________________
વર્ષ–૨, ૫-૧ ઉત્પન્ન થતા અને ઉત્પન્ન થયેલ સમ્યકત્વને અંગે લિંગની સહચારિતાને વિચાર
અર્થાત જ્યાં સુધી પરમપદની અભિલાષારૂપ સંવેગ અને ચારે ગતિથી ઉદ્વિગ્નતારૂપ નિર્વેદ થયા વિના તે સમ્યક્ત્વની ઉત્પત્તિ માનવી અસંભવિત છે, જેમ ઉત્પન્ન થએલે અગ્નિ ધૂમાડા વિના રહી શકે છે, પણ ઉત્પન્ન થતે અગ્નિ ધૂમાડા વગર હોતેજ નથી, તેવી જ રીતે ઉત્પન્ન થયેલા સમ્યકત્વને નિર્વેદઆદિ લિંગ વગરના હોય, તે પણ ઉત્પન્ન થતા સમ્યકત્વમાં નિર્વેદઆદિ લિંગને નિયમિત ભાવ હેય એજ યુકિતસંગત લાગે છે. આ હિસાબે સમ્યગ્દષ્ટિ જીવનું સાધ્ય મેક્ષ સિવાય બીજું હેયજ નહિ એ શક્તિ નિશ્ચિતપણે સમજવા જેવી છે. સાધ્ય અને પ્રાપ્ય પદાર્થને અંગે
જો કે સમ્યગ્દષ્ટિને અર્થ અને કામ પુરુષાર્થો તથા દેવગતિ અને મનુષ્યગતિ રૂપ સંસાર પ્રાપ્ય જરૂર હોઈ શકે છે, પણ તે સાધ્ય તરીકે તે હોઈ શકે જ નહિ, અને તેથી જ અભવ્ય અને મિથ્યાદષ્ટિના અનંતી વખતે ઉત્કૃષ્ટ ચારિત્રો પણ મેક્ષપ્રાપ્તિની અપેક્ષાએ નિરર્થક ગયાં. મોક્ષ શિવાયને સાધ્ય તરીકે ન માનનાર સમકીતિ
આ વસ્તુ ધ્યાનમાં રાખનારે મનુષ્ય સહેજે સમજી શકશે કે સમ્યગ્દષ્ટિ માત્રની અવસ્થાને પામેલે જ્યારે સામાન્ય રીતે ચારે ગતિને પરમાર્થથી છોડવા લાયક ગણે, તે પછી અનાદિ તથા ભવ્યતાને લીધે ઉચ્ચતર અદ્વિતીય ગ્યતાને ધારણ કરનારા એવા ભગવાન તીર્થંકર મહારાજના સમ્યગ્દર્શન ધારણ કરવાવાળા જ મોક્ષ સિવાય અને કેઈ પણ પદાર્થની આકાંક્ષા વાળ ન હોય અને તેથી પગલિક દુઃખના સ્થાનરૂપ નરકગતિ અને તિર્યંચગતિરૂપી
તિથી જેવી રીતે પિતાના આત્માને બચાવવા માગે, તેવી જ રીતે મનુષ્યગતિ અને દેવગતિને પણ કર્મરાજાના પાંજરા તરીકે ગણી તેનાથી હંમેશા દૂર રહેવા માગે તેમાં આશ્ચર્ય શું?