________________
આગમ જયેત હેત, મમતાને છેદનારૂં ન હેત, અને ધર્મના અંગરૂપ ન હેત; પણ અંશે જો પાપના કારણભૂત હેત અને તેનાથી ઉપસર્ગો જે થતા હતા તે સર્વ તીર્થકરોને સંવછરીદાન હવાથી ઘર ઉપસર્ગ થાત, પણ સર્વ તીર્થકરેને સંવછરીદાન દેવાનું તે બન્યું છે, પણ ઘર ઉપસર્ગો સર્વ તીર્થકરોને થયા નથી. માટે દાન-દયાના દુશ્મનનું તે કથન માત્ર બકવાદરૂપ છે.
વળી શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજને જે જે ઘોર ઉપસર્ગો થએલાં છે, તેમાં શાસ્ત્રકારોએ તેમાં ભગવાન મહાવીર મહારાજાના પૂર્વભવના કર્તવ્યની જવાબદારી ચોકખા શબ્દોમાં જણાવેલી છે. કેઈપણ શાસ્ત્રકારે કઈ પણ સ્થાને આ દાન-દયાના દુશ્મની માફક તે ઘર ઉપસર્ગના કારણ તરીકે તે સંવછરીદાનને જણાવેલું જ નથી, છતાં કમના પ્રપંચના કુટિલ કાવત્રાર દાન અને દયાના દુશ્મને શાને આધારે આ બકવાદ કરે છે? સત્ય રીતિએ વિચારતાં આ ભિખમપંથીઓને જુઠી કલ્પના અને જઠા બકવાદે કરી ગપ્પાં હાંકવાની ટેવ જ પડેલી છે. સવચ્છરદાન માટે અઢળક ધનને લાવનારા
આ સંવછરીદાનમાં જે અઢળક ધનને વ્યય કરવામાં આવે છે, તે અઢળક ધન તીર્થકર મહારાજના રાજ્યભંડારમાં હતું નથી, પણ તે અઢળક ધન ઈન્દ્ર મહારાજના ભંડારી જે વૈશ્રમણ નામના દેવ છે, તેમની આજ્ઞાને આધીન રહેનારા તિર્યગ જલંક નામના દેવતાએ તે અઢળક ધનને લાવી ભંડારમાં દાખલ કરે છે. ત્રિલોકનાથના સંવચ્છરદાનમાં પણ ન્યાયનું સ્થાન
આ સ્થાને એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન જિનેશ્વરના શાસનની ધુસરીને ધારણ કરનારા આચાર્ય ભગવાને દેવ, ગુરુ, કે ધર્મ એકે માટે પણ અન્યાય થાય તે ઉચિત ગણનારા નથી.