈ દંડદ્વારા આવકના સાપને ઉભા કરી તુષાનાં રિક્ષ ચિત્ત એ નિયમની મુદ્રાને ગૌણ કરી નાખી શિક્ષણને નામે સંગ્રહપરાયણ થઈ જાય છે, જ્યારે આજ્ઞા માનવા માટે કરાએલા રાજાએ લાલચમાં લેવાતા નથી, પણ દુષ્ટોનું દમન કરવું એટલું જ તત્વ રાખનારા હોય છે.