Book Title: Samisanz no Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004998/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજના ઉપદેશ [ શ્રી દ્રાવૈકાલિકસૂત્ર ] સંપાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ सोच्चा जाणइ कल्लाणं सोच्चा जाणइ पावगं । उभयंपिं जाणइ सोच्चा जं छेयं तं समायरे ॥ જ્ઞાની પુરુષા પાસેથી સાંભળીને કલ્યાણ તેમ જ કલ્યાણ ાણી શકાય છે. જ્ઞાનીઓ પાસેથી તે બંનેનું જ્ઞાન મેળવીને, જે શ્રેય હાય તે આચરવું. [દશ૦ ૪-૨-૧ ૧] वधाय નીલે ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ્ન -૩૮૦ ૦૧૮ Only www.janelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુંજાભાઈ જૈનગ્રંથમાલા-૧૮ સમીસાંજનો ઉપદેશ [શ્રી દશવૈકાલિકસૂત્ર] સંપાદક નેપાલદાસ જીવાભાઈ પટેલ सोच्चा जाणइ कल्लाणं सोच्चा जाणइ पावगं । उभयंपि जाणइ सोच्चा जं छेयं तं समायरे ॥ જ્ઞાની પુરુ પાસેથી સાંભળીને કલ્યાણ તેમ જ અકલ્યાણ જાણી શકાય છે. જ્ઞાનીઓ પાસેથી તે બંનેનું જ્ઞાન મેળવીને, જે શ્રેમ હોય તે આચરવું. દિશ૦ ૪-૨-૧૧] કહી દઇ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ - ૩૮૦ ૦૧૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ કિંમત રૂા. ૩૦ પ્રકાશક વિનોદ રેવાશંકર ત્રિપાઠી મંત્રી, ગૂજરાત વિદ્યાપીઠ મંડળ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ – ૩૮૦ ૦૧૪ મુદ્રક જિતેન્દ્ર ઠાકારભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ - ૩૮૦ ૦૧૪ ગૂજરાત વિદ્યાપીઠ આવૃત્તિ પહેલી, નવેમ્બર ૧૯૩૯ પુનર્મુદ્રણ પ્રત ૧૦૦૦, માર્ચ, ૧૯૮૯ માર્ચ, ૧૯૮૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ખંડ ૧લે દસ અકરાને ઉપઘાત ૫રમમંગલ ૨. સંયમ ૪. છ પ્રકારના જીવે ભિક્ષાચર્યા ૬. મહાચાર ૭. વાકથશદ્ધિ ૮. આચારસંહ ૯. વિનય ૧૦. ઉપસંહાર ખંડ રજે ૧૨૫ ૧. રતિવાકથ ૨. એકાંતચર્યા સુભાષિત સૂચિ ૧૩૩ ૧૩૮ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત આ ગ્રંથ આર્ય શર્થંભવાસ્વામીએ રચેલ સુપ્રસિદ્ધ દશવૈકાલિક સૂત્રને છાયાનુવાદ છે. શયંભવસ્વામી મહાવીર પછી ૯૮ વર્ષે સ્વર્ગવાસ પામ્યા હતા. તેમના ગ્રંથ ઉપર નિર્યુક્તિ લખનાર ભદ્રબાહુસ્વામી તેમના વિશે તથા તેમના ગ્રંથ વિશે જે માહિતી આપે છે, તે જૂનામાં જૂની હેઈ, આપણે પ્રથમ તેને જાણ લઈએ. “શચંભવસ્વામી ગણધર હતા; જિન ભગવાનની મૂર્તિનું દર્શન થતાં પ્રતિબોધ પામ્યા હતા, મનક નામના ૧. એટલે કે સૂત્રગત અર્થોની વ્યાખ્યા, સૂત્ર ( નિત્તાનામ) લંચના સત્તામ્ મામ્ પાડ્યાપા યુનિન” – એવો અર્થ કરવામાં આવે છે. પરંતુ જે નિર્યુક્તિઓ અત્યાર ઉપલબ્ધ છે એમાં આ લક્ષણ ઘટતું નથી. તેમાં તે સૂવના ગમે તે શબ્દ લઈ તેમને માત્ર નામ, સ્થાપના વગર અનુગદ્વાર પણ આપ્યાં હોય છે. એટલે એ જ અર્થમાં નિન સમજવું જોઈએ. ૨. મુનિઓના ગણને ધારણ કરનાર – ગણનાયક. સ.-૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ પુત્રના પિતા હતા; અને તેમણે આ ‘શકાલિક' ગ્રંથ ‘પૂર્વ’ ગ્રંથામાંથી` તારવી કાઢયો હતા. [૧૪] “પેાતાના પુત્ર મનકતે માટે આ દશ અધ્યયને શËભવે તારવી કાઢીને, વિકાલે એટલે કે સાંજને વખતે ગેહમાં માટે આ ગ્રંથનું નામ ‘દશકાલિક’ છે. [૧૫] “[૧૪ ‘પૂર્વ' ગ્રંથામાંથી આત્મપ્રવાદ નામના ‘પૂર્વ’માંથી તેમણે ધર્મપ્રાપ્તિ [એટલે કે શ્રીહરિભદ્રસૂરિના જણાવ્યા પ્રમાણે ચેાથું] અધ્યયન તારવી કાઢયું; કર્મપ્રવાદ' નામના ‘પૂર્વ’માંથી પિÎા એટલે કે પાંચમું] અધ્યયન તારવી કાઢયું; ‘સત્યપ્રવાદ' નામના ‘પૂર્વ'માંથી તેમણે વાકયશુદ્ધિ [એટલે કે સાતમું] અધ્યયન તારવી કાઢયું; અને બાકીનાં. અધ્યયન તેમણે નવમા એટલે કે પ્રત્યાખ્યાન' નામના ‘પૂર્વ’માંથી તારવી કાઢયાં.” [૧૬-૭ શ્રીભદ્રબાહુસ્વામી ૧૮મી ગાથામાં બીજો વિકલ્પ એવા પણ જણાવે છે કે, “અથવા, બાર ‘અંગ’ગ્રંથામાંથી તેમણે પોતાના પુત્ર ‘મનક’ ઉપર અનુગ્રહ કરવાને અર્થે આ ગ્રંથ તારવી કાઢયો છે.” અંગગ્રંથામાંથી અગિયાર અંગગ્રંથા તા હાલમાં ઉપલબ્ધ છે; અને ૧૨મું અંગ કે જેમાં ઉપરોક્ત ૧૪ પૂર્વગ્રંથાના સમાવેશ થઈ જતા કહેવાય છે, તે લુપ્ત થઈ ગયેલું છે. તે ૧૧ અંગગ્રંથા ઉપરથી આપણે જાણી ૧. જૈન ધર્મના પ્રાચીન ૧૪ ગ્રંથા જતા કાળથી જ તે લુપ્ત થઈ ગયા કહેવાય છે. પછીના વખતમાં તેમને ૧૨મા અંગ દૃષ્ટિવાદમાં સમાવી લીધાનું કહેવાય છે; પરંતુ તે ખારમું અંગ પણ પ્રાચીન કાળથી જ લુપ્ત થયેલું મનાય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ કીએ છીએ કે, આચારાંગ, સ્થાનાંગ અતે સમવાયાંગ, તેમજ ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે અન્ય આગમગ્રંથામાં આ ગ્રંથનાં ધણાંખરાં અયનેતા વિષ્ય મળી આવે છે. પેાતાની નિયુક્તિના છેવટના ભાગમાં ભદ્રબાહુ ઋણુાવે છે કે “આર્યં મનકે આ અઘ્યયન (શાસ્ત્ર) છ મહિનામાં શીખી લીધું; અને એ છ મહિના જ દીક્ષિત જીવન ગાળા તે શુભ ધ્યાનપૂર્વક મૃત્યુ પામ્યા. તે વખતે વૃદ્ધ શય્યભવ આનંદાશ્રુ પાડવા લાગ્યા. તે જોઈ તેમના શિષ્ય યશાભદ્રે તેમને તેનું કારણ પૂછ્યું, અને શયંભવે તે કહી સંભળાવ્યું. પછી સંધે તે બાબતમાં વિચાર કર્યાં [અને એ અધ્યયને લુપ્ત ન થવા દેવાં એવા નિર્ણય કર્યાં. (ગાથા ૩૭૦-૧). ભદ્રબાહુએ માત્ર સૂચનરૂપે આપેલી આ માહિતીને વિસ્તાર જાણવા માટે આપણે હરિભદ્રસૂરિએ (ઈ. સ. ૭૦૬થી ૭૭) પોતાની દશવૈકાલિકસૂત્ર ઉપરની ટીકામાં, તેમ ર હેમચંદ્રાચાર્યજીએ (ઈ. સ. ૧૦૮૯-૧૧૭૩) પરિશિષ્ટપર્વમાં આપેલી કથાઓ જોઈ લઈ એ. તે બંને કથાઓમાં વિગતાના ખાસ ફેર નથી; પરંતુ હરિભદ્રસૂરિની કથામાં જ્યાં કેટલુંક સંદિગ્ધ તેમ જ અણુકથ રહી જાય છે, ત્યાં હેમાચાર્યની કથા સ્પષ્ટ વિવરણુ આપે છે. એટલે અહીં તા તે બંને કથાઓ મળીને થતી એક કથા જ આપીશું. આચાર્યપરંપરામાં મહાવીર પછી ક્રમમાં ખીજે નંબરે આચાર્યપદે આવેલા સુધર્મસ્વામી મહાવીરના નિર્વ્યા પછી ૨૦ વર્ષે નિર્વાણુ પામ્યા. તેમની પછી તેમના શિષ્ય ગુસ્વામી આચાર્ય થયા. તે પણ મહાવીર પછી ૬૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨ વર્ષે નિર્વાણુ પામ્યા. તેમના નિર્વાણુ પછી આ ક્ષેત્રમાં આ કાળ પૂરતું દેવળજ્ઞાન લુપ્ત થઈ ગયું. ત્યાર બાદ માત્ર શાસ્ત્રજ્ઞાન જ બાકી રહ્યું. તેથી જંભુસ્વામી પછીના આચાર્યાં દેવલજ્ઞાની કહેવાવાને બદલે ‘શ્રુતકેવલી' કહેવાય છે. પ્રુસ્વામી પછી તેમના શિષ્ય પ્રભવસ્વામી આચાર્ય થયા. પ્રભવસ્વામીએ જીવનના અંતિમ ભાગમાં પાતાની પાછળ આચાર્યનું સ્થાન લે તેવા યાગ્ય માણુસની તપાસ કરવા માંડી. તેમને જૈન સંઘમાં તે કાઈ લાયક માણુસ દેખાયા નહીં. એટલે તેમણે અન્યધર્મી આમાં તપાસ કરવા માંડી. તા; રાગૃહનગરમાં શયંભવ નામના બ્રાહ્મણુ ગૃહસ્થ ઉપર તેમની નજર ઠરી. પરંતુ તે તે વેદવાદી હતા તથા યજ્ઞકાંડમાં જ લવલીન હતા. તેને તેની અજ્ઞાનનિદ્રામાંથી જગાડવા માટે પ્રભવસ્વામીએ પેાતાના એ મુનિઓને તેના યજ્ઞમંડપમાં મોકલ્યા અને તેમને સૂચના આપી કે, તમારે ત્યાં જઈ ને તેની પાસે ભિક્ષા માગવી, અને તે તમને (જૈન હાવાને કારણે) ભિક્ષા આપવાની ના પાડે ત્યારે ત્યાંથી નીકળતી વખતે, ગદ્દો દ્દષ્ટમ્ અદ્દો ટક્ તત્ત્વ ન સાથતે રમ્' [ માસ પરમતત્ત્વ નથી જાણતા એ કેવા દુ:ખની વાત છે !'] – એમ ખેલવું. ૧. ૨૧૦૦૦ વર્ષ પહેાંચનારા દુ:ખમા' નામના કાળ પૂરતું, ૨. સ્થૂલભદ્રસ્વામી સુધીના. પછી તા પૂર્વગ્રંથાનું જ્ઞાન પણ લુપ્ત થતું ગયું. ૩. સુધર્મસ્વામી, જંબુસ્વામી અને પ્રભવસ્વામી વિશે વધુ માહિતી માટે જીઓ આ માળાનું સંચમધર્મ' પુસ્તક પા. ૩૫. Page #10 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે ભિક્ષા માગવા આવેલા તે મુનિએ પાસેથી ઉપરનું વાકય સાંભળી શય્યભવને પોતે અત્યાર સુધી આચરેલા જીવનમાર્ગ વિશે શંકા ઊભી થઈ. તેથી તેણે પેાતાના ઉપાધ્યાયને તે બાબત પૂછ્યું. તેણે પ્રથમ તા “સ્વર્ગ અને મેાક્ષ અપાવનારા વેદે જ તત્ત્વરૂપ છે” એમ જવાબ આપ્યા. પરંતુ પછી શષ્મભવે વધુ દબાણુ કરતાં તેણે યજ્ઞમંડપમાં સ્તંભ નીચે ગુપ્ત રાખેલી જિનપ્રતિમા બતાવી અને જશુાવ્યું કે, આ અર્હતભગવાને ઉપદેશેલા ધર્મ જ તત્ત્વરૂપ છે એમ હું માનું છું; બાકી આ બધી યજ્ઞક્રિયાએ તે। વિડંબનામાત્ર છે.’૧૯ અતભગવાનની ૧. મૂળ કથાને આ ભાગ સમાતા નથી. હરિભદ્રસૂરની કથામાં એ ભાગ આ પ્રમાણે છે: “ જ્ઞસ્તંભની નીચે અેતભગવાનની સર્વરત્નમયી પ્રતિમા છે. તે ધ્રુવ છે. માટે મહેતભગવાનને ધર્મ તત્ત્વરૂપ છે.” હેમાચાર્યે આ ભાગને પ્રમાણે વિસ્તાર્યું છે આ ચન્નસ્તંભની નીચે હું તભગવાનની પ્રતિમા સ્થાપેલી છે. તેને એમ નીચે ગુપ્ત રીતે રાખીને પૂજવામાં આવે છે; અને તેના પ્રભાવથી જ માપણું ના ચજ્ઞાદિ કર્મ નિર્વિધ્ન થાય છે. કારણ કે જે યજ્ઞમાં તેવી પ્રતિમા રાખવામાં નથી આવતી, તે ચન્નની, મહાતપસ્વી, સિદ્ધપુત્ર અને પરમઅહ‘ત એવા તારક વિધ્વંસ કરી નાખે છે.” આ જવામથી શું સૂચવાય છે તે સમજી શકાતું નથી. ચજ્ઞામાં સ્તંભ નીચે મહાવીરની પ્રતિમા રાખવામાં આવતી હતી તેના બ્રાહ્મણગ્રંથામાં તા કથાંચ ઉલ્લેખ મળતા નથી. સતપથ બ્રાહ્મણ, કાત્યાયન, શ્રૌતસૂત્ર આદિ ગ્રંથામાં જણાવ્યા પ્રમાણે ચજ્ઞક્રિયાની શરૂઆતમાં મહાવીર' નામનું પાત્ર વિશિષ્ટ વિધિ Page #11 -------------------------------------------------------------------------- ________________ ર સૌમ્ય મૂર્તિ જોઈ શયંભવને તેમના પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થઈ તેથી તેમના ઉપદેશેલા ધર્મતત્ત્વ વિશે વધુ જાણવાની ઈચ્છાથી તે પેલા મુનિઓને શોધતો શોધતો પ્રભવસ્વામી પાસે આવી પહોંચે. પ્રભવસ્વામીએ શયંભવને પાંચ મહાવ્રત સમજાવ્યાં અને દીક્ષા આપી. શર્માભવ ત્યાર બાદ તેમની પાસે જ રહ્યા અને ચૌદ પૂર્વો શીખ્યા. અંતે પ્રભવસ્વામીએ જ્યારે તેમને લાયક થયેલા જોયા, ત્યારે તેમને પિતાને સ્થાને સ્થાપી પોતે પરફેકગમન કર્યું. જે વખતે શયંભવે સંસારત્યાગ કર્યો. તે વખતે તેમની પની બહુ યુવાન હતી. તેની અવસ્થા જોઈ તેનાં સગાંવહાલાં બહું દુઃખી થવા લાગ્યાં તથા તેને પૂછવા લાગ્યાં કે “તારા ઉદરમાં ગર્ભને કંઈ સંભવ છે? ત્યારે તેણે જવાબ આપ્યું કે, “થોડોક નિમ્] છે.” પછી જ્યારે તેને પુત્ર જન્મે ત્યારે લેકેએ તેનું નામ મનક [જય રાખ્યું. તે આઠ વર્ષને થયું ત્યારે પિતાના પિતા વિશે પિતાની માતાને પૂછવા લાગ્યો. તેની માતાએ કહ્યું કે, “તારા શવ્યંભવ નામના પિતાને ધૂર્ત જતિડાએાએ છેતરીને દીક્ષા આપી પ્રમાણે તૈયાર કરવામાં આવે છે તથા તેને વિષ્ણુ તથા સૂર્યના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. તે પાત્રને જ સમાન નામને કારણે અહીં ભૂલભર્યો ઉલ્લેખ થયો હોય તેવી કલ્પના જાય છે. બાકી તે, કથાને આ ભાગ તૂટક અથવા તો સહિધ છે, એમ માનવું જોઈ એ. હેતની પ્રતિમા ચા નીચે રાખવાથી જ બીજા આહત એ હિસક ચશની રક્ષા કરી કે તેને અનુમતિ આપે એ કેવી વિચિત્ર કલ્પના છે !' ૧. સંસ્કૃત – મના ! Page #12 -------------------------------------------------------------------------- ________________ 19 દીધી છે.' પેલેા બાળક આ સાંભળી પાતાના પિતાને મળવાની ઈચ્છાથી માને જણુાવ્યા વિના ચાલી નીકળ્યે. કરતા કરતા તે ચંપા નગરી નજીક આવી પહોંચ્યા ત્યારે દૈવયેાગે શય્યભવસ્વામી દિશાએ જવા બહાર નીકળ્યા હતા. તેમની નજર તેના ઉપર પડતાં તેમને તેના તરફ નૈસર્ગિક વાત્સલ્ય પ્રેમ ઊપજ્યા. એટલે તેમણે તેને પૂછ્યું કે, 'તું ક્રાણુ છે, અને કયાંથી આવ્યા છે?” પેલાએ બધી વાત તેમને કહી તથા પૂછ્યું કે, તમે પશુ જૈન સાધુ દેખાઓ છે; તે તમે મારા પિતાને જાણા છે? તે જો મને મળે તે માટે પણુ સાધુ થઈ ને તેમની પાસે રહેવું છે.' ત્યારે શમ્યુંભવે તેને કહ્યું કે, તે તે મારા પરમ મિત્ર છે. અને અમને એને તું શરીરથી પશુ એક જ જાણ. માટે તું મારી પાસે જ દીક્ષા લઈ લે.’ પેલે છેાકરશ કબૂલ થયા એટલે તેને લઈ તે શËભવ અપાસરે આવ્યા અને તેને દીક્ષા આપી. પછી ચેાઞદૃષ્ટિથી જોતાં તેમને જાયું કે આ છેકરાનું આયુષ્ય હવે છ મહિનાનું જ છે; એટલે તેને પદ્ધતિપૂર્વક બધાં શાસ્ત્રો ભણાવવાં નિરર્થક છે.' પછી, તેમણે આવશ્યક કારણુ માની, ‘પૂર્વે’ ગ્રંથેામાંથી સાંજતે વખતે આ દેશ અધ્યયને તારવી કાઢાં, અને તે છેાકરાને ભણાવ્યાં. તે છેકરાએ પશુ શુદ્ધ ચિત્ત વડે એ અધ્યયતાને ભણીને ૧. એવા નિયમ છે કે, એક છેલ્લા શપૂર્વી શાસ્ત્રમાંથી વર્ષ સારાહાર કરે; અને ચૌદ પૂર્વ જાણનાર મુર્તિ કાઈ ખાસ કારણ આવી પડે તેા જ કરે. Page #13 -------------------------------------------------------------------------- ________________ યાચિત રીતે આરાધ્યાં. પછી છ માસ પૂરા થતાં તે છોકરે પિતાને દેહ છડી વર્ગવાસી થયે. એ છોકરાએ ટૂંક સમયમાં પણ જે શ્રદ્ધા-ભક્તિથી સર્વ શાસ્ત્રોમાં સારરૂપ એ અધ્યયને આરાધ્યાં હતાં, તે વિચારતાં વિચારતાં શયંભવસ્વામીની આંખમાંથી આંસુ નીકળી પડ્યાં. તે વખતે પાસે ઊભેલા તેમના શિષ્યએ તેમને આ પ્રમાણે આંસુ પાડવાનું કારણ પૂછ્યું. એટલે શયંભવસ્વામીએ સાચી વાત કહી દીધી કે, એ છોકરો મારે પૂર્વાશ્રમને પુત્ર હતું, પરંતુ તેને ગુરુપુત્ર જાણી તમે તેની પાસેથી કંથાયેગ્ય સેવા ન લે એમ માની એ વાત મેં તમને જણાવી નહતી. અસ્તુ. ત્યાર બાદ નિરુપયેગી હોવાથી પેલાં દશ અધ્યયને શય્યભવસ્વામીએ સંહરી લેવાનો વિચાર કર્યો, પરંતુ સંઘે બધી વાત જાણ્યા બાદ એ નિર્ણય કર્યો કે, હવે પછીના કાળમાં લેકેનું આયુષ્ય તથા બુદ્ધિ ઘટતાં જવાનાં છે; તે વખતે આ અધ્યયન ઘણુને ધર્મતત્ત્વ જાણવા સમજવામાં ઉપયોગી થશે; માટે તે ભલે કાયમ રહે. - હરિભદ્રસુરિ અને હેમાચાર્યની કથાઓમાં દશવૈકાલિક સૂત્ર કેવા સંગમાં રચાયું તેનું વિગતભર્યું આવું વર્ણન છે. ભદ્રબાહુસ્વામીએ પોતે પણ આ કથાના મુખ્ય ભાગોને ૧. કથા ઉપરથી તે એમ જ લાગે કે, શય્યભવ મનક આગળ છેક છેવટ સુધી છતા થયા જ નહતા. પરંતુ તે છોકરાએ પણ પિતાને મળવાનો આગ્રહ કદી ન કર્યો, અને વચ્ચે જ પિતાના કઈ મિત્ર પાસે રહી પડયો, એ વસ્તુ કથાના પ્રવાહમાં બંધ બેસતું નથી જ થતું. Page #14 -------------------------------------------------------------------------- ________________ સુચિત કર્યા છે. એટલે આપણે એ કથાને ઘણું પ્રાચીન કાળથી ચાલતી આવેલી કહી શકીએ. પરંતુ અત્યારે જે દશવૈકાલિકસૂત્ર મળે છે, તેમાં દશ અધ્યયને ઉપરાંત છેવટે બે ચૂડાઓ (પરિશિષ્ટો) ઉમેરેલી હોય છે. ભદ્રબાહસ્વામીએ પણ તેમના ઉપર નિર્યુક્તિ લખેલી હોવાથી તે ચૂડાઓ જુના જમાનાથી જ તે ગ્રંથમાં ઉમેરાતી આવી છે એમ કહી શકાય. હેમાચાર્યો પિતાના પરિશિષ્ટપર્વમાં એ ચૂડાઓ વિશે એવી દંતકથા આપી છે કે, મહાવીર પછી ૧૭૦ વર્ષે સ્વર્ગવાસી થયેલા ભદ્રબાહુસ્વામીના ગુરુભાઈ સંભૂતિવિજયની ૧. અહીં આગળ એક વિવાદગ્રસ્ત બાબતને ઉલ્લેખ કરી લેવું જોઈએ. જૈન આચાર્યપરંપરામાં ભદ્રબાહનું નામ બે વખત આવે છે. એક ભદ્રબાહુ તે મહાવીર પછી માત્ર ૧૭૦ વર્ષ સ્વર્ગવાસી થયા હતા. જયારે બીજા ભદ્રબાહુ ઈ. સ. એ સૈકામાં થઈ ગચા. સામાન્ય માન્યતા તો પ્રથમ ભદ્રબાહુને જ આ બધી નિર્યુક્તિઓના લેખક માને છે. પરંતુ અર્વાચીન વિદ્વાને બીજા ભદ્રબાહુને જ આ નિર્યુક્તિઓના લેખક માને છે. કારણ કે, દશવૈકાફિકની નિર્યુક્તિમાં (૧-૮૧) ગાવિતવાચકનો ઉલ્લેખ છે; અને નદીસૂત્રની પટ્ટાવલીમાં ગોવિંદવાચકને નાગાર્જુનના શિષ્ય જણાવ્યા છે, એટલે તે ઈ. સ. ૩૫૦ની આસપાસમાં થયા હોવા જોઈએ. તે પછી નિયુક્તિના લેખક ભદ્રબાહુ તો તેથી પણ પછીના કાળમાં થયા હોવા જોઈએ એવું સિદ્ધ થાય, જ. જોકે નિયુક્તિમાં પછીના કઈ ભાષ્યકારની ગાથાઓ પણ સેળભેળ થઈ ગઈ છે, એવું હરિભદ્રસૂરિ પણ જણાવે છે. એટલે નિયુક્તિના અમુક ભાગમાં આવતા ઉલેખ ઉપરથી આખી નિતિને કાળ નિશ્ચિત કરવું મુશ્કેલ તે છે જ. Page #15 -------------------------------------------------------------------------- ________________ પછી આચાર્યપદે આવેલા તથા ભદ્રબાહુસ્વામીના સમકાલીન એવા સ્થૂલભદ્રસ્વામીની બહેને, મુનિ થયેલા પિતાના બીજા ભાઈ શ્રીયકથી ઉપવાસ ન થઈ શકતા હેવાથી, પર્યુષણ પર્વ વખતે તેને દિવસના ચોથા ભાગ (પૌરુષી) જેટલે ઉપવાસ કરવાને સમજાવ્યું. તે કબૂલ પણ થયું. પછી તેટલે સમય પૂરો થતાં તેની બહેને તેને બીજે ચે ભાગ પણું ખેંચી કાઢવા સમજાવ્યું, કારણ કે, “પર્યુષણ એ બહુ દુર્લભ પર્વ છે.” એમ કરતાં કરતાં તેની બહેને તેને આખો દિવસ પૂરે કરાવ્યો અને “રાત તે ઊંઘમાં ચાલી જશે એમ કહી રાત્રે પણ ઉપવાસ ચાલુ રખાવ્યા. પરંતુ પેલો તે સુધાની વેદનાથી રાત દરમ્યાન જ મરણ પામ્યા. આ જોઈ તેની બહેન ચમકી, અને પિતે ઋષિહત્યાનું પાપ કર્યું એમ માની બેઠી. સંઘે તે તેની ભાવના શુદ્ધ હોવાથી તેને નિર્દોષ ઠરાવી; પરંતુ તેના મનને સંદેહ દૂર ન થયું. તેણે જણાવ્યું કે, જિનેશ્વર ભગવાન પોતે તેને સ્વમુખે નિર્દોષ કહે તેને સંદેહ દૂર થાય. પરંતુ આ કાળમાં, આ ક્ષેત્રમાં કોઈ જિન હેય નહીં; તેથી મહાવિદેહક્ષેત્રમાં વિચરતા તીર્થંકર પાસેથી નિર્ણય મેળવવા માટે આ સંધ ધ્યાન લગાવીને બેઠે. ત્યારે શાસનદેવતા આવીને પ્રગટ થઈ. તેની દ્વારા સંઘે પેલી યક્ષા સાધ્વીને મહાવિદેહક્ષેત્રમાં સીમંધરસ્વામી પાસે (આકાશમાર્ગે) મોકલી. ત્યાં તેમણે તેને સ્વમુખે નિર્દોષ કહી, એટલું જ નહીં પણ “ભાવના', “વિમુક્તિ”, “રતિક૯૫ અને “વિચિત્રચર્યા” એ ચાર અધ્યયને તેને શીખવ્યાં. પેલી આર્યાએ પાછાં આવી ચાર અધ્યયન સંઘને અર્પણ કર્યા. સંઘે તેમાંથી પહેલાં બેને આચારાંગસૂત્રની ચૂડારૂપ Page #16 -------------------------------------------------------------------------- ________________ સ્થામાં અને છેલ્લાં બેને દશવૈકાલિકસૂત્રની ચૂડારૂપે સ્થાપ્યાં. પરંતુ, હરિભદ્રસૂરિ એ બે ચૂડાઓ ઉપરની પિતાની ટીકામાં પહેલી ચૂડા માટે તે આવી કશી દંતકથા આપતા જ નથી. માત્ર બીજી ચૂડામાં મૂળ સૂત્રમાં જ, કેવલીએ કહેલ જ્ઞાનરૂપ ચૂડા હવે હું કહું છું એવો ઉલ્લેખ હોવાથી, તેની ટીકામાં હરિભદ્ર બીજા કોઈનું નામ લીધા વિના માત્ર નીચેની ટૂંક કથા આપે છે: “કઈ અસહિષ્ણુ સંયત – મુનિ - ને આર્યાએ ચાતુર્માસ વખતે એક ઉપવાસ કરાવ્ય; પણ તે તો તે ઉપવાસ પૂરો કરતાં મરણ જ પા. પછી પિતે વિહત્યા કરી એમ માની તે આય ખિન્ન થઈ ગઈ (મને દોષ લાગે કે નહીં) એ હું તીર્થકરને પૂછું એ તેને વિચાર આવ્યો. તેની ભક્તિથી પ્રસન્ન થયેલી દેવતા તેને શ્રી સીમંધરસ્વામી પાસે લઈ ગઈ. ત્યાં જઈ તેમને પૂછયું, ‘તારા ચિત્તમાં તેને મારવાને ખ્યાલ નહોતે માટે તે તેને વધ કરનારી ન ગણાય” – એમ કહી તેમણે તેને આ ચૂડા શીખવી.” એટલે હરિભદ્રસૂરિ જાણે બીજી ચૂડા જ આ રીતે સીમંધરસ્વામી પાસેથી આવી હોય એમ માનતા લાગે છે. ભદ્રબાહુ પણ પિતાની નિર્યક્તિમાં આ ચૂડાએ બાબત કશી દંતકથાને ઉલ્લેખ કર્યા વિના માત્ર એટલું જણાવે છે ૧. આ કથન, હરિભદ્રસૂરિની ટીકાવાળી દેવચંદ લાલભાઈવાળા દશવૈકાલિકસૂત્રની આવૃત્તિ મુજબ કરેલું છે. તેમાં નિયુક્તિની કુલ ૩૭૧ ગાથાઓ આપી છે. નિર્યુક્તિના બીજા કોઈ પાકમાં ૪૪૭ ગાથાઓ છે, અને તેમાં છેલ્લી ગાથામાં આ બંને ચૂડાએ સીમંધરસ્વામીએ આર્યોને શીખવી હતી તેમ જણાવ્યું છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ १२ કે, આ ચૂડાઓના વિષયતા મૂળ (દશવૈકાલિક) ગ્રંથમાં સંગ્રહ થઈ જ ગયા છે. એટલે આ ચૂડાએ તે તે ગ્રંથમાં કહેવા—ન કહેલા વિષયના સક્ષિપ્ત સારરૂપ છે.” (ગા. ૩૫૯). એટલે આ ચૂડાઓને લગતી દંતકથાને કેટલું મહત્ત્વ આપવું તે વિચારવા જેવું છે. * ઉપર આપણે જોઈ આવ્યા તે પ્રમાણે આ ગ્રંથ મહાવીર પછી માત્ર ૯૮ વર્ષે દેહત્યાગ કરનારા જૈન સ`ધના વડા આચાયૅ અસાધારણુ સંજોગામાં પ્રાચીન શાસ્ત્રોમાંથી તારવેલા છે. એટલે આ ગ્રંથમાં આપણુને મહાવીર પછીના તરતના જમાનામાં જૈન ધર્મ અને આચારનું પ્રચલિત સ્વરૂપ કેવું હતું કે કેવું મનાતું હતું તે જોવા મળે છે. નિર્યુક્તિકારે આ સૂત્રનું નામ દશવૈકાલિક' પડવાનું જે કારણુ આપ્યું છે, તે આપણે જોઈ આવ્યા. પરંતુ તે વિશે કાંઈક વિશેષ વિચાર કરવા પ્રાપ્ત થાય છે. ભદ્રબાહુ પેાતાની નિયુક્તિમાં આ સૂત્રનું નામ છ વખત દશકાલિક આપે છે અને એ વખત દશવૈકાલિક' આપે છે, તેમાંય, જ્યાં તેમણે આ સૂત્રના નામને અર્થ કરવાના પ્રયત્ન કર્યાં છે, ત્યાં તે દૃશકાલિક” નામ જ આપ્યું છે. છતાં તેના અર્થ તે ૧ ૧. આ ચર્ચા ઇન્ડિયન હિસ્ટોરિકલ કવાર્ટી' પુ. ૧૪, પા. ૪૩૨માં આવેલા શ્રી ધાઢવેના લેખમાંથી લીધી છે. ૨. ગાથા ૧, ૭, ૧૨, ૧૪, ૨૫. (પ્રો. અયંકરની આવૃત્તિ. નીચેની નાંદ્યામાં પણ તે જ આપિત્ત ગણવી.) ૩. ગાથા ૬, ૩૯૭. Page #18 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક' નામ અનુસાર જ કર્યો છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં (અ) ૨૫, ગા. ૧૨ તથા ૧૮) દિવસ અને રાતને છેલ્લે (૨) ભાગ સ્વાધ્યાય માટે વિહિત ગયો છે. અને ચૂર્ણિકારના જણાવ્યા મુજબ આ દશવૈકાલિક ગ્રંથ દિવસના ત્રીજા ભાગમાં એટલે કે સ્વાધ્યાયના કાળથી કાંઈક પહેલાં રચાય હતે; એટલે તે “વિકાલે રચાયે કહેવાય. પરંતુ એટલા જ કારણથી આખા ગ્રંથને આ નામ મળે એ બરાબર નથી લાગતું. ઉપરાંત મનક તે છ મહિના જીવવાનું હતું, એટલે જરા વધુ થોભીને પણ શય્યભવાસ્વામી એથી પૌરુષીમાં જ વિહિત સમયે આ સૂત્ર રચી શકત. એટલે આ સૂત્રનું આ નામ પડવાનું કાંઈક બીજું કારણ આપણે વિચારવું જોઈએ. એવું એક કારણું નીચે મુજબ દેખાય છે. આપણે જાણીએ છીએ કે, સામાન્ય નિયમ મુજબ દીક્ષા લીધે ૧૯ વર્ષ થાય ત્યારે સાધુ પૂર્વગ્રંથો ભણી શકે. પરંતુ મનક તે એ પ્રમાણે અભ્યાસનો વિહિતકાળ સાચવી શકે તેમ હતું નહીં; એટલે તેને માટે શયંભવે પૂર્વગ્રંથનું દહન કરી, તેને દીક્ષા આપ્યા બાદ તરત જ – અગ્યકાળે – પૂર્વગ્રંથના સિદ્ધાંતોનું જ્ઞાન આપી દીધું. આમ મનકે તે જ્ઞાન અકાળે – વિકાળે – મેળવ્યું કહેવાય; અને તે કારણે આ સૂત્રનું નામ વૈકાલિક પડ્યું હોય એમ બનવાજોગ છે. આ બધી દલીલેમાં સૂત્રનું દશવૈકાલિક' નામ ગૃહીત લેવામાં આવે છે. પરંતુ ઉપર જઈ આવ્યા તેમ આ સૂત્રનું ખરું નામ તે દશકાલિક લાગે છે. અને એ ૧, ગાથા ૭, ૧૨, ૧૫. Page #19 -------------------------------------------------------------------------- ________________ १४ અર્થ નામના અર્થ તે આ દલીલે નથી જ બતાવી શકતી. તે પછી દશકાલિક' નામના શે? આપણે તે પ્રશ્નના જવામ વિચારીએ. જૈન શાસ્ત્રગ્રંથાને ચાર વિભાગામાં વહેંચી નાખવામાં આવે છેઃ દ્રવ્યાનુયોગ (તત્ત્વજ્ઞાનને લગતા); ચરણકરણાનુયેગ (આચારવિધિને લગતા); ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ. ચૂર્ણિકાર કહે છે કે (પા. ૨), ‘વગરળનુષ્યોનો નામનિયસુયમ્' એટલે , જે ગ્રંથામાં ચરણુ (આચાર) અને કરણ (ભિક્ષાવિધિ) બતાવ્યાં હોય તે કાલિક’ શાસ્ત્ર કહેવાય. હવે દશવૈકાલિકસૂત્રમાં મુખ્યત્વે ચરણુ અને કરણનું જ વર્ણન છે. એટલે તેને કાલિક' ગ્રંથ કહી શકાય, અને એ રીતે આ દશ અવ્યયતા દશકાલિક’ કહેવાયાં હાય એમ અનવાજોગ છે. પરંતુ, નંદીસૂત્રમાં શાસ્ત્રોના 'કાલિક' અને ‘ઉત્કાલિક' એવા ભેદો જુદા જ કારણે પાડયા છે: જે ગ્રંથનું અધ્યયન દિવસના ચાર ભાગમાંથી) છેલ્લા ભાગમાં અને રાત્રિના (ચાર ભાગમાંથી) પ્રથમ ભાગમાં – એમ સ્વાધ્યાય માટેના