________________
આગમ જ્યોત કરતા છતાં પણ કેટલા બધા અન્યાય અને અપકારથી દૂર રહે છે, અને આ બધી હકીકત વિચારતે મનુષ્ય જિનેશ્વર મહારાજના શાસનમાં ન્યાયને ધ્વજનનમાવી શકાય તે અદ્વિતીય છે એમ માનવા તરફ જરૂર દેરાશે. ભગવાન જિનેશ્વરને રાજ્યકાલ અને રાજ્યા૫ણકાલમાં પણ પોપકારિતા
જેવી રીતે ત્રિલેકનાથ તીર્થકરે સાંવત્સરિકદાન દેવા દ્વારા પરોપકાર કે પરાર્થવ્યસનીપણું આદરે છે, તેવી જ રીતે રાજાપણામાં રહેલા જિનેશ્વરે રાજય અવસ્થામાં અને સર્વ સાધને ત્યાગ કરતી વખતે રાજ્ય જે પિતાના પુત્રાદિકને આપે છે, તેમાં પણ તેઓનું પરોપકારપણું અને પરાવ્યસનીપણું અબાધિતપણે રહેલું છે અને તે કેવી રીતે છે એને વિચાર કરે તે અસ્થાને ગણાશે નહિ, તેથી હવે તે સંબંધી વિચાર કરીએ. ગષભદત્તને ઘેરે સુવર્ણાદિની વૃદ્ધિ કેમ નહિ?
જો કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજ તે શ્રી દેવાનંદાની કૂખમાં ૮૨ દિવસ રહ્યા, તે પણ ઇંદ્ર મહારાજાને રત્ન, સ્વર્ણાદિકે કરીને પ્રાસાદ વિગેરેને ભરવાનું થયું નથી, અને ભગવાન બાલબ્રહ્મચારી શ્રીઅરિષ્ટનેમિ ભગવાન તે જ્યારથી ગર્ભે આવ્યા ત્યારથી તેમનું ભુવન ઇંદ્રિાદિકેએ રત્નઆદિથી ભરેલું છે, તેમ અહીં રાષભદત્તને ઘેરે ભગવાન દેવાનંદાની કુખે હતા ત્યારે તેમ ન બન્યું, તેમાં ભગવાનનું ત્યાં જન્મ ગ્રહણ કરી ચિરસ્થાયીપણું થવાનું નથી એ હેતુ હોય તે કાંઈ ના કહી શકાય નહિ. ભગવાન મહાવીરના આગમનથી સુવર્ણદિની વૃદ્ધિ
પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જ્યારથી સિદ્ધાર્થ મહારાજાને ઘેરે ત્રિશલાદેવીની કુખે આવ્યા ત્યારથી તે કુલ ધન, ધાન્ય, સ્વર્ણ, રજત, મણિ, મોતી આદિ સારભૂત દ્રવ્યથી અને જશકીર્તિદ્વારાએ ઘણી વૃદ્ધિ પામવા લાગ્યું.