________________
આગમ જ્યોત પ્રવર્તે છે, કેઈપણ માગનાર પિતાની ઈચ્છાએ વચનને પ્રવર્તાવતે નથી એવી રીતે મેં માંગ્યું દેવાનું કહ્યા છતાં પણ નિયમિત મર્યાદાસર જે માગવાનું થાય છે, અને તેનાથી માંગનારને નિસીમ દ્રવ્ય મળ્યું હોય અને તેનાથી જે સંતોષ થાય તે સંતેષ આ દાનથી થત હેવાને લીધે આ દાન તૃષ્ણાવિરછેદક હાઈ પરોપકાર કરનારું હોય તેમાં આશ્ચર્યજ નથી. લાભથી લોભ વધે એવા કુદરતી નિયમને નાશ
જગતને સામાન્ય નિયમ એ છે કે સે મળવાના થાય ત્યારે સહરાની ઈચ્છા, સહસ્ત્ર મળે ત્યારે લાખની ઈચ્છા અને લાખ મળે ત્યારે કેડની ઈચ્છા, કોડ મળે ત્યારે રાજાપણાની ઈચ્છા, રાજાપણું મળે ત્યારે દેવપણાની ઈચ્છા અને દેવપણું મળે ત્યારે ઇંદ્રપણાની ઈચ્છા થાય છે અને તેથી ઈચ્છાને આકાશ સરખી અનંત પ્રમાણુવાળી કહેવામાં આવે છે.
- આ વાત બે માસા સોનું આશીર્વાદથી મેળવવા માટે નીકળેલા છતાં કોડે નૈયા મળવાનું થયા છતાં જેને વિકલ્પની શાંતિ થઈ ન હતી, તેવા કપિલનું વૃત્તાંત જેઓ જાણતા અને માનતા હશે તેઓની સમજમાં સહેજે આવી જાય તેમ છે, તેથી શાસ્ત્રકારો પણ નિયમ તરીકે એજ જણાવે છે કે ના તદા દો અર્થાત મનુષ્યને જેમ જેમ નવા લાભ મળે છે તેમ તેમને લેભ ઉત્પન્ન
થાય છે.
આવી રીતે જગતના છની સ્થિતિ અને શાસ્ત્રવચન છતાં પણ ભગવાન જિનેશ્વરના દાનમાં તેથી ઉલટું જ હોય છે. અર્થાત્ જિનેશ્વર ભગવાનના દાનમાં લાભ વધવાથી લેભનું વધવું થતું નથી, પણ તે મેળવનારાઓ મને રથ પૂર્ણ થયા માની તૃષ્ણાના ભયંકર ભાવને ભૂકો કરી નાખનારા હોય છે, અને તેથી જિનેશ્વર ભગવાનનું શાન એ પરહિતરતપણાને અંગે હૈઈ મહાદાન કહેવાય છે.