વિહિતકાળમાં જ થઈ શકે, તે ‘કાલિક'; અને જે ગ્રંથનું અધ્યયન કરવામાં એવી કશી કાલમર્યાદા નથી, તે ઉત્કાલિક તે વિભાગવ્યવસ્થામાં દશવૈકાલિકસૂત્રને ‘ઉલ્કાલિક' વિભાગમાં મૂકવામાં આવ્યું છે. આપણે ઉપર જોઈ આવ્યા ૬, આ ગ્રંથનું મૂળ નામ તેા દશકાલિક' હતું, અને તેના અર્થ આચારિિવધ દર્શાવનારાં દશ અધ્યયના’ હતા; પરંતુ પછીથી જ્યારે નંદીસૂત્રમાં જણાવેલા કાલિક——ઉત્કાલિક વિભાગ પ્રચારમાં આવ્યા હશે, અને ‘દશકાલિક' સૂત્રને Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉત્કાલિક વિભાગમાં મૂકવામાં આવ્યું હશે, ત્યારે તેનું કાલિક નામ તેના ઉત્કાલિક વિભાગ સાથે અસંગત લાગતાં, તથા તેનું કાલિક નામ પડવાનું મૂળ કારણ ભુલાઈ જતાં, તેનું નામ બદલાઈને “દશવૈકાલિક' થઈ ગયું હશે. અને પછીથી વૈકાલિકને અર્થ કરવાને પ્રસંગ ઊભો થતાં, કથા અનુસાર તેની રચના સાયંકાળે (વિકાલે થયેલી ગણ, તે રીતે તેને અર્થ કરવામાં આવ્યું હશે. આ બધી છેવટે તે કલ્પનાઓ જ છે. એટલે આ અનુવાદ પૂરતું તે સૂત્રનું પ્રચલિત “દશવૈકાલિક' નામ જ સ્વીકારીને આ અનુવાદનું નામ “સમીસાંજનો ઉપદેશ' રાખ્યું છે. આ સૂત્રને આગમગ્રંથના “મૂલસૂત્ર” કહેવાતા વિભાગમાં મૂકવામાં આવ્યું છે. જૈન ધર્મગ્રંથમાંથી બીજા બે ગ્રંથને એ રીતે મૂલસૂત્ર કહેવામાં આવે છે : ઉત્તરાધ્યયનસૂત્ર, અને આવશ્યકસૂત્ર. હવે “મૂલસૂત્ર' એટલે શું એ વિશે ઘણે મતભેદ છે. “ભૂલસૂત્ર એટલે જેમાં મૂળ શબ્દો” અર્થાત મહાવીરના પોતાના શબ્દો છે તે ગ્રંથ –એવો અર્થ થાય છે. કેટલાક એમ કહે છે કે, જૈન ધર્મના અભ્યાસને (નવા દીક્ષિતને) ભણવાના શરૂઆતના પ્રાથમિક ગ્રંથો હોવાથી આ ગ્રંથ “મૂલસૂત્ર' કહેવાય છે. દશવૈકાલિકસૂત્રને એ બંને અર્થે એક રીતે ૧. પિંડનિર્યુક્તિ કે ઘનિક્તિને ચાહું મલસૂત્ર કહેવામાં આવે છે. પણ તેના નામ ઉપરથી સૂચિત થાય છે તેમ, મળે તે સ્વતંત્ર ગ્રંથ હોવાને બદલે આવશ્યક સૂત્રની નિક્તિ જ હશે. Page #21 -------------------------------------------------------------------------- ________________ લાગુ પડી શકે તેમ છે. કારણ કે તે મૂળ પૂર્વગ્રંથમાંથી જ કરેલા ઉતારારૂપ હેઈ, તેમાં “મૂળ શબ્દ જ છે. ઉપરાંત તેમાં સાધુજીવનને આવશયક વિધિ ટૂંકમાં તથા સહેજે સમજાઈ જાય તે રીતે મૂકવામાં આવ્યા હોવાથી, તે ગ્રંથ શરૂઆતના અભ્યાસીને કામમાં આવે તેવો જ છે. ઉપરાંત એ સૂત્રમાં મુમુક્ષુએ ખાસ ધ્યાનમાં રાખવાના બધા ધર્મોનો સંગ્રહ થયેલ હોવાથી, તે સૂત્ર દિવસ અને રાત્રિના સંધિ ટાણે એટલે કે સમીસાંજે યાદ કરી જવા જેવું છે. દશવૈકાલિકસૂત્રમાં (ચૂડા ૧-૧૨) જણાવ્યું છે કે, સાધુએ પોતાના ધર્મોમાંથી શું આચર્યું છે અને હજ શું આચરવાનું બાકી છે એ રેજ વિચારી જવું જોઈએ. એ રીતે આ ગ્રંથ “સમીસાંજે યાદ કરી જવાના ઉપદેશ” રૂપ પણ છે. અને તેથી આ અનુવાદનું નામ, “સમીસાંજે તારવેલો ઉપદેશ” તેમ જ “સમીસાંજે યાદ કરી જવાને ઉપદેશ” એમ બંને અને સૂચિત કરે તેવું “સમીસાંજને ઉપદેશ” રાખ્યું છે. હવે આપણે “દશવૈકાલિક સૂત્રના વિષય તરફ નજર કરીએ. આપણે શરૂઆતમાં જોઈ આવ્યા કે, આ ગ્રંથ નાની ઉંમરના એક ભિક્ષુને ધર્મજીવનનું તત્વ સમજાવવા માટે તારવી કાઢેલ છે. તેથી કરીને આમાં મુખ્યત્વે ભિક્ષધર્મની જ વાત હેય એ સહેજે કલ્પી શકાશે. આ સૂત્રના પ્રથમ શ્લેકમાં જ આચાર્યે ધર્મનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે, “ધર્મ એ જ પરમ મંગલ છે; તથા અહિંસા, સંયમ અને તપ એટલે જ ધર્મ ગ્રંથકર્તા આ ત્રણ Page #22 -------------------------------------------------------------------------- ________________ १७ બાબતામાં જ ધર્મનું તમામ તત્ત્વ સમાવી દેવા માગે છે; અથવા કહો કે ગ્રંથકર્તાની નજરે જૈન ધર્મ એટલે એ ત્રણ વસ્તુ છે. અલબત્ત, ત્યાં ગ્રંથકર્તા ભિક્ષુના ધર્મની કે ગૃહસ્થના ધર્મની વાત નથી કરતા, પરંતુ ‘પરમ મંગળ’રૂપ એટલે કે મનુષ્યનું પરમ કલ્યાણુ કરનારા ધર્મની વાત કરે છે. તેપણુ, તેમની દૃષ્ટિએ સ ́પૂર્ણ ધર્મજીવનને અર્થ ઉત્તમ ભિક્ષુજીવન જ છે, એ બાબતમાં શંકા નથી. ગ્રંથકર્તા ધર્મનું ઉપર પ્રમાણે લક્ષણુ બાંધીને તરત જ પછીના શ્લોકમાં એ ધર્મને અનુસરવા ઈચ્છનારનેા આચાર કહેવા બેસે છે. તેમાં મુખ્યત્વે આંતર-આદ્ય અંધાને ત્યાગ, ભિક્ષાચર્યાં અને તપાચરણુ એ ત્રણ વસ્તુઓનું વિધાન છે. અને ઉપર જણાવેલી ધર્મની વ્યાખ્યામાંથી એ વસ્તુ જ કુલિત થઈ શકે છે. જો અહિંસા એ ધર્મનું પ્રથમ પગથિયું હોય, તે પેાતાના શરીરના સુખાપભાગ કે નિભાવ માટે કરવામાં આવતી હિંસાના ત્યાગ પ્રથમ જ વિચારવા જોઈ એ. જ્યાં સુધી શરીર અને તેના સુખનાં સાધનેાની કામના છે, ત્યાં સુધી અન્ય જીવાના ઉપમઈપૂર્વક તે સુખાની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ અનિવાર્ય છે. તેથી સુખાપભાગની કામનાના, અને નિર્વાહમાં પણ સુખાપભાગને જેટલે અંશ છે તેટલા પૂરતા તેના પશુ સંયમ આવશ્યક જ છે, અને એક વાર એ આંતરિક તૈયમ આવ્યા, તેની સાથે જ કામનાઓ પૂરી કરવા માટે સ્વીકારેલા સ્ત્રી-પુત્ર-ધન-ધાન્યાદિ પરિગ્રહને પણુ સંયમ અર્થાત ત્યાગ આવીને ઊભા જ રહ્યો. જ્યાં સુધી સ્રીપુત્રાદિ પરિગ્રહ છે, ત્યાં સુધી અહિંસા અને સંયમનું પંથાર્થ પાલન જ શકય નથી, એવી આચાર્યશ્રીની સ્પષ્ટ માન્યતા છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૮ માટેની પ્રવૃત્તિ ભલ તા ઊભેા જ રહ્યો. હંમેશને માટે અંત અને સંયમનું યથાર્થ આમ, શરીરના સુખાપભાગ છેડી, પરંતુ શરીરના નિર્વાહના પ્રશ્ન શરીરને નાશ કરવાથી જે જીવનને આવી શકતા હોત, તે તે અહિંસા પાલન કરવાના એકમાત્ર રસ્તે આત્મહત્યા જ રહેત. પરંતુ, જ્યાં સુધી પૂર્વકર્માનું બંધન જીવ ઉપર છે, ત્યાં સુધી જીવને ફરી ફરી શરીર ધારણ થવાનું જ. એટલે નવાં કર્મ ઊભાં થતાં અટકાવવાં એ જ બસ નથી; પરંતુ કરી જન્મ ન થાય એમ કરવું એ આવશ્યક છે. પરંતુ પૂર્વકર્મા નાશ કરવાના રસ્તા તા (નવાં કર્મ ઊભાં ન થાય તે રીતે) તપાચરણુ જ છે. એટલે એ તપાચરણ માટે શરીરને જીવતું તેા રાખવું જોઈ એ. તા પછી શરીરનિર્વાહને અહિંસક અને સંયમી રસ્તા કયા ? આચાર્ય કહે છે કે, તેને રસ્તા ભિક્ષાચર્યાં જ છે. પરંતુ અહીં આગળ પ્રશ્ન ઊઠી શકે કે, ભિક્ષાચર્ચાથી જીવવું એ પણ એક રીતે અશ્પાર્જનની હિંસાને ખેાજો પેાતાને માથેથી ઉતારીને ખીન્નને માથે નાખવારૂપ થયું ? અને એમ કરીનેય એ હિંસામાંથી વસ્તુતાએ છુટાયું શી રીતે ? આ પ્રશ્નની રસિક ચર્ચા ભદ્રબાહુસ્વામીએ જ પેાતાની નિયુક્તિમાં કરેલી છે. તેના ટૂંક સાર આ અનુવાદમાં પ્રથમ અન્યયનને અંતે નાંધમાં આપ્યા છે. તેમાં ગુાવ્યું છે કે, ભિક્ષુ પોતાના બન્ને ગૃહસ્થ ઉપર નથી નાખતા; કારણ કે ગૃહસ્થ કાંઈ ભિક્ષુને માટે જ કમાવાની કે રાંધવાની પ્રવૃત્તિ નથી કરતા. તેની તો એ પ્રકૃતિ જ છે કે, પેાતાને અને પેાતાનાં માટે કમાવું અને રાંધવું. ભિક્ષુ તે એ ? * \ Page #24 -------------------------------------------------------------------------- ________________ રાંધેલામાંથી “વધેલું અને નિરુપયોગી માગી લાવીને જ જીવે છે અને તેવું ન મળે તે સુધાની વેદના સહન કરે છે, પરંતુ કોઈ સંજોગોમાં પિતાને માટે તૈયાર કરેલું કે આણેલું સ્વીકારતું નથી. અરે તે તે પીવાનું પાણી પણ સીધું જળાશયમાંથી નથી લેતે; પરંતુ ગૃહસ્થોએ ગોળ વગેરેનાં વાસણ ધેવામાં કે રાંધતા પહેલાં ચેખા વગેરે જોવામાં વાપરેલું તથા નિર્જીવ થયેલું જોવણ માગી લાવીને જ તેના વડે તૃષ્ણા છિપાવે છે. નાહવાને તો તેણે આજીવન ત્યાગ જ કરે છે. તેમ જ, મેં ધોવાની, દાંત સાફ કરવાની તથા હાથપગ ધોવાની બીજી પ્રવૃત્તિને પણ તેણે ત્યાગ કરેલ છે. તેને મુકામ પણ ગામબહાર ગૃહસ્થનાં ખાલી પડેલાં ઉલાને, ઉદ્યાનગૃહ, કે લુહાર વગેરે કારીગરોની રાત્રે ખાલી પડી રહેતી કાઢે કે તબેલાઓ જ છે. આમ, ગૃહસ્થાએ પિતાના માટે તૈયાર કરેલી પણ પછી નિરુપયોગી થયેલી કે વધેલી વસ્તુઓ વડે જ તે શરીરનિર્વાહ કરે છે. જોકે આની સામે પણ એ પ્રશ્ન ઊઠી શકે કે ધર્મ તો બધાને જ માટે હે જોઈએ; અને તમે પણ તે ધર્મ બધા જ પાળે એમ ઈચ્છે છે તથા તે રીતને પ્રચાર પણ કરે છે. તે પછી બધા જ લોકો ધર્મનું પાલન કરવા છે, તે તેમને અહિંસક એવી આજીવિકા તમે કઈ બતાવી? બધા જ ભિક્ષુ બને, તે ભિક્ષાચ જ સંભવિત નથી! - આનો જવાબ જૈન ધર્મની એક આવશયક શસ્તમાંથી મળે છે. જૈન ધર્મ એવું કહે છે કે, શરીરના નિભાવ અર્થે સ્વીકારેલી વસ, પાત્ર, પુસ્તક, વગેરે આવશ્યક સામગ્રી એ પરિગ્રહ નથી. તે નિયમની રૂએ જ એમ કહી શકાય છે કે, જીવનના Page #25 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિવહને અર્થે કરેલી ભિક્ષાચર્યા વગેરે પ્રવૃત્તિથી થતી હિંસા એ પણ હિંસા નથી. એ રીતે જીવનનિર્વાહને જ આવશ્યક એટલી પ્રવૃત્તિ કરવાનું તે વખતે જૈન ધર્મ કદાચ આવશ્યક ગણે અને એને અહિંસા જ ગણે. પ્રમાદ અને અસંયમપૂર્વક કરાતી પ્રવૃત્તિ જ તેને મતે હિંસા છે. સંયમી જીવનમાં આવશ્યક હેવાથી જૈન ધર્મ ભિક્ષને એક ઠેકાણે સ્થિરવાસ કરવાની મના કરી, તેને નિરંતર પગપાળા વિચર્યા કરવાનું આદેશ છે. અને એક રીતે કહી શકાય કે, એ રીતે તે સામાન્ય ગૃહસ્થ પણ ભિક્ષ કરતાં તે આખી જિંદગીને હિસાબે ઓછું ચાલતું હશે અને ચાલવામાં ગમે તેટલી કાળજી રાખે તે પણ પૃથ્વી-વાયુ વગેરે બની તેમ જ બીજા પણ સૂક્ષ્મ ત્રસ જીવેની કેટલી બધી હિંસા થાય છે ? તે જ પ્રમાણે ધર્મોપદેશ આપવાની બાબતમાં પણ એકાદ ગૃહસ્થ કરતાં એકાદ આચાર્ય વધારે વાણવ્યાપાર કરતા હશે! એટલે સંયમી જીવન ગાળવાને અર્થે જેટલી આવશયક પ્રવૃત્તિ કરવી પડે, તેટલી પ્રવૃત્તિમાં થતી હિંસાને મંજૂર કર્યા વિના છૂટકે જ નથી. પરંતુ જ્યાં સુધી વસ્તીને માટે ભાગ ગૃહસ્થ જ છે, ત્યાં સુધી તેની નિરુપયોગી કે વધી-ઘટી વસ્તુઓ વાપરીને જ કઈ ભિક્ષુસમુદાય જીવવા ઈચ્છે, તે તેમાં સમાજની દષ્ટિએ ખાસ વાંધો ઉઠાવવા જેવું લાગતું નથી. અલબત્ત, અહિંસા અને સંયમના પાયા ઉપર જ આખા સમાજજીવનની રચના કરી શકાય, અને એ રીતે અહિંસક નિર્વાહ માટે ભિક્ષાચર્યા સ્વીકારવાની આવશ્યકતા ટાળી શકાય, પરંતુ ત્યાં આગળ ધર્મનું ત્રીજું અંગ: તપ આવીને ઊભું રહે છે. એ તપમાં Page #26 -------------------------------------------------------------------------- ________________ २१ દેહદમનની બીજી અનેક વસ્તુઓ ઉપરાંત મુખ્યત્વે ચિત્તનિરાધરૂપી ધ્યાનતા જ સમાવેશ થાય છે. ચેાથા અધ્યયનને અંતે જણાવ્યું છે કે, “જ્યારે તે પેાતાના મન-વાણી-કાયાના વ્યાપારેશન નિરાધ કરી શૈલ જેવી નિશ્ચલ ‘શૈલેશી' દશા પ્રાપ્ત કરે છે, ત્યારે તે સર્વ કર્માંને ક્ષય કરી, નિરંજન બની, સિદ્ધતિ પ્રાપ્ત કરી, શાશ્વત સિદ્દ બને છે.” એ તપાચરણુ અથવા બ્યાન એવી વસ્તુ છે કે, તે પેાતાને માટે મનુષ્યને આખા સમય અને તમામ શક્તિ માગી લે છે. અને તેથી જ તેનું સર્વથા પાલન કરવાની ઉત્કંઠાવાળાને સાંસારિક પ્રવૃત્તિઓના ત્યાગ આવશ્યક થઈ પડે છે. કેટલાક જૈન ગૃહસ્થાએ પશુ ધ્યાનની ઊંચી કક્ષાએ પ્રાપ્ત કર્યાંના દાખલા શાસ્ત્રમાં છે; પરંતુ તે દાખલાઓમાં પશુ તે તે ગૃહસ્થે પેાતાની બધી પ્રત્તિ છેડી દીધાને અથવા ઓછી કરી દીધાના જ ઉલ્લેખ છે. એટલે કે, એક પ્રકારના સંન્યાસ વિના તપધ્યાનના માર્ગ સાધવા મુશ્કેલ છે, એવી માન્યતા પ્રાચીન કાળથી ચાલી આવે છે. તેની સામે પશુ એવા પ્રશ્ન ઊભા થઈ શકે કે, પેાતાના કલ્યાણને અર્થે પેાતાના જીવનનિર્વાહની આવશ્યક પ્રવૃત્તિને મેળે બીજા ઉપર નાખવાની ભાવના સમાજની દૃષ્ટિએ હિતકર છે કે ક્રમ. પશુ એ વાંધા તે, સમાજની પ્રવૃત્તિમાત્રમાંથી દાણા જ પાકવા જો એ' એ જાતને છે. સમાજ જે ભૌતિક જીવનને ઉપયોગી બાબતે શોધવા પાછળ જીવનને સંપૂર્ણ વખત અને શક્તિ અર્પનારા ક્રાને પોષી શકતા હાય, તા જીવનના અંતિમ પ્રશ્નોના ઉકેલ માટે સર્વસ્વ ત્યાગનારા વીરાને પાષવામાં તેને શું વાંધા હોઈ શકે? ઊલટું, ' Page #27 -------------------------------------------------------------------------- ________________ २२ તેવા વીરાના પ્રવાહ અખંડ ચાલુ રહે તો જ ગૃહસ્થા પશુ પેાતાના પરિગ્રહી અને પ્રવૃત્તિમય વનનું કાંઈક સમતાલપણું ળવવા પ્રયત્નશીલ રહે. તેથી જ ગૃહસ્થા એવા સાધુસમુદાયને પોષવામાં ધર્મ અને પુણ્ય સમજે છે. પરંતુ ગૃહસ્થા એ રીતે ભિક્ષુમાત્રને પાષવા મંડી જાય, તેા ઘણુા પ્રમાદી અથવા બિનઅધિકારી લેશ પણ ભિક્ષ આ અનવા લાગી જાય. તેથી મહાવીર ભગવાને મુદ્દથી જુદા પડી, સાધુને ઉદ્દેશીને તૈયાર થયેલી વસ્તુએ ન જ સ્વીકારવાની, અને તેથી કરીને ગૃહસ્થાનાં નિમંત્રણાનેા હરગિજ ત્યાગ કરવાની આવશ્યકતા માની; અને સાધુએ તે ગૃહસ્થાના વધેલાબટેલા પદાર્થાથી જ આજીવિકા ચલાવવી એવે વિધિ ચાલુ કર્યાં. : દ અલબત્ત, આ બધું કહેવાના ઇરાદા ભિક્ષુસંસ્થાનું સમર્થન કરવાના નથી જ. ગૃહસ્થ અને ભિક્ષુ એ બે વર્ગો પડી જવાથી ગૃહસ્થામાં અંતે એવી કલ્પના રૂઢ થતી જાય છે કે, અહિંસાદિ ધર્મનું પાલન કે જીવનના અંતિમ પ્રશ્નો ઉકેલવાના પુરુષાર્થ ભિક્ષુવર્ગ માટે જ શકષ છે; અને ગૃહસ્થે તા તે બધી ભાખતાની પરવા ાણ્યે જ છૂટકા. શ્રીજી બાજુ ભિક્ષુસમુદાયમાં પશુ જીવનનિર્વાહની પ્રવૃત્તિના ખાજો ઊતરી જવાથી આળસ, પ્રમાદ તથા નિરર્થક બાબતમાં પ્રવૃત્તિશીલ થવાતા સેંભવ વધતા જાય છે; ઉપરાંત જીવન સામેના મુખ્ય. સંબંધ જ છૂટી જઈ મિથ્યા કલ્પનાએ અને વિવાદમાં જ ચડી જવાના સંભવ વધી જાય છે. વળી અહિંસક જીવનનિર્વાહ સાધવાની ઈચ્છામાંથી, તે પ્રકૃત્તિનું પાપ અને પરિશ્રમ બીજા ઉપર ઓઢાડી, તેનું મૂળ .. Page #28 -------------------------------------------------------------------------- ________________ લેવાની અસામાજિક વૃત્તિ રૂઢ થતી જવાનો સંભવ ઊભે થાય છે, અને અત્યારના જૈન આચારમાં તે વૃત્તિ તેની હીનમાં હીન કક્ષાએ પહોંચેલી જેવા પણ મળે છે. એટલે સમાજજીવન અને તેના પુરુષાર્થોની કલ્પના જ એવી રીતે કરવી જોઈએ કે જેથી સમાજને આવશ્યક બધી પ્રવૃત્તિઓ દ્વારા ધર્મનું પાલન તેમ જ સમાજનું “ધારણપષણ” શકય બને. અને ગીતાને નિષ્કામ કર્મમાર્ગ એ જ કાંઈક ઉકેલ લાવવાનો પ્રયત્ન હેય એમ લાગ્યા વિના નથી રહેતું. જે જમાનામાં પરદેશીઓના શેષણથી જીવનસંગ્રામ બહુ તીવ્ર બની ન ગયે હોય; અને ભૂમિ તેમ જ કુદરતની મહેરબાનીથી મગધ જેવા ભાગમાં ખેતી વગેરેથી આજીવિકા ચલાવવી એ બહુ સહેલી વસ્તુ હોય, ત્યારે ઉપરની ભાવના પ્રમાણે ચાલનારે કોઈ ભિક્ષસમુદાય હોય તો તે અસામાજિક કે સમાજવિરેાધી છે એમ ન કહેવાય. સમાજનો અમુક વર્ગ જીવનસંગ્રામમાં હરીફાઈ કરવાને બદલે માત્ર જીવનનિર્વાહ પૂરતું જ સ્વીકારીને જીવવા તત્પર થાય, એ વસ્તુ ખેતીપ્રધાન સમાજમાં તે એક પ્રકારની આર્થિક આવશ્યકતારૂપ પણ ગણાય. અલબત્ત એ વસ્તુ અમુક કાળ કે અમુક ક્ષેત્ર પૂરતી જ સાચી ગણાય. મુશ્કેલી ત્યારે જ ઊભી થાય છે, જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે પણ આચારધર્મની આવી ગૌણ બાબતને અચલ સિદ્ધાંતની પેઠે વળગવાને પ્રયત્ન કરવામાં આવે. અસ્તુ, ભિક્ષાચર્યાના પ્રશ્નની આ રીતની આટલી ચર્ચા અહીં કરી લીધી તેનું એક કારણ ઉપર જણાવ્યું તેમ, આ રીતની ચર્ચા ભદ્રબાહુને જ પ્રાચીન સમયમાં કરવી પડી હતી Page #29 -------------------------------------------------------------------------- ________________ २४ તે છે. હવે આપણે આગળ ચાલીએ. ગ્રંથકર્તાએ અહિંસા, સંયમ અને તપની વ્યાખ્યા કે વિગતા આપવા એક પણ ઠેકાણે પ્રયત્ન કર્યાં નથી. અને તે ચેાગ્ય જ કર્યું છે. કારણ કે એ શબ્દેના અર્થ આપી તેમને અમુક જડ ચેસ વિગતામાં જ નિયંત્રિત કરી દે, એટલે તે શબ્દોમાં ભાવનારૂપે આખા જીવનને વ્યાપવાની જે શક્તિ છે, તે ચાલી જ જાય. અને પછી જીવનના વિકાસ સાથે એ વિગતાની મર્યાદા વિકસાવવાના પ્રશ્ન ઊભો થતાં, નિયમોના અર્થા, અર્થભેદે અને વિકલ્પાના જટિલ તંત્રમાં જ જીવન ગૂંચવાઈ જઈ, જીવનમાંથી ધર્મ, કે ધર્મમાંથી જીવન જ નામશેષ થઈ જાય. એ બાબતમાં આચાર્યશ્રી, સામાન્ય આચાર્યપણામાંથી મુક્ત થઈ શકથા છે. તેથી જ તે કહી શકે છે કે, પ્રથમ જ્ઞાન અને પછી યા. પરંતુ તે જ્ઞાન એટલે માત્ર શાસ્ત્રજ્ઞાન નહીં. કારણ કે ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન પણુ સાચી ધાર્મિકતા ન પ્રગટાવી શકે. સાંપ્રદાયિક હિઁગા કે શાળાએ દ્વારા બાળકાતે અકાળે શાસ્ત્રજ્ઞાન આપી ધાર્મિક કેળવણીના પ્રશ્ન હલ કરવા ઇચ્છતા લેાકાતે આચાર્યશ્રીએ આ ગ્રંથમાં આપેલા કાટીમ ચેતવણીરૂપ તેમ જ માર્ગદર્શક થઈ પડશે. મા ‘વિનય' અષ્યયનમાં તે જ્ગાવે છે કે, મૂળમાંથી જેમ વૃક્ષનું થડ, શાખા, પાન, પુષ્પ, ફળ અને ફળને રસ નિષ્પન્ન થાય છે; તેમ ‘વિનય' ધર્મરૂપી વૃક્ષ નિષ્પન્ન થવાનું મૂળ છે. આ ‘વિનય’ તે આજના પ્રચલિત અર્થમાં નમ્રતા કે શિષ્ટાચાર નથી; પણ જે જે બાબતેાથી આત્માના સ્વાભાવિક ગુણાનું (વિ+ની) વિનયન એટલે કે પ્રગટીકરણુ થાય તે બધી. તેમનું વિસ્તારથી વર્ણન કરવા Page #30 -------------------------------------------------------------------------- ________________ २५ માટે તે એક આખું (મું) અધ્યયન રોકે છે. તેમાં ઈદ્રિયજયપૂર્વક સદ્દગુરુને સહવાસ અને વિવિધ પ્રકારનું સદાચરણ એટલાને મુખ્યત્વે સમાવેશ થાય છે. તેમાંથી ઉતારા કરી અહીં પુનરુક્તિ કરવી આવશ્યક નથી. પરંતુ એ રીતે સદગુરુના સાનિધ્યમાં લાંબે વખત કેળવાયેલા હદયમાં જ અહિંસા, સંયમ અને તારૂપી ધર્મનું સાચું મૂળ રોપાય અને તેમાંથી સાચું ધાર્મિક જીવન પ્રગટે. આ વસ્તુ બરાબર જાણતા હોવાથી જ આચાર્ય શયંભવે મનક સાથે પોતાને સંબંધ તેની પિતાની આગળ કે પશેભદ્ર વગેરે પિતાના શિષ્ય આગળ પ્રગટ કર્યો નહોતે. નહીં તે આચાર્યપુત્ર જાણી, તે બધા શિષ્ય તેની સેવામાં જ લાગી જાત, અને મનક પોતે પણ શય્યભવના સહવાસને યથાયોગ્ય લાભ ન ઉઠાવી શકત. એટલે એક રીતે એમ કહી શકાય કે, ધાર્મિક કેળવણું માટે અભ્યાસક્રમ કે પાઠયપુસ્તક કરતાં ધાર્મિક ગુરુના સહવાસમાં તિતિક્ષાયુક્ત જીવન ગાળવું જ આવશ્યક છે. બીજા શબ્દોમાં કહીએ તે, પુસ્તક કરતાં ગુરુની જરૂર વધારે છે; અને એટલે જ અંશે ધર્મ જાણવા ઈચ્છતા શિષ્યની પણ જરૂર વધારે છે. ઉપર જણાવેલા ૯મા અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં કર્તાએ આખી સમાધિ – સાધનાને ચાર અંગમાં વહેંચી દીધી છે. તે ચાર અંગે તે: વિનય, બુર, તજ અને સવાર. વિનયમાં ગુરુ પાસે રહી તેમની સેવાશુશ્રુષા દ્વારા પ્રાપ્ત કરવાની સર્વતોમુખી કેળવણીનો સમાવેશ થઈ જાય છે; ત” એટલે શાસ્ત્રાભ્યાસ; “તપ” એટલે તિતિક્ષા, નિગ્રહ અને ધ્યાન; તથા “આચાર” એટલે અહિંસક જીવનનિર્વાહ. Page #31 -------------------------------------------------------------------------- ________________ २६ આને અર્થ એ છે કે, પુરુષની સેબતમાં રહી, સંયમી, તિતિક્ષાપૂર્ણ, અને અહિંસક જીવન ગાળે, શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરે, અને ધ્યાન પ્રક્રિયા સાધો, એ જ આખી ધાર્મિક કેળવણીનું મૂળ છે. આખા ગ્રંથનો બાકીને ભાગ એ વસ્તુને જ જુદી જુદી રીતે વિસ્તારથી રજૂ કરે છે. - આચાર્યશ્રીને પિતાના અલ્પવયસ્ક પુત્રના હૃદયમાં ધર્મજીવનનું મૂળ નાખવું છે; તેને શાસ્ત્રજ્ઞ પંડિત બનાવવાને વખત જ તેમની પાસે નથી. એક રીતે દરેક ધર્મજિજ્ઞાસુને પિતાના વખતની કિમત હેવી જોઈએ અને હેય છે. મુમુક્ષુ તે મરણને હમેશાં નજીક આવેલું જાણુને જ વર્તે છે. એ જ વસ્તુને કથામાં આડકતરી રીતે સૂચવવામાં આવી છે. આમ વખતનો ખ્યાલ જેને છે, અને તેથી જ તદ્દન આવશ્યક બાબત જ જેને ચર્ચવી છે, એવા આચાર્યે સામાન્ય શાસ્ત્રગ્રંથ કે દર્શનગ્રંથમાં આવતી સૈદ્ધાંતિક વિગત કે વ્યાખ્યાઓની જટિલતાઓને આ ગ્રંથમાં પેસવા જ નથી દીધી. પગપાળે મુસાફર ભાથાની પોટલીમાં જેમ આવશ્યક વસ્તુઓ જ લઈને ચાલે, તેમ આ ગ્રંથમાં મુમુક્ષુનું પાથેય સંઘરવા ઈચ્છતા આચાર્યું કર્યું છે. અને તેથી જ આ ગ્રંથ સાચા અર્થમાં રોજ સાયંકાળે યાદ કરી જવાને ઉપદેશ છે. તે પ્રાચીન ગ્રંથ આધુનિક ગુજરાતી વાચકવર્ગને વધુ સુલભ થાય તે આશાથી આ અનુવાદ પ્રસિદ્ધ કર્યો છે. આ માળાના અન્ય પ્રથાની જેમ આ ગ્રંથમાં પણ સુભાષિતસંગ્રહ, સૂચિ નોંધ, ટિપ્પણુ વગેરે ઉમેર્યા છે. તેથી તેની ઉપયોગિતા વધશે એવી આશા છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજના ઉપદેશ ખંડ ૧ લા દશ અધ્યયને Page #33 -------------------------------------------------------------------------- ________________ Page #34 -------------------------------------------------------------------------- ________________ પરમ મંગલ ધર્મ એ પરમ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ રૂપી ધર્મમાં જેનું મન સદા લાગેલું છે. તેને દેવે પણ નમસ્કાર કરે છે. [૧] તેથી, સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા પુરુષે સંયમ વડે આંતર અને બાહ્ય ગ્રંથિઓ છેદી, તપસ્યાપરાયણું બની, ભમરો જેમ પુષ્પને જરા પણ પીડયા વિના તેમાંથી રસ પી તૃપ્ત થાય છે, તેમ બીજાએ આપેલી, તથા પિતે માગીને મેળવેલી નિર્દોષ ભિક્ષાથી નિર્વાહ કરતા વિચરે છે. [૨-૩]. ૧. “પણ સાતે હિતમન’ – જેનાથી કલ્યાણ અથs હિત સધાય છે, તે મંગલ. – હરિ Page #35 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપદેશ આપણે નિર્વાહ થાય, અને બીજા કાઈ ને પીંડા પણ ન થાય, એ ભાવનાથી જ્ઞાની પુરુષો, ભમરાની પેઠે, ગૃહસ્થા વગેરેએ પાતાના પ્રત્યેાજન અર્થે તૈયાર કરેલા આહાર વડે જ જીવે છે. સ્વાદને કારણે શ્રીમંત કુલેામાંથી જ ભિક્ષા મેળવવાના ખ્યાલ રાખ્યા વિના, ઇન્દ્રિયનિગ્રહપૂર્વક તે જુદે જુદે ઘેરથી આહાર મેળવે છે. આ કારણે તે સાધુ કહેવાય છે. [૪૫ નોંધ ૧. આચાર્યશ્રીએ આ અધ્યયનમાં મુખ્ય બે બાબતે કહી છેઃ પ્રથમ તે ધર્મનું સ્વરૂપ રજૂ કર્યું છે, અને પછી તે ધર્મ અનુસરવા ઇચ્છનારની આજીવિકા કયા પ્રકારની ય તેને નિણૅય આપ્યા છે. પ્રથમ આપણે આચાર્યે રજૂ કરેલ ધર્મનું સ્વરૂપ તપાસીએ. આચાર્યની દૃષ્ટિએ ધર્મ એટલે ત્રણ જ વસ્તુ છેઃ અહિંસા, સંયમ અને તપ. તે ત્રણેનું સ્વરૂપ તથા અંગાંગીભાવ સમજવા માટે આ પ્રથમ ગાથા અયનના ખીજા ઉદ્દેશમાં આચાર્યશ્રીએ દર્શાવેલા ક્રાટિક્સ ટૂંકમાં જોઈ જવા ઉપયોગી થઈ પડશે. ત્યાં તેમણે જણુાવ્યું છે કે, પ્રથમ જ્ઞાન અને પછી દયા – એ સંયમી પુરુષની સ્થિતિ છે. • . • જીવ કાણુ છે અને અન્ન ક્રાણુ છે એ જે નથી જાણુતા, તે ‘સંયમ' ક્યાંથી જાણવાને હતા? જેને જીવ, તથા અવનું જ્ઞાન છે, તે જ સંયમને જાણી સ્થળે # * Page #36 -------------------------------------------------------------------------- ________________ પરમ મંગલ શકે છે. કારણુ કે જ્યારે જીવ અને અવ એ બંને તત્ત્વાને (નાની પાસેથી) જાણે છે, ત્યારે સર્વ જીવાની (પાતપેાતાનાં કર્મને અનુરૂપ) અનેકવિધ ગતિને જાણે છે, તથા તે ગતિના કારણરૂપ પુણ્યપાપતે તેમ જ બંધ-માક્ષને જાણે છે. પછી તેને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, અને તે સર્વ સંબંધાને ત્યાગ કરી સાધુ થાય છે, પાપકર્માંતા નિરોધ કરે છે, ઉત્તમ ધર્મનું (તપનું) સેવન કરે છે, અને એ રીતે અજ્ઞાનથી એકઠી કરેલી કર્મરૂપી રજ ખંખેરી નાખીને સિદ્ધ થાય છે.” એટલે કે, અહીં અહિંસાના