________________
આગમ ન્યાત
સ્વાર્થ વગરને હાઈ કેવળ ગૃહસ્થાવસ્થા પૂરતેજ હતું અને તેથી કઈ પણ ભોગે ભગવાન મહાવીર મહારાજનું મુખ ચંદ્ર દેખવું પરમ ઈષ્ટ ગણેલું હોઈ તેવી દુનિયાદારીના સુખની અપેક્ષાએ ભયંકર શરતો પણ મહારાજા નંદિવર્ધને તથા કુટુંબીઓએ કબૂલ કરી, અને એવી રીતે ભગવાનના બે વર્ષનું ગૃહસ્થાવસ્થાન ભગવાન મહાવીરે દયાબુદ્ધિથી આપ્યા એમ કબુલ કર્યું, એ અપેક્ષાએ ભગવાન મહાવીર મહારાજે નંદિવર્ધન ઉપર લૌકિક હિત કરી ઉપકાર કર્યો તેમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય. મહારાજા નન્દિવર્ધનની વિનતિ
ભગવાન મહાવીર મહારાજે ગૃહસ્થપણામાં બે વર્ષ રહેવાની કરેલી કબૂલાત કેવી ગૃહસ્થપણાની અરૂચિપૂર્વક્તાની હતી? તે સમજનારને સહેજે લાગ્યા વગર નહિ રહે કે ભગવાન મહાવીર મહારાજે બે વર્ષ સુધી ઘરમાં રહેવાની નંદિવર્ધનની વિનંતિ કબૂલ કરી તે ફક્ત નંદિવર્ધનની દયા કરવાની ખાતર જ.
જો કે કુટુંબ ઉપરને રાગ કે તેની દયા એ કેવળ કર્મબંધ કરાવનારી અને દુર્ગતિનું કારણ છે, અને એ વાત ભગવાન મહાવીર મહારાજાએ શ્રી નદિવર્ધનને ઘેર રહેવાની કરેલી વિનંતિ વખતે સ્પષ્ટરૂપે જણાવેલી છે, છતાં શ્રી નંદિવર્ધનજીને તે સવ પરને બેધ ન હોય અને હેવા છતાં કદાચ મહિને ઉછાળો હોય અને તેથી મોહમાં ઘેરાઈને ભગવાન મહાવીર મહારાજને સંસારમાં રાખવા માગે, પણ તેટલા માત્રથી ભગવાન મહાવીર મહાશજને સંસારમાં રહેવું ઉચિત ન લાગે તે ખરેખર સત્ય છે અને તેથી જ મહારાજા નંદિવર્ધનની બે વર્ષ ઘરમાં રહેવાની વિનંતિને વીકાર કરતાં પહેલાં પિતાના અવધિજ્ઞાનના ઉપયોગથી પિતાની રીક્ષાનો કાળ તપાસ્ય અને તે દીક્ષાને કાળ તપાસતાં જ્યારે અવધિજ્ઞાનથી એમ માલમ પડયું કે મારી દીક્ષા થવાને હજી બે વર્ષની વાર છે.