________________
થા.
આગમ ત કુટુંબીઓના સ્નેહને કેવી સળગાવી દેનારી થાય? તે સહેજે સમજી શકાય તેમ છે, અને સાથે એ પણ આપણે સમજી શકીએ તેમ છે કે આવી રીતે દુષ્કર પ્રતિજ્ઞાઓ કરીને ગૃહસ્થાવાસમાં રહેવાવાળા ભગવાન્ મહાવીર મહારાજની પ્રવ્રયાની પરિણતિની કેટિ કેટલી બધી પરાકાષ્ઠાએ પહોંચેલી હોવી જોઈએ? એવી તીવ્ર પ્રવજ્યાની પરિણતિ છતાં મહારાજા નંદિવર્ધનના આગ્રહથી અને કુટુંબની કાકલુદીથી જે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે ગૃહસ્થાવસ્થામાં બે વર્ષ રહેવું કબુલ કર્યું, તે કેવળ મહારાજા નંદિવર્ધન અને કુટુંબના દ્રવ્ય ઉપકારને માટે જ કર્યું એમ કહેવામાં કોઈ પણ પ્રકારે અતિશયોક્તિ નથી. સંવચ્છરદાનની ભૂમિકા
આવી રીતે પ્રતિજ્ઞા પૂર્વક ગૃહસ્થાવસ્થામાં રહેતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજને બાર મહિના જેટલું લાંબો ટાઈમ પસાર થઈ ગયે અને દીક્ષા ગ્રહણ કરવાની મુદતમાં ફક્ત બાર મહિના રહ્યા, તે વખતે કયા દેવતા કેમ આવ્યા? શું કહ્યું? અને તેથી ભગવાને શું કર્યું એ વિગેરે હકીકત પણ પાછી વિચારવા જેવી છે. અને તે આખું કર્તવ્ય પરેપકારને માટે કેવી રીતે થયું તે હવે વિચારી લઈએ. લોકાંતિક દેના આસને ચાલવાનું કારણ
પૂર્વે જણાવ્યા પ્રમાણે રાજકુમારની અવસ્થાને અને અત્યંત ભીષ્મ ગણાય તેવી ભીષ્મપ્રતિજ્ઞા લઈને તે પાળવાપૂર્વક શ્રમણ ભગવાન મહાવીર ગૃહસ્થ અવસ્થામાં કઈ મહિનાઓ સુધી રહ્યા, તેવામાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજે પહેલાના મનુષ્યભવમાં અન્ય જેના હિતને માટે જ જે તીર્થંકરનામકર્મ બાંધ્યું હતું, તેના પ્રભાવે જ લેકાંતિક દેવેના આસન ચલાયમાન થયાં. મિથ્યાદષ્ટિ જીવને સ્વાભાવિક દુઃખવૈરાગ્ય
સામાન્ય રીતે સમ્યકત્વ પામ્યા પછી તે સમ્યક્ત્વવાળે દરેક છવ સંસારની ચારે ગતિને ભયંકર ગણનારે હોય છે. નારકી