અર્થ માત્ર જીવહિંસાને ત્યાગ નથી સમજવાતા. પરંતુ જીવાજીવના સ્વરૂપના જ્ઞાનથી નીપજેલું તત્ત્વજ્ઞાન, તથા તેને પરિણામે પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા અખત્યાર કરેલા સંયમ અને તપની સહભાવી એવી અન્ય જીવે પ્રત્યે અનુકંપા, એવા વિશાળ અર્થ સમજવાને છે. જ્યાં સુધી અજ્ઞાનથી પાતા વિશે ભોક્તાપણું માન્યું છે, ત્યાં સુધી અન્ય પ્રાણીઓનું ભાગ્યપણું ભૂલી શકાતું નથી. પરંતુ જ્યારે જીવનું સાચું નિ:સંગસ્વરૂપ સમજાય છે, ત્યારે અન્ય પદાર્થોં પ્રત્યે ભાગ્યપણાની બુદ્ધિ નિવૃત્ત થાય છે, અને અન્ય જીવા પ્રત્યે પણ આત્મોપમ્ય જન્મે છે. એ આત્મૌપમ્યના અનુભવથી જ પોતાને માટે અન્ય જીવતે દેવાની વૃત્તિ નિર્મૂળ થઈ જાય છે. દશમા અધ્યયનના સાતમા ક્લાકમાં જ્ઞાન, સંયમ અને તપ એ ત્રણના ઉલ્લેખ છે, એ પણુ અહીં ધ્યાનમાં રાખવા જેવા છે. માત્ર જીવહિંસાના ત્યાગને તે સંયમમાં પણ સમાવેશ થઈ જઈ શકે. જૈન ગ્રંથામાં છયે જીવવાંની Page #37 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપદેશ હિંસાને ત્યાગ કરે” એમ કહેવાને બદલે “જીવવર્ગોમાં સંયમિત રહેવું એવો જ પ્રયોગ કરવામાં આવે છે. એટલે, અહીં તે અહિંસા એટલે, જ્ઞાન અને તેને પરિણામે નીપજતી સર્વ જીવો પ્રત્યે અનુકંપાની અને આત્મૌપત્યની લાગણી – એવો વિસ્તૃત અર્થ સમજવાને છે. ૨. ગ્લૅક ૨-૩માં એવા અનુપમ ધર્મનું યથાર્થ પાલન કરનારનું બાણ જીવન કેવું હોઈ શકે તેની આખી જૈન ક૯૫ના આચાર્યશ્રીએ ટૂંકમાં રજુ કરેલી છે. જેને સિદ્ધિ પદ જોઈએ છે, એટલે કે જેને આત્માનું સત્ય સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, તેણે અનાત્મ પદાર્થોની પાછળ દોડવાનું કે તેઓમાં બંધાઈ રહેવાનું છોડી દેવું જોઈએ. એટલે કે તેણે કામ-રાગ આદિ આંતર બંધનેને સંયમ - ત્યાગ –- કરી, તેમને પરિણામે ઊભાં થયેલાં ઘર, કુટુંબ વગેરે બાહ્ય બંધનેને છેદ ઉડાડે જોઈએ. ત્યાર બાદ, અન્ય જીવોની હિંસા ન થાય તે રીતે શરીરનિર્વાહ કરીને તપાચરણ કરવાનું રહે. (કારણ કે તપાચરણ જ પૂર્વ કર્મનાં બંધનમાંથી છૂટવાને એકમાત્ર માર્ગ છે.) પરંતુ અહિંસક રીતે જીવવાને એકમાત્ર માર્ગ આચાર્યશ્રીની દષ્ટિએ મધુકર-વૃત્તિ એટલે કે ભિક્ષાચર્યા જ છે. એટલે અહીં આપોઆપ ભિક્ષાવૃત્તિને સ્વીકાર આવીને ઊભો રહ્યો. પરંતુ ભિક્ષાવૃત્તિને શરીરનિર્વાહને એકમાત્ર અહિંસક રસ્તો કેવી. રીતે કહી શકાય એવી શંકા ઊઠી શકે, અને તેટલા માટે જ ભદ્રબાહવામીએ એ સ્થળે પોતાની નિર્યુક્તિમાં (૯૮ ઇe તેની વિસ્તૃત ચર્ચા નીચે પ્રમાણે કરી છેઃ ગૃહસ્થ પણ પુણ્યપ્રાપ્તિના સંક૯પથી શ્રમણ-સાધુ માટે આહાર તૈયાર કરે છે અને તેમાંથી જ તેઓ સાધુઓને Page #38 -------------------------------------------------------------------------- ________________ પરમ મંગલ ભિક્ષા આપે છે. એટલે સાધુઓને પણ તે રાંધવાની ક્રિયા નિમિત્તે થતે દેષ લાગે જ કહ્યું છે કે, માંસ ખરીદનાર, માંસ ખાનાર અને માંસ માટે જીવને મારનાર એ ત્રણે સરખા દેવપાત્ર છે. તેને જવાબ એ છે કે, વરસાદ વરસે છે તેથી ઘાસ ઊગે છે; પરંતુ તેથી એમ ન કહેવાય કે, ઘાસને માટે વરસાદ વરસે છે. તે જ પ્રમાણે ઘાસ પણ મૃગ માટે ઊગતું નથી, કે વૃક્ષ પણ ભમરાઓ માટે કૂલ ધારણ કરતાં નથી. કોઈ એમ કહે કે, બ્રહ્માએ જ એ રીતની જુદાં જુદાં પ્રાણીઓની ઉપજીવિકા કપેલી છે, માટે એમ જ કહેવાય કે, મૃગ માટે જ ઘાસ ઊગે છે, કે ભમરાઓ માટે જ ઝાડને ફૂલ થાય છે, તે તેને જવાબ એ છે કે, વનસ્પતિજીવ પિતે પૂર્વે બાંધેલા કર્મને કારણે ફૂલે ફળ આદિ રૂપે અમુક સમયે ધારણ કરે છે; કાંઈ હંમેશાં ધારણ કરતાં નથી; વળી વન વગેરેમાં એવાં અનેક સ્થળો હશે ? જ્યાં ફૂલ થતાં હશે, પણ ભમરા નથી હોતા. એટલે, ફૂલ આવવાં એ વૃક્ષની પ્રકૃતિ જ છે, એમ કહેવું જોઈએ. તેમ જ ગૃહસ્થની પ્રકૃતિ જ છે કે, તેઓ પિતાને માટે રાંધવાની પ્રવૃત્તિ કરે. બાકી, અરણ્યમાં કે દુકાળના વખતમાં કે રેગચાળાના વખતમાં શ્રમણે બીજી વખત કશું ખાતા નથી, છતાં ગૃહસ્થ તે નિરાંતે બીજી વખત રાંધીને ખાય છે. વળી એવાં અનેક ગામ કે નગરે છે કે જ્યાં શ્રમણે કદી જતા નથી; અને છતાં ત્યનિ ગૃહસ્થવર્ગ રધેિ તે છે જ એટલે એ તો તેમની પ્રકૃતિ જ છે. એ પ્રમાણે તેઓએ પોતાને માટે રાંધ્યું હોય તેમાંથી રાગદ્વેષરહિતપણે સાધુઓ પોતાના સંયમજીવનના સ—૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ . સમીસાંજના ઉપદેશ નિર્વાહાથૅ માગી લાવે છે. 3. આ અધ્યયનમાં આપેલી પુષ્પ અને ભમરાની ઉપમાની‘એકાર્થિક' એવી બીજી ઉપમા ભદ્રબાહુસ્વામી પેાતાની નિયુક્તિમાં [૩૭] આપે છે. તે આ પ્રમાણે છે: ગવેષણા : ગાચર : ગાય જેમ બધે ફરીને આહાર મેળવે છે, તેમ સાધુએ સારું ઘર કે પૈસાદાર ઘર જોયા વિના ભિક્ષા માટે કરવું. અથવા અલંકારાથી વિભૂષિત વગ્િવધૂના હાથમાંથી ખાવાનું ખાતા વાછરડા તેનું રૂપ કે તેના અલંકાર વગેરે જોતા નથી, તેમ સાધુએ પણ આપનાર તરફ નજર કર્યા વિના ભિક્ષા લેવી. ત્વચા: ઝાડમાં ચાર અતના કીડા થાય છે વચા ખાનારા, છાલ ખાનારા, લાકડું ખાનારા અને ગર્ભ ખાનારા, તેમાંથી ભિક્ષુએ ત્વચા જેવી નિઃસાર કે નકામી વસ્તુ જ ખાનારા થવું. ઉષ્ટ: ખેતરમાં કે અજારમાં વેરાયેલા જુદા જુદા દાણા વીણી લે તે પ્રમાણે જદે જદે ઘેરથી ભિક્ષા મેળવવી. ૧. ભિક્ષાનાં છ કારણેા નીચે પ્રમાણે ગણાવાય છે: ૧. ક્ષુષાદિ વૈદ્યનાની નિવૃત્તિ અર્થે, ૨. ગુરુ વગેરેની સેવાને અર્થે, ૩. (ભૂખે અંધારાં આવ્યા વિના) કાળજીથી પ્રવૃત્તિ કરી શકાય તે માટે, ૪. સંયમના નિર્વાહને થૅ, ૫. જીવન ટકાવવાને અર્થે તથા ૬. ધર્મચિન્તન થઈ શકે તે માટે. [ઉત્તરાયન ૨૯, ૩૦-૧ ૨. અંદરની ત્વચા તે છાલ કહેવાય. Page #40 -------------------------------------------------------------------------- ________________ પરમ મંગલ મેષ: ઘેટા જેમ પાણી ઘેાડુ હાય તાપણુ તેને હત્યા વિના પી લે છે, તેમ સાધુએ પણ આકુળવ્યાકુળ થઈ તે બીજ વગેરે સજીવ પદાર્થÎતે દાખ્યા – ચગદા વિના ભિક્ષા મેળવવી. ― શૌકા : જળ જેમ બગડેલું – નકામું લેાહી ચૂસી લે છે, તેમ સાધુ પશુ ગૃહસ્થને નકામા અથવા વધારાને આહાર લઈને જ જીવે, સર્પ: સાપ જેમ એકદૃષ્ટિ હાય છે, તેમ ભિક્ષા માગવા જનાર સાધુએ પણ સંયમ તરફ એકદષ્ટિ રહેવું. અથવા સાપ જેમ દરની આજુબાજુની જ્મીનને અડકવા વિના અંદર પેસે છે, તેમ સાધુએ પણુ અન્નને સ્વાદ માટે માંમાં મમળાવ્યા વિના ખાવું. ત્રણુ : ધા ઉપર આપણે લેપ કરીએ છીએ, તેમાં આપણતે રાગદ્વેષ નહીં પરંતુ માત્ર આવશ્યકતાના જ ખ્યાલ હાય છે, તેમ સાધુએ ભિક્ષાન્ન ખાવું. અક્ષ : ધરીને આપણે જેમ ઊંજીએ છીએ, તેમ શરીરયાત્રા નિભાવવાની બુદ્ધિથી જ આહાર ખાવા. હ્યુ : જેમ રથિક સાવધાન ન રહે તે ખાણુ વડે લક્ષ્ય ન વેધી રાધે, તેમ સાધુએ પશુ ભિક્ષા માગતી વખતે સંયમરૂપી લક્ષ તરફ સાવચેત રહેવું. ગાલ: લાખના ગાળા વાળવા હોય તેા અગ્નિની બહુ નજીક નહીં, તેમ બહુ દૂર નહીં, એવી રીતે રાખીને જ વાળી શકાય, તેમ સાધુએ સંયમરૂપી ગાળા ગૃહસ્થાની હુ નજીક નહીં તેમ બહુ દૂર નહીં એવી રીતે રહીને વાળવાના છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજનો ઉપદેશ પુત્રઃ ગલમાં ભૂલા પડેલાં તેમ જ ભૂલથી મરણતેલ થયેલાં માતાપિતા શરીરને ટકાવવા પોતાના પ્રિય પુત્રનું માંસ ખાય, તે રીતે ભિક્ષુએ ભિક્ષાન્ન ખાવું. (આ ઉપમાનાં અન્ય દષ્ટાતિ માટે જુઓ આ માળાનું “ધર્મસ્થાઓ” પુસ્તક, પા. ૩૩–૯, તથા ૨૫૧-૩) ઉદક: વનમાં એક વાણિયો તરસથી મરવા પડયો, ત્યારે તેને એક કેહવાતું ખાબોચિયું જડયું. તેમાં ઘણું જાનવરે મરીને સડતાં હતાં. તે પણ તેણે આંખ અને નાક બંધ કરી જેમતેમ કરીને પી લીધું અને જીવતો રહ્યો. તે પ્રમાણે સાધુએ ભિક્ષાન્ન ખાવું. ૪. જેને પરિભાષામાં ધર્મ, સંયમ અને ત૫ શબ્દોના હતા અર્થો અને તેમના ગણુવાતા પ્રકારે માટે જ આ મેળાનું યોગશાસ્ત્ર પુસ્તક, પાન ૯૮-૯ તથા ૧૮૬-૮. . અહિંસા વિશે નિર્યુક્તિમાં ૪૫ તથા હરિભકરિની દીકામાં નીચેનું વિવેચન છેઃ પ્રમાદપૂર્વક અન્ય જીવને પ્રાણનાશ કરવો તે હિસા. તેથી ઊલટું એટલે કે પ્રમાદરહિતપણે, તથા (મન-વાણીકાયાના) શુભ વ્યાપારપૂર્વક, પ્રાણનાશ ન કરે તે અહિંસા તેના ચાર પ્રકાર છે: ૧. દ્રવ્યથી તેમ જ ભાવથા : કોઈ પુરુષ મૃગને મારવાની ઈચ્છાથી (‘ભાવ) બાણુ છોડે અને મૃગને મારે (દ્રવ્ય), તો તે દ્રવ્યથી તેમ જ ભાવથી એમ બંને પ્રકારે હિંસા થઈ કહેવાય Page #42 -------------------------------------------------------------------------- ________________ પરમ મંગલ ૨. દ્રવ્યથી ખરી પણ ભાવથી નહીં: જેમ કે, સાવધાનતાપૂર્વક જોઈતપાસીને પગ મૂકવા છતાં કોઈ જીવ કચરાઈ જાય તો તે દ્રવ્યથી હિંસા થઈ કહેવાય, પરંતુ ભાવથી ન કહેવાય. ૩. ભાવથી પણ દ્રવ્યથી નહીં: અંધારામાં દેરડાને સર્ષ માની, તેને મારવાની ઇચ્છાથી તરવાર ચલાવે, તો વસ્તુતાએ કઈ જીવ કપાયે નથી, છતાં કાપનારના મનમાં તે જીવને કાપવાને જ ખ્યાલ હતો, તેથી તે ભાવથી હિંસા થઈ કહેવાય, દ્રવ્યથી નહીં. ૪. દ્રવ્યથી પણ નહીં અને ભાવથી પણ નહીં: હિંસાને એ પ્રકાર શૂન્ય છે. તે તો અહિંસા જ થઈ ૧. તેવી હિંસાની બાબતમાં કહ્યું છે કે : न च तस्थ तत्रिमितो बन्धः सूक्ष्मोऽपि देशितः समये । यस्मात् सोऽप्रमत्तः सा च प्रमाद इति निर्दिष्टा । કઈ સાધુ પુરુષ ઈ–તપાસીને પ્રવૃત્તિ કરે, છતાં અજાણતાં તેનાથી જીવહિંસા થઈ જાય, તે તે કારણે તેને સૂમ બંધન પણ પ્રાપ્ત નથી; કારણ કે તે પુરુષ પ્રમાદરહિત છે; અને શાસ્ત્રમાં પ્રમાદને હિસા કહેલ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ સંયમ જે માશુસ સંકલ્પાને વશ થઈ ડગલે ને ગલે વિષાદયુક્ત તથા શિથિલ બની જાય છે અને માનું નિવારણુ કરતા નથી, તે શ્રમણુપણું શી ીતે આચરી શકે ? [૧] વસ્ત્રો, ગંધા, અલંકાર, સ્ત્રીએ અને પલંગ ગેરે ભાગપદાર્થોના ત્યાગ જેમને પરાણે કરવા પડયો છે, તેવા પુરુષા ત્યાગી શી રીતે કહેવાય? નાહર તથા પ્રિય ભાગા પેાતાને પ્રાપ્ત થયા હાય, થા પેાતાને સ્વાધીન હાય, છતાં જે તેમને યાગ કરે છે, તે સાચા ત્યાગી છે. [૨-૩] પ્રિય—અપ્રિય પદાર્થોમાં સમબુદ્ધિ રાખીને વિચરતાં વિચરતાં કદ્દાપિ મન કાબૂમાંથી નીકળી Page #44 -------------------------------------------------------------------------- ________________ સંયમ જાય, તે, જેને માટે તું ચાહના કરે છે, તે (લાગ પદાર્થ) વાસ્તવિક રીતે મારા નથી, અને હું તેમના નથી’ એવી ભાવનાથી તે તરફના રાગ દૂર કરવા.૧૪ કામે જીતવા માટે જેમ આંતરિક વિવેકવિચાર આવશ્યક છે, તેમ તપ વડે શરીરને કસીને તેની સુકુમારતા દૂર કરવી એ પણું આવશ્યક છે. એ બંને પ્રકારો વડે જેણે કામે એળંગ્યા, તેણ દુ:ખસમુદ્રને પણ ઓળંગ્યા સમજવા. જેણે પદાર્થો પ્રત્યેના રાગદ્વેષ દૂર કર્યાં છે, તે આ આ સંસારમાં સુખી થાય છે. [૫] એક વાર જે કામભાગેાને ત્યાગ્યા છે, તે કામ ભાગાના ફ્રી સ્વીકાર કરવા, તે તેા આકેલું પીધા ખરાખર છે. મગધન સાપ માંત્રિકે સળગાવેલા તથા ભડભડાટ ભળતા અગ્નિમાં પ્રવેશ કરવા કબૂલ થશે. પશુ પાતે ખીજાના શરીરમાં એકેલું ઝેર પા ચૂસવા કબૂલ નહીં થાય. [૬] ૧. મનને સમાવવા માટે આવાં ૧૮ પદો બીર્જા ખંડમાં તિવાકચ' અચનમાં જણાવ્યાં છે. ૩. સામ બંધન' અને ગૂમંધન' એમ બે પ્રકારના કહેવાય છે. સાપ કાઈને કરડવો ઢુચ, ત્યારે માંત્રિક પાતાની વિદ્યાના બળે કરડનાર સાપને મેલાવે છે, અને ડશમાંનું ઝેર ચૂસી લેવાનું ફરમાવે છે. ત્યારે ગંધન' સાપ તે ઝેર ચૂસી લે છે, પરંતુ ભગંધન’સાય તેમ ન કરતાં, મળી મરવાનું કબૂલ કરે છે. જ ગ્રંથમાં Page #45 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપદેશ [ત્યાગેલા ભેગે માટે મન શિથિલ થઈ ગયું હાય, તેવે વખતે રામનીએ રથનેમિને આપેલે ઉપદેશ' યાદ કરો. તે કથા ટૂંકમાં આ પ્રમાણે છેઃ અરિષ્ટનેમિ જ્યારે રામતીને પરણ્યા વિના જ સાધુ થઈ ગયા, ત્યારે તેમના મોટાભાઈ રથનેમિ રાજીમતીને પ્રસન્ન કરી પિતાને અનુકૂળ કરવા પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ, અરિષ્ટનેમિ સાધુ થયા બાદ રાથમતીને પણ કામલેગે પ્રત્યે વોરાગ્ય ઉત્પન્ન થયા હતો. તેથી રથનેમિનું મન પિતાના તરફથી નિવૃત્ત કરવા માટે તેણે એક દિવસ મધ, ઘી વગેરે યુક્ત પેય પીને, નેમિ સામે એકી કાઢ્યું, અને તેમને તે એકલું પી જવાનું કહ્યું. તેમણે જવાબ આપ્યો કે, બીજાનું ઓકેલું શી રીતે પિવાય? ત્યારે રાજીમતીએ તેમને ટાણે માર્યો કે, તે પછી અરિષ્ટનેમિસ્વામીએ એકલી મને તમે શા માટે ઇચ્છો છે? હે કામી! તમારા યશને ધિક્કાર છે. જીવનના - ૧. ઉત્તરાધ્યયન અધ્ય. ઘરમાં તે આખો પ્રસંગ છે. જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ પુસ્તક” પાન ૧૨૨–૯. આ અધ્યયનના ૭થી ૧૧ સુધીના પ્લેકે ત્યાં ૪૨, ૪૩, ૪૪, ૪૬ ને ૪મી ગાથાને સ્થાને છે. ૨. અન્ય ઠેકાણે નાના ભાઈ કહ્યા છે: દિયરાજાપણાની જગમાં છાપ-રહનેમિસજઝાય, ૫. વીરવિજયજી. Page #46 -------------------------------------------------------------------------- ________________ સંયમ ભેગોને અર્થે તમે બીજાનું ઓકેલું પીવા ઈચ્છે છે તેને બદલે તમારું મરણ થાય એ સારું છે.” [૭] [ આ રીતે ટોણે માર્યા બાદ રાજીમતીએ રથનેમિને સારી પેઠે સમજાવ્યા એટલે ભાન આવતાં રથનેમિ સંસારનો ત્યાગ કરી સાધુ થયા. રામતી પણ પછીથી સંસારનો ત્યાગ કરી સાચવી થઈ. એક વાર રથનેમિ દ્વારકામાં ભિક્ષા માગી અરિષ્ટનેમિ પાસે પાછા ફરતા હતા, તેટલામાં માર્ગમાં જ વરસાદ પડવાથી તે એક ગુફામાં દાખલ થયા. તે વખતે રાજીમતી અરિષ્ટનેમિનાં દર્શન કરીને પાછી ફરતી હતી. તે પણ વરસાદ વરસવાથી તે જ ગુફામાં દાખલ થઈ. ત્યાં દાખલ થયા બાદ, પલળેલાં વસ્ત્રો સુકવવાના ઈરાદાથી તેણે તેમને શરીર પરથી દૂર કર્યા. તે વખતે અંદર અંધારામાં અગેચર રહેલા રથનેમિએ તેને જોઈ. તેને જોતાં જ તેના પ્રત્યેનો તેમને પ્રથમને કામ અગ્રત થયે, અને વિહવળ થઈ તે રામતી પાસે કામગની યાચના કરવા લાગ્યા. એટલે રાજમતીએ તેમને ફરીથી નીચે પ્રમાણે સમજાવ્યા – ૧. સાતમી ગાથાને વાર્તામાં આ ક્રમ હરિભકસૂરિએ જણાગ્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં તે આ ગાથા પણ પછીને પ્રસગે બીજી ગાથાઓ સાથે જ મુકાઈ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સમીસાંજને ઉપદેશ - “હું ભેગરાજાના પુત્ર) ઉગ્રસેનની પુત્રી છું; અને તમે અંધકવૃણિ(ના પુત્ર) સમુદ્રવિજયના પુત્ર છો . એક વાર સંસારને ત્યાગ કર્યા પછી ફરી આ પ્રમાણે કામગની પ્રાર્થના કરી, રખે આપણે આપણું કુળમાં ગંધન સાપ જેવાં – એકલું પીનારાં – થઈએ. માટે તમે વિહવળતા છોડી સંયમનું પાલન કરે. જે જે સ્ત્રીઓ તમે દેખે, તે બધી પ્રત્યે તમે આ ભાવ કરવા જશે, તે ડાં મૂળ ન હેવાને કારણે વાયુથી આમતેમ ફેંકાતા હડ” નામના ઘાસ જેવા અસ્થિરાત્મા બની જશે.” [૮-૯] સંયમયુક્ત રામતીનાં આ સદ્ધચને સાંભળીને, અંકુશ વડે હાથી જેમ માર્ગ ઉપર આવે, તેમ રથનેમિ પણ ધર્મના માર્ગ ઉપર પાછા આવ્યા. જે પ્રમાણે એ પુરુષશ્રેષ્ઠ ભેગમાંથી પાછા ફર્યા, તે પ્રમાણે બુદ્ધિમાન, પંડિત તથા વિચક્ષણ પુરુષો વાસનાના બળથી પીડાવા છતાં, વિષયોથી પાછા ફરે છે. [૧૦-૧ ૧. એ સગપણ સમજવા માટે જુઓ પ્રકરણને અંતે નોંધ ૭. Page #48 -------------------------------------------------------------------------- ________________ રામ નોંધ ૧. આ અધ્યયનનું મૂળ નામ “શ્રામપૂવક છે. પ્રમાણપણનું પૂર્વ એટલે મૂળ કારણ ધૃતિ છે. હરિભદ્રસૂરિ ટીકામાં નીચેની ગાથા ટકે છે : यस्य धृतिस्तस्य तपो यस्य तमस्तस्य सुगतिः सुलभा । येऽधृतिमन्तः पुरुषास्तपोऽपि खलु दुर्लभं तेपाम् ।। જેને ધૃતિ છે, તેને જ તપ સંભવી શકે છે, અને જેનામાં તપ છે, તેને જ મેષગતિ સુલભ છે. જેનામાં ધૃતિ નથી, તેનામાં તપ દુર્લભ છે.” ૨. શ્રમણમળ)નું ગાથાઓ ટાંકે છે : સ્વરૂપ વર્ણવતાં ભદ્રબાહુ નીચેની यथा मम न प्रियं दुःखं ज्ञात्वा एवमेव सर्वजीवानाम् । ન નિત ન વાતત ૨ સમમrtત તેના ‘સમઃ | |૧૫૪ જેમ મને દુઃખ પ્રતિકૂલ હેવાથી પ્રિય નથી, તેમ બધા ને પણ પ્રિય નથી. એમ જાણું જે અન્ય જીવને ઘાત કરકરાવતો નથી, કે કોઈ કરતો હોય તેને અનુમતિ આપતું નથી, તે (સમન્ સાત – અતિ તુલ્ય આચરણ રાખે છે તેથી) “સમ' કહેવાય છે.” नास्ति च तस्य कश्चिद् द्वेष्य: प्रियो वा सर्वेष्वेव जीवेषु । જીતેન મવતિ સમા : gsssfષ વક: ૫ [૧૫૫] ૧. અહીં બધે મૂળ ગાથા ન આપતાં તેની સંસ્કૃત છાયા જ ટાંકી છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજના ઉપદેશ વળી, તેને ફ્રાઈ દ્વેષ્ય નથી કે, પ્રિય પશુ નથી; આમ કે બધા જીવા પ્રત્યે સમાન મનવાળા હોવાથી પણ ‘સમ' સમમના:) કહેવાય છે.' ततः श्रमणो यदि सुमनाः भावेन च यदि न भवति पापमनाः । स्वजने च जने च સમ: સમન માનાવમાનયો: ! [૧૫૬] આમ જેનું મન સુંદર હાઈ, જેના ભાવેશ પણ પાપી ગ્રંથી, તથા જે સ્વજન કે પરજન, અને માન તથા અપમાનમાં સમુદ્ધિવાળા છે, તે ‘સમળ' છે.’ આ પછીની ગાથામાં [૧૫] શ્રમણુની કેટલીક ઉપમા દ્રબાહુએ આપેલી છે. તે જેમ કે: સાપ જેવા ખીજાએ કરેલા દરમાં રહેતા હાવાથી, અથવા આહારનેા સ્વાદ ન લેતા હોવાથી, તથા સંયમ તરકે એકદષ્ટિ રહેતા હૈાવાથી. પર્વત જેવા સંકટા અને મુશ્કેલીરૂપી પવતાથી અકંપ રહેતા હેાવાથી. : અગ્નિ જેવા તપરૂપી તેજથી યુક્ત હોવાને લીધે; તથા અગ્નિ જેમ ઘાસથી તૃપ્ત થતા નથી તેમ શાસ્ત્ર અને તેના ઉપદેશથી તૃપ્ત ન થતા હોવાથી; તથા અગ્નિ જેમ સુંદર અસુંદર એવા કરશે ભેદ રાખ્યા વિના તમામ વસ્તુ બાળી નાખે છે, તેમ સાધુ પણ ભિક્ષા વખતે કશા ભેદભાવ ન રાખતા હોવાથી. : સાગર જેવા ગંભીર હોવાને લીધે, જ્ઞાનાદિ રત્નેાની ખાણુરૂપ હાવાને લીધે, તથા પેાતાની મર્યાદાનું ઉલ્લંઘન ન કરતા હોવાને લીધે. ૧. ખુલાસા માટે જીએ પાનું ૯. Page #50 -------------------------------------------------------------------------- ________________ સંયમ આકાશ જેઃ (આધાર વિનાના) નિરાલંબ હોવાને લીધે વૃક્ષ જેઃ મુક્તિરૂપી ફળ ઈચ્છનાર છોરૂપી પક્ષીઓનું નિવાસસ્થાન હોવાને લીધે; તેમ જ ચંદન વૃક્ષ જેમ સર્વત્ર સુંદર સુગંધ ફેલાવે છે, તેમ લિસંયમની સુગંધ ચોતરફ ફેલાવતે હેવાથી. ભમરા જેઃ નિયત (એક જ) ઠેકાણેથી આજીવિકા ન મેળવતા હોવાને લીધે. મૃગ જેઃ હરણ પારધીથી ઉદ્વિગ્ન રહે, તેમ સંસારરૂપી પારધીના ભયથી હંમેશાં ઉદિગ્ન રહેતા હોવાને લીધે. ધરતી જે : બધો ખેદ – પરિશ્રમ સહન કરતે હોવાને લીધે. કમલ જેવોઃ કામભોગરૂપી કાદવમાંથી જ ઉત્પન્ન થયેલો હોવા છતાં, તેનાથી અલિપ્ત રહેતો હોવાથી. સુર્ય જેવો : સમગ્ર લોકમાં જ્ઞાનાદિ પ્રકાશ યુક્ત હોવાને લીધે. પવન જે ક્યાંય કાયા વિના સર્વત્ર ગતિ કરતે હોવાને લીધે. ૧૫૮મી ગાથામાં ભદ્રબાહુસ્વામીએ શ્રમણના પર્યાય શબ્દો આ પ્રમાણે આપ્યા છે : પ્રવ્રજિત: એટલે કે આરંભ (હિસા) પરિગ્રહાદિમાંથી કુર (પ્ર) ગયેલે (જિત). અનગારઃ ઘરબાર વિનાને. પાડી : નિર્મલ “પાખંડ” એટલે કે વ્રત ધારણ કરનાર, ' આ ઉવાથી. Page #51 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજના ઉપદેશ ચરક : એક સ્થાને સ્થિર ન રહેતાં વિચર્યા કરનારા. તાપસ : તપયુક્ત. ભિક્ષુ ભિક્ષાથી આવિકા કરનાર. પરિવ્રાજક : પાપના સર્વ પ્રકારે ત્યાગ કરીને વિચરનારે, નિર્થ થ : બાહ્ય અને આત્યંતર ગ્રંથિએ વિનાતે. અહિંસાદિમાં (સમ) ભલી પ્રકારે (પત) યત પ્રયત્નશીલ. મુક્ત બાહ્ય અને આંતર બંધાથી છૂટા થયેલા. તીર્થં : સંસારને તરી ગયેલા. ત્રાતા બચાવનાર. ધર્મપદેશાદિ વડે સંસારદુ:ખામાંથી જીવાને દ્રવ્ય : જ્ઞાનાદિ પ્રકાર પ્રત્યે વે છે – તેમને પામે છે માટે. મુનિ મનનશીલ હોવાને લીધે. : ક્ષાન્ત : ક્ષમાશીલ, ક્રોવિજયી. દાન્તઃ ઈંદ્રિયાનું દમન કરનાર. વિરત : હિંસાદિમાંથી નિવૃત્ત થયેલ. રુક્ષ સ્નેહને પરિત્યાગ કરનાર(લૂખા મનવાળા). તીરાથી : સંસારને તરી સામે કિનારે જવા ઈચ્છતા. * ૩. કામાનું વિશેષ ભદ્રબાહુએ નીચે પ્રમાણે આપ્યું છે: વિવરણુ ૧૬૨મી વગેરે ગાથામાં શબ્દ-રસ-રૂપ ધ-સ્પર્શે વગેરે મેહને ઉદય કરનાર જે બાહ્ય પદાર્થો છે, તે પણ આંતર કામના હેતુભૂત હોવાથી કામ કહેવાય છે. આંતર કામ બે પ્રકારના છેઃ પ્રાકામ અને મદનકામ. ચિત્તમાં સારી-નરસી જે ઇચ્છાએ થાય છે, તે Page #52 -------------------------------------------------------------------------- ________________ સંચમ ચિત્તના અભિલાવરૂપ હેવાથી “ઇચ્છાકામ કહેવાય છે. પરંતુ આ અધ્યયનમાં તે મુખ્યત્વે મદનકામ જ અભિપ્રેત છે. સ્ત્રીની પુરુષના શરીર સાથે જે ભોગેચ્છા, તેમ જ પુરુષની સ્ત્રીના શરીર સાથે જે ભોગેચ્છા તે “મદનકામ' કહેવાય છે. વિષયસુખમાં આસક્ત થયેલા, સ્ત્રી વગેરે અજ્ઞાની પરિવારથી વીંટાયેલા, તથા કામોગની ઇચ્છાથી વ્યાપ્ત થયેલા જીવને ધર્મમાર્ગમાંથી ઉત્ક્રમણ કરાવે છે, ( ૩ મર્યાતિ) તેથી તે “કામ” કહેવાય છે. પરંતુ પંડિતેએ તેનું બીજું નામ “રાગ” જ આપેલું છે. કારણ કે કામગની ઈરછા કરનાર જંતુ વાસ્તવિક રીતે રોગની જ ઈચછા કરે છે.” [૧૬] ૪. ડગલે પગલે શબ્દ ઉપર નિર્યુક્તિમાં ૧૭૫ જણાવ્યું છે કે, ધર્મમાર્ગમાં નીચેનાં પગલાં સાચવવા જેવા છે: ઈદ્રિ, સ્પશદિ વિષયે, ક્રોધાદિ કષાય, ભૂખતરસ વગેરે પરીષહે, વેદના (દુઃખાનુભવ) અને વિદ(દેવે વગેરેએ કરેલાં). એ બધાં મોક્ષમાર્ગનાં એવાં સ્થાને છે, કે જ્યાં વિપરીત (મંદ) બુદ્ધિવાળા જી શિથિલ થઈ જાય છે. હરિભદ્રસૂરિ એ બાબતનું એક ઉદાહરણ ટાંકે છેઃ એક વૃદ્ધ પિતાના પુત્ર સહિત દીક્ષા લીધી. તે છોકરો તેને અતિ પ્રિય હતો. એક વાર તે કહેવા લાગ્યો કે, મારાથી જેડા વિના ચાલી શકાતું નથી. ત્યારે વૃદ્ધ તેને જેડા મેળવી આપ્યા. ત્યારે તે કહેવા લાગ્યો કે, મારા પગનો ઉપરનો ભાગ ફાટે છે. ત્યારે તેને માટે ચામડાનો પટો લાવી આપ્યો. પછી તે કહેવા લાગ્યું કે, મારું માથું બહુ તપી જાય છે. એટલે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સસીસાંજને ઉપદેશ તેને માથે પહેરવાનું લાવી આપ્યું. ત્યારે તે કહેવા લાગ્યા કે, ભિક્ષા માગવા રખડવાનું મને નથી ક્રાવતું. એટલે વૃદ્ધ તેને અપાસરે બેઠાં જ ભિક્ષા લાવી આપવા લાગ્યા. પછી તે કહેવા લાગ્યા કે, મારાથી જમીન ઉપર સુવાતું નથી. ત્યારે તેને બિછાનું લાવી આપ્યું. પછી તે કહેવા લાગ્યા કે, મારાથી વાળ ટૂંપાવાતા નથી. ત્યારે તેને અસ્ત્ર વડે હજામતની વ્યવસ્થા કરી આપી. પછી તે કહેવા લાગ્યા કે, મારાથી નાહ્યા વિના નથી રહેવાતું. ત્યારે તેને પાણીની વ્યવસ્થા કરી આપી. એમ તે જે જે માગે તેની તેની તેને વૃદ્ધ પિતા તેને છૂટ આપે. એમ વખત જતાં તે કહેવા લાગ્યા કે, મારાથી સ્ત્રી વગર નથી રહેવાતું. ત્યારે છેવટે, ‘આ છોકરા શઠ અને અયેાગ્ય છે', એમ વિચારી વૃદ્ધે તેને હાંકી કાઢયો. આમ, જે માસ ડગલે પગલે શિથિલતા બતાવે છે, તે છેવટે સંકપાને વશ થઈ જાય છે. * ** ૫. ભાગપદાર્થાંને પરાણે ત્યાગ કરવા વિશે હરિભદ્રસૂરિ નીચેનું દૃષ્ટાંત ટાંકે છે: નંદને ગાદીએથી ઉઠાડી ચંદ્રગુપ્ત રાજા થયા એ બધી વાત આવશ્યકસૂત્રમાં તે પ્રસંગે જશુાવી છે. પછી જ્યારે બિંદુસાર રાજા થયા ત્યારે નંદને સંબંધી સુબંધુ તેના પ્રધાન થયા. તેને ચાણકય ઉપર સ્વાભાવિક દ્વેષ હતા. એટલે તેણે યુક્તિપ્રયુક્તિથી રાજાનું મન ચાણુત્વ તરફ અભાવવાળું કર્યું. ચાણકય અધી