________________
આગમ જત વિચિત્ર પ્રભાવ છે કે તે દાનને લેવાની બુદ્ધિ કે તે દાનનું મળવું અભને હાય જ નહિ.
ભવ્યત્વનું જ્ઞાન કેવલીઓનેજ
અર્થાત્ એમ કહીએ તે ચાલે છે તે સંવછરીદાન જે કે સુવર્ણદિરૂપ દ્રવ્યના દાન સ્વરૂપે છે, તે પણ તત્ત્વથી ભવ્યમાં અનાદિકાળથી રહેલ ભવ્યપણું કે જે માત્ર કેવળજ્ઞાનીઓને જ સાક્ષાત ગમ્ય છે, કેમકે ભવ્યપણું કે અભવ્યપણું એ જીવ અને અજીવપણાની માફક પરસ્પરરૂપે નહિ પલટવાવાળા જીવન અનાદિકાળના પરિણામિક ભાવે છે, અને તે જીવના સ્વભાવરૂપ હોવાથી સાક્ષાત્ સ્વરૂપે જીવને જાણવા દેખવાવાળા કેવળ જ્ઞાની મહારાજ જ જાણી શકે.
આ કારણથી શાસ્ત્રકારે ભવ્યત્વ અને અભવ્યત્વ સ્વભાવને આજ્ઞા ગ્રાહ્ય એટલે કેવળજ્ઞાની મહારાજાના વચનથી જ જાણવા લાયક છે એમ જણાવે છે. અર્થાત્ મન પર્યવ સુધીને ચાર જ્ઞાનેમાંથી કોઈપણ જ્ઞાનથી જીવમાં રહેલું ભવ્યપણું જાણી શકાય તેમ નથી. તેવા ભવ્યપણાને નિશ્ચય ભગવાન તીર્થંકર મહારાજના સંવછરીદાનથી થાય છે. સંવછરીદાનથી ભવ્યત્વની નિશ્ચિતતાથી તીર્થકરોની પપકારિતા
અર્થાત જે જે ભાગ્યશાળીએ ભગવાન જિનેશ્વર મહારાજના હાથથી સંવચ્છરદાન લે છે, તે સર્વ ભવ્ય જ હોય એ નિર્ણય થાય છે, એટલે કેવળજ્ઞાની ભગવાનને પૂછવાથી જે નિર્ણય થઈ શકે તે નિર્ણય જિનેશ્વર ભગવાને સંવછરી- દાનને આપીને કરી દે છે, તે એ દાન દ્વારા ભવ્યપણાની છાપ કરાતી હોવાથી પરોપકારનિરતપણું કંઈ ઓછું કહેવાય નહિ,