વસ્તુસ્થિતિ સમજી ગયા. એટલે તેણે ધન વગેરેની ચાગ્ય વ્યવસ્થા કરી દીધી; તથા પાતે આહારત્યાગપૂર્વક મૃત્યુ સ્વીકારવા ચાલ્યા ગયા. જતા પહેલાં ૧. લાચ. * Page #54 -------------------------------------------------------------------------- ________________ સોમ ' ૨૩ તેણે એક ડાબલીને બહુ બહુ જતનપૂર્વક પોતાના ઘરમાં પેટી-પટારા વગેરેમાં સાચવીને મૂકી. ચાણકયના મૃત્યુ પછી સુબંધુએ ચાણક્યનું ઘર રહેવા માટે રાજા પાસેથી માગી લીધું. તેમાં પેલે મોટો પટારે બંધ જોતાં તેણે તેને ઉધાડ્યોતો તેમાં એક બીજી પેટી બરાબર બંધ કરેલી નીકળી. એમ અંદર અંદરની પેટી ખેલતાં છેવટે પેલી ડાબલી નીકળી. તે ખેલતાં તેમાંથી એક પ્રકારની ગંધ નીકળી, તથા એક કાગળ નીકળે. તેમાં લખ્યું હતું કે, “આ ડાબલીની સુગંધ જે સંઘે, તેણે ત્યારથી માંડીને સ્ત્રી, પલંગ, આભૂષણ, સ્વાદિષ્ટ ભોજન વગેરે સર્વ ભેગપદાર્થો ત્યાગવા, તથા કઠોર તપ આચરી સાધુના જેવું જીવન ગાળવું; નહીં તે તેનું મરણ થશે.” સુબંધુએ એ બાબતની ખાતરી કરવા તે ડાબલીની ગંધ બીજા પુરુષને સુંધાડી જોઈ, અને પછી તેને ભેળપદાર્થો ભગવાવ્યા. તે તે તરત મરી ગયો. એટલે ત્યારથી માંડીને સુબંધુ બધા ભેગપદાર્થો તજી, કઠેર જીવન ગાળવા માંડયો. એવો પરાણે આચરેલો ત્યાગ એ સાચે ત્યાગ નથી. ૬. ભેગે પ્રાપ્ત થયા હોય છતાં ત્યાગે તો સાચે સાધુ કહેવાય. તે વાક્યની સામે શંકા ઉઠાવાય કે, કઈ ગરીબ હોય, છતાં વિવેક-વૈરાગ્યથી કામભેગેને ત્યાગ કરી સાધુ થાય, તે શું તેને ત્યાગી કહે? તેના જવાબમાં હરિભદ્રસૂરિ નીચેનું ઉદાહરણ ટાંકે છે: એક કઠિયારાએ સુધર્મસ્વામી પાસે દીક્ષા લીધી. તે ભિક્ષા માગવા જતે ત્યારે તે કો કહેતા કે, “ભાઈને મજૂરી કરવી પડતી હતી એટલે સાધુ થયા! આથી ત્રાસી તેણે ગુરુને એ ગામ છોડી Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સમીસાંજના ઉપદેશ ખીજે ગામ જવાં ત્રીનવ્યા, આ વાત અભયકુમારના જાણુવામાં આવતાં તેણે તેમને આશ્વાસન આપ્યું અને લેકાનું મોં અંધ કરવા એક યુક્તિ કરી. તેણે ત્રણ કરોડ રસ્તેતેા ઢગ કરાવીને નગરમાં ઢંઢેરા પિટાવ્યો કે અભયકુમાર દાન આપવાના છે. લાા આવ્યા. તેણે કહ્યું : જે માણુસ અગ્નિ, પાણી અને સ્રી ત્રણને સર્વથા ત્યાગ કરે, તેને હું આ ત્રણ કરોડ રત્ન આપીશ. ત્યારે લેાકાએ કહ્યું કે, ખાન, પાન અને સ્ત્રી એ ત્રણ રતા ભાગવવાનાં ન હોય તો આ રત્ના શું કરવાનાં? ત્યારે અભયકુમારે કહ્યું કે, તેા પછી તમે આ કઠિયારાને કેમ ખીજવા છે ? તે ગરીબ છે, છતાં તેણે તમારાં મુખ્ય ત્રણ રત્નાને તે ત્યાગ કર્યો જ છે! એટલે લેને ભાન આવ્યું, * * ૭. રાજીમતી અને રથનેમિનું સગપણુ સમજવા માટે યાદવાનું નીચેનું વંશવૃક્ષ ઉપયોગી થશે. ચક શૂર અંધકવૃષ્ણિ 1 । । । । વસુદેવ (શાk) સમુદ્રવિજય 10 સુવીર ભાગવૃષ્ણુિ ઉગ્રસેન T અામ વાસુદેવ અરિષ્ટનેમિ રથનેમિ કંસ ! રાજીમતી દેવક I દેવકી Page #56 -------------------------------------------------------------------------- ________________ સંયમ જૈનના અરિષ્ટનેમિને બદલે વૈષ્ણવોમાં તો વાસુદેવ કૃષ્ણનું મહત્ત્વ વધારે મનાયું છે. પુરાણગ્રંથોમાં તેમની વંશાવળી આપવામાં આવી છે, તે જૈન વંશાવળી કરતાં તક્ત જુદી છે. સાવત અંધકમહાભેજ વૃશ્યિ બાહક દેવમોઢુષ ૨૨. દેવક ઉગ્રસેન દેવકી વસંદેવ બીજાઓ બલરામ | અટામ છે અંધક અને વૃણિ પછી કેટલી પેઢીઓએ આહક અને દેવમીયુષ આવ્યા તે વિશે તે વંશાવળીઓમાં બહુ ગરબડ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ આચાર સંયમધર્મમાં સારી રીતે પ્રતિષ્ઠિત થયેલા, આંતર તથા અન્ય એવાં વિવિધ અંધનામાંથી છૂટા થયેલા, પેાતાનું તેમ જ બીજાનું પાપમાગૅમાંથી રક્ષણુ કરનારા, તથા મેાક્ષરૂપી મહાન વસ્તુની ઇચ્છા કરનારા સાધુએ માટે નીચેની વસ્તુએ અનાચારરૂપ છે; માટે તેમણે તેમના ત્યાગ કરવા. [૧] ૧. સાધુને ઉદ્દેશીને તૈયાર કરેલી વસ્તુ. ૨. સાધુને નિમિત્તે ખરીદેલી વસ્તુ. ૩. જે વસ્તુ લેવા આવવા. માટે સાધુને નિમંત્રણ આપ્યું હોય તેવી વસ્તુ. 3 ૪. ગામ-પરગામથી સાધુને નિમિત્તે લાવીને રજૂ કરેલી વસ્તુ. Page #58 -------------------------------------------------------------------------- ________________ સાર ૫. રાત્રીભાજન. ૬. સ્નાન. ૭. સુગંધી પદાર્થ. ૮. માળાએ (પુષ્પની). ૯. વીંજણા. [૨] ૧૦. સંઘરા (કરવા), ૧૧. ગૃહસ્થનાં વાસણ (માં ભેાજન કરવું છે). ૧૨. કાને શું જોઈએ છે ?' એવી રીતે પૂછીને રાજાએ (જ્ઞાનશાલાદિમાં) આપેલા માહાર, કે બીજી રીતના પણ રાજાને ત્યાંના આહાર(રાજપિંડ). ૨૦ ૧૩. હાડકાં, સ્નાયુ, ચામડી અને વાળ એ ચારને સુખ થાય તે રીતનું ચાર પ્રકારનું મજ્જૈન, ૧૪. દાંત સાફ કરવા. < ૧૫. ગૃહસ્થવિષયક સદોષ પડપૂર્ણ; અથવા હું કેવે! છું' એવું ખીજાને પૂછ્યા કરવું. ૧૬. દાદિમાં શરીરને જોવું. [૩] ૧૭. વૃત. અથવા ગૃહસ્થાને લગતી ધનધાન્યાદિ ઉપાર્જન કરવા વિષયક ચર્ચા. ૧૮. નાલિકા.૧ ૧૯, છત્ર ધારણ કરવું. ૧. ચાલાકી કરીને પાસા ન નાખે માટે નામાંકે તેવા મીન વાસણમાં પાસા હલાવીને નાખવાની શરતવાળું દ્યૂત. Page #59 -------------------------------------------------------------------------- ________________ સમી સાંજનો ઉપદેશ ૨૦. વૈદું. ૨૧. જેડા પહેરવા. ૨૨. અગ્નિ સળગાવો. [૪] ૨૩. જેણે ઉતારો આપ્યો હોય તેને જ ઘેરથી ભિક્ષા લેવી (શય્યાતરપિંડ). ૨૪. બેસવા માટે માંચો વગેરે વાપરવાં. ૨૫. સૂવા માટે ખાટલે વગેરે વાપરવાં. ૨૬. ગૃહસ્થના ઘરની અંદર કે બે ઘરના આંતરાઓમાં બેસવું-સૂવું. ૨૭. શરીરને મેલ ઉખેડવો વગેરે શરીરસંસ્કાર. [૫] ૨૮. ગૃહસ્થની સેવાચાકરી. ૨૯. “હું તમારાં જ જાતિકુલ વગેરેનો છું, અથવા “હું દાન આપવાને ગ્ય બ્રાહ્મશુદિ જાતિને છું એ પ્રકારે પિતાનાં જાતિ કુલ વગેરે કહીને ભિક્ષા મેળવવી. - ૩૦. ઊનું કરેલું પણ પૂરેપૂરું નિર્જીવ (અચિત્ત) ન થયેલું એવું મિશ્ર કે સજીવ (સચિત) પાણું પીવું. ૩૧. ભૂખ વગેરેના વેગથી પીડાતી વખતે, Page #60 -------------------------------------------------------------------------- ________________ આર. ” પહેલાંની તે તે બાબતેને ઉપભોગ કરતી વેળાની દશા ચાર કરવી.* ૩૨. નિજીવ નહીં થયેલો મૂળો. ૩૩. નિર્જીવ નહીં થયેલું આદું. ૩૪. નિર્જીવ નહીં થયેલે શેરડીનો બટકો. ૩૫. સજીવ કંદ, ૩૬. સજીવ ખૂલ. ૩૭. કાચાં (સજીવ) ફલ. ૩૮. કાચાં (સજીવ) બીજ. [૭] ૩૯. સજીવ સંચળ. ૪૦. સજીવ સૈધવ. ૪૧. , સાંભર લૂણ. ૪ર. , રુમા લુણ (ખાણુનું મીઠું). ૪૩. , સમુદ્રનું મીઠું. ૪૪. » ઊખર ખાર (ખારો). ૧. બધી જ ટીકાઓ અનુસારનિ એ વિકલ પાઠ થઈ, અષાત એટલે કે રેગાદિથી પીડિત થયેલાને શરણ આપવું એ અર્થ પણ કરે છે ! ૨. સજીવ વનસ્પતિ બરાબર કપાવાથી કે રંધાવાથી નિજીવ થાય છે. ૩. બે પિરાઈ સુધી શેરને ટુકડે સજીવ કહેવાય છે. ૪. રામક ક્ષાર”, “અમુક ખાસ ખાણનું મીઠું એવા અર્થે ટીકાઓમાં છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ સમીસ ઉપરેશ ૪૫. સજીવ કાળું લૂણ (પર્વતમાં થતું). [૮] ૪૬. પિતાના વસ્ત્રને સુગંધી કરવા ધૂપ દે, અથવા રોગ ન થાય તે માટે ધૂમ્રપાન કરવું. ૪૭. આરાગ્યાદિને અર્થે વમનક્રિયા. ૪૮. બસ્તીકર્મ. ૪૯. જુલાબ. ૫૦. અંજન. ૫૧. દાતણ. પર. શરીરે તેલ વગેરે ચાળવાં. ૫૩. શણગાર. [૯] – આ બધું સંચમ અને તપમાં પરાયણ, તથા સર્વ ઉપાધિઓને ત્યાગ કરવાથી હલકા બનેલા, અને વાયુની પેઠે સર્વત્ર ફરનારા નિગ્રંથ મહર્ષિએ ન આચરવું. [૧] - હિંસાદિ પાંચે પાપકર્મોનો ત્યાગ કરનારા, મન-વાણું-કાયાનું દુપ્રવૃત્તિમાંથી સંરક્ષણ કરનારા, યે પ્રકારના જીવેને પીડા ન થાય તે માટે આત્મનિગ્રહ કરનારા, પાંચે ઈદ્રિયોને વશમાં રાખનારા, ૧. સૈન્ધવ લવણના પર્વતના એક ભાગમાં થતું –ટીકા. મેવાડમાં અમુક ખાણમાં થતું એ અર્થ પણ કરાય છે. ૨. મૂળમાં પરિણા” શબ્દ છે. તેમાં જાણવું અને ત્યાગવું એમ બેને સમાવેશ થાય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ આચાર બુદ્ધિમાન તથા સંયમપરાયણ નિગ્રંથ સાધુએ સમય અનુસાર ગરમીના દ્વિવસેામાં યથાશક્તિ તડકામાં ઊભા રહી માતાપના' લે છે; ઠંડીના દિવસેામાં ઉઘાડા શરીરે ઊભા રહે છે; અને વર્ષાના દિવસેામાં એક ઠેકાણે સંકેચાઈ ને રહે છે. એ રીતે તે સંયમી અને સમાધિયુક્ત મહર્ષિએ ક્ષુધા-પિપાસા વગેરે પરીષહા (મુશ્કેલીઓ )ને ગણકાર્યા વિના, માહને દૂર કરી, તથા શખ્યાદિ વિષયામાં રાગદ્વેષ રહિત રહી, સર્વ દુ:ખાના નાશને અર્થે વિચરે છે. [૧૨–૩] ૧. એ પ્રમાણે દુષ્કર વસ્તુઓ આચરીને, અને દુઃસહ વસ્તુઓ સહન કરીને કેટલાક દેવગતિ પ્રાપ્ત કરે છે; તેા કેટલાક તે ભવે જ મુક્તિ પ્રાપ્ત કરે છે. દેવલેાકમાં ગયેલા પશુ ત્યાંથી વ્યુત થઈ, આર્યં દેશમાં સારા કુળમાં જન્મ પામી, પૂર્વ કમાના ૧. મૂળમાં નુતન :' છે. હરિ જણાવે છે કે, મેક્ષ પ્રતિ સીધા (જી) રસ્તા સંયમને છે. તે સંચમને ઉપાદેય તરીકે નેનારા (દર્શિન:) એટલે કે, સંયમમાં પ્રતિખદ્ધ મુનિએ ઋ~દર્શિન કહેવાય. ૨. ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર, નગ્નતા, અતિ (કંટાળેા), સ્રી, નિંદા, માર, ચાચના, અલાભ, રાગ, તૃણસ્પર્શી, વગેરે ૨૨ પ્રકારના પરીષહેા માટે જીએ આ માળાનું અંતિમ ઉપદેશ' પુસ્તક, પા. ૧૦-૫. ૩. ચારસો કૌસમાં [...] મૂકેલા અર્થે ટીકાકાર હરિભદ્રસૂરિના છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજનો ઉપદેશ સંયમ અને તપથી વિશેષ ક્ષચ કરી, મોક્ષમાર્ગને અનુસરી, તથા એ રીતે પિતાને સંસારગતિમાંથી તારી લઈ, સર્વથા મુક્તિ પ્રાપ્ત કરે છે. [૧૪-૫] ધ ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિ આ અધ્યયનના કમનું સમર્થન કરતાં જણાવે છે કે, આગળના અધ્યયનમાં ધુતિની વાત કરી; પરંતુ તે ધૃતિ શામાં દાખવવી, તે જણાવવા માટે અહીં આચારનું વર્ણન કર્યું છે. આ અધ્યયનનું મૂળ નામ “શુલ્લિકાચાર છે. સુલ્લક એટલે નાનું. અહીંયાં “નાનું એટલે શું અર્થ લેવો તે બાબતમાં ભદ્રબાહસ્વામી પિતાની નિર્યુક્તિમાં ગાથા ૧૭૯] જણાવે છે કે, અહીં “અપેક્ષાએ નાનું' એવો અર્થ લે. એટલે કે, આગળ પાંચમા છઠ્ઠા અધ્યયનમાં વિગતવાર “લાંબી આચારકથા છે, તેના કરતાં આ ટૂંકી” છે. - “આચાર' શબ્દથી જૈન પરિભાષામાં શું સમજવામાં આવે છે તે જણાવતાં ભદ્રબાહુ સ્વામી નિર્યુક્તિમાં ગાથા ૧૮૧ ૪૦] જણાવે છે કે, આચાર પાંચ પ્રકારનો છે: દર્શનાચાર, જ્ઞાનાચાર, ચરિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર. તેમાં દર્શનાચાર એટલે: ૧. નિઃશંકિતા, ૨. નિષ્કાંક્ષિતા, . નિર્વિચિકિત્સા, ૪. અમૂઢદષ્ટિતા, ૫. સમાનધમી એના ગુણમાં વૃદ્ધિ કરવી, ૬. તેમને ધર્મપાલનમાં સ્થિર કરવા, Page #64 -------------------------------------------------------------------------- ________________ માચાર ૭. તેમના ઉપર વત્સલ રાખવી, અને ૮. ધર્મકથાદિ દ્વારા ધર્મને પ્રચાર કરે છે.* જ્ઞાનાચાર એટલેઃ ૧. જે કાળે શાસ્ત્રાધ્યયન (સ્વાધ્યાય) થઈ શકે, તે કાળે જ કરવું; ૨. વિદ્યા આપનાર ગુરુ પ્રત્યે વિનયભાવ રાખો; ૩. ગુરુનું બહુમાન કરવું; ૪. શાસ્ત્ર ભણતી વખતે જે તપકર્મ કરવાનું હેય (ઉપધાન) તે કરવું; ૫. જેની પાસેથી વિદ્યા મેળવી હોય તેનું નામ છુપાવી બીજ કહેવું નહીં; શાસ્ત્રમાં – ૬. શબ્દભેદ, ૭. અર્થભેદ, કે ૮. ઉભયભેદ –– ન કરવા. ચારિત્રાચાર: પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ પ્રમાણે ચિત્તસ્વાથ્યપ્રધાન જે આઠ એગે - વ્યાપાર – તેમનાથી યુક્ત રહેવું તે. તપાચાર: બાહ્ય અને આત્યંતર એવા અનશન, પ્રાયશ્ચિત્ત વગેરે બાર પ્રકારના તપનું ગ્લાનિરહિતપણે યથાશક્તિ તથા બીજા કાપી ફળની આકાંક્ષા રાખ્યા વિના આચરણ કરવું તે. વર્યાચાર: ઉપરના છત્રીસે પ્રકારના આચારમાં બાહ્ય કે આત્યંતર શક્તિ ચોર્યા વિના પરાક્રમ કરવું તે. * વિશેષ માટે જુઓ આ માળાનું પા. ૦૧, નેધ ૩; તથા પા. ૧૯, નેધ ૩ ગણાસ” પુસ્તક Page #65 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના જીવો શ્રીસુધર્મસ્વામી કહે છે? હે આયુશ્મન ! શ્રમણ ભગવાન મહાવીરે નીચેનું અધ્યયન પિતાના જ્ઞાનના પ્રભાવથી જાણીને દેવમનુષ્યાદિને ઉપદેશ્ય છે, તથા પિતે પણ ભલે પ્રકારે આચર્યું છે. તે અધ્યયન ધર્મનું જ્ઞાન કરાવી ચિત્તશુદ્ધિ કરાવનાર હોવાથી, તેને સાંભળવું અને વિચારવું અતિ શ્રેયસ્કર છે. તે આ પ્રમાણે છ છ પ્રકારના છે: ૧. પૃથ્વીકાયિક જી, ૨. જળકાચિક છો, ૩. અગ્નિકાયિક છે, ૧. પૃથ્વીકાયિક એટલે કે પૃથ્વીરૂપી કાચા – શરીરવાળા છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકા૨પ જીવે ૩૫ ૪. વાયુકાયિક જી, પ. વનસ્પતિકાયિક છે, અને ૬. ત્રસકાયિક જી. પૃથ્વી સજીવ છે; તથા જુદા જુદા અનેક જીવયુક્ત છે. સિવાય કે, અગ્નિ વગેરે શસ્ત્રથી તે નિજીવ થઈ હોય. તે જ પ્રમાણે પાણીનું પણ સમજવું, અગ્નિનું પણ સમજવું અને વાયુનું પણ સમજવું. વળી, ટેચડું વાવવાથી ઊગતી (અઝબીજ), મૂળ વાવવાથી ઊગતી (મૂળ બીજ), પિરાઈ (ગ્રંથિ વાવવાથી ઊગતી (પર્વબીજ), ડાળ વાવવાથી ઊગતી (સ્કંધબીજ), બીજ વાવવાથી ઊગતી (બીજરૂહ), કે કેઈ બીજ વિના જ ઊગતી તૃણું, લતા વગેરે ભેદવાળી (સંભૂમિ) વનસ્પતિ પણ સજીવ છે તથા જુ જુદા અનેક છવયુક્ત છે. સિવાય કે, કુહાડી અગ્નિ વગેરે શસ્ત્રથી તે નિર્જીવ થઈ હોય. ૧. ત્રિસ' એટલે કે ત્રસનશીલ’ – દુઃખથી ત્રાસીને દર ખસી શકે તેવા જંગમ શરીરવાળા છો તે ત્રસકાયિક. ૨. મનુષ્ય વગેર જંગમ પ્રાણીઓમાં પણ એ ભેદ સ્વીકારવામાં આવ્યો છે, તે પછીના ફકરામાં આવશે. ટીકામાં જણાવ્યું છે કે, “સંમર્ણિમ એટલે કે જેમનું કાઈ પણ બીજ પ્રસિદ્ધ નથી; એટલે કે–પૃથ્વી, વર્ષા વગેરેથી થતાં, તે તે પ્રકારનાં તૃણ વગેરે. અને તે નથી સંભવતાં એમ પણ નથી; કારણ કે બળેલી જમીનમાં પણ તે સંભવે છે.” Page #67 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપદેશ - ત્રસ પ્રાણે તે અંડજ, પિતજ, જરાયુજ, રસજ, સંદજ, સમૂઈનજ, ઉભેજ, ઉપપાતજ વગેરે અનેક પ્રકારના સુપ્રસિદ્ધ છે. જે કોઈ પ્રાણીઓ સમજપૂર્વક સામા આવવું, પાછા વળી જવું, ગાત્ર સંકેચવાં, ગાત્ર ફેલાવવાં, અવાજ કરવો, ભ્રમણ કરવું, ત્રાસ પામો, પલાયન કરવું, જવું, આવવું વગેરે ક્રિયાઓ કરે છે, તે ત્રસ' કહેવાય. તે જેવા કે, કૃમિ વગેરે બે ઇંદ્રિયવાળા જીવો, કુંથવા વગેરે ત્રણ ઈદ્રિયવાળા જીવ, પતંગ વગેરે ચાર ઇંદ્રિયવાળા છો, તેમ જ ગાય, મનુષ્ય, નારકી, દેવ વગેરે પંચેન્દ્રિય જી. એ બધા પૃથિવી આદિ છ સુખાભિલાષી છે. માટે એ સર્વે જીવેને જાતે કદી દુઃખ ૧. ઈડામાંથી જન્મનાર પંખી વગેરે અંડજ. પિતજ' એટલે બચારૂપે જ સીધા જન્મનાર હાથી વગેરે. જરાયુ” – ગની આજુબાજુનું આવરણ – તેનાથી વીંટાયેલા જન્મના ગાય વગેરે જરાયુજ. રસજ’ – દહીં વગેરે રસેમા થતા. સરદજ’ - પરસેવામાં થતા જ, માંકણ વગેર. “સમર્થનાજ’ – તીડ, વગેરે (ત્રીસંયોગ વિના થતા). ઉદજ’ – કશું ફેઢીને થતા પતંગ વગેરે. ઉયપાતજ - એટલે દેવશય્યા કે નરકની ભીંતના ગેખમાં ગર્ભવાસાદિ વિના જ ઉત્પન્ન થતા દેવ અને નારકે. ૨. મળમાં તેને માટે પરમધમ” શબ્દ છે. હરિભદ્રસૂરિ તેને અર્થ આ રીતે કરે છે: “પરમ એટલે કે સુખ, તે સુખરૂપી ધર્મવાળા એટલે સુખાભિલાષી. Page #68 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના છે - ન આપવું, બીજા પાસે ન અપાવવું, કે કોઈ આપતો હોય તેને અનુમોદન ન આપવું; અને એ નિશ્ચય કરો કે, “મરતા સુધી મન-વાણુ-કાયા એ ત્રણેથી હું જીવહિંસા નહીં કરું, નહીં કરાવું, કે કઈ કરતે હશે તેને અનુમતિ પણ નહીં આપું. હિ ભદન્ત'! ભૂતકાળમાં કરેલી હિંસામાંથી પણ હું પાછો ફરું છું, તેની નિંદા કરું છું, તેની ગહ કરું છું, અને તે હિંસા કરનાર મારી જાતનો ત્યાગ કરું છું.” [૧-૨] હે ભદન્ત! જીવહિંસામાંથી વિરમવું એ પ્રથમ મહાવ્રત છે. હે ભદન્ત ! હું સર્વ પ્રકારની જીવહિંસાને ત્યાગ કરું છું. કઈ પણ પ્રાણ, પછી તે માને છે કે મેટ હો, અથવા તો સ્થાવર ૧. ગુરુને સબોધન. ભવાન્ત, ભચાન એવા અર્થ પણ કરાય છે, ૨. નિંદા પિતાની સાખે, અને ગહ ગુરુની સાખે કરાય. ૩. કરેલી હિંસામાંથી પાછા ફર' (પ્રતિમfમ) કે, તે કરનાર જાતને ત્યાગ કરવો” સુનામિ) એને અર્થ એ કે, તે હિંસામાં મારી જે અનુમતિ હતી તે હું પાછી ખેંચું છું. ૪. મૂળમાં પ્રાણાતિપાત” શબ્દ છે. હરિ. જણાવે છે કે, પ્રાણાતિપાત એટલે કોઈ પ્રાણને સદતર નાશ એટલે જ અર્થ નથી સમજવાને; પરંતુ કોઈના પ્રાણને મહાદુઃખ આપવું તે પણ પ્રાણાતિપાત જ કહેવાય. Page #69 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપલા છે કે જંગમ હો, પણ તે તેની હિંસા નહીં કરું, બીજા પાસે નહીં કરાવું, કે કઈ કરતે હશે તેને પણ અનુમતિ નહીં આપું. મરતા સુધી મનવાણી-કાચા એ ત્રણેથી હું જીવહિંસા નહીં કરું, નહીં કરાવું, કે કઈ કરતે હશે તેને અનુમતિ નહીં આપું. હે ભદન્ત ! ભૂતકાળમાં કરેલી હિંસામાંથી પણ હું પાછો ફરું છું, તેની નિદા કરું છું, તેની નહીં કરું છું, અને તે હિંસા કરનાર મારી જાતને ત્યાગ કરું છું. હે ભદન્ત ! સર્વ પ્રકારની જીવહિંસામાંથી વિરમવારૂપી પ્રથમ મહાવ્રતમાં હું સ્થિત થાઉં છું. [૩] હે ભદન્ત ! અસત્ય બોલવામાંથી વિરમવું, એ બીજું મહાવ્રત છે. હે ભદન્ત ! સર્વ પ્રકારની અસત્ય વાણીને હું ત્યાગ કરું છું. ક્રોધથી, લેભથી, ભયથી કે હસવામાં હું જાતે અસત્ય નહીં બોલું, બીજા પાસે નહીં બોલાવું, કે કઈ બોલતે હશે તેને અનુમતિ પણ નહીં આપું. મરતા સુધી મન-વાણીકાયા એ ત્રણેથી હું અસત્ય નહીં બલું, નહીં બેલાવું, કે કોઈ બોલતો હશે તેને અનુમતિ નહીં આપું. હે ભદન્ત ! ભૂતકાળમાં બેલેલા અસત્ય વચનમાંથી પણ હું પાછો ફરું છું, તેની નિંદા કરું Page #70 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના વવશે છું, તેની ગહ કરું છું. અને તે અસત્ય બેલનાર મારી જાતને ત્યાગ કરું છું. હે ભાત! સર્વ પ્રકારના અસત્ય બલવામાંથી વિરમવારૂપી દ્વિતીય મહાવ્રતમાં હું સ્થિત થાઉં હે ભદન્ત ! માલિકે ન આપેલી વસ્તુ ચારી લેવામાંથી વિરમવું એ ત્રીજું મહાવ્રત છે. હે ભદન ! સર્વ પ્રકારની ચારીને ત્યાગ કરું છું. ગામ, નગર કે અરણયમાં થવું, બહુ નાનું, ૧. હરિભદ્રસૂરિ ટીકામાં જણાવે છે કે, અસત્ય વચન ચાર પ્રકારનું છે. હવે તેને પ્રતિષેધ કર; ન હોય તેનું ઉદુભાવન કરવું; હેય તેને અન્યથા કહેવું; અને ગહ કરવી (જેમ કે કાણાને કાણું કહેવ). ૨. હરિભદ્રસૂરિ ટીકામાં ગામ અને નગરની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે આપે છે:–ગુઢવાનું શતિ ગ્રામ – બુદ્ધિ વગેરે ગુણેને હૂાસ કરે તે ગ્રામ અને–રાહિમન્ ને વિચારે તે નમૂ–જેમાં કોઈ જાતને કર નથી તે નગર. યુરોપમાં જેમ જના વખતમાં શહેર રાજા પાસેથી કર વગેરે બાબતમાં ખાસ સત્તા મેળવતાં તેવું જ કાંઈક આ વ્યુત્પત્તિમાં સધરાયું છે. ઈ. સ. પૂર્વે પાંચમા-છઠ્ઠા સૈકામાં લખાયેલ ગૌતમધર્મસૂત્રમાં ગામડાને શાસ્ત્રાભ્યાસ તેમ જ ધર્માનુષ્ઠાનનું કેદ્ર માન્યું છે. શહેરમાં તો શાસ્ત્ર વાંચવું પણ નહીં એમ જણાવ્યું છે. તે કલ્પનામાં અને હરિભદ્રસારિની ગામડાની આ કલ્પનામાં કેટલો ફેર પડી ગયે છે તે ધ્યાનમાં રાખવા જેવું છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજના ઉપદેશ ન મેટું, સજીવ કે નિર્જીવ એવું (માલિકે) આપેલું કાંઈ પણ હું જાતે નહીં ચારી ઘઉં, ખીજા પાસે નહીં ચારાવું કે કાઈ ચારતું હશે તેને અનુમતિ પણ નહીં આપું. મરતા સુધી મન-વાણીકાયા એ ત્રણેથી હું (જાતે ચારી) નહીં કરું, ખીજા પાસે નહીં કરાવું, કે કાઈ કરતા હશે તેને અનુમતિ નહીં આપું. હે ભદન્ત! ભૂતકાળમાં કરેલી ચારીમાંથી પણ હુ પાછા ફરું છું, તેની નિંદા કરું છું, તેની ગહીં કરું છું, અને તે ચારી કરનાર મારી જાતના ત્યાગ કરું છું. ૪૦ હે ભદન્ત! સર્વ પ્રકારની ચારીમાંથી વિરમવારૂપી તૃતીય મહાવ્રતમાં હું સ્થિત થાઉં છું. [૫] ુ ભદ્દત ! મૈથુનમાંથી વિરમવું એ ચેાથું મહાવ્રત છે. હે ભદન્ત! હું સર્વ પ્રકારના મૈથુનને ત્યાગ કરું છું. હૈવી,૧ માનુષી કે પાવિક કેાઈ પણ પ્રકારના મૈથુનને હું જાતે નહીં સેવું, બીજા પાસે નહીં સેવરાવું, કે કોઈ સેવતા હશે તેને અનુમતિ પણ નહીં આપું. મરતા સુધી મન-વાણી-કાયાથી હું જાતે મૈથુન નહીં કરું, ખીજા પાસે નહીં કરાવું, કે કાઈ કરતા હશે તેને અનુમતિ નહીં આપું. હું ભાન્ત 1 ભૂતકાળમાં સેવેલ મૈથુનમાંથી પણ હું પાછે ફરું છું, ૧. અપ્સરા વગેરે સાથે. Page #72 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના વર્ગો તેની નિંદા કરું છું, તેની ગહ કરું છું, અને તે મૈચત સેવનાર મારી જાતને ત્યાગ કરું છું. હે ભદન્ત ! સર્વ પ્રકારના મૈથુનમાંથી વિરમવારૂપી ચતુર્થ મહાવ્રતમાં હું સ્થિત થાઉં છું. [૬] હે ભદન્ત! પરિગ્રહના સંબંધથી વિરમવું એ પાંચમું મહાવ્રત છે. તે ભાન ! હું સર્વ પ્રકારના પરિગ્રહને ત્યાગ કરું છું. હું બહુ નાનું, મોટું, સજીવ કે નિર્જીવ એવા કથાને પણ હું જાતે પરિગ્રહ નહીં કરું, બીજા પાસે નહીં કરાવું, કે કઈ કરતા હશે તેને અનુમતિ પણ નહીં આપું. મરતા સુધી મન-વાણી-કાયા એ ત્રણેથી હું જાતે પરિગ્રહ નહીં કરું, બીજા પાસે નહીં કરાવું કે કઈ કરતે હશે તેને અનુમતિ નહીં આપું. હે ભદન્ત! ભૂતકાળમાં કરેલ પરિગ્રહમાંથી પણ હું પાછો ફરું છું, તેની નિંદા કરું છું, તેની ગહ કરું છું, અને તે પરિગ્રહ કરનાર મારી જાતને ત્યાગ કરું છું. હે ભદન્ત ! સર્વ પ્રકારના પરિગ્રહથી વિરમવા રૂપી પંચમ મહાવ્રતમાં હું સ્થિત થાઉં છું. [૭] તે હે ભદન્ત ! સત્રીભાજનથી વિમવું એ છઠું વક્ત છે. હે ભદન! સર્વ પ્રકારના રાત્રીભોજનને ૧. મૂળમાં પણ વ્રત’ શબ જ છે; મહાવ્રતા નથી. Page #73 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપદેશ ત્યાગ કરું છું. ખાન, પાન, મેવા, મુખવાસ એ કશું હું રાત્રે નહીં ખાઉં, ખીજાને નહીં ખવરાવું, કે કાઈ ખાતા હશે તેને અનુમતિ પણ નહીં આપું. મરતા સુધી મન-વાણી-કાયાએ ત્રણેથી હું જાતે રાત્રીભાજન નહીં કરું, ખીજા પાસે નહીં કરાવું, કે કાઈ કરતા હશે તેને અનુમતિ નહીં આપું. હું ભદન્ત ! ભૂતકાળમાં કરેલ રાત્રીભાજનમાંથી પણ હું પા કરું છું, તેની નિંદા કરું છું, તેની ગાં કરું છું, અને તે રાત્રીભાજન કરનાર મારી જાતના ત્યાગ કરું છું. ર હું ભાત! સર્વ પ્રકારના રાત્રીભાજનથી વિરમવારૂપી છઠ્ઠા વ્રતમાં હું સ્થિત થાઉં છું. [૮] આ પ્રમાણે એ પાંચ મહાવ્રતા અને છઠ્ઠું રાત્રીભાજન-ત્યાગ-વ્રત એ અધાંને આત્મહિત(મા)ને અર્થે સ્વીકારીને હું વિહરું છું.' [૯] સંયમ અને તપયુક્ત થઈને જૂના પાપકર્મના હાસ કરનાર તથા નવા પાપને ઊભું ન થવા દેનાર ૧. મૂળમાં એ ચાર માટે અનુક્રમે ાન, પાન, ભામિ અને સ્વામિ એ ચાર શબ્દ છે. ૧. એટલે કે એ હિંસાત્યાગાદિ ત્રતા મેક્ષને અર્થે સ્વીકાર્યો હાચ તા જ વ્રતરૂપ છે; પરંતુ ચક્રવર્તીપણા વગેરેની ઇચ્છાથી સ્વીકાર્યાં. હેચ તા નતાભાવરૂપ છે; કારણ કે, ચક્રવર્તીપણું ઇચ્છવું એટલે હિંસાદિને સુમતિ ાપી જ કહેવાય. —— ટીકા. Page #74 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના જીવ ૪૩ ભિક્ષ કે ભિક્ષુણી, દિવસે યા રાતે, એકલાં કે બધાની વચમાં, સૂતાં કે જાગતાં, જમીન, નદીકિનારે, શિલા, પથ્થર, જયુક્ત શરીર, રજયુક્ત વસ્ત્ર, કે રજયુક્ત પાત્રાદિને હાથ, પગ, લાકડું, ડાંખળી, આંગળી, સળી કે સળીઓ વડે જાતે ન ખેતરે, ન ખણે, ન ખસેડે કે ન ભાગે; બીજા દ્વારા પણ તેમ ન કરાવે, કે કઈ કરતું હોય તેને અનુમતિ પણ ન આપે. અને એ નિશ્ચય કરે કે, “મરતા સુધી, મન-વાણ-કાયા વડે પૃથ્વીને ત્રાસરૂપ એ બધું હું નહીં કરું, નહીં કરાવું, કે કઈ કરતે હશે તેને અનુમતિ નહીં આપું. હે ભદન્ત! ભૂતકાળમાં તેમ કર્યું હોય તેમાંથી પણ હું પાછો ફરું છું, તેની નિલ કરું છું, તેની ગહ કરું છું અને તેમ કરનાર મારી જાતને ત્યાગ કરું છું.” [૧૦] એ જ પ્રમાણે જળકાય જીવોની બાબતમાં પણ સમજવું. જેમ કે પાણી, એસ, હિમ, ધૂમસ, કરા, ઝાકળ, વરસાદ, દદડતું કે ભીનું શરીર, વસ્ત્ર કે પાત્રાદિ, એ બધાંને ન છે, ન નિવે, ન ખંખેરે, ન ઝાટકે ન તપાવે કે ન સૂકવે.' [૧૧] ૧. બીજા મારફત ન કરાવવું, અનુમતિ ન આપવી, ભતકાળમાં કરેલામાંથી પાછા ફરવું વગેરે બધું પૃથ્વીકારિકની પેઠે સમજી લેવું. Page #75 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજના ઉપદેશ તે જ પ્રમાણે અગ્નિકાયિક જીવાની બાબતમાં પણ સમજવું. જેમ કે, અગ્નિ, અંગાર, ભરસાડ, ભડકા, જ્વાળા, ઉંબાડિયું, શુદ્ધ અગ્નિ, કે ગગનને અગ્નિ (ઉલ્કા), એ માંને ન છાંટવાં, ન સંકારવાં, ન પ્રજ્વલિત કરવાં કે ન હેાલવવાં. [૧૨] ૪ તે જ પ્રમાણે વાયુકાયિક જીવેાની ખાખતમાં પણ સમજવું. જેમ કે, ચામર, વીંજણે, પંખા, પાન, શાખા, પીંછાં, વસ્ત્ર કે મેં વડે પાતાના શરીરને કે બહારની (ગરમ) વસ્તુને ન ફૂંકવી, કે ન પંખા કરવા. [૧૩] તે જ પ્રમાણે વનસ્પતિકાચિક જીવેાની ખાખતમાં પણ સમજવું. જેમ કે, ત્રીજ, અંકુર, ક્ષુગા, હરિયાળી, તેમના (સજીવ) ટુકડાઓ, કે તે બધાવાની ચીજો, તથા ઈંડાં વગેરે કે જીવજંતુવાળાં લાકડાં વગેરે ઉપર ચાલવું નહીં, ઊભા રહેવું નહીં, એસવું નહીં, કે સૂવું નહીં. [૧૪] ૧. મૂળ મુર્મુ’ વિરાજ્ઞશિવળે મસ્જી । કાઈ ૨. તે એ માટે મૂળમાં વિઃ અને સ્વા” એ બે શબ્દ છે. ટીકામાં જણાવ્યું છે કે, મૂળ અગ્નિથી છૂટી પડેલી જવાયા તે રૂચિ, અને મૂળ અગ્નિ સાથે જોડાયેલી હોય તે વાયા. ૩. ઘણાં વિનાના • ટીકા કાર્ય તણખા Page #76 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના જીવવ ૧ તે જ પ્રમાણે ત્રસ જીવેાની ખાખતમાં પણ સમજવું. જેમ કે, કીડા, પતંગ, કુંથવા કે કીડી વગેરેને હાથ, પગ, ખાડું, ઊરુ, ઉત્તર, માથું, વસ્તુ, પાત્ર, કમળ, પગલૂછયું, રજોહરણ, ગુચ્છેા, કુંડી,* દંડ, સૂવાનુઁ પાટિયું, પીઠ ટેકવવાનું પાટિયું, શય્યા, પથારી, કે તેવી કોઈ જગાએ આવી ચડેલાં જુએ, તે સાવધાનીથી વારંવાર જોઈ-તપાસીને વીણી કાઢ તથા એકાંત સ્થળમાં નાખી આવે; પરંતુ તેમને ખાવા-કચરાવા ન દે. [૧૫] જેમાણુસ કાળજીપૂર્વક નથી ચાલતા, કાળજીપૂર્વક નથી ઊભેા રહેતા, કાળજીપૂર્વક નથી બેસતા, કાળજીપૂર્વક નથી સૂતા, કાળજીપૂર્વક નથી ખાતા, તથા કાળજીપૂર્વક નથી આવતા તે ભૂતપ્રાણીએની હિંસા કરે છે અને પાપકર્મ આંધે છે; તથા તેનું કડવું ફળ તેને ભેાગવવું પડે છે. [૧-૬] ૪૫ * મળમૂત્રાદિ માટેની. ૧. રહેવા-સૂવાનું સ્થાન. ૨. મૂળમાં થત' શબ્દ છે. હરિ જણાવે છે કે, મયતં’ એટલે શાસ્ત્રાજ્ઞા પ્રમાણે નહીં એવી રીતે ચહ્ન – કાળજી વિના' એવા બીજો અર્થ દીપિકાકાર આપ્યા છે. આત્મનિગ્રહપૂર્વક નહીં એવી રીતે’ એવા સામાન્ય અર્થ લેવાય. Page #77 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજનો ઉપદેશ - તો પછી કેમ ચાલવું, કેમ ઊભા રહેવું, કેમ બેસવું, કેમ સૂવું, કેમ ખાવું, અને કેમ બેલવું, કે જેથી પાપકર્મ ન બંધાય? [૭] કાળજીપૂર્વક ચાલવું, કાળજીપૂર્વક ઊભા રહેવું, કાળજીપૂર્વક બેસવું, કાળજીપૂર્વક સૂવું, કાળજીપૂર્વક ખાવું, અને કાળજીપૂર્વક બેલવું. તે જ પાપકર્મ નહીં બંધાય. [૮] ટૂંકમાં, સર્વ જીવોને પિતાની બરાબર ગણનારા અને જેનારા તથા ઇંદ્રિયનિગ્રહી રહીને હિંસાદિ પાપકર્મો ન આચરનારા મનુષ્યને પાપકર્મ બંધાતું નથી. [૯] પ્રથમ જ્ઞાન, અને પછી દયા – એ સંયમી પુરુષની સ્થિતિ છે. જે અજ્ઞાની છે, તે શું આચરે, તથા હિત-અહિત કેમ કરીને જાણે? જ્ઞાની પાસેથી સાંભળીને જ કલ્યાણ શું છે તથા પાપ શું છે, તે જાણી શકાય છે. તે બંનેને જ્ઞાની પાસેથી જાણીને, જે કલ્યાણકારી હોય તે આચરવું. [૧૦-૧] - જીવ કોણ છે અને અજીવ કોણ છે, એ જે નથી જાણતું, તે “સંયમને ક્યાંથી જાણવા હિતે? જેને જીવ તથા અજીવનું જ્ઞાન છે, તે જ સંયમને જાણી શકે છે. કારણ કે, જ્યારે જીવ અને ૧. સંચમ એટલે અહીં સંચમપ્રધાન મોક્ષામાગ. Page #78 -------------------------------------------------------------------------- ________________ છ મકારના છત્રવર્ગો ૪૭ અજીવ એ બંને તત્ત્વોને જાણે છે, ત્યારે સર્વ જાની (પિત પિતાનાં કર્મને અનુરૂ૫) અનેકવિધ ગતિને જાણે છે. જ્યારે જીવની અનેકવિધ ગતિને જાણે છે, ત્યારે તેના કારણરૂપ પુણ્ય-પાપને, તેમ જ બંધ-મોક્ષને પણ જાણે છે. જ્યારે પુણ્યપાપ તેમ જ બંધ–ક્ષને જાણે છે, ત્યારે તેને દૈવી તેમ જ માનુષી ભેગમાંથી નિર્વેદ (વૈરાગ્ય) પ્રાપ્ત થાય છે. જ્યારે તે દૈવી તેમ જ માનુષી ભેગમાંથી વિરક્ત થાય છે, ત્યારે તેમને આંતર-બાહ્ય સંબંધ છેડી દે છે. જયારે તેમને આંતર-બાહ્ય સંબંધ છી દે છે, ત્યારે માથું મૂંડાવી, ઘરબાર વિનાને સાધુ થાય છે. જ્યારે માથું મુંડાવી ઘરબાર વિનાને સાધુ થાય છે, ત્યારે પાપકર્મોને રોકી ઉત્તમ ધર્મનું સેવન કરે છે. જ્યારે પાપકર્મોને રેકી, ઉત્તમ ધર્મનું (તપ) સેવન કરે છે, ત્યારે અજ્ઞાનથી એકઠી કરેલી કર્મરૂપી રજને ખંખેરી નાખે છે. ૧. આઠ પ્રકારનાં કર્મમાંથી ઘાતિકર્મરૂપી ચાર કર્મોને કમના આઠ પ્રકાર છે: જ્ઞાનને આવરણ કરનારાં, દર્શનને આવરણ કરનારાં, મેહનીય, અંતરાય, વેદનીય, આયુષ, નામ (ગતિ, શરીર વગેરે નક્કી કરનાર) અને ગાત્ર. વિગત માટે જુએ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૨૨૬-૯. તેમાંથી પ્રથમ ચા૨ કર્મો ઘાતી કહેવાય છે. કારણ કે, તે જ્ઞાનાદિ ગુણના સીમે વાત કરે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપદેશ O * ち જ્યારે અજ્ઞાનથી એકઠી કરેલી કમરજ ખંખેરી નાખે છે, ત્યારે તેને સવિષયક જ્ઞાન – દર્શન પ્રાપ્ત થાય છે. જ્યારે તેને સર્વવિષયક જ્ઞાન – દર્શન પ્રાપ્ત થાય છે, ત્યારે તે કેવલજ્ઞાની જિન, લેાક તેમ જ અલેકને જાણી શકે છે. જ્યારે તે કેવલજ્ઞાની જિનને લાક તેમ જ અલેાકનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે તે પાતાના મન-વાણી-કાયાના વ્યાપારાના નિરાષ કરી, શૈલ જેવી નિશ્ચળ શૈલેશી' દશા પ્રાપ્ત કરે છે. જ્યારે તે પેાતાના મન-વાણી-કાયાના વ્યાપારીને નિરાપ્ત કરી, શૈલ જેવી નિળ શૈલેશી' દશા પ્રાપ્ત કરે છે, ત્યારે તે બાકીનાં સર્વ કર્મોના ક્ષય કરી નિરંજન મની, લેાકની ટોચે જવારૂપી સિદ્ધિ’ગતિ પ્રાપ્ત કરે છે. જ્યારે તે બાકીનાં સર્વ કાના ક્ષય કરી, નિરંજન બને, લેાકની ટોચે જવારૂપી સિદ્ધિગતિ પ્રાપ્ત કરે છે, ત્યારે લેાકના માથા ઉપર જઈ, શાશ્વત સિદ્ધ અને છે. [૧૨-૨૫] ૧. સામાન્ય બાધ તે દાન; અને વિરોષ બેાય તે જ્ઞાન, ** ૨. લાકની બહારનું ખાલી આકાશ તે અલાક. ૩. આ દેહ ઉત્પન્ન કરનારાં આયુષ વગેરે કર્યું. જુએ પા. - ૪૭, નાંધ ૧. તેમાં જણાવેલાં આઠ કર્મોંમાંથી છેવટનાં ચાર ક્ર. તેમને કેવલીકાંશ પણ કહે છે. જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ' પુસ્ત, પા. ૧૯૨૩, Page #80 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના જીવવગે સુખાસ્વાદક, સુખેંશી, ઉઘણુશી, તેમ જ ધો-માંજ કર્યા કરનાર શ્રમણને સુગતિ દુર્લભ છે. પરંતુ તપાધન, સરળ બુદ્ધિવાળા, ક્ષમા અને સંયમમાં પરાયણ, તથા મુશ્કેલીઓથી ન હબાના શ્રમણને સુગતિ સુલભ છે. [૨૬-૭ શ્રદ્ધાયુક્ત તથા પ્રયત્નશીલ શ્રમણે દુર્લભ શ્રમપણું પામીને આ અધ્યયનમાં જણાવેલ છે જીવવર્ગોને દુઃખ થાય એવું કાંઈ ન આચરવું. [૨૮] નિધ ગયા અધ્યયનમાં આચાર વિશે વાત કરી. પરંતુ જ્ઞાન વિના આચાર સંભવિત નથી. જ્ઞાન એટલે વસ્તુસ્વરૂપની સમજ. જયાં સુધી વસ્તુસ્વરૂપ જાણ્યું નથી, ત્યાં સુધી આચાર કેવો? તેથી આ અધ્યયનમાં વસ્તુસ્વરૂપ સમજાવવા જીવ અને અજીવ એ તેની સમજ આપી છે. આ અધ્યયનનું મૂળ નામ ૧છવનિકાય છે. નિકાય એટલે વર્ગ. “છ પ્રકારના જીવવર્ગો એવો એનો અર્થ થશે. જીવના સ્વરૂપનું જ્ઞાન હોય તો જ “શું કરવાનું છે અને શા માટે કરવાનું છે તે વસ્તુનું જ્ઞાન થઈ જાય. તેથી ભદ્રબાહુ સ્વામીએ ૨૩૩મી ગાથામાં જણાવ્યું છે કે, આ અધ્યયનને નીચેનાં નામે સમાન રીતે આપી શકાય: (૧) “છવાઝવા ૧. તેને બદલે, ઉત્સુકતા વડે કાર્યો કર્યા કરનાર એ અર્થ પણ લેવાય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૦ , સમીસાંજને ઉપદેશ ભિગમ” એટલે કે જીવ અને અજીવ તની સમજ; (૨) આચાર” કારણ કે આમાં છવના સ્વરૂપ ઉપરથી પ્રાપ્ત થત આચાર પણ વર્ણવ્યું છે]; (૩) “ધર્મપ્રજ્ઞપ્તિ એટલે કે યથાવસ્થિત ધર્મને ઉપદેશ; (૪) “ચારિત્રધર્મ (૫) “ચરણ અને (૬) “ધર્મ'. - ભદ્રબાહુસ્વામીએ ૨૨૦ ઈત્યાદિ ગાથાઓમાં જીવના અસ્તિત્વ અને લક્ષણ વિશે જે ચર્ચા ચલાવી છે, તે બાધક છે, તથા જૈન ધર્મમાં જીવનું સ્વરૂપ શું છે, તે જાણુવાને ઉપયોગી છે. તે ઉપરની હરિભદસ્વામીની ટીકા પણ જોવા જેવી છે. એ બધી દલીલો અને ચર્ચાના વિસ્તાર માટે હરિભદ્રસૂરિકૃત “વદર્શનસમુચ્ચય'માંના જૈનદર્શન પ્રકરણને પં. બેચરદાસકૃત અનુવાદ (પા. ૫૬ ઇ.) જે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચર્યા ભિક્ષાકાળ પ્રાપ્ત થાય, એટલે આકુળ થયા વિના તથા આસક્તિરહિતપણે નીચેના કમે અન્નપાન શોધવા નીકળવું. [૧] સમય જે ગામમાં જે ઉચિત ભિક્ષાકાલ હેાય, તે કાળે ભિક્ષા માગવા નીકળવું અને સ્વાધ્યાયાદિના કાળમાં વિક્ષેપ ન પડે તેવી રીતે સમયે પાછા ફરી જવું. અકાળનો ત્યાગ કરી, ચગ્ય કાળ ચોગ્ય ક્રિયા કરવી. [૨-૪ વખત વિચાર્યા વિના અકાળે ભિક્ષા * આ અધ્યયનમાં ફકરાને અંતે આવતા કૌંસમાં કઈ ઠેકાણે શરૂઆતમાં જે બગડે મૂકડ્યો છે, તે મૂળમાં બીજા ઉદેશક સૂચક છે. અનુવાદમાં બંને ઉદ્દેશક ભેગા કરી લીધા છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨ સમીસાંજને ઉપદેશ માગવા જાય, તે બહુ રખડવું પડે, પેટ પૂરતું શિક્ષાન ન મળે વગેરે કારણે પિતાને ત્રાસ થાય, એટલું જ નહીં પણ ગામના લોકો ઉપર પણ શ્રેષભાવ ઊપજે. [૨૫] માટે શિક્ષાને વખત હોય ત્યારે જ પુરુષપ્રયત્ન કરી ભિક્ષા માટે નીકળવું. તેમ છતાં પૂરત આહાર ન મળે, તે પછી શેક ન કરો, પણ તે વસ્તુને તપ સમાન ગણું સહન કરી લેવી. [૨૬] નીકળતાં પહેલાં મળમૂત્રાદિથી પરવારીને જ ભિક્ષુએ ભિક્ષા માટે નીકળવું, જેથી તેમને વેગ ધારણ કરી રાખવાને પ્રસંગ ન આવે. તેમ છતાં પણ જે મળમૂત્રની હાજત થાય, તો તેને રોકવી નહીં, પણ યોગ્ય સ્થળ જોઈ તે જગાના માલિકની રજા લઈ જીવજંતુ વિનાને સ્થળે તે હાજત પૂરી કરવી. [૧૯] કેવી રીતે ચાલવું ગામ કે નગરમાં ભિક્ષા માગવા નીકળેલા ભિક્ષુએ ધીમે ધીમે તથા પ્રશાંત અને અવ્યાક્ષિત ચિતે ચાલવું. તેણે પોતાના શરીર જેટલી લંબાઈ સુધીને આગળનો રસ્તો જોતા જોતા તથા સજીવ બીજે, હરિયાળી, પાણી, માટી વગેરે કચરાય નહીં તે ૧. પ્રશાંત ચિત્તે એટલે મુકેલીઓથી ડર્યા વિના; અને “અક્ષિ ચિતે એટલે માર્ગમાં મળતાં સંકર રૂપ, શબ્દ વગેરેથી ખેંચાયા વિના. Page #84 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાચર્ચા રીતે ચાલવું. ખાડા, (ઊંચીનીચી) વિષમ જગા, ઠૂંઠું, કાદવ વગેરે સ્થળાના તેણે ત્યાગ કરવા; તથા પાણી વગેરેમાં થઈ ને જવા પથ્થર, લાકડું વગેરે ગેાઠવી રાખ્યાં હાય તેના ઉપર થઈને ન જવું, કારણ કે ત્યાંથી ખસી પડે કે ગબડી પડે તે ત્યાં જે સ્થાવર કે જંગમ જીવે! હાય તેમની હિંસા થાય. માટે ખીજે માર્ગે લાંખા હાચ તાપણુ લાંબે રસ્તે જ કાળજીપૂર્વક જવું. પગ ઉપર સજીવ ધૂળ ચાંટી હાય, ત્યારે અંગાર, રામ, ફાતરાં, કે છાણુ વગેરેના ઢગલાને ઓળંગીને ન જવું. વરસાદ વરસતા હાય, ધૂમસ પડતું હોય, વટાળ વાતા હાય, કે જીવજંતુ આમતેમ ઊડતાં હાય, ત્યારે પણ તેમાં થઈને ન જવું. [૧-૮] w વેશ્યાના ઘર આગળ થઈ ને કદી ન જવું; કારણ કે ઇંદ્રિયનિગ્રહી બ્રહ્મચારીને પણ ત્યાં સ્ખલન થઈ જાય છે. તેવાં અસ્થાના પાસે વારંવાર જનારને સંસર્ગવશાત્ પાતે લીધેલાં તમામ ત્રાના ભંગ ૧ ૫૩ ૧. હરિભદ્રસૂરિ અહીં વૃદ્ધવ્યાખ્યા' તરીકે નીચેનું કથન ઢાંકે છે: વેશ્યામાં મન જવાથી અમૈથુનન્નત ખંડિત થાય છે; વેશ્યાદિમાં ચિત્ત રાખી ભિક્ષા માટે જતાં જીવજંતુ કચરાવાથી હિંસા થાય છે; બીજો પૂછે ત્યારે છુપાવવા જતાં અસત્ય ખેલવું પડે છે; વેશ્યાની રવિના .તેના મુખનું દસૈન કરવું એ ચારી છે, તથા તેનામાં મમતા કરવી એ પરિગ્રહ છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ સીમંતને ઉપદેશ થવાની સ્થિતિ ઊભી થાય છે, તથા અંતે તેને પેાતાના સાધુપણા ઉપર જ સંશય ઊપજે છે. આમ વેશ્યાદિના ઘર પાસે થઈ ને આવજા કરતાં દુર્ગાત વધારનારા ઢાષાને સંભવ જોઈ ને, મુમુક્ષુએ તેવાં સ્થાનના ત્યાગ કરવા. [૧૧] ૧૪ · તે જ પ્રમાણે કૂતરા, તરતની વિચાયેલી ગાય, વકરેલા આખલા, ઘેાડા (કે હાથી),ખાળકાનું ક્રીડાંગણ, તેમ જ કલહ કે યુદ્ધ થતાં ાય તેવું સ્થાન એ બધાંને પણ દૂરથી ત્યાગવાં. તે જ પ્રમાણે રાજા, મુખી, કાટવાળ વગેરેનાં છૂપી મંત્રણા વગેરેનાં સ્થાનાને પણ દૂરથી ત્યાગવાં. [૧૨, ૧૬ ચાલતાં ચાલતાં ગૃહસ્થાનાં ઘરનાં ખારી-બારણાં, ભીંતમાં નવાં દીધેલાં થીગડાં, કે ચણી લીધેલાં ભાકાં, તથા પાણિયારાં વગે૨ે તરફ઼ નજર કરતા કરતા ન જવું. [૧૫] ગરીબને ઘેર જતા હાય કે તવંગરને ઘેર, પણ ભિક્ષુ ઉતાવળા ઉતાવળે ન જાય, ખેલત મેાલતા ન જાય, હસતા હસતા ન જાય, અહુ ટટાર થઈ ને ન જાય, કે મહે નીચેા નમીને ન જાય; પરંતુ હું ખુશી દર્શાવ્યા વિના, કે ક્રોધાદ્રિથી આકુળ થયા વિના, ઇંદ્રિયાને પાતપેાતાના વિષયાની ખાખતમાં મતા દમતા જાય. [૧૩-૪] Page #86 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાર્યાં કયે ઘેર ન જાય નિષિદ્ધ કુલામાં ભિક્ષા માટે ન જાય; ‘મારે ઘેર કાઈ એ શિક્ષા માટે ન આવવું”, એવી જે ગૃહસ્થ મનાઈ કરી હાય, તેને ઘેર ન જાય; પેાતાના જવાથી જેને અપ્રીતિ થતી હાય, તેને ત્યાં ન જાય; પરંતુ જેને ત્યાં જવાથી ઘરધણી ખુશી થાય તેમ હાય, તેને ત્યાં જાય. [૧૭] જ્યાં ખારણું બહુ નીચું હોય, જ્યાં બહુ અંધારું હાય, તથા જ્યાં ભેાંચરા જેવું હાય, ત્યાં પણ ન જાય; કારણ કે ત્યાં આંખ કામ કરી શકે નહીં, અને જીવજંતુ નજરે પડે નહીં. [૨૦] વળી જ્યાં બારણામાં પુષ્પા, ખીજે વગેરે વેરાયેલાં પડથાં હાય, તથા જ્યાં આંગણામાં કરેલું નવું લીંપણ ભીનું હાય, ત્યાં પણ ન જાય. [૨૧] ભિક્ષુએ જ્યાં શુદ્ધ ભિક્ષા મળી શકે તેમ હોય ત્યાં ૧. નિષિદ્ધ કુલા બે પ્રકારનાં : ઘેાડા વખત માટે નિષિદ્ધ; અને હંમેશને માટે નિષિદ્ધ વૃદ્ધિ (જન્મ), મરણ આદિના સૂતકને કારણે નિષિદ્ધ અનેલાં કુલા એ પહેલા પ્રકારનાં; અને વાધરી, ચમાર વગેરે હકી નતિનાં ઘર એ બીજા પ્રકારનાં.’ હલકી વને ત્યાંથી શિક્ષા ન લેવાનું કારણ હરિભદ્રસૂરિએ એ ખતાવ્યું છે કે, તેથી જૈનશાસનની હલકાઈ થાય. જે જૈનશાસન અતિભેદ દૂર કરવા ઊભું થયું હતું; અને જે સાસનમાં હરિ અલ, તેમ જ ચિત્ર ભૂત જેવા ચાંડાળ સાધુ પ્રસિદ્ધિ પામ્યા છે, તે શાસન પછીના સમયમાં કેવી રીતે અતિભેદ માનવા તથા પાવવા લાગ્યું, તે આ ઉપરથી સમનરો. સ. Page #87 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપરાશ જવું અને ગરીબ ઘર છોડીને મેટાં ઘરે તરફ જવાની દાનત ન રાખવી. [૨-૨૫ કેવી રીતે જવું ભિક્ષા માગવા જતી વખતે કોઈને ત્યાં, ઘર આગળ, ઉપર થઈને જવા માટે છૂટું લાકડું, શિલા કે ઈટાળે છૂટો મૂકેલે દેખાય, કે કાંઈ ખાડે કે પિલાણ દેખાય, તે તેના ઉપર થઈને ન જવું. [૫૬] વળી, ઘરમાં શિક્ષુને જવાની જે હદ હોય તે વટાવીને બહુ અંદર સુધી ન ચાલ્યા જવું, પરંતુ દરેક ઘરની હદ ઈ-વિચારીને તેટલી હદ સુધી જ જવું. તે હદમાં પણ જ્યાં ઊભા રહેવાથી નાહવાની જગા કે જાજરૂની જગા સુધી નજર પહોંચતી હોય ત્યાં ન ઊભા રહેવું, પણ યોગ્ય જગા જોઈ-તપાસીને પાણી વગેરેને રસ્તો, તથા બીજ, હરિયાળી વગેરે સજીવ વસ્તુઓ કચરાય નહીં તે રીતે ઊભા રહેવું. રિ૪-૬] - ઊભા રહેતી વખતે પણ ઘરના આંગળાને, પરિઘને કે બારણાને અઢેલીને ન ઊભા રહેવું. રિ-૯] ઘરના બારામાં કાંઈ પડદે કે વસ્ત્ર ટાંગેલું હાય કે કમાડ બંધ કરેલું હોય, તે એકદમ ઉઘાડવું નહીં, પરંતુ વિધિપૂર્વક ધર્મલાભ' વગેરે બાલી Page #88 -------------------------------------------------------------------------- ________________ રિક્ષાચાર્યો પિતાની હાજરી જાહેર કરી, ઘરધણીની પરવાનગી મેળવીને તેમ કરવું. [૧૮] બારણામાં ઘેટે, કુતરે, વાછડે કે કઈ બાળક હોય તો તેને ઓળંગીને કે ખસેડીને અંતર ન જવું. [૨૨ સ્ત્રી વગેરેની આંખ સાથે આંખ મેળવવી નહીં, ઘરમાં અંદર સુધી નજર નાખવી નહીં, ઘરની વસ્તુઓ તરફ ફાટેલી આંખે જોવું નહીં, તથા કઈ ઘરમાંથી કાંઈ પણ આહાર મળે નહીં તો બબડતા બબડતા નીકળવું નહીં. [૩] - ત્યાં આગળ બીજ પણ જે નામેટાં પ્રાણુઓ આહાર માટે આવ્યાં હોય, તેમના તરફ સીધા ધસી જઈને તેમને ત્રાસ ન આપ; પણ તેમને ત્રાસ ન થાય તે રીતે પ્રયત્નપૂર્વક જવું. રિ-૭, વળી ત્યાં બીજા જે કઈ પ્રમાણે, બ્રાહ્મણે, કૃપણે કે દરિદ્રો અન્નપાન માગવા માટે ઊભા હોય, તેમને મેળંગીને અંદર ન જવું, તેમ જ દાતાની નજરે પહેલા ચડાય એવી રીતે પણ ન ઊભા રહેવું. પરંતુ પેલા લેકેને શિક્ષા આપી દેવામાં આવે, કે તેમને ના કહેવામાં આવે અને તેઓ ચાલ્યો જાય, ત્યાં સુધી એકાંતમાં જઈને ઊભા રહેવું અને ત્યાર - પછી જ આગળ આવવું નહીં તે પિલ અધા Page #89 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજનો ઉદેશ શ્રમણાદિને કે અન્ન આપનારને અપ્રીતિ થાય; અને પેાતાના ધર્મની હલકાઈ દેખાય. [૨, ૧૦-૩] e ક્યા દાતા પાસેથી ન લે ભિક્ષા આપવા આવનારી સ્ત્રી અન્નપાન ઢાળતી ઢાળતી આવતી હાય, કે ખીજ, હરિયાળી વગેરે સજીવ વસ્તુઓને અસંયમીપણે કચરતી કચરતી આવતી હાય, તેા તેની પાસેથી અન્નપાન ન લેવું. [૨૮૯] એક વાસણમાંથી ખીજા વાસણમાં નાખીને આપે, કે અગ્નિ વગેરે સચિત્ત વસ્તુઓ સંકેારીને કે ખારીને આપે, કે પાણી હલાવીને આપે (અથવા માંગણામાં વર્ષાકાળે ભેગા થયેલા પાણીમાં ઊતરીને ~~ તેને ડંખાળીને આપે), તે તેને કહી દેવું કે એ અન્નપાન મારે નહીં ખપે. [૩૦-૧] હાથ, ચમચા કે વાસણું ધાઈને આપે, તે પણ ના પાડવી; તેમ જ નીંગળતે હાથે, ભીના હાથે, મૂળવાળા હાથે, કાદવવાળા હાથે, કે ઊસ, હડતાલ, હિંગળાક, મન:શિલા, અંજન, લવણ, ગેરુ, પીની માય, ધેાળી માટી, ટકડી, લાટ, કુશા કે છૂંદા અથવા ચટણીવાળા હાથે આપે . તાપણ ના પાડવી. આપનારના હાય, ચમચા કે વાસણ ચાખ્ખાં ધમ્ર, પણ સાધુને અન્ન માપવાથી ધાવાં પડે તેવાં થાય . Page #90 -------------------------------------------------------------------------- ________________ શિક્ષા તેમ હાય, તે તે અન્ન પણ નહીં લેવું. પરંતુ જે અન્ન આપવાનું છે તેના વડે જ હાથ વગેરે ખરડાયેલા હાય, અને તે હાથ વગેરે સાધુને અન્ન આપવા માત્રથી તરત ધાવા પડે તેમ ન હાય' તે તે અન્નપાન લેવું. [૩૨-૬] બે જણ જમવા બેઠાં હાય, તેમાંનું એક જ ભિક્ષા આપવા ખાલાવે, તેા બીજાના અભિપ્રાય જાણ્યા પહેલાં તે અન્ન ન લે. પરંતુ બંને જણના અભિપ્રાય ભિક્ષા આપવાના જ હોય, અને શિક્ષાન પણ દોષરહિત હાય તેા લે. [૩૭-૮] ગર્ભિણી સ્ત્રી માટે તૈયાર કરેલી વસ્તુઓમાંથી, જ્યાં સુધી તે ખાઈ ન લે ત્યાં સુધી કાંઈ ન લેવું; પણ તે ખાઈ લે ત્યાર પછી વધ્યું હોય તે લેવું. છેલ્લા મહિનાવાળી ગર્ભવતી સ્ત્રીને ભિક્ષા આપવાને નિમિત્તે બેસવું પડે કે ઊઠવું પડે તેમ હાય, તા તેને હાથે ન લેવું. ખાળકને ધવરાવતી તરત ધાવાનું ન રહે, ૧. જે અન્નપાન આપ્યા પછી વાસણ ખાલી થઈ જાય, તા પછી તેને ચાવું જ પડે, અને તેના દોષ સાધુને લાગે. પરંતુ, વાસણમાં ચારૂં બાકી રહ્યું હાય, સામાન્ય ક્રમમાં જવાનું થાય. ચાલુ જ હોય, તે દરમ્યાન શિક્ષા શિક્ષા આાપતા. પહેલાં કે તરત પછી થાય. તે પછી ટૂંકમાં, ખાવા વગેરેનું કામ મળે, તા જ શિક્ષા આપનારને હાથ વગેરે ધાવાપણું પ્રાપ્ત નું Page #91 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપદેશ સ્ત્રી બાળકને રડતું મૂકીને શિક્ષા આપવા ઊકે, તે તે અભ્યપાન પણ ન લેવું. [૩૯-૪૩] શું શું ન લે સાધુએ પિતાને ખપતું અન્નપાન જ લેવું. જેની બાબતમાં શંકા હોય તે ન લેવું. [૨૭-૪૪ પાણીના ઘડા વડે ઢાંકેલું હોય, (પથ્થરની ચપટી) શિલા વડે ઢાંકેલું હોય, કે માટી વગેરેને લેપ કરી બંધ કરી દીધું હોય, તેવું અન્નપાન, ઉપરની ચીજો ઉઘાડી-ઉખાડીને આપવા માંડે તે ન લેવું. [૪પ-૬] જે ખાનપાન દાન માટે તૈયાર કર્યું હોય, પુણ્યને માટે તૈયાર કર્યું હોય, કે દીન-દરિદ્રો માટે તૈયાર કર્યું હોય, કે શ્રમણુસા ધુ માટે તૈયાર કર્યું હાય, તે અન્નપાનને તેવું જાણયા બાદ, આપે તે પણ ન લેવું. [૪૭-૫] વળી જે અન્ન સાધુને ઉદ્દેશીને જ તૈયાર કર્યું હોય, ખરીદી આપ્યું હોય, તેવા અશોના મિશ્રણવાળું હાય, સાધુને ઉતારે જ બહારથી આણીને રજુ કરેલું હોય, ગૃહસ્થને પોતાને માટે તૈયાર થતું હોય તેમાં સાધુને આવ્યા અણી ઉમેરેલું હૈય, ઉછીનું આવ્યું હોય, કે મૂળથી જ ગૃહસ્થ - Page #92 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચર્યા અને સાધુ એમ બંને માટે ભેગું રાંધેલું હોય, તે ન લેવું. [૫૫] સાધુએ પ્રથમથી જ અન્ન વિશે પૂછી લેવું કે આ કોને માટે કે કેણે તૈયાર કરેલું છે. સાંભળીને નિસંશય શુદ્ધ લાગે તે લેવું. [૫૬] જે અન્નપાન પુષ્પ, બીજે કે હરિયાળી સાથે ભેળસેળ થયેલું હોય, જે અન્નપાન પાછુ ઉપર કે કીડિયારા ઉપર મૂકેલું હોય, કે અગ્નિ ઉપરથી અગ્નિને ખરીને, સંકેરીને, ઓછું કરીને, વધારીને, ખૂબ સળગાવીને, કે હાલવી નાખીને આપવામાં આવતું હોય, તે સાધુએ ન લેવું. વળી જે અન્નપાન ઊભરાતું હોવાથી બીજા વાસણમાં કાઢી લઈને, કે તેમાં પાણી વગેરે છાંટીને, કે ચૂલા ઉપરના પાત્ર વડે જ કે તેમાંથી બીજા પાત્રમાં કાઢીને, કે તે પાત્રને નીચે ઉતારીને આપવામાં આવતું હોય, તેને પણ સાધુએ ન લેવું. [૫૭-૬૪] જે અન્નપાન માળ ઉપર મૂકેલું હોય, અને સાધુને આપવા માટે નિસરણુ, બાજ, પાટિયું કે માં ગોઠવીને કે ખીલા ઉપર ચડીને ઉતારવું પડે તેવું હોય, તે અન્નપાન પણ સાધુએ ન લેવું કારણ કે ચડનાર છે સરકે તે નીચે પડે અને હાથપગ Page #93 -------------------------------------------------------------------------- ________________ કર સમીસાંજના ઉપદેશ ભાંગે કે ત્યાં આગળના પૃથ્વીકાયાદિ જીવાને તથા બીજા ત્રસ જીવજંતુને કરે. [૬૫-૯] નીલકમળ, અવિંદ, કુમુદ, મેગરા કે અન્ય સજીવ પુષ્પ ચૂંટીને આપે; કે ચૂંટેલા પુષ્પને મસળીને આપે, તે તે પણ ન લેવું. [૨, ૧૪-૭] કંદ, મૂળ, ફળ, કાચાં કે કાપેલાં પાંદડાંનું શાક, તુંમડુંં અને આદું એ સજીવ હાય તેા ન લેવાં. મજારમાં ઘણા દિવસ વેચવા માટે ખુલ્લું રહેવાથી ધૂળ વગેરેથી વ્યાપ્ત થયેલું એવું બધું, જેમ કે સાથવાના લેટ, ખેરના લેાટ, તલસાંકળી (શકુલી), ગેાળની રાખ, પૂડા, માદક વગેરે વસ્તુઓ પણ કઈ આપે ા ન લેવી. વળી બહુ હાડકાંવાળું માંસ, બહુ કાંટાવાળી માછલી, પનસ, ખિરવાં, ખીલાં, શેરડીના મડવા, કઢાળની શીંગા ર ૧. મૂળમાં તુમ્મા' છે. કે તુલસી એવા અર્થ ખીજાં લે છે, એમ હરિ જણાવે છે. તે રાતે તેને માટે મનાસક્તિ છાલ અને મજાની વચ્ચેનું (તુંબડું) એટલું જણાવે છે. : હરિભદ્રસૂરિ અહીં પ્રસિદ્ધ માંસ અર્થે લે છે; જોકે, બીગ અતી વનસ્પતિના અર્થ લે છે, એવું તે નોંધતા નથ ઉપરાંતમાં તે જણાવે છે કે, આ માંસ લેવાના પ્રસંગ કાઈ કાળ આદિનો અપેક્ષાથી (અર્થાત દુષ્કાળ કે રાગને વખતે) ચાવે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચર્યાં કર વગેરે, જેમાં ખાવાનું થાડું હાય અને નાખી દેવાનું વધારે હોય, તે પણ ન લેવું. [૭૭-૪] ૧ કમળકંદ, ભેાંચકાળું, ધેાળા–નીલા કમળના દંડ, કમલતંતુ, સરસવના ડાંડલા, એ બધાં સજીવ હાય ત્યાં સુધી ન લેવાં. વૃક્ષ, તૃણુ કે હરિયાળીની કુમળી કૂંપળા પણ સજીવ હાય ત્યાં સુધી ન લેવી, મગ વગેરેની ફળી પણ કાચી કે એક વાર શેકેલી હાવાથી સજીવ હાય તા ન લેવી. માફીને નિર્જીવ ન કરેલ ખેર, વાંસકારેલું કે શીવજી (શ્રીપર્ણી) ફળ ન લેવાં. તલપાપડી કે લીમડાનું ફળ પણ સજીવ ડાય ત્યાં સુધી ન લેવું. ચાખાના લાટ, તલને લેાટ, તથા સરસવના ખાળ સજીવ ઢાય ત્યાં સુધી ન લેવા. કોઠું, ખોટું, મૂળા, કે મૂળાની કાતળી સજીવ હોય ત્યાં સુધી ન લેવી. તેમ જ બાર વગેરેનાં ચૂણું, જવ વગેરે ખીજોનાં ર્યું, મહેડાં, રાયણાં વગેરે સજીવ હૈાય ત્યાં સુધી ન લેવાં. [૨, ૧૮-૨૪] : તે જ પ્રમાણે સારુંનરસું પાણી જેમ કે ગાળ વગેરેનાં વાસણ ધેાયેલું પાણી, કણકનું પાણી, કે ચેાખાનું ધાવણું વગેરે તાજું – સજીવ હાય ત્યાં સુધી ન લેવું. H ૧. સજીવ એટલે કે છરી વગેર વડે ખરાખર કસાઈ ક મકાઈ ને નિજીવ નહીં થયેલુ, Page #95 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજનો ઉપદેશ પણુ જેવાથી, જણવાથી, ચાખીને, પૂછીને, કે સાંભળીને એમ ખાતરી થાય કે, આ લાંબા વખતનું હૈયેલું હોવાથી નિર્જીવ થયેલું છે, ત્યારે તેને લેવું. તે પણ બહુ ખાટું થયેલું, સડી ગયેલું કે તરસ છિપાવવાને ચગ્ય રહ્યું ન હોય તે ન લેવું. અજાણતાં લેવાઈ જાય તે પણ તેને પીવું નહીં કે બીજાને આપવું નહીં, પરંતુ એકાંત નિર્જીવ સ્થળમાં જઈને તેને નાખી આવવું. ઊનું પાણી હોય, તે પણ ત્રણ ઊભરા આવી નિર્જીવ થયેલું ન હોય તો ન લેવું. [૭૫-૮૧, ૨-૨૨] પ્રસંગવશાત્ અહીં કેફી પીણુને નિષેધ વર્ણવવામાં આવે છે. પોતાના યશનું સંરક્ષણ કરવા ઈચ્છનારા ભિક્ષુએ સુરા, મેર, વગેરે માદક સે ન પીવા. કારણ કે કેવલી ભગવાને તેમને પ્રતિષેધ કર્યો છે. કેઈ મને જોતું નથી એમ વિચારી ચેરીછૂપીથી જે ભિક્ષુ મા વગેરે પીવે છે, તેના દે હું કહું છું તે સાંભળોઃ તેનું વ્યસન દિવસોદિવસ વધતું જાય છે, તે જ પ્રમાણે તેનું છળકપટ અને જઠાણું પણ વધતું જાય છે, તેની અપકીર્તિ થાય છે, તેને ૧. મળમાં સાક્ષિક શબ્દ છે. એટલે કે, જેના પ્રતા પરિત્યાગમાં કેવલી ભગવાન સાક્ષી છે એ તેમણે નાત જે બાબતને પ્રતિધિ કયા છે તે. ---- - - - Page #96 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાથ નિર્વાણું-શાંતિ પ્રાપ્ત થતી નથી; અને વેશમાં સાધુપણું હાવા છતાં વસ્તુતાએ તેનું અસાધુપણું જ વધે છે. ચારની પેઠે પાતાનાં દુષ્કર્મથી હંમેશાં ઉદ્વિગ્ન રહેતા તે દુષ્ટ બુદ્ધિવાળા ભિક્ષુ, મરણાંતે પણ ચારિત્રને આરાધી શકતા નથી; કે આચાર્યાં અને સાધુઓની સેવા કરી શકતા નથી. ગૃહસ્થા પણ તેનું દુષ્ટ શીલ જાણી તેના તિરસ્કાર કરે છે. એ પ્રમાણે દુર્ગં। આચરનારા અને સગુણાના ત્યાગ કરનારી તે દુષ્ટ ચિત્તવાળા ભિક્ષુ મરણુપર્યંત તેવા જ રહે છે. [૨, ૩૬-૪૧] આમ કરવાને બદલે જે બુદ્ધિશાળી ભિક્ષુ મદ્ય વગેરે માદક પીણાં તેમ જ ઘી વગેરે માદક પદાર્થોના ત્યાગ કરી, અભિમાનરહિતપણે તપ આચરે છે, તેના અનેક સાધુપુરુષાથી પ્રશંસિત, વિપુલ તેમ જ`મેાક્ષરૂપી અર્થવાળા કલ્યાણુનું હું વર્ણન કરું છું તે તમે સાંભળેા તે સાધુ ગુણેાની ઇચ્છા કરે છે, દુર્ગુણાના ત્યાગ કરે છે, અને આચાર્યોં તથા સાધુઓની આરાધના કરે છે. ગૃહસ્થા તેને ઉત્તમ જાણી પૂજે છે; તથા મરણકાળે પણ તે ચારિત્રની જ આરાધના કરતા હાય છે. [૨, ૪૨-૫] પ જે ભિક્ષુ પાતે તપસ્વી ન હાવા છતાં તેવા દેખાવ કરે; વિદ્યા ભણ્યા ન હેાય છતાં, તેવા Page #97 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજનો ઉપદેશ દેખાવ કરે, ઉચ્ચ કુળમાં જન્મ્યા ન હોય છતાં તેવો દેખાવ કરે, આચરણ દુષ્ટ રહેવા છતાં સારા આચરને દેખાવ કરે; તેમ જ પોતે ન જાણુ હવાથી બીજાને પૂછે, અને તેનું સાંભળી લીધા પછી હું એમ જ જાણતા હતા એમ કહી ખોટા ભાવને દેખાવ કરે, તે મર્યા બાદ કિબિષિક દેવ થાય છે. અને પિતે શું કામ કરવાથી આવી નિમાં ઉત્પન્ન થયો તેનું તેને (દેવ હોવા છતાં ભાન હતું નથી. ત્યાંથી મર્યા બાદ તે બકરા જેવું મેં મેં બોલનારે બેબડે થાય છે; અથવા નરોનિ કે પશુપંખીની યોનિને પ્રાપ્ત કરે છે, જ્યાં બેધિ પ્રાપ્ત થવી મુશ્કેલ છે. આ પ્રમાણે જ્ઞાતપુત્ર મહાવીર ભગવાને જઠ અને છેતરપિંડીના દેશે વર્ણવ્યા છે, માટે બુદ્ધિમાને તે બધાને ત્યાગ કરવો. [૨, ૪૬-૯] અન્નપાન કેવી રીતે ખાવું? - ભિક્ષા મેળવ્યા બાદ, ઉતારે આવ્યા વિના ત્યાં ને ત્યાં ખાવાની ઈચ્છા હોય, તે આ પ્રમાણે કરવું: કોઈ ખુલી જગા કે ભીંતના મૂળ આગળની ૧. દેવમાં પણ સ્વામી, દાસ, અત્યજ એવા વર્ગો છે. કેબિષિક દેવ અત્યજ જેવા છે. માયાવી, તેમ જ સાધુ વગેરેની નૈલ કરનારા પુરૂષ તે યાનિ પામે છે. જુઓ ઉત્તરાયન, ૬, ૨૬૧૫. Page #98 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચર્ચા આછાદિત જગા નિર્જીવ હોય તે માલિકની રજા મેળવી રહરણ વડે સાફ કરવી. પછી હાથ સાફ કરી, સંયમપૂર્વક ખાવું. ખાતાં ખાતાં હાડકું, કાંટે (માછલીન), તૃણુ, લાકડું કે કાંકરો આવી જાય તે તેને હાથ વડે કે મેં વડે ગમે ત્યાં ન ફેંકવું, પરંતુ તેને હાથમાં લઈ કોઈ એકાંત નિર્જીવ જગા જોઈ, ત્યાં સાવધાનીથી નાખી આવવું. [૮૨-૬]. પરંતુ, પિતાને ઉતારે જઈને જ ખાવું હોય, તે અન્નપાન લઈને ઉતારે આવવું, અને બહાર કઈ નિર્જીવ સ્થાન જોઈ તપાસી, ત્યાં ઊભા રહી ભોજન તપાસી લેવું. પછી વિનયપૂર્વક અંદર પ્રવેશ કરી, રસ્તે જતાં-આવતાં તેમ જ અનપાન લાવવામાં દેષ થયા હોય તે યાદ કરી ગુરુ સમક્ષ તેની કબૂલાત કરી લેવી. પછી સરળ બુદ્ધિથી તેમ જ અનુદ્વિગ્નપણે શું શું અન્નપાન કેવી રીતે મેળવ્યું તે ગુરુ આગળ નિવેદિત કરવું. પછી જે કાંઈ દોષ અજાણતાં થઈ ગયા હોય તે બદલ ક્ષમા વગેરે માગી લેવાં. પછી વિષ્ણુએ સ્થિર તથા એકાગ્ર થઈને ચિતવવું કે, તીર્થકર જિનાએ મોક્ષની સાધનાને અર્થે દેહ ધારણ કરવા માટે સાધુને કેવી નિપાપ આજીવિકા ઉપદેરી છે. પછી અહં તાદિને નમસ્કાર Page #99 -------------------------------------------------------------------------- ________________ સમી સાંજનો ઉપદેશ કરી, એ વિધિ પૂરે કરી, જિનની સ્તુતિ કરવી તથા સ્વાધ્યાય કરવું અને પછી થોડી વાર વિશ્રાંતિ લેવી. વિશ્રાંતિ લેતાં લેતાં લાભની ઇચ્છાથી નીચે પ્રમાણે હિતકર ચિંતન કરવું કે, બીજા સાધુઓ મેં માગી આણેલા અન્નમાંથી જે કૃપા કરીને કાંઈક ગ્રહણ કરે, તો હું તરી જાઉં.” પછી યોગ્ય વખત થાય એટલે આચાર્યને આહાર લેવા વિનવવા. તે લે તે ઠીક છે, ન લે તે તેમની આજ્ઞાથી વડીલપણાના ક્રમથી અન્ય સાધુઓને સમાહિત ચિત્તે વિનંતી કરવી. અને તેઓ માને છે કેઈ સ્વીકાર કરે તેની સાથે આહાર કરવો. કોઈ ન સ્વીકારે તે પછી એકલા જ ખાવા બેસવું. [૮૨-૯૬] સારું અન્નપાન મળ્યું હોય, તે આચાર્ય વગેરે જોઈને માગી ન લે તે માટે તેને છુપાવવું નહીં. જે શિક્ષુ તે રીતે પિતાના ગુરુને છેતરે છે, તેને બહુ પાપ લાગે છે. તે હંમેશાં અતૃપ્ત રહે છે અને નિર્વાણ પામતું નથી. કેટલાક કીર્તિના ઈચ્છક શિક્ષુઓ એવું કરે છે કે, ભિક્ષામાં મળેલી રસધાર સવાદુ વસ્તુઓ રસ્તામાં જ ખાઈ લે છે અને પછી વિચાર્યું તથા વિરસ આહાર લઈને ઉતારે આવે છે, જયી બીન શમણે એમ માને કે, આ મુનિ તે સાચા આત્માથી છે, તથાં ખાસૂકા આહારથી જ Page #100 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચર્યા સંતોષ માનનારો છે! આ પ્રમાણે પિતાની પ્રશંસા, સન્માન અને પૂજા થાય તે માટે તેઓ છેતરપિંડી આચરે છે, અને એમ કરીને બહુ પાપ બાંધે છે. [૨, ૩૧-૫ હિવે મૂળ વાત ઉપર આવીએ.] બીજાઓને બતાવ્યા છતાં કોઈ સાધુ પિતાના આહારમાં ભાગ લેવા કબૂલ ન થાય, તે પછી ભિક્ષુએ એકલા જ ઉઘાડા મોંવાળા વાસણમાં સાવધાનતાપૂર્વક કશું વેરાય નહીં તે રીતે ખાવું. પિતાને ભિક્ષામાં કડવું, તીખું, ખાટું, ખારું, ગળ્યું, તૂરું જે કાંઈ મળ્યું હેય, તેને માક્ષસાધનામાં ઉપયોગી એવા દેહને ટકાવવા પૂરતું ગણી, મધ કે ઘી જેવું (સ્વાદિષ્ટ) માનીને ખાઈ લેવું. રસયુક્ત છે કે વિરસ હો, મસાલેદાર હો કે મસાલા વિનાનું છે, લૂખું છે કે નિગ્ધ હૈ, ડું હો કે વધારે છે, તથા સાથવા બાકળા જેવી હલકી ચીજે હો – પણ ભિક્ષાજવીએ ભિક્ષામાં મળેલી નિર્દોષ ચીજનો તિરસ્કાર ન કરો. ભિક્ષા તરીકે (કેઈ જાતની આશા વગર) મફત દાન આપનાર પણ દુર્લભ છે; અને ભિક્ષામાં મફત મળેલી વસ્તુ વડે જ જીવનાર પણ દુર્લભ છે. એ બંને સુગતિના અધિકારી છે એમ હું કહું છું. [૮૨-૧૦] ખાવા બેઠા પછી સાધુએ સારું કે નરસું બધું Page #101 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપદેશ જ અન્ન તળિયાઝાટક ખાઈ લેવું; વાસણમાં જરા પણ છાંડવું નહીં. [૨-૧] ઉતારે આવીને ખાવાનું શરૂ કર્યાં આદ એમ લાગે કે, તે પૂરતું નથી, તેા ક્ષુધાની અનિવૃત્તિ જેવા સબળ કારણે પૂર્વોક્ત વિધિથી ફ્રી ભિક્ષા માગવા જવું. જોકે, તે વખતે ભિક્ષા માગવાની વેળા વીતી ગઈ હાવી ન જોઈ એ. [૨, ૨-૩] Go ગૃહસ્થના ઘરમાં પુષ્કળ ખાનપાન હાય, અને તે પ્રત્યક્ષ દેખાતું હાય. છતાં તે આપવાની ના પાડે, તા તેના ઉપર ગુસ્સે ન થવું; માત્ર એટલું જ વિચારવું કે, જેવી તેની મરજી.' [૨, ૨૭-૮] સ્ત્રી કે પુરુષ, નાના કે માટેા, ભક્તિભાવપૂર્વક વંદન કરે ત્યારે તેની પાસે કંઈ ન માગવું. અને માગ્યા છતાં ન આપે, તે ફાગઢના નમસ્કાર કરે છે!' એવી કઠાર વાણી ન સંભળાવવી. કેાઈ વંદન ન કરે તેથી ગુસ્સે ન થવું; કે કેાઈ વંદન કરે તેથી આનંદિત પણ ન થવું. એ પ્રમાણે ભિક્ષા માગનારનું શ્રમણુંપણું અખંડિત રહે છે. [૨, ૨૯-૩૦] • આા અધ્યયનની ઘણી વિગતા માચારાંગસૂત્રના મીન યુવકના પ્રથમ શિક્ષા અધ્યયન જેવી છે. ત્યાંની કેટલીક માં ગામતા અહીં વધુ સ્પષ્ટ કરેલી છે, એટલું વિશેષ તુ આ માળાનું આચારધર્મ’ પુસ્તક, પા, ૮૩ ૪૦. Page #102 -------------------------------------------------------------------------- ________________ મહાચાર, ગામ બહાર ઉદ્યાનમાં ઊતરેલા કઈ જ્ઞાનવંત, શ્રદ્ધાયુક્ત, સંયમી, તપસ્વી અને શાસ્ત્રજ્ઞ આચાર્યને રાજા, રાજાના પ્રધાને, બ્રાહ્મણે અને ક્ષત્રિયાદિઓએ ભેગા થઈ હાથ જોડીને પૂછયું કે, આપને આચારવિધિ શું છે? તેના જવાબમાં તે ઇંદ્રિયનિગ્રહી, તથા સર્વભૂતપ્રાણના હિતમાં તત્પર આચાર્યે ગૂંચાયા વિના તે બધાને આ પ્રમાણે કહ્યું : ધર્મરૂપી અર્થની કામનાવાળા નિગ્રંથ સાધુઓને જે કઠોર અને મુશ્કેલ આચારવિધિ છે, તે હું તમને સંપૂર્ણ રીતે કહી સંભળાવું છું. મુમુક્ષને માટે એ આચારવિધિ બીજે ક્યાંય દર્શાવવામાં આવ્યા સ. ૭ Page #103 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપદેશ નથી. નાના, મોટા, રોગી એમ બધા નિર્ચને જે ગુણે અખંડિતપણે પાળવા પડે છે, તે આ પ્રમાણે છે. તે અઢાર સ્થાનમાંથી કોઈ પણ એકમાં ખલન પામનાર સાધુ નિગ્રંથ મટી જાય છે. [૧-૭] ૧. તે અઢારમાં પ્રથમ અહિંસા છે, એમ મહાવીર ભગવાને જણાવ્યું છે. તે ભગવાને અહિંસાનું બહુ સૂક્ષમ સ્વરૂપ વિચાર્યું છે, અને સર્વ પ્રકારનાં પ્રાણીઓને દુઃખ ન થાય તે રીતે આત્મનિગ્રહી રહેવાનું ઉપદેશ્ય છે. જગતમાં નાનાંમોટાં, સ્થાવર કે જંગમ જે કોઈ પ્રાણીઓ છે, તે બધાં જીવવા ઇરછે છે, મરવા ઈચ્છતાં નથી. માટે જાણતાં કે અજાણતાં, પિતે કે બીજા મારફતે તેમની હિંસા ન કરવી. [૮-૧૦] ૨. પિતાને માટે કે બીજાને માટે, ક્રોધથી કે ભયથી, કઈ કારણે બીજાને પીડાકારી એવું અસત્ય જાતે ન બોલવું, કે બીજા પાસે ન બેલાવવું. આ લેકમાં સર્વ સાધુપુરુષોએ અસત્ય વચનની નિંદા કરી છે. કારણ કે તે બધાં ભૂતપ્રાણીઓના વિશ્વાસને ભંગ કરવારૂપ છે. માટે અસત્ય વચન કદી ન બોલવું. [૧૧-૨]. ૩. સંયમી પુરુષે નાની કે મોટી, સજીવ કે નિર્જીવ એવી કોઈ વસ્તુ – અરે દાંત ખોતરવાની સળી Page #104 -------------------------------------------------------------------------- ________________ મહાચાર પણ, માલિકને પૂછયા વિના લેતા નથી, એટલું જ નહીં પણ બીજા પાસે લેવરાવતા નથી, અને કોઈ લેતો હોય તેને અનુમતિ પણ આપતા નથી. [૧૩-૪] ૪. મૈથુનને સર્વ પ્રમાદનું મૂલ, અસેવ્ય, અધર્મનું મૂળ કારણુ, મહાદાને સમૂહ તથા ઘોર કર્મોના હેતુરૂપ જાણુ મુનિઓ તેને સેવતા નથી; તેમ જ તેને સર્વ પ્રકારના ચારિત્રને છિન્નભિન્ન કરનારું જાણી તેની નજીક પશુ જતા નથી. [૧૫-૬] ૫. જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરની આજ્ઞાનું અનુસરણ કરનારા સાધુઓ સજીવ કે નિજીવ મીઠું, તેલ, ઘી, ગોળ જેવી વસ્તુઓને પણ બીજી ટંક સુધી સંઘરી રાખતા નથી. કારણ કે, એ પ્રમાણે કરવું એ લેભની શરૂઆત જ છે. તેમ કરનારે સાધુ ગૃહસ્થ જે જ છે, ત્યાગી નથી. સાધુઓ વ, પાત્ર, કંબળ અને રજોહરણ રાખે છે, તે સંચમ અને લજજાના નિવારણ અર્થે જ હોય છે. જ્ઞાતપુત્ર ભગવાને તેવા કારણસર રાખેલી વસ્તુને પરિગ્રહ નથી કહ્યો, પરંતુ આસક્તિ – મમતાને જ પરિગ્રહ કહેલ છે. સાધુપુરુષ તે અનુસાર, ઉચિત ક્ષેત્ર-કાળને સમજી, જીવાદિના સંરક્ષણાર્થે શાક્ત સાધનસામગ્રી રાખે છે, પરંતુ તેમાંય તેઓ મમત્વ ૧. મૂળમાં ફાણિત” એટલે કે પ્રવાહી ગેળ છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજના ઉપદેશ નથી કરતા. એટલું તેા શું, તેને પેાતાના શરીરમાં પણ મમતા હૈાતી નથી. [૧૭–૨૧] ર ૬. સ તીર્થંકરાએ આ હંમેશનું તપકર્મ કેવું વર્ણવી મતાવ્યું છે કે, નિર્વાહ પૂરતું જ દેહનું પાલનપાષણ કરવું, અને દિવસ દરમ્યાન જ ખાઈ લેવું! સ્થાવર તેમ જ જંગમ એવા કેટલાય સૂક્ષ્મ જીવા રાત્રે દેખાતા નથી; તે વખતે તેમની હિંસા કર્યા વિના કેવી રીતે ખાઈ શકાય ? આ ભાજન સજીવ પાણીવાળું છે કે નહીં, ખીજયુક્ત છે કે નહીં, અંદર જીવજંતુ પડયા છે કે નહીં વગેરે આખતે દિવસે નીરખી શકાય; પરંતુ રાત્રે તે હું કેમ કરીને દેખી શકાય ? આવા અષા દાષા તૈઈને જ મહાવીર ભગવાને કહ્યું છે કે, નિગ્રંથે કાઈ પ્રકારના આહાર રાત્રે ન કરવા. [૨-૫] ૭. સુસમાહિત ચિત્તવાળા સંયમી પુરુષા પૃથ્વીકાચિક જીવેાની હિંસા મન-વાણી-કાયાથી જાતે કરતા નથી, ખીજા પાસે કરાવતા નથી, કે કાઈ કરતું હાય તેને અનુમતિ પણ આપતા નથી, પૃથ્વીકાય १. " यावत् નાસમા (લાન્ન) થઈ શકે તેટલું જ ૨. મૂળમાં તા. હરિભદ્રસૂરિ દિવસ દરમ્યાન જ ખાઈ લેવું”, એવા વૃત્તિ: - એટલે કે સંચમનું પાલન દેહનું પાલનપોષણ. માં ૨ મોત્તમ્” એવું જ છે, પણ અર્થ લે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ મહાચાર ૭૫ છાની હિંસા કરવાની સાથે સાથે તેને આધારે રહેલા બીજા નજરે ન દેખી શકાય તેવા જીવજંતુની પણ હિંસા થાય છે. માટે એ દેષને દુર્ગતિ વધારનાર જાણ, સાધુ પૃથ્વીકાયની હિંસા ચાવજ જીવ છેડી દે છે. [૨૬-૮] ૮. એવું જ જળકાયિક જીવની બાબતમાં પણ જાણવું. ૯. તે જ પ્રમાણે સાધુપુરુષ પાપજનક અગ્નિ સળગાવવાની પણ ઈરછા નથી કરતા. કારણ કે અગ્નિ બધા જાને નાશ કરનાર તીક્ષણ શસ્ત્ર છે. વળી તે શ૩, ઉપર-નીચે આસપાસ એમ બધી દિશામાં વિનાશ કરતું હોવાથી સર્વથા અગ્રાહ્ય છે. આ પ્રમાણે અરિનને ભૂતપ્રાણીઓને વિનાશક જાણી, સાધુપુરુષ ઠંડીનું નિવારણું કરવા તેના વડે તાપતા પણ નથી. [૩૨-૫] ૧૦. તેવું જ વાયુનું પણ છે. સાધુપુરુષે પંખા વડે, પાન વડે, કંબલ વડે કે બીજી કઈ વસ્તુ વડે પવન નાખવાની કે બીજે કઈ નાખે એની ઈચ્છા સુધ્ધાં કરતા નથી. [૩૬-૯]. * ૧૧. સાધુપુરુષ વનસ્પતિકાયિક જીની પણ મન-વાણી-કાયાદિથી હિંસા કરતા નથી. [૪૦–૨] ૧. બાકીનું બધું ૭ મુજબ સમજી લેવું. Page #107 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપદેશ ૧૨. તે જ પ્રમાણે સાધુપુરુષે જંગમ (વસ) છોની પણ હિંસા કરતા નથી." [૪૩-૫ ૧૩. ઋષિઓ સ્વીકારવા યોગ્ય આહાર, શય્યા, વસ્ત્ર અને પાત્રને જ સ્વીકાર કરે છે, જે સ્વીકારવાને યોગ્ય નથી તેને ત્યાગ કરે છે. જે ખાનપાનાદિ સાધુઓને નિમંત્રણ કરીને આપ્યાં હેય, તેમને માટે ખરીદીને આણ્યાં હોય, તેમને ઉદેશીને તૈયાર કર્યા હોય, કે તેમની પાસે લાવીને રજૂ કર્યા હોય, તેમને તે સ્વીકાર નથી કરતા. કારણ કે તેવી વસ્તુઓને સ્વીકાર કરનાર, તે નિમિત્તે થતી જીવહિંસાને અનુમતિ જ આપે છે. માટે ધર્મજીવી મહાપુરુષે તેવી વસ્તુઓને સ્વીકાર નથી કરતા. [૪૬-૯] ૧૪. સાધુપુરુષે ગૃહસ્થનાં વાસણમાં અન્નપાન નથી ખાતા. તેમ કરનાર આચારથી ભ્રષ્ટ થાય છે. કારણ કે, તે વાસણને પછીથી ગૃહસ્થ સજીવ પાણીથી ધુએ, અને તે પાણી બહાર નાખે, ત્યારે જીવહિંસા થાય. કેવળજ્ઞાનીઓએ તેમાં એવો દોષ દીઠા છે. ગૃહસ્થનાં વાસણમાં જમતાં પહેલાં તેમ જ ૧. આ બાર, સાધુના મૂળગુણે” કહેવાય છે. હવે પછીના છે “ઉત્તરગુણે” કહેવાય છે. ૨. “કાસાનાં, તેમ જ મેદાદિ (ડું વગેરે) માટીનાં વાસણમાં એમ મૂળમાં છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ મહાયાર પછી (તે વાસણુ ધાતાં-કરતાં) થતી હિંસાને કારણે નિથા તેમનાં વાસણેામાં જમતા નથી. [૫૦-૨] ૧૫. સાધુપુરુષા ભદ્રાસન, સાંગામાંચી, ઢાલિયા અને ખાટલા વગેરેમાં બેસતા-સૂતા નથી, કારણ કે તે બધી વસ્તુઓ અંધકારના આશ્રયરૂપ હાઈ, ત્યાં જીવજંતુ વગેરે ખરાખર જોઈ-તપાસી શકાતાં નથી. [પર-૫] 63 ૧૬. સાધુપુરુષ ભિક્ષા માગવા જતી વખતે ગૃહસ્થને ઘેર બેસતા નથી. એ અનાચાર જે આચરે છે, તેના જ્ઞાનના સર્વર લેાપ થવાના પ્રસંગ આવે છે. ગૃહસ્થની સ્ત્રી સાથે પરિચય વધતાં સાધુનું બ્રહ્મચર્યવ્રત જોખમમાં મુકાય છે; અનુરાગવાળી સ્ત્રી તેને નિમિત્તે ખાસ ખાવાનું મનાવે છે તેથી તેમાં થતી હિંસાના તે ભાગી થાય છે; એક સાધુ ઉપર પ્રીતિ થવાથી ખીજા માગવા આવનારાઓને માટે આપે આપ તે ઘરનું બારણું બંધ થાય છે; અને ગૃહસ્થને પણ પેાતાની સ્ત્રીનું કે સાધુનું આચરણ દેખી ગુસ્સા ઉત્પન્ન થાય છે. અથવા તે સાધુના ઇંગિત દેખી, ગૃહસ્થની સ્ત્રી તેના ભાવ સમજી લઈ, કાં તા તેના તિરસ્કાર કરે છે, અથવા તેા તેને વધુ àાભાવે છે. આમ કુશીલની વૃદ્ધિ કરનાર સ્થાનના સંયમીએ ત્યાગ કરવા. અલખત્ત, અત્યંત આ Page #109 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજના ઉપદેશ વૃદ્ધ, રાગિષ્ઠ કે ઉત્કટ તપસ્વી એ ત્રણમાંના કોઈ (થાક ઇત્યાદિના કારણે) ગૃહસ્થને ઘેર બેસે તા દોષ નથી. [૫૬-૯] GS ૧૭. રાગી કે નીરાગી કાઈ પણ સાધુ જો સ્નાનની કામના કરે કે તેને સેવે, તેા તેના આચાર અને સંચમને હાસ થાય છે. જમીનની ફાટ— ચિરાડામાં અનેક સૂક્ષ્મ જીવજંતુ હાય છે. ભિક્ષુ ભલે નિર્જીવ જળથી સ્નાન કરતા હોય, પરંતુ તે પાણી પેલી ક્ાટે!માં જતાં ત્યાંનાં જીવજંતુને ત્રાસ થાય છે અથવા તેમના નાશ થાય છે. માટે સાધુએ તેા ઠંડા કે ઊના પાણીથી મરતા સુધી ન નાહવાનું ઘાર વ્રત આચરે છે. તે પાણીથી નાહતા નથી એટલું જ નહીં, પણ લેા, પદ્મ વગેરેના લેપ દ્વારા પણું શરીર-સફાઈ કરતા નથી. [૬૦-૩] ૧૮. નગ્ન રહેનારા, માથું મુંડાવનારા, વાળ તથા નખ વધવા દેનારા, તથા મૈથુનથી નિવૃત્ત થયેલા સાધુને આભૂષણેાનું શું પ્રયેાજન છે ? શરીરની ટાપટીપ અને શણગારથી ભિક્ષુને જે કર્મબંધન પ્રાપ્ત થાય છે, તેનાથી તે ધાર અને દુસ્તર સંસારસાગરમાં પડે છે. માટે બહુ દોષવાળા એ શણગાર વગેરેના સાધુપુરુષ સ્વીકાર કરતા નથી. ]૬૪-૬] Page #110 -------------------------------------------------------------------------- ________________ મહાસા૨ આ પ્રમાણે અમેહદર્શી તપપરાયણ તથા સંયમ અને આર્જવયુક્ત સત્પરુષે પિતાના આત્મા ઉપરથી પૂર્વે કરેલાં કર્મોના લેપ ઉખેડતા જાય છે, તથા નવાં પાપકર્મો આચરતા નથી. સદા ઉપશાંત રહેનારા, મમત્વરહિત, નિષ્કિચન, આત્મવિદ્યાને અનુસરતા, યશસ્વી તથા શરદ ઋતુના ખીલેલા નિર્મળ ચંદ્ર જેવા તે રક્ષણહાર સત્પષે તે ભવે જ સિદ્ધિને પામે છે, અથવા કાંઈ કર્મ શેષ રહી ગયાં હોય, તે ઉત્તમ દેવલોકોને પામે છે. [૬૮] Page #111 -------------------------------------------------------------------------- ________________ વાક્યશુદ્ધિ બુદ્ધિમાન પુરુષે વાણીના ચાર પ્રકાર જાણીને તેમાંથી બેને પ્રયોગ કરો અને બાકીના બેને કદી પ્રયોગ ન કરે. તે ચાર પ્રકાર આ પ્રમાણે છે: સત્ય, અસત્ય, સત્યાસત્ય, અને ન-સત્ય કે ન-અસત્ય. સાચી હાય, પણ બોલવા જેવી ન હોય, સાચી, જઠી એમ મિશ્ર હોય, અસત્ય હાય, કે સાચી યા જૂઠી ન હોવા છતાં ડાહ્યા પુરુષોએ આચરી ન હોય, ૧. આ છેલ્લો પ્રકાર વ્યવહારમાં સંબોધન, આમંત્રણ, આજ્ઞા વગેરેમાં વપરાય છે. જેમ કે, “હે દેવદત્ત!” “આ લાવ”, આ આ૫'' આ શું છે', “હિંસક મનુષ્ય દુઃખી થાય છે, ‘વારુ, ઠીક.” – વગેરે. ૨. જેમ કે રસ્તામાં પારધી પૂછે કે, હરણ દેહતું કઈ બાજુ ગયું? ઈત્યાદિ. ૩. ચેથા પ્રકારમાં કેઈને સંબોધન કરતી વખતે ટંકારા કરે, કે અલ્યા હાલ્યા કહે તે. Page #112 -------------------------------------------------------------------------- ________________ વાકથશુદ્ધિ તેવી વાણી ન બોલવી. પહેલા અને ચોથા પ્રકારની વાણું પણ નિર્દોષ હાય, તથા પિતાને ને બીજાને ઉપકારક હોય, તે બોલવી. તે પણ કર્કશપણે નહીં, અને સંદિધપણે નહીં એવી રીતે બેલવી. સત્ય વાણી પણ સપાપ હોય કે કર્કશ હોય, અથવા બીજી કઈ રીતે પણ શાશ્વત પદાર્થની સિદ્ધિમાં પ્રતિકૂળ હોય, કે થોડી સાચી તેમ જ થોડી જૂઠી એવી મિશ્ર હોય, તો બુદ્ધિમાન પુરુષે ન બોલવી. [૧૪] સમાન સવરૂપ હોવાને લીધે અજાણતાં અસત્ય બેલાઈ જાય – જેમ કે કઈ પુરુષ સ્ત્રીવેશ ધારણ કર્યો હોય અને તેની ખબર ન હોવાથી કહે કે, આ સ્ત્રી જાય છે તો પણ જૂઠું બોલ્યાનું પાપ લાગે છે; તે પછી જે જાણીબૂજીને જ જૂઠું બોલે છે, તેની તે વાત જ શી? માટે બુદ્ધિમાન પુરુષે જઈશું જ', “કહીશું જ”, “આપણું અમુક કામ થશે જ, હું જરૂર કરીશ”, “એ જરૂર કરશે એ પ્રકારની ભવિષ્યકાળને લગતી શંકાગ્રસ્ત બાબતે વિશે નિશ્ચયાત્મક વાણું ન બોલવી. તે જ પ્રમાણે વર્તમાનકાળ કે ભૂતકાળને લગતી પણ શંકાગ્રસ્ત બાબત વિશે નિશ્ચયાત્મક ન બોલવું. ભૂત-ભવિષ્ય-કે વર્તમાન એ ત્રણે કાળની બાબતમાં જે વસ્તુ વિશે એ આમ જ છે એવું જાણતા ન હોઈએ, કે Page #113 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપદેશ જેને વિશે શંકા હોય, તેને વિશે એ આમ જ છે” એમ ન કહેવું. પરંતુ જે બાબતમાં જરા પણ સંશય ન હોય, તે બાબતમાં જ એ આમ જ છે, એમ કહેવું. [૫-૧૦] મેટા કે વડીલનું દિલ દુખાચ એવી કઠોર વાણી સાચી હોય તે પણ ન બોલવી, કારણ કે તેથી પાપબંધન થાય છે. તે પ્રમાણે કાણુને “કાણો', નપુસકને નપુંસક, રોગીને રોગી, કે ચારને ચોર, એમ ન કહેવું. બીજા પણ એવા જે પ્રકારથી બીજાને મરવા જેવું લાગે, તે પ્રકારની વાણીનો બુદ્ધિશાળી મનુષ્ય પ્રયોગ ન કરે. તે જ પ્રમાણે હાલ્યા ! વર્ણસંકર !” “કૂતશ !” “છિનાળ ! (વૃષલ), કંગાળ !” “કમનસીબ !” એવાં સાધન પણ ન વાપરવાં. સ્ત્રીને સંબોધતાં પણ ‘દાદી”, “મા”, “માસી”, “ફેઈ", ભાણેજ’, પુત્રી, પૌત્રી', કહે, “એ', બહલે, “ભદ્ર, સ્વામિનિ', ગેમિનિ, હેલી, ગેલી, “વૃષલી ૧. મૂળમાં પ્રથમ બે માટે તેલ અને ગેલ શબ્દ છે. અવસૂરિમાં હેલ એટલે “મૂર્ખ, હાલિક” અર્થ જણાવ્યું છે અને ગાય એટલે બજારજાત' એ અર્થ આપ્યો છે. હરિ. તે જણાવે છે કે, જુદા જુદા વિભાગમાં નિષ્ફર સબોધને તરીકે એ શબ્દ વપરાય છે. ૨. મળમાં આર્થિક અને પ્રાચિંકા બે શબ્દ છે. મા કે બાપની મા તે આર્થિકા” અને તેની પણ મા તે માર્થિકા. ૩. ગાચવાળી; ગાવાળણ. અહીં તો ગાળના અર્થમાં છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ વાક્પદ્ધિ એવાં સંખાધને ન વાપરવાં, પરંતુ કાં તે તેના નામથી તેને ખેલાવવી, કે તેના ગેાત્રના નામથી તેને એાલાવવી, કે તેની ઉંમર, દેશ કે ઐશ્વર્યાદિના ખ્યાલ કરી, જે રીતે ઠીક લાગે તે રીતે તેને ખેલાવવી, પુરુષને પણ દાદા, બાપા, કાકા, મામા, ભાણેજ, પુત્ર, પૌત્ર વગેરે સંમેધનાથી ન મેલાવતાં તેના નામથી, ગાત્રથી કે યાગ્ય લાગે તે રીતે એલાવવા. [૧૧-૨૦ ગાય વગેરે ખીજા પંચેન્દ્રિય પ્રાણાની ખાખતમાં પણ ચાક્કસ ખાતરી ન હાય ત્યાં સુધી આ નર છે', કે આ માદા છે” એમ ન કહેવું, પરંતુ સામાન્ય જાતિવાચક શબ્દ વાપરવા. વળી કેાઈ મનુષ્ય, પશુ, પક્ષી, અજગર આદિ માટે આ અત્યંત માંસલ છે”, <3 આ અત્યંત મેદસંપન્ન છે', આ કાપવા લાયક છે', કે આ રાંધવા લાયક છે' એમ ન કહેવું; પરંતુ જરૂર પડે ત્યારે આ માટે થયા છે', આ વધ્યા છે', મા ઉંમરમાં આવ્યા છે', આ જાતમાં આવ્યા છે', કે આ મહાકાય છે' એમ ખેલવું. તે જ પ્રમાણે આ ગાય દોહવા લાયક છે', કે આ વાછડા નાથવા લાયક છે', કે આ ઘેાડા પલેાટવા લાયક છે’ એમ ન કહેલું; પરંતુ આ વાછડા જુવાન ગાય ક્રૂઝણી છે. આ ૧. મૂળ : રસદ્દા’. Page #115 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપદેશ છે, “આ (બળદ કે ઘેડ) નાનું છે, આ માટે છે, કે “આ ભાર વહન કરી શકે એ છે એમ કહેવું. [૨૧-૫ ' તે જ પ્રમાણે ઉદ્યાન, પર્વત કે વનમાં મોટાં વૃક્ષે દેખીને બુદ્ધિમાને એમ ન કહેવું કે, આ થાંભલા કરાય તેવાં છે”, “આ દરવાજાને લાયક છે, આ ઘર બનાવવાને લાયક છે', “આ પરિઘ બનાવવાને લાયક છે, “આને આગળ થાય તેવો છે, “આ નાવને માટે લાયક છે”, “આ રેટના કામમાં આવે તેવું છે', “આ બાજઠ બનાવવાને લાયક છે, “આ કથરેટ બનાવવાને લાયક છે', “આનું હળ થાય તેવું છે, “આનું સમાર થાય તેવું છે”, “આની લાટ થાય તેવી છે, આની નાભિ થાય તેવી છે', આનું ડીમચું થાય તેવું છે, આ આસન બનાવવાના કામમાં આવે તેવું છે”, “આ પલંગ બનાવવાના કામમાં આવે તેવું છે, “આ ગાડું બનાવવાના કામમાં આવે તેવું છે, કે “આ અપાસરામાં (બારણું વગેરે બનાવવાના) ૧. મૂળઃ બીજ વાવ્યા પછી તેમને ઢાંકવા ફેરવવાનું પાટિયું. (હિ)મ.” ૨. ઘાણ, કાલુ વગેરેની લાટ. ૩, પૈડાની. ૪. જેમાં એરણ બેસાડેલી હોય છે તે ડીમચું –- ગ”, Page #116 -------------------------------------------------------------------------- ________________ વાકશશુદ્ધિ કામમાં આવે તેવું છે. કારણ કે એવી વાણુ વૃક્ષાદિ જીને પીડા કરનારી છે. પરંતુ તે સ્થળે બેલવાની જરૂર પડે તે એમ કહેવું કે, આ વૃક્ષો જાતવાન છે, આ વૃક્ષે લાંબાં છે, આ વૃક્ષે ગળાકાર છે, આ વૃાો વિસ્તારયુક્ત છે, આ વૃક્ષ શાખાયુક્ત છે, આ વૃક્ષો ડાળીઓવાળાં છે, કે આ વૃક્ષ દર્શનીય છે. [૧૬-૩૨] તે જ પ્રમાણે ફળ જોઈને એમ ન કહેવું કે, આ પાકી ગયાં છે, આ પકવીને ખાવા જેવાં છે, આ તૈયાર થયાં છે. આ કુમળાં છે, કે આમની ચીરીઓ કરવા જેવી છે. પરંતુ જરૂર જ પડે એમ કહેવું કે, આ આંબા નમી ગયા છે, આ આંબા ઉપર ફળ મેટાં થયાં છે, આ આંબાનાં ફળને બહુ વખત થયે છે, કે આ આંબા રૂપમાં આવ્યા છે. તે જ પ્રમાણે ખેતરમાં ધાન વગેરે ઊભું દેખીને એમ ન કહેવું કે, એ પાકી ગયું છે, કે એ નીલા રંગનું થયું છે, કે એ કાપવા યોગ્ય થયું છે, કે શેકવા યોગ્ય થયું છે; કે પોંક પાડવા જેવું થયું છે. પરંતુ જરૂર પડે તો ૧. એટલે કે ગેટલો બાઝે ત્યારે પહેલાં ખાઈ લેવા જેવાં. ૨. મૂળઃ “અથડી. ફળ મેટાં (પાક) થઈ જવાથી તેમને ભાર સહેવાને અસમર્થ. ૩. ફળ બેસવા લાગવાથી. ફળ કુમળાં છે એ ભાવ દર્શાવવા, ૪. એટલે કે વાલ વગેરેની પાપડી બેસી જવાથી. Page #117 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપદેશ એમ કહેવું કે, પાક માટે (સારોથયે છે; આ પાકને બહુ વખત થયો છે; આ પાક સ્થિર થયો છે, આ પાક નીવડ્યો છે; આના કાણું હજી ગર્ભમાં છે, આને હૂંડાં બેઠાં છે, કે આમાં દાણા ભરાયા છે. [૩ર-૫ તે જ પ્રમાણે કયાંય જમણવારના પ્રસંગની વાત હોય તો તેને માટે (પિતૃ-) “કૃત્ય, (શ્રાદ્ધ) કાર્ય એવા શબ્દ ન વાપરવા. ચારને માટે પણ વિધ્ય એ શબ્દ ન વાપરો; નદીને માટે પણ સારા ઉતરાણુવાળી એ શબ્દ ન વાપરો. પરંતુ જરૂર જ પડે તે જમણવારને જમણવાર જ કહે, ચારને જીવ હેડમાં મૂકનારે” કહે; અને નદીને મોટે ભાગે સમાન સ્થળેવાળી કહેવી. [૩૬-૭] વળી નદીઓ વિશે બોલવાનું હોય તે, ને પૂરેપૂરી ભરેલી છે, કે “તરીને પાર કરાય તેવી છે, ૧. મળ: ઉત’ – એટલે કે હરિના જણાવ્યા પ્રમાણે બધી ઘાતમાંથી બચીને નીવડેલ. ૨. કારણ કે તેમાં કાર્ચ - કરવા યોગ્ય એવો અર્થ નીકળે છે. ૩. મૂળમાં “સંખડિ' શબ્દ છે અને તેની વ્યુત્પત્તિ ટીકાકારે આ પ્રમાણે દર્શાવે છે: સંadજો વાળના શૂષિ કરવાનું – જેમાં પ્રાણુઓનાં આયુષ્ય ખલાસ કરવામાં આવે છે તે. Page #118 -------------------------------------------------------------------------- ________________ વાકયશુદ્ધિ કે નાવથી પાર કરવા જેવી છે', કે કિનારે જાનવરા પાણી પી શકે તેવી છે' એમ ન કહેવું; પરંતુ, જરૂર પડે તે તેઓ વધુ પ્રમાણમાં ભરેલી છે', કે માટે ભાગે ઊંડી છે', કે 'અડુ પાણી હાવાથી ઊછળતી ચાલે છે', કે બહુ વિસ્તારવાળી છે' એમ કહેવું. [૩૮-૯ ખીજાની ખામતમાં કાંઈ સદાષ પ્રવૃત્તિ કરેલી જાણી હાય, કરાતી જાણી હાય કે કરાવવાની છે એમ જાણ્યું હાય, તાપણ તે ખાખતમાં મુનિએ દોષ લાગે તેવું કાંઈ ન ખાલવું. [૪૦] બહુ સારું કર્યું”, બહુ સારું પકાવ્યું', ‘ખૂંખ કાચું', શ્રૃખ લઈ ગયા', 'તદ્દન મરી ગયે', ખરાખર પૂરા થયા', કે અતિ સુંદર' એમ ન ખેલવું. પરંતુ કામ પ્રસંગે ખેલવાની જરૂર પડે તા, પ્રયત્નપૂર્વક કર્યું છે, પ્રયત્નપૂર્વક પકાવ્યું છે’ પ્રયત્નપૂર્વક કાપ્યું છે', ‘પ્રયત્નપૂર્વક સુશૈક્ષિત કર્યું છે, કે ઊંડા પ્રહાર થયા છે” એમ બેલવું. [૪૧-૨] > સર્વોત્તમ’, અમૂલ્ય’, અનુપમ,' ‘ન વેચાય તેવું', ન કહી શકાય તેવું', ન ગમે તેવું એવું પણ ન ખેલવું. બધું હું કહીશ, કે આ વર્ષે કહેજે” એમ પણ ન ખેલવું. પરંતુ બધે પ્રસંગે અસંભવ વગેરે કારણે જૂઠા ન પડાચ તે રીતે વિચારીને સ. ૮ Page #119 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપદેશ શબ્દપ્રયોગ કરવો. વેપારની ચીજોની બાબતમાં ઠીક ખરીદ્ય', ઠીક વેચ્યું, “ન ખરીદવું, “આ લઈ લો, કે આને રહેવા દે” એમ ન બોલવું. વેપારની લેવડદેવડની ચીજ બાબત બેલવાને પ્રસંગ આવે ત્યારે સસ્તી, મેંઘી, ખરીદવા જેવી, વેચવા જેવી વગેરે વસ્તુઓ બાબત નિર્દોષ વાણું બોલવી. [૪૩૬. સાધુએ ગૃહસ્થને, બેસો”, “આ”, “કરો”, સૂવા”, ઊભા રહો”, “જાઓ” એમ ન કહેવું. લેકમાં ઘણું અસાધુ પુરુષે સાધુ કહેવાય છે, પરંતુ નિર્ગથે અસાધુને સાધુ ન કહેવા; સાધુને જ સાધુ કહે. એટલે કે, જ્ઞાન અને શ્રદ્ધાયુક્ત તથા સંયમ અને તપમાં પરાયણ એવા પ્રયત્નશીલ પુરુષને જ સાધુ કહે. [૪૭-૯] - દેવ, મનુષ્ય કે પશુપક્ષીની લડાઈમાં અમુકને જય થાઓ”, “અમુકને ન થાઓ', એવું ન બોલવું. પવન, વૃષ્ટિ, ઠંડી ગરમી, ક્ષેમ, સુકાળ, અને નિર્વિતતા એ બધાં ક્યારે થશે, કે “ન થાઓ' એમ ન બોલવું. મેઘ, આકાશ કે મનુષ્યની બાબતમાં દેવ’ શબ્દ ન વાપરો. વાદળ ચડી આવ્યું હોય તો “ઇંદ્રદેવ આવ્યા” એમ ન કહેવું; પરંતુ વાદળ ૧. જેમ કે, “અમને સાધુને આ બાબતમાં બેસવાનો અધિકાર નથી’ એમ કહેવું -- હરિ૦. અથવા તે અતિશયોક્તિ વગેરે ન થાય તે રીતે બોલવું. અને હવે પછી એ Page #120 -------------------------------------------------------------------------- ________________ વાિ વડે ભેગું થયું? એમ કહેવું. તેવી જ રીતે આકાશને પણ્ અંતરિક્ષ, કે શુધ્ધાતુતિ' (સુરેશ સેવાયેલું) એમ કહેવું. રિદ્ધિયુક્ત માણસ દેખી તેને રિદ્ધિમાન કહેવા, જે વાણીથી કાઈના દાખનું અનુમેદન થાય તેવી વાણી, કે નિશ્ચયાત્મક વાણી, કે ખીજાને પીડા કરનારી વાણી, ક્રોધથી, લાભથી, ભયથી કે હસતાં હસતાં પણ ન કહેવી. [૫૦-૪] જે મુનિ પાતાની વાણી શુદ્ધ છે કે નહીં તેના વિચાર કરી, દુષ્ટ વાણીના પરિત્યાગ કરે છે, તથા પરિમિત અને દોષરહિત એવું વિચારીને આલે છે, તે સત્પુરુષામાં પ્રશંસા પામે છે. ભાષાના દેષા અને ગુણાના ખરાખર વિચાર કરી, દુષ્ટ વાણીના હંમેશાં ત્યાગ કરવા. છયે પ્રકારના જીવવČની ખાખતમાં હંમેશાં આત્મનિગ્રહી રહેનાર સાધુ પરિણામે સુંદર તથા સામાના મનનું રંજન કરે એવી વાણી માલે. જે મુનિ વિચારીને ખેલે છે, જેની ઇંદ્રિયા સુનિહિત છે, જેણે ક્રોધાદિ વિકારાના નિરાધ કર્યો છે, તથા જે સર્વત્ર અનાસક્ત છે; તે પૂર્વજન્મમાં કરેલું પાપ ખંખેરી નાખીને આ લાક તથા પરલીકને સુધારે છે, એમ હું કહું છું. [૫૫૭] ૧ ૧. આ અધ્યયન · પણ આચારાંગ સૂત્રના ખીન્ન શ્રુતસ્કંધના ચેાથા ભાષા અધ્યયન જેવું છે. જુઓ આ માળાનું આચારધર્મ’ પુરાક, પા, ૧૩૨ ૪. ૯૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ આચારસંગ્રહ ગુરુશરણ આપણું જીવિત અવ છે, અને આયુષ્ય પરિમિત છે; માટે જ્યાં સુધી વૃદ્ધાવસ્થાથી પીડિત થવાય નહીં, રેગે વધે નહીં અને ઈંદ્રિયની શક્તિ કાયમ હોય, ત્યાં સુધી ભેગમાંથી નિવૃત્ત થઈ સિદ્ધિમાર્ગનું જ્ઞાન પ્રાપ્ત કરવું, તથા પિતાનું બળ સામર્થ્ય, શ્રદ્ધા અને આરોગ્ય તપાસી, તથા ક્ષેત્ર અને કાળ વિચારી, આત્માને ધર્મમાં જ. [૩૪-૬ આ લેક અને પરલોકમાં હિતકર એવા ધર્મનું જ્ઞાન મેળવવા માટે શાસ્ત્રજ્ઞ ગુરુને વિનય અને આત્મનિગ્રહપૂર્વક સેવવા, તથા તેમને પદાર્થોને નિર્ણય પૂછ. ગુરુની સમક્ષ મુનિએ હાથ, પગ અને કાયાનું સંયમન કરી, તથા ઈદ્રિયોને નિગ્રહ કરી, એકાગ્રતાપૂર્વક બેસવું. તેમને એક પડખે ન બેસવું, તેમની છેક આગળ ન બેસવું, તેમની છેક Page #122 -------------------------------------------------------------------------- ________________ આચારસંગ્રહ પાછળ ન બેસવું, કે પગ ઉપર પગ ચડાવીને ન બેસવું. તે કાંઈ કહેતા હાય ત્યારે વગર પૂછયે વચ્ચે ન એલી ઊઠવું; તેમની પીઠ પાછળ તેમની નિંદ્યા ન કરવી; તેમ જ તેમની પાસે માયાવીપણે અસત્ય ન મેલવું. જેનાથી તેમને અપ્રીતિ થાય, કે જેથી તે ગુસ્સે થાય, તેવું પાતાનું જ અહિત સાધનારું કાંઈ તેમની સામે ન ખેલવું. પરંતુ, પાતે જોયું હાય તેવું, પરિમિત, અસંદિગ્ધ, અને પ્રતિપૂર્ણ, એવું વચન સ્પષ્ટ રીતે, પરિચિત રીતે; તથા વાચાળતા અને ઉદ્વેગ વિના ખેાલવું. શીખવતી વખતે ખેલવામાં ગુરુની કાંઈ ભૂલ થઈ જાય, તે તેથી તેમના ઉપહાસ ન કરવા. [૪૪-૫૦] પેાતે કાંઈ અનાચાર કર્યાં હાય, તે શિષ્યે ગુરુ આગળ તેને છુપાવવા નહીં. શિષ્યે હંમેશાં નિર્મળ ચિત્તવાળા, પ્રગટભાવી, અનાસક્ત, તથા ઇંદ્રિયા ૩૧. ૧. મૂળમાં ગુરુના વિશેષણ તરીકે, આચારાંગ અને પ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર) નણનારા અને દૃષ્ટિવાદ શીખવતા એવા ગુરુની’ એમ છે. ટીકામાં જણાવ્યું છે કે, આચારાંગ નણનારા’ એટલે જેને લિંગ વગેરેનું જ્ઞાન છે તેવા; અને પ્રજ્ઞપ્તિ જાણનારા' એટલે વિશેષણસહિત વિંગાદિ નણનારા, “ષ્ટિવાદ શીખતા” એટલે પ્રકૃતિ, પ્રત્યય, લેપ, આગમ, વર્ણ, વિકાર, કાલ, કારક વગેરે જાણનારા. દૃષ્ટિવાદની ખાખતમાં શીખતા એમ કહ્યું છે, કારણ કે દર્શિવાદ ભણેલાનામાં તે જ્ઞાન અને અપ્રમાદ એટલાં બધાં હોય કે તેની ભૂલ જ ન થાય. - – હરિ ―― Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨ સમીસાંજના ઉપદેશ અને પ્રમાદને જીતનારા થવું. જાણતાં કે અજાણતાં પેાતાનાથી કાંઈ અપરાધ થઈ જાય, તેા આત્માને શીઘ્ર (કબૂલાત, પ્રાયશ્ચિત્તત્તિથી) તેમાંથી વારી લઈ, *ી તેમ ન કરવું. શિષ્યે ગુરુના વચનને કદી વંધ્ય ન થવા દેવું; અર્થાત વાણીથી તેને સ્વીકાર કરી, કાયાથી તેને અમલ કરવા. [૩૧-૩] આ પ્રમાણે મુમુક્ષુ શિષ્ય ગુણી પુરુષા` પ્રત્યે વિનય આચરવા; પેાતાનું શીલ નિશ્ચલ રાખવું; અને કાચબાની પેઠે પાતાનાં અંગાનું યથાવત્ સંયમન કરી તપ અને સંયમમાં પરાક્રમી થવું. તેણે નિદ્રાને વશ ન થવું, હાસ-પ્રહાસના ત્યાગ કરવા, તથા વાર્તાલાપના છંદ છેાડી, સ્વાધ્યાયમાં રત રહેવું. તેણે ઉત્સાહપૂર્વક આળસના ત્યાગ કરી, મન-વાણીકાર્યાના સમગ્ર વ્યાપારીને હંમેશાં શ્રમધર્મના પાલનમાં યાજવા. એ પ્રમાણે શ્રમધર્મીમાં સતત ચુક્ત રહેનાર ભિક્ષુ સર્વોત્કૃષ્ટ લાભ પ્રાપ્ત કરે છે. [૪૧-૩] -- ૧. મૂળ: સ્નાવિદ' । ચારિત્રરૂપી રત્ન જેની પાસે વધુ એટલે કે જ્ઞાની- વડીલ. ૧ મૂળ : મિચાયા । ૩. આ વિભાગ ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ વિનયટ અધ્યયનને ઘણા મળતા આવે છે. જી માળાનું અંતિમ ઉપદેશ’ પુસ્તક પા. ૩૯. Page #124 -------------------------------------------------------------------------- ________________ આચારસંહ કષાયજય જૈનશાસ્ત્રનું શ્રવણ કર્યાં બાદ તેણે રાગદ્વેષને ત્યાગ કરવા. તેણે કદી ગુસ્સે ન થઈ જવું કે ઇંદ્રિયાને સુખકારક વિષયામાં આસક્તિ ન કરવી. શરીરની પણ દાં ખાવાને બદલે તેણે દારુણ અને કર્કશ સ્પર્શી સહન કરવા. ભૂખ, તરસ, ખરખચડી જમીન, ઠંડી, ગરમી, કંટાળા, ભય વગેરે પરિષહાને તેણે અદીનપણે સહન કરવા. કારણ કે દેહદમન મહાફળ આપનારું છે. તેણે કદી ખીજાના તિરસ્કાર ન કરવા, કે પેાતાની અડાઈ ન કરવી, પેાતાના શાસ્ત્રજ્ઞાનના, જાતિના, કે તપસ્વીપણાના તેણે ગર્વ ન કરવા. ટૂંકમાં પેાતાનું હિત ઇચ્છનારા મુમુક્ષુએ ક્રોધ, માન, માયા અને લેાભ એ ચારે દાષાને ત્યાગ કરવા. ક્રોધથી પ્રીતિ નાશ પામે છે; માનવિનયના નાશ કરે છે; માયા( છળકપટ )થી મિત્રતા તૂટી જાય છે, અને લાભ સર્વના નાશ કરે છે. શાંતિ વડે ક્રોધને હણુવા; મૃદુતાથી માનને હછ્યું; સરળતાથી માયાને જીતવી; અને લેાભને સંતાષથી જીતવા. ઉષ્ણ ખલ થયેલા ક્રોષ અને માન, તથા વૃલ્ડિંગત થયેલાં માયા અને લેાભ એ ચારે મલિન વૃત્તિઓ પુનર્જન્મરૂપી વૃક્ષના મૂળની સિંચક છે. [૨૫-૭, ૩૦, ૩૭૪૦ ૧. મળ : ‘હ્ર17: બાયા । Page #125 -------------------------------------------------------------------------- ________________ ૪ સમીસાંજના ઉપદેશ ભિક્ષાર્યા સાધુએ નિર્દોષ ભિક્ષાવૃત્તિથી જ આજીવિકા ચલાવવી. ગૃહસ્થાને નક્ષત્ર, સ્વપ્ન વગેરેનું શુભાશુભ ફળ કહી બતાવીને, વશીકરણાદિ યાગેા બતાવીને, નિમિત્ત ઉપરથી ભૂત-ભવિષ્ય કહી બતાવીને, વીંછી વગેરે મંત્રને પ્રયાગ કરીને, કે દવાદારૂ વગેરે કરીને તેણે આજીવિકા ચલાવવા કદી ન ઈચ્છવું. તે ખધામાં પ્રાણીહિંસા રહેલી જ છે. ભિક્ષાવૃત્તિમાં પણ કેટલાક આવશ્યક વિધિનિષેધાનું કદી ઉલ્લંઘન ન કરવું. ગૃહસ્થને ઘેર. અન્નપાન માગવા માટે ગયા પછી ઇંદ્રિયાદિને નિગ્રહમાં રાખી, ઉચિત સ્થળે ઊભા રહેવું. પરિમિત ખેલવું, તથા રૂપવાન સ્ત્રીએ કે તેવા બીજા વિષયામાં મન ન પરોવવું, ગૃહસ્થને ઘેર ભિક્ષા માગવા જતાં તેને કાને ઘણી વાતેા પડશે, કે ઘણી વસ્તુએ તેની નજરે ચડશે પણુ એ મધું દેખેલું – સાંભળેલું તેણે બીજાને ન કહેવું. તેમાંય ખાસ કરીને ખીજાને આધાત થાય તેવું તા કાંઈ જ ન કહેવું. તે ઉપરાંત ગૃહસ્થનાં બકરાં રમાડી-કરીને તેમ જ ખીજા પણ કાઈ પ્રકારે ગૃહસ્થ સાથે કાઈ જાતના સંબંધ બાંધવાના પ્રયત્ન તેણે હરગિજ ન કરવા. શિક્ષાન્તની ખામતમાં પણ આ સ્વાદિષ્ટ છે”, આ નીરસ છે, આ સારું છે' કે આ છે”, તથા આજે સારું મળ્યું” કે ‘ને મળ્યું” એવું ખાટું Page #126 -------------------------------------------------------------------------- ________________ આચારસંગ્રહ ૯૫ ૧ અધુ કાઈ પૂછે કે ન પૂછે તાપણ ન કહેવું. સારું સારું ખાવાની લાલચમાં શ્રીમંતાને ઘેર જ ભિક્ષા માગવા ન જવું; તેમ જ વધારે પડતી વાચાળતા ન કરવી. પરંતુ કાંઈક અંશે જ્ઞાત અને કાંઇક અંશે અજ્ઞાત એવાં ઘરે પ્રત્યે ભિક્ષા માટે જવું. સદોષ વસ્તુ મળી હોય તાપણુ ન ખાવી, અને નિર્દોષ વસ્તુ પણ સાધુને માટે જ ખરીદી હાય, તેને ઉતારે જ આણી હાય કે તેને ઉદ્દેશીને તૈયાર કરેલી હાય તેા તેના ઉપલેાગ પણ ન કરવા. સંચમી ભિક્ષુ એક કણ જેટલે પણ સંઘરી ન કરે; પરંતુ ભિક્ષામાં મળેલી વસ્તુ વડે જીવનારા થઈ, ગૃહસ્થાદિમાં કમળપત્રની પેઠે અસંખદ્ધ રહી, ચરાચર જીવાનું સંરક્ષણ કરનારા બને. સૂર્ય અસ્ત પામે અને ફ્રી ઊગે તે દરમ્યાન તમામ આહારસામગ્રીને મનથી પણ તેણે ન ઈચ્છવી. આહાર થાડા આપનારના તિરસ્કાર ન કરવા; પરંતુ પેાતાના પેટને નિગ્રહમાં રાખવું. તેમ જ આહાર બિલકુલ ન મળે તાપણું ગમે તેમ ન ખેલવું. ટૂંકમાં તેણે સ્થિરાત્મા, અપભાષી અને મિતભેાક્તા અનવું, લૂખુંસૂકું ગમે તેવું મળે તેનાથી પાતાના નિર્વાહ ચલાવવે; જે મળે તેનાથી સંતુષ્ટ રહેવું; ૧. મૂળ : રૂ...જી રેત. ૨. મૂળ : મઞાસુ એટલે કે સજીવ, Page #127 -------------------------------------------------------------------------- ________________ હ૬ સમીસાંજને ઉપદેશ ડાની જ ઈચ્છા કરવી, અને થોડાથી જ તૃપ્ત થવું. [૧૯-૨૫, ૨૮-૯] નિ:સંસર્ગીપણું ભિક્ષુએ પિતાને માટે નિમાં થયેલા મકાનમાં કદી ન રહેવું, પરંતુ બીજા માટે તૈયાર થયેલા તેમ જ મળ-મૂત્રાદિ ત્યાગવાની ભૂમિયુક્ત, તથા સ્ત્રીઓ, પશુઓ અને નપુંસકો વિનાના સ્થળે ઉતારે કરો. કોઈ સ્થળે પિસ્તે એકલો ઊતર્યો હોય, તે ત્યાં સ્ત્રીઓને ધર્મકથા (પણ) કદી ન કહેવી. તેણે ગૃહસ્થને સંસર્ગ ન કરવો પરંતુ સાધુઓને કરવો. કોઈ વખત ગૃહસ્થીઓને સંસર્ગ કરવો જ પડે, તેપણ તેણે સ્ત્રીઓને સંસર્ગ તે કદી ન કરે. જેમ કૂકડાના બચ્ચાને બિલાડીને ભય હંમેશાં રહેલો છે. તેમ બ્રહ્મચારી સાધુને સ્ત્રીશરીરનો ભય રહે છે. સાધુએ અલંકૃત સ્ત્રી તરફ કે તેના ચિત્ર તરફ પણ નજર ન કરવી; કદાચ નજર પડી જાય, તોપણું સૂર્ય તરફથી જેમ નજર પાછી ખેંચી લે, તેમ તેના ઉપરથી નજર ફેરવી લેવી. જેના હાથપગ કપાઈ ગયા હોય એવી સે વર્ષની (વૃદ્ધ) સ્ત્રીને સંસર્ગ પણ સાધુએ ન કર. શારીરિક ટાપટીપ, સ્ત્રીને ૧. એ જ વિશેષણ પથારી, આસન વગેરે વસ્તુઓને માટે પણ સમજવું. Page #128 -------------------------------------------------------------------------- ________________ આચારસંગ્રહ હ૭ સંસર્ગ, અને રસદાર અન્નપાન, એ વસ્તુઓ આત્મગવેષી મનુષ્ય માટે તાલપુટ વિષ જેવી છે. સ્ત્રીનાં મનહર અંગે તથા ઉપગે, તેમ જ તેનાં મધુર વચને તથા કટાક્ષ તરફ સાધુએ ખ્યાલ ન કરો. કારણ કે એ વસ્તુ કામરાગની વૃદ્ધિ કરનારી છે. બુદ્ધિમાન પુરુષે મનહર પરાર્થો જોઈ તેઓમાં રાગ ન કરો, તથા અસુંદર પદાર્થો તરફ દ્વેષ ન કરે; કારણુ કે, ભૌતિક પદાર્થોના પરિણામે અનિત્ય છે. તેવાં અનિત્ય પરિણામોમાંથી તૃણું દૂર કરી, અંતરાત્મામાં શીતળ થઈને વિહરવું. પિર-૬૦] પૃથ્વી વગેરે જીવાવર્ગોની મન-વાણ-કાયાથી હિંસા ન થાય તે રીતે ભિક્ષુએ વર્તવું. એમ કરનાર સાધુ જ સાચો સંયમી છે. તેણે જમીન, ભીંત, શીલા, ઢેકું વગેરે પૃથ્વીકાયને ભાંગવાં નહીં કે ખોતરવાં નહીં, સજીવ પૃથ્વી ઉપર બેસવું નહીં; રજવાળા આસન ઉપર બેસવું નહીં, અને બેસવું હોય તે લૂછી સાફ કરીને તેમ જ માલિકની પરવાનગી ૧. ખાતાંવેત તાળવું ફેડી નાખે તેવું. ૨. સજીવ એટલે અન્ય જીવજંતુમુક્ત પૃથ્વી એવો જ અર્થે ન સમજ; પરંતુ પૃથ્વી પોતે જ જ્યાં સુધી અગ્નિ આદિથી નિજીવ ન થઈ હોય ત્યાં સુધી સજીવ કહેવાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજના ઉપદેશ જ મેળવીને બેસવું, તે જ પ્રમાણે તેણે તાજું ઠંડું પાણી, કરા કે બરફને ઉપયાગમાં ન લેવાં. પાતાનું કે શરીર પાણીવાળું થયું હૈાય તે તેને લૂછવું નહીં કે ઘસવું નહીં. તે જ પ્રમાણે અંગારા, અગ્નિ, વાળા, કે સળગતું ખેરિયું વગેરેને તેણે સંકારવાં નહીં, ખારવાં નહીં કે બુઝાવવાં નહીં. તે જ પ્રમાણે વીંજણા વગેરેથી પેાતાને કે ખીજાને પંખા ન નાખવા. તે જ પ્રમાણે તૃણુ, વૃક્ષ, ફૂલ કે મૂળને દવાં નહીં, સજીવ ખીજને મનથી પણ ઈચ્છવાં નહીં તથા છોડવાઓવાળી જગા ઉપર, બીજ ઉપર, હરિયાળી ઉપર, લીલ ઉપર કે ટોપ ઉપર કદી ઊભા ન રહેવું. તે જ પ્રમાણે એ ઇંદ્રિયવાળાં વગેરે જંગમ (ત્રસ) પ્રાણીઓની પણ તેણે વાણી કે કર્મથી હિંસા ન કરવી. ચાધિકારી સાધુએ તે નજરે ન પડે તેવાં નીચેનાં આઠ પ્રકારનાં સૂક્ષ્મ પ્રાણીઓને પણ અચાવવાં ૧. ઝાકળ, ધૂમસ, આસ વગેરેનાં સૂક્ષ્મ બિંદુએ. ૨. વડ – ઊંમરે વગેરેનાં સૂક્ષ્મ ફૂલ. ૩. કુંથવા વગેરે સૂક્ષ્મ જંતુઓ. ૪. સૂક્ષ્મ કીડિયારાં. ૫. ચામાસામાં થતી સૂક્ષ્મ લીલ, ફૂગ વગેરે. ૬. ડાંગર વગેરે ખીજોનું સૂક્ષ્મ મૂળ. ૭. જમીન જેવા : ક ૧. મૂળમાંઃ ઉદક છે. તેના અય ટીકામાં અનંત વનસ્પતિવિશેષ' કર્યા છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ આચારસંગ્રહ વર્ણના નવા ફૂટતા અંકુર. ૮. માખી વગેરેનાં સૂક્ષ્મ ડાં. સંચમી સાધુએ આ સૂક્ષ્મ જીવાનું સ્વરૂપ સમજીને, ઇંદ્રિયને નિગ્રહમાં રાખી, અપ્રમાદીપણે તેમને જોઈ–તપાસીને જ બેસવું, ઊભા રહેવું કે સૂવું. તેણે પિતાનાં પાત્ર, કંબળ, શમ્યા, પથારી, આસન વગેરેને કાળજીપૂર્વક જેવાં–તપાસવાં; તથા લીટ, બળ અને મળ-મૂત્ર પણ નિર્જીવ સ્થળે જ જોઈતપાસીને નાખવાં. આમ સ્કૂલ–સૂક્ષ્મ સર્વ ભૂતપ્રાણુઓની હિંસામાંથી વિરત થઈ સાધુએ સમગ્ર જગતને (હિંસાદિ દેષથી કર્મોને અધીન બની નરકાદિ ગતિમાં ભમ્યા કરનારું વિચારવું. [૧-૧૮] મિક્ષ જે ઉત્તમ શ્રદ્ધા વડે પ્રજિત થયે હાય, તે શ્રદ્ધાનું તેણે આચાર્ય સંમત મહાત્રતે આદિ ગુણોની બાબતમાં યત્નપૂર્વક અનુપાલન કરવું. તપ, સંયમ અને સ્વાધ્યાયને સદા આચરનારો તે સાધુ, ઇંદ્રિય, વિકારો વગેરે શત્રુસેનાથી નિરુદ્ધ થવા છતાં, તપ વગેરે પિતાની શરટ્યસામગ્રીથી બરાબર પૂરે પડે છે. સ્વાધ્યાય અને સધ્યાનમાં રત, વિકારો વગેરેમાંથી પિતાનું રક્ષણ કરનાર, નિર્મળ અંતઃકરણયુક્ત તથા તપ આદિમાં પરાયણ એવા તે સાધુને પૂર્વજન્મને કર્મમળ, અગ્નિથી સેનાને મેલ જેમ નાશ પામી જાય તેમ નાશ પામી જાય Page #131 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજના ઉપદેશ છે. પષિહેાના જય કરનારા, જિતેન્દ્રિય, વિદ્યાવાન, મમત્વ વિનાના, તથા કિચન એવા તે સાધુ કર્મરૂપી વાદળ દૂર થતાં, મેઘ વિના દૂર થતાં, મેશ્વ વિના શરદ ઋતુને ચંદ્ર જેમ Àાલે, તેમશેાલે છે, એમ હું કહું છું. ૨૧-૪] ૧૦૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ વિનય ગર્વ, કોધ, માયા અને પ્રમાદને કારણે જે શિષ્ય ગુરુ સાથે રહીને વિનય નથી શીખતે, તેની તે ઊણપ વાંસના ફળની માફક તેના પિતાના જ નાશનું કારણ થાય છે. ૧] જેઓ ગુરુને મંત્ર જાણીને, કે નાની ઉંમરના જાણીને, કે ઓછું ભણેલા જાણીને તેમની અશ્રદ્ધાપૂર્વક અવહેલા કરે છે, તેઓ તેમનું અનુસરણ ક્યાંથી કરી શકવાના? પ્રકૃતિથી કેટલાક પુરુષે મંદ હોય છે, તથા કેટલાક નાની ઉંમરના પુરુષ શાસ્ત્રજ્ઞાન અને તીક્ષણ બુદ્ધિાયુક્ત હોય છે. પરંતુ નાના હો કે મોટા હે, મંદબુદ્ધિવાળા છે કે તીક્ષણ બુદ્ધિવાળા છે, પરંતુ જે ગુરુ આચારવાન છે, તથા ગુણનિષ્ઠ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સમીસાંજને ઉપદેશ છે, તેમનું અપમાન કરવું એ અગ્નિની પેઠે પિતાના સદ્ગુણેને ભસ્મીભૂત કરવા જેવું છે. જેમ ઝેરી નાગને નામે જાણી કે તેની છેડતી કરે, રમે પિતાને જ નાશ વહારવા જેવું છે, તેમ ગુરુની અવહેલા કરનારે મંહભાગી પુરુષ જન્મમરણને ચકરાવે જ વહારી લે છે. ઝેરી નાગ ગુસ્સે થાય તો બહુ તે જીવિતને નાશ કરે, પરંતુ આચાર્ય અપ્રસન્ન થાય તે બોધિને જ નાશ થાય અને પરિણામે અનંત જન્મ-મરણ કરવા પડે. જીવિતની ઈરછાવાળે હાઈને સળગતા અગ્નિમાં પ્રવેશ કરે, કે મહાઝેરી નાગને છંછેડે, કે હલાહલ વિષનું ભક્ષણ કરે, તેના જેવું ગુરુને અપ્રસન્ન કરનાર શિષ્યનું વર્તન છે. અરે, અગ્નિમાં પ્રવેશવા છતાં અગ્નિ ન બાળે, ઝેરી નાગ ચિડાવા છતાં ન કરડે, કે હલાહલ ખાવા છતાં પણ ન માય – એ બધું બનવું કદાચિત સંભવિત પણ છે, પરંતુ ગુરુની અવહેલા કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું એ તે અશક્ય વસ્તુ છે. માટે મેક્ષસુખાભિલાષીએ ગુરુની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. [૨-૧૦] અગ્નિહોત્રી બ્રાહ્મણ જેમ વિવિધ પ્રકારની આહતિઓ અને મંત્રો વડે અભિષિક્ત અગ્નિને ૧. મૂળ : “ગાશીવિવ: –ની દાઢમાં (બારી) ઝેર છે તે. Page #134 -------------------------------------------------------------------------- ________________ વિનય ૧૦૩ નમસ્કાર કરે છે, તેમ અનંતજ્ઞાની શિષ્ય પણ ગુરુની વિનયપૂર્વક શુશ્રુષા કરવી. જેની પાસેથી ધર્મપદે શીખ્યા હોઈએ, તેના પ્રત્યે વિનયથી વર્તવું જોઈએ, તથા હંમેશાં માથું નમાવી, હાથ જોડી, મન-વાણી-કાયાથી તેને સત્કાર કર જોઈએ. મુમુક્ષુ જીવને વિશુદ્ધ કરનાર લજજા, દયા, સંયમ, બ્રહ્મચર્ય વગેરે ગુણેને જે ગુરુ મને સતત ઉપદેશ આપે છે, તે ગુરુને હું પણ સતત પૂજું. જેમ રાત્રી પૂરી થયા બાદ સૂર્ય સંપૂર્ણ ભરતક્ષેત્રને પ્રકાશિત કરે છે, તેમ આચાર્ય પણ પિતાના શાસ્ત્રજ્ઞાનથી, ચારિત્રથી અને બુદ્ધિથી સંપૂર્ણ પદાર્થોનું સ્વરૂપ પ્રકાશિત કરે છે. દેવેની મથે ઈંદ્ર જેમ વિરાજે છે, તથા જેમ કાર્તિકી પૂર્ણિમાની રાત્રે નક્ષત્રે અને તારાગણેથી વીંટળાયેલો ચંદ્ર વાદળ વિનાના ૧. આગળ ઉછે. ૩-૧માં આ ઉપમા વધુ સ્પષ્ટ છેઃ “અગ્નિહોત્રી જેમ જાગતે રહી અગ્નિની શુશ્રષા કર્યા કરે છે, તેમ.” ૨. સરખાવો સૂત્રકૃતાંગ, શ્રત૨, અચ૦ ૭, ગૌતમના શબ્દો : હે! આયુષ્મન ! કઈ શિષ્ટ શ્રમણ કે બ્રાહ્મણ પાસે ઘર્મયુક્ત એક પણ આર્ય સુવાકથા સાંભળવાનું કે શીખવાનું મળતાં આપણને આપણી બુદ્ધિથી વિચારતાં એમ લાગે કે, આજે આમણે મને ઉત્તમ ગલેમના સ્થાને પહોંચાડ્યો, તે આપણે પેલા શ્રમણ કે બ્રાહ્મણને આદર કર જોઈએ, પૂજ્યબુદ્ધિથી તેને નમસ્કાર કરવા જોઈ એ તથા તેની ઉપાસના કરવી જોઈએ.” ૩. મૂળ: કૌમુદીગયુક્ત.” સ.-૬ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સમીસાંજને ઉપદેશ નિર્મળ આકાશમાં શોભે છે, તેમ સાધુઓની વચમાં આચાર્ય શેભે છે. જ્ઞાનાદિ રત્નની ખાણુરૂપ, તથા ધ્યાન, શાસ્ત્રાભ્યાસ, શીલ અને બુદ્ધિ વડે માક્ષરૂપી મહાવસ્તુની આકાંક્ષા રાખનારા આચાર્યોને, તેમની પાસેથી તે ઉત્તમ રત્નો પ્રાપ્ત કરવાની ઈરછાવાળા ધર્માભિલાષી શિષ્ય વિનયથી આરાધવા જોઈએ તથા પ્રસન્ન કરવા જોઈએ. ગુરુ-સેવા બાબત આ બધા ઉપદેશ સાંભળીને મુમુક્ષુએ આચાર્યની પ્રમાદરહિતપણે સુશ્રુષા કરવી. તેમ કરનારો શિષ્ય અનેક ગુણોની આરાધના કરીને અંતે સર્વોત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એમ હું કહું છું. [૧૧-૭] તથા જાણી શકા', આચાર્યો મારી મૂળમાંથી જેમ વૃક્ષનું થડ થાય છે, થડમાંથી શાખાઓ થાય છે; શાખાઓમાંથી પ્રશાખાઓ થાય છે, પ્રશાખાઓમાંથી પાન થાય છે, અને પછી પુષ્પ ફળ અને સ થાય છે, તેમ, ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય એટલે કે કેળવણી છે. તેના વડે શીવ્ર કીર્તિ તથા સંપૂર્ણ શાઅજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને ૧, “જ્ઞાનાદિ વડે બીજું કાંઈ ફળ ન ઇચ્છનારા” – ટીકા. ૨. વિનયને અર્થ માત્ર સભ્યતા કે નમ્રતા નથી, જેનાથી આત્માને સિદ્ધિ પ્રત્યે દોરવામાં આવે (વિની) તે વિનય એવો ન્યાય અર્થ અહીં છે. જુઓ આ પ્રકરણને અંતે નોંધ. Page #136 -------------------------------------------------------------------------- ________________ વિનય અંતે ફળના રસરૂપ મેાક્ષ પણ પ્રાપ્ત જેવા જે મનુષ્ય ક્રોધી, મમત્ત, માયાવી, અને શઢ હાઈ, અવિનીત પ્રવાહમાં તણાતા કાષ્ઠની પેઠે સંસારપ્રવાહમાં તણાયા કરે છે, ગુરુ વિવિધ ઉપાયા વડે વિનય અથવા સંસ્કાર આપવાના પ્રયત્ન કરે છતાં જે મૂર્ખ ઊલટા ગુસ્સે થાય છે, તે પેાતાને હાથે બ્ય લક્ષ્મીને જ લાકડી વડે પાછી કાઢે છે. [૧-૪] ૧૦૫ હાથી, ઘેાડા વગેરે સવારીનાં પ્રાણીઓમાં પણ જેએ વિનીત હાય છે, તેએને આભૂષણ, માવજત વગેરે કેટલી બધી ઋદ્ધિ પ્રાપ્ત થાય છે, તથા તે યશસ્વી થઈ કેવું સુખ ભાગવે છે; પરંતુ જે પ્રાણીએ વિનીત હાય છે, તેમની પાસે સામાન્ય ગધ્ધાવૈતરું જ કરાવવામાં આવે છે; અને માવજત, આહાર વગેરેની આખતમાં પણ તે દુઃખ જ ભાગવે છે. તે પ્રમાણે જગતમાં જે સ્ત્રીપુરુષ સુવિનીત નથી હાતાં, તેઓને વધ-બંધનાદિ દુઃખા જ ભાગવ્યા થાય છે. પશુ અપ્રિયવક્તા, રહે છે, તે તાં. ૨. ૧. કેળવાયેલ – સંસ્કારી નહીં એવા. જુઓ ૫. ૧૦૪, ર. મૂળમાં તેમની વિગતા આ પ્રમાણે આપી છેઃ તેમના શરીર ઉપર ચાજીક વગેરના પ્રહારના સાળ પડે છે; તેમની નાક વગેર ઇંદ્રિયા કાપેલી ડાચ છે; સાઠી, તરવાર વગેરેના મારથી, કાર નચનાથી તેમજ ભૂખતરસથી તે દુર્ગંળ, કરુણ અને પરવશ અનેલાં હાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમીસાંજને ઉપદેશ કરવાં પડે છે, પરંતુ સુવિનીત સ્ત્રીપુરુષે સદ્ધિ અને યશ પ્રાપ્ત કરી સુખી થાય છે. દેવેમાં પણ જેઓ સુવિનીત હોય છે, તેઓ ઇંદ્રાદિ પદ પ્રાપ્ત કરી, ત્રાદ્ધિ અને યશયુક્ત બને છે, તથા સુખ ભોગવે છે; અને જેઓ અવિનીત હોય છે, તેઓ દાસ –નાકર વગેરેની સ્થિતિ પ્રાપ્ત કરી, દુઃખ ભોગવે છે. [૫-૧૧]. જે શિ આચાર્યો અને ઉપાધ્યાયની સેવા કરે છે, તથા તેમનું કહ્યું કરે છે, તેઓની કેળવણી જ, પાણીથી સિંચાયેલાં વૃક્ષોની જેમ વધે છે. આ લેકમાં ઉપભેગ પ્રાપ્ત કરવા માટે હુન્નર-કારીગરી શીખવા ઈચ્છતા ગૃહસ્થ વર્ગના લેકે અને સુકુમાર શરીરવાળા ગર્ભશ્રીમંતે પણ ગુરુને પૂજે છે, સત્કારે છે, નમે છે અને તેમની આજ્ઞામાં રહે છે, તેમ જ ઘર વધ-બંધન અને દારુણ પરિતાપ પણ સહન કરે છે. તો પછી અત્યંત હિતરૂપ મેક્ષ તથા તેના સાધનરૂપ શાસ્ત્રજ્ઞાનની કામનાવાળે ભિક્ષુ આચાર્યના વચનનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકે? [૧૨-૬] ૧. દેવામાં પણ સ્વામી, મંત્રી, પુરોહિત, આત્મરક્ષક, લોકપાલ, સૈનિક, દાસ, અંત્યજ એવા વર્ગો હોય છે. તે માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક, પા૧૦૯ તથા તત્વાર્થસૂત્ર ૪–૪. ૨. મૂળ: “શિક્ષા ગ્રહણાવનાલક્ષણા – ભણવા અને આચારમાં મૂકવારૂપી.” –ટીકા. Page #138 -------------------------------------------------------------------------- ________________ વિય શિષ્ય હંમેશાં પેાતાની શમ્યા, આસન અને રસ્થાન ગુરુ કરતાં નીચાં રાખે; ચાલતી વખતે પણ તેમની પાછળ, બહુ દૂર નહીં તેમ જ બહુ જલદી નહીં એવી રીતે ચાલે; ગુરુના ચરણુમાં નમસ્કાર પણ નીચા નમીને જ કરે; તથા કાંઈ પૂછવું-કરવું હાય ત્યારે પણ નીચા નમીને અંજિલ જોડે. તેમના દેહને પત્તાના દેહ, કે પેાતાનું વસ્ત્રાદિ અડી જાય, તે મા અપરાધ ક્ષમા કરા; કીથી તેમ નહીં થાય' એમ કહે. ગળિયા બળદને પરાણા વડે વારંવાર મારવામાં આવે છે, ત્યારે તે રથને વહન કરે છે; તેમ દુદ્ધિ શિષ્ય પણ આચાર્ય વારંવાર ટાકથા કરે ત્યારે જ તેમણે કહેલું કરે છે. પરંતુ બુદ્ધિશાળી શિષ્ય તે કાળ, ગુરુની ઇચ્છા, અને તે પૂરી કરવાના યાગ્ય વિધિ એ બધું વિવિધ ઉપાયાથી પાતાની મેળે જ જાણી લઈ તેના અમલ કરે છે. [૧૭-૨૦ અવિનીત પુરુષોને વિપત્તિ છે; અને સુવિનીત પુરુષાને સૌ રૂડાં વાનાં છે, એમ જે ખરાખર જાણે છે, તે જ સુશિક્ષિત થઈ શકે છે. જે ભિક્ષુ ક્રોધી, દ્ધિ અને ગૌરવમાં અભિનિવેશવાળા, ચુગલીખાર, કુકર્મ કરવામાં સાહસિક, હલકા લેાકેાનું કહ્યું કરનારા, ૧૦૭ ૧. ઉદ્દેશ. ૩–૧માં જણાવ્યા પ્રમાણે તેમની નજર, કે ઇંગિત જોઈ ને.’તેવા શિષ્ય બધાને પૂજ્ય અને છે, એટલું ત્યાં વધારે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજના ઉપદેશ ધર્મજ્ઞાન વિનાના, વિનય જેવી વસ્તુ જ ન જાણનારા, તથા એકલપેટા છે, તેના મેાક્ષ નથી, પરંતુ જે ભિક્ષુ સદ્ગુરુની આજ્ઞામાં રહે છે, જે ધર્મનું રહસ્ય સમજ્યા છે, તથા જે વિનયની ખાખતમાં કુશળ છે, તે આ દુસ્તર પ્રવાહને તરી જાય છે, તથા કર્મોના ક્ષય કરી, સિદ્ધિરૂપી ઉત્તમ ગતિને પામે છે, એમ હું કહું છું. [૨૧-૩] ૧૦૩ ૩ જે શિષ્ય સતત જાગ્રત રહી આચાર્યની શુશ્રુષા કરે છે, અને તેમની દૃષ્ટિ કે ઈશારામાત્રથી તેમની મરજી સમજી લઈ, તેના અમલ કરે છે, તે બધાને પૂજ્ય અને છે. [૧] ગુરુ પાસેથી આચારાદિનું જ્ઞાન સાંભળવા ઈચ્છનારે હંમેશાં વિનયી થવું. પછી જ્યારે તેમને ઉપદેશ મળે, ત્યારે જે રીતે તેમણે ઉપદેશ્યું હાય તે પ્રમાણે આચરણ કરવાને! ઇરાદે રાખી, જે શિષ્ય ગુરુને અપરાધી નથી બનતા, તે બધાના પૂજ્ય અને છે. [૨] પોતાનાથી જ્ઞાનમાં અને સંયમમાં અધિક પુરુષ પ્રત્યે. જે વિનય અને નમ્રભાવ દાખવે છે — પછી ભલે તે ઉંમરમાં નાના હાય, વળી જે સત્યવાદી છે, વંદનશીલ છે, તથા આજ્ઞાકારી છે, તે બધાને પૂજ્ય અને છે. [૩] Page #140 -------------------------------------------------------------------------- ________________ વિનય ૧૦૯ ૧ જે ભિક્ષુ અપરિચિત લેાકેાને ઘેથી થોડું થોડું વિશુદ્ધ ભિક્ષાન્ત હંમેશાં માગી લાવીને, સંયમજીવનમાં ઉપયાગી એવા શરીરના નિભાવને અર્થે જ ખાય છે; અને તે પણ ન મળે તે। દિલગીર નથી યતા, કે મળે તે ખુશી નથી થઈ જતા, તે બધાને પૂજ્ય અને છે. [૪] પથારી, શય્યાસ્થાન, આસન, અન્ન અને પાન વધારે મળતાં હાય છતાં અલ્પ ઈચ્છા રાખી જે જરૂર પૂરતું જ લે છે, અને એ રીતે થાડાથી જ સંતુષ્ટ રહે છે, તે બધાના પૂછ્યું અને છે. [૫] ઉત્સાહી મનુષ્ય ધન વગેરેની આશાથી લેાઢાના કાંટા પણું સહન કરી લે છે; પરંતુ નિરીહ હેાવા છતાં કઠાર વાણીરૂપી કાંટા જે સહન કરી લે છે, તે બધાના પૂજ્ય અને છે. કારણ કે લેાઢાના કાંટા તે ભેાંકાય ત્યારે જ એકાદ ક્ષણુ દુ:ખ આપે છે, તેમ જ તેમને સહેલાઈથી ખેંચી પણ શકાય છે; પરંતુ કઠાર વાણીરૂપી શલ્ય ભેાંકાયા પછી તેને દૂર કરવું મુશ્કેલ છે; તેમ જ તેનું વેર જન્મેાજન્મ પહેાંચે છે અને દુર્ગતિએરૂપી મહાભયનું કારણ થઈ પડે છે. ક્રઠારવાણી કાનમાં પેસતાં જ દૌમૅનસ્ય ઉત્પન્ન કરે છે. ૧. શિક્ષાના દોષ વિનાનું. તેમના વર્ણન માટે જુએ વ્ા માળાનું યોગાસ પુસ્તક મા. ૧૪૭ ૬૦. Page #141 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજના ઉપદેશ જિતેંદ્રિય થઈ ને જે પરમ- શૂરવીર ભિક્ષુ તેના મહારાને ધર્મબુદ્ધિથી સહન કરી લે છે, તે બધાને પૂજ્ય બને છે. [૬-૮] ૧૧૦ જે ભિક્ષુ પીઠ પાછળ કેાઈની નિંદા નથી કરતા, પ્રત્યક્ષમાં પણ વિરાધ ઊભા થાય તેવી, તેમ જ નિશ્ચયાત્મક કે સામાને અપ્રિય લાગે તેવી વાણી નથી ખેલતા, તે બધાના પૂજ્ય બને છે. [૯] ૨ જે ભિક્ષુ આહારાદિમાં લુબ્ધ નથી; છળકપટ કે કુટિલતા વિનાના છે; ચુગલીખાર નથી; કશું ન મળે તે। ક્રીન ખની જતા નથી; બીજા પાસે પેાતાનાં વખાણુ કરાવતા નથી કે પેાતે ખીજા આગળ પેાતાનાં વખાણ કરતા નથી; તથા જેને નટ – નૃત્ય વગેરેનું કુતૂહલ નથી, તે બધાને પૂજ્ય બને છે. [૧૦] - ‘ગુણા વડે જ સાધુ થવાય છે, અને દુર્ગુણે વડે જ અસાધુ થવાય છે; માટે સાધુગુણ્ણાના સ્વીકાર કરવા અને અસાધુગુણાને ત્યાગ કરવા' એમ જે પેાતાની જાતને સમજાવે છે તથા રાગદ્વેષના ત્યાગ કરી, સમભાવ પ્રાપ્ત કરે છે, તે બધાને પૂછ્યું અને છે. ૧૧] ૧. અશક્તિ વગેરેને કારણે નહીં; પરંતુ સહન કરવું એ “ મૈરૂપ છે, એમ માનીને’– ટીકા, - ૨. ભવિષ્યને લગતી મામતે માં હું આમ કરીશ જ એ પ્રમાણે. Page #142 -------------------------------------------------------------------------- ________________ વિનય ૧૧૧ નાના કે માટે, સ્ત્રી કે પુરુષ, સાધુ કે ગૃહસ્થ, કોઈની પણ અવજ્ઞા ન કરવી કે તિરસ્કાર ન કરવા. એ પ્રમાણે માન અને કોષના જે ત્યાગ કરે છે, તે બધાના પૂજ્ય મને છે. [૧૨] પૂજા—સત્કારાદિથી સંમાનિત કરેલા જે આચા પેાતાનું જ્ઞાનદાનાદિથી સંમાન કરે છે; તેમ જ પિતા જેમ કન્યાને પાળી-પાષી યાગ્ય કુલમાં ઠેકાણે પાડે છે, તેમ જે આચાર્યાં. પાતાને ચેાગ્ય માર્ગે સ્થાપિત કરે છે, તેવા માનાર્હ તપસ્વી આચાર્યાંનું જે જિતેંદ્રિય તથા સત્યપરાયણ ભિક્ષુ સંમાન કરે છે, તે બધાના પૂજ્ય અને છે. [૧૩] તેવા ગુણસાગર ગુરુને સદુપદેશ સાંભળી જે બુદ્ધિમાન ભિક્ષુ તે પ્રમાણે આચરણ કરે છે, તથા પંચમહાવ્રતના પાલનમાં તત્પર થઈ, મન – વાણી – કાયાનું અનિષ્ટમાંથી રક્ષણ કરે છે, તેમ જ ક્રોધ-લાલ-માન અને માયારૂપી ચાર કષાયાને દૂર કરે છે, તે બધાને પૂજ્ય અને છે. [૧૪] એ પ્રમાણે સતત ગુરુસેવા કરનારા મુનિ શાસ્ત્રજ્ઞાન તથા તેના અનુભવમાં કુશળતા પ્રાપ્ત કરી, પૂર્વે ખાંધેલી કમઁરજ ખંખેરી નાખી, પ્રકાશયુક્ત તથા અનુપમ એવી સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. [૧૫] Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમીસાંજને ઉપદેશ મેં આ પ્રમાણે સાંભળ્યું છે. ભગવાન મહાવીરે એવું કહ્યું છે કેઃ જિતેંદ્રિય પુરુષ વિનય, શ્રત, તપ અને આચાર એ ચાર સમાધિસ્થાનમાં પિતાની જાતને જે છે. [૧] તેમાં વિનયસમાધિના પાછા ચાર પ્રકાર છે: ૧. ગુરુ કહે ત્યારે સાંભળવાની ઈચ્છા રાખવી. ૨. તેને બરાબર સમજવું. ૩. તે પ્રમાણે આચરણ કરવું. ૪. અને તે બાબતને મદ ન કરવો. [૨] તે જ પ્રમાણે શ્રતસમાધિના પણ ચાર પ્રકાર છે: ૧. મને શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થશે એ ખ્યાલથી અધ્યયન કરવું. ૨. હું એકાગ્ર ચિત્તવાળો થઈશ એ ખ્યાલથી અધ્યયન કરવું. ૩. શુદ્ધ ધર્મ જાણીને તેમાં હું મારી જાતને સ્થાપિત કરીશ, એ ખ્યાલથી અધ્યયન કરવું. ૪. તથા શુદ્ધ ધર્મમાં જાતે સ્થિત થયા પછી બીજાને પણ તેમાં સ્થાપિત કરી શકીશ એવા ખ્યાલથી અધ્યયન કરવું. [૩] તપસમાધિના પણ ચાર પ્રકાર છે: ૧. ઈહલૌકિક ફળની ઈચ્છાથી તપ ન કરવું. ૨. પારલૌકિક ફળની ૧. “ઋત” એટલે શાસ્ત્ર. ૨. સમાધિ એટલે પરમાર્થતઃ આત્માનું હિત, સુખ, સ્વાશ્ય. – ટીકા. Page #144 -------------------------------------------------------------------------- ________________ વિનય ઈચ્છાથી તપ ન કરવું. ૩. કીર્તિ અને પ્રશંસા પ્રાપ્ત કરવાની ઇચ્છાથી તપ ન કરવું. ૪. અને કમઁનાશ સિવાય બીજા કશા હેતુથી તપ ન કરવું. એ પ્રકારે કર્મનાથ સિવાય બીજા કશા ફળની આશા વિના જે ભિક્ષુ હંમેશાં વિવિધ પ્રકારના ગુણેાયુક્ત તપમાં રત રહે છે, તે પાતાનાં જૂનાં પાપ ખંખેરી નાખે છે. [૪] ન ૧ તે જ પ્રમાણે આચારસમાધિના પણ ચાર પ્રકાર છે: ૧. ઇહેલોકિક ફળની ઈચ્છાથી આચાર પાળવા; ૨. પારલૌકિક ફળની અપેક્ષાથી આચાર ન પાળવે, ૩. કીર્તિ અને પ્રશંસા પ્રાપ્ત કરવાની ઇચ્છાથી આચાર ન પાળવા; ૪. અને અહંત ભગવાને કહેલા હતુ સિવાય (એટલે કે મેાક્ષના પ્રયાજન સિવાય) ખીજા હેતુથી આચાર ન પાળવેા. જે ભિક્ષુ જિનવચનામાં રત હોય; ખડખડિયા ન હાય; પ્રતિપૂર્ણ હાય; અત્યંત મેાક્ષાર્થી હાય; ઇંદ્રિયનિગ્રહી હાય અને મેાક્ષસાધક હોય, તે આચારસમાધિયુક્ત કહેવાય. [૫] ૧, મૂળમાં તેને માટે કીર્તિ, વર્ણ, શબ્દ અને લૈક એવા શબ્દો છે. ટીકાકાર તેમના અર્થ કરતાં જણાવે છે કે, બધી દિશાઓમાં વ્યાપેલા ચશ તે કીર્તિ; એક દિશામાં વ્યાપે ચશ તે વર્ણ; અર્ધી દિશામાં વ્યાપેલ તે શબ્દ; અને તે સ્થાનમાં જ વ્યાપેલા (સ્થાનિક) યશ તે શ્લાક. ૧૧૩ - Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમીસાંજને ઉપદેશ ઉપર જણાવેલ ચારે સમાધિઓને સેવનારા ભિક્ષુ વિશુદ્ધ અને સ્થિરચિત્ત બની, પિતાને માટે વિપુલ, હિતકર સુખયુક્ત અને કલ્યાણકારી સ્થાન તૈયાર કરે છે; જન્મમરણમાંથી મુક્ત થાય છે, અને આ શરીરનો ત્યાગ કરી, કાં તો શાશ્વત સિદ્ધ થાય છે અથવા થોડુંઘણું કર્મ ભોગવવું બાકી રહ્યું હોય તે મહાદ્ધિશાળી દેવ થાય છે, એમ હું કહું છું. [૬૭] નોંધ વિનોર અને જીવનોત: ઉત્તરાધ્યયન સૂત્રમાં (અ. ૧૧) વિનીત અને અવિનીતનાં જે લક્ષણ જણાવ્યાં છે, તે ટૂંકમાં અહીં આપ્યાં છે. વિશેષ માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૫૩. જેણે શાસ્ત્રનો મર્મ જાણ નથી, જે અહંકારી છે, જે લુબ્ધ છે, જે ઈદ્રિયનિગ્રહી નથી, તથા જે નિરંતર લપલપ કર્યા કરે છે, તે (ઘણું, ભર્યું હોય તેય) વિનીત ન કહેવાય. નીચેનાં પાંચ કારણથી સાચું શિક્ષણ પ્રાપ્ત થતું નથી: માન, ક્રોધ, પ્રમાદ, રાગ અને આળસ. નીચેનાં આઠ કારણથી માણસ સુશિક્ષિત કહેવાય છે: તે સહનશીલ નથી હેત; સતત ઈદ્રિયનિગ્રહી હોય છે; ૧. મૂળ : ” – આ આવું એ વ્યપદેશ કરી શકાય તેવું. Page #146 -------------------------------------------------------------------------- ________________ વિનય ૧૧૫ બીજાને ચોટ લાગી જાય તેવું બોલતે નથી; સુશીલ હોય છે; દુરાચારી નથી હોત; રસલંપટ નથી હોત; સત્યમાં રત હોય છે; તથા ક્રોધી નથી હોતે. નીચેના ૧૪ દેવાળે મુનિ અવિનીત કહેવાય છે અને તે નિર્વાણ પામી શકતા નથી. તે વારંવાર ગુસ્સે થઈ જાય છે; તેને ક્રોધ ઝટ શમત નથી; કેઈ તેની સાથે મિત્રતાની રીતે બોલવા જાય, તે પણ તેને તિરસ્કાર કરે છે; શાસ્ત્ર ભણુને અભિમાન કરે છે; બીજાના ની બેદણ કરે છે; મિત્રો ઉપર પણ ગુસ્સે થઈ જાય છે; પિતાના પ્રિય મિત્રનું પણ પીઠ પાછળ ભૂંડું બોલે છે; કઈ પણ બાબતમાં ઝટ સોગંદ ખાય છે; મિત્રને પણ દ્રોહ કરે છે; અહંકારી હોય છે; લુબ્ધ હોય છે; ઈદ્રિયનિગ્રહી નથી હેતે; એકલપેટે હોય છે; અને બધાને અપ્રીતિકર હોય છે. નીચેનાં પંદર કારણથી બુદ્ધિમાન માણસ સુવિનીત કહેવાય છે. તે અનુદ્ધત હોય છે; ચાંપલો નથી હોતો; કપટી નથી હોત; કુતૂહલી નથી હોતો; કેઈનો તિરસ્કાર નથી કરતો; તેને ક્રોધ ઝટ ઊતરી જાય છે; મિત્રતાથી વર્તનાર પ્રત્યે તે સદ્દભાવ રાખે છે; શાસ્ત્ર ભણુને તે અભિમાન નથી કરતે; અહંકારી નથી હોત; કોઈની ખાતરણ નથી કર્યા કરતે; મિત્રો ઉપર ગુસ્સે નથી થતું; અપ્રિય મિત્રનું પણ પીઠ પાછળ ભલું જ બોલે છે; ટેફિસાદ નથી કરતે; જાતવાન હોય છે; તથા એકાગ્ર હોય છે. ૧. જાતવાન બળદની પેઠે ઊંચકેલે ભાર વહન કરનારે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઉપસંહાર જ્ઞાની પુરુષાના ઉપદેશથી સંસારત્યાગ કર્યાં બાદ હંમેશાં તીર્થંકર વગેરે તત્ત્વજ્ઞાનીઓનાં વચનામાં જ લીન રહેવું; અને તે પ્રમાણે જ વર્તવું. જે ભિક્ષુ એક વખત વિષયલાગાના ત્યાગ કર્યાં બાદ ફરીથી સ્ત્રીઓને વશ નથી થતા, અર્થાત્ આકેલું પાછું નથી પીતા, તે જ સાચા ભિક્ષુ છે. [૧] સાચા ભિક્ષુએ જ્ઞાતપુત્ર મહાવીરનાં વચનામાં શ્રદ્ધા કરવી, તથા પાંચે મહાવ્રતાનું બરાબર પાલન કરીને કર્મબંધનનાં પાંચ મુખ્ય દ્વારા બંધ કરી દેવાં. એટલે કે, તેણે અહિંસાનું સૂક્ષ્મતાથી પાલન કરવું; અને મે જીવવર્ગોને પેાતાના સમાન ગણી તેમને વધુ ન થાય તે માટે કાળજી રાખવી : જેમ કે, તેણે Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૧૧૭ પૃથ્વીને ખવી નહીં કે ખણુવવી નહીં, ઠંડું પાણું પીવું નહીં કે પિવરાવવું નહીં, તીક્ષણ શરૂપ અગ્નિ સળગાવો નહીં કે સળગાવરાવો નહીંપંખા વગેરે વડે પવનને વિજો નહીં કે વીંજાવો નહીં, હરિયાળીને છેરવી નહીં કે છેદાવવી નહીં, બીજેને હંમેશાં ત્યાગ કરે; સજીવ વસ્તુઓનું ભક્ષણ ન કરવું, તેમ જ અન્ન રાંધતાં પૃથ્વી, તૃણુ, અને કાષ્ઠ વગેરેમાં રહેલા સ્થાવર-જંગમ અને વધ થતું હોવાથી, પિતાને ઉદેશીને તૈયાર થયેલે આહાર ખાવો નહીં, તેમ જ રાંધો-રંધાવ નહીં. [૫] એ પ્રમાણે અપરિગ્રહ સુધીનાં પાંચ મહાવ્રત તેણે કાળજીપૂર્વક પાળવાં. તેણે ધન, સેનું, રૂપું વગેરેને ત્યાગ કરે; તેમ જ, ગૃહસ્થો સાથેનો સંબંધ, ક્રોધ, લોભ, માન અને માયાને પણ ત્યાગ કરી, બુદ્ધનાં વચનમાં નિત્ય પ્રયત્નશીલ રહેવું. તેણે અમૂઢપણે એવી સમ્યગ શ્રદ્ધા રાખવી કે, જ્ઞાન, તપ અને સંયમ એ જ સાચે માર્ગ છે. જે ભિક્ષુ મનવાણુ-કાયાને નિયંત્રિત કરી, તપ વડે પુરાણું પાપને ખંખેરી નાખે છે, તે જ સાચા ભિક્ષુ છે. તેણે વિવિધ ખાન-પાન મેળવીને, કાલે કે પરમ મૂળમાં બધે છેવટે એ સંબંધ જડથો છે કે, એમ જે ન કરે તે સાચું શિક્ષુ છે.' Page #149 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજનો ઉપદેશ દિવસે કામ આવશે' એમ માની તેના સંગ્રહ કરવા નહીં કે કરાવવે. નહીં, પરંતુ બીજા સાધર્મિકાને પાતે મેળવેલાં અન્નપાનમાં ભાગ પડાવવાનું નિમંત્રણ આપીને ખાવું; અને ખાઈ ને સ્વાધ્યાયમાં જ રત થવું. [૬૮] સત્ય વાણી એલવાની સાથે જ તેણે ક્લેશ ઊભે કરે તેવી વાણી ન મેલવી; તેમ જ અનુત્યંત ઇંદ્રિયવાળા તથા રાગારિહિત થઈને કાઈની ઉપર ગુસ્સે ન કરવા. સાચા ભિક્ષુ હંમેશાં સંયમમાં જ લવલીન રહે છે તથા અનાકુલપણે વિચરે છે. માન્ય પુરુષોને તે કદી અનાદર નથી કરતા. સાચા ભિક્ષુ ખીજાનાં મર્મવેધી વાગ્માણા તેમ જ તિરસ્કાર સહન કરે છે; તથા અત્યંત ભયજનક શબ્દો કે અટ્ટહાસ્યા બંનેનાં સુખદુ:ખ સમાનરૂપે સહન કરી લે છે. [૯-૧૧] ૧૧૩ તેણે બીજાં વિઘ્ના કે સંકટને પણ તેવી જ રીતે સહન કરી લેવાં, સ્મશાનમાં કોઈ તપક્રિયા અંગીકાર કરીને બેઠા હાય, તે ત્યાંની ડરામણી પરિસ્થિતિ દેખીને તે ડરી જાય નહીં; પરંતુ વિવિધ ગુણુ અને તપમાં નિરંતર રત રહી, શરીરની પણ પરવા ન કરે. તેણે પેાતાના શરીરની અભિકાંક્ષા ન રાખવી; તેમ જ કેાઈ તિરસ્કાર કરે, મારે, કે કાપે તે પણ ૧. મૂળ : પ્રતિમા'. ભિક્ષુની ૧૨ પ્રતિમા માટે તુ આ માળાનું સંચમભ્રમ પુસ્તક, પા. ૨૦૦.૧. Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૧ પૃથ્વી જેવા સહનશીલ થવું. તેણે ફળની આકાંક્ષા ન રાખવી તથા અકુતૂહલી થવું. બધાં સંકટોને શરીરથી પણ સહન કરી લઈ, તેણે પેાતાના આત્માને જન્મમરણના ચક્રમાંથી ઉદ્ધાર કરવા. જન્મમરણને મહાભયરૂપ જાણી, ભિક્ષુએ શ્રમણ્માર્ગમાં જણાવેલા તપમાં સ્થિત થવું. સાચા ભિક્ષુ હાથ, પગ, વાચા અને ઇંદ્રિયોના સંયમ કરે; આત્મા(-ના પ્રશસ્ત ધ્યાન)માં જ રત થાય; તથા તે ધ્યાનનું સંપાદન કરનારા ગુણામાં સ્થિત થઈ, શાસ્ત્ર અને તેના અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરે. [૧૨-૫] તે વસ્ત્રાદિ સામગ્રીમાં અનાસક્ત રહે, અન્નાદિમાં અલુબ્ધ રહે, તથા ઊંચાં-નીચાં અધાં ઘરામાંથી અપરિચિતપણે થોડું થોડું અન્ન માગી લાવે. તે કશું ખરીદે નહીં, વેચે નહીં, કે સંઘરે નહીં; તથા સર્વ પ્રકારના સંગેામાંથી વિરત થાય. જે ભિક્ષુ અચપળ છે; રસામાં આસક્તિ વિનાના છે; ભિક્ષાવૃત્તિથી જીવે છે. જીવનની અભિકાંક્ષા વિનાના છે; ઋદ્ધિ, સત્કાર અને પૂજનના ત્યાગ કરનારા છે; એકાગ્રચિત્ત છે; તથા કામના વિનાના છે, તે જ સાચા ભિક્ષુ છે. [૧ ૬-૭] ૧૧૯ ૧. માત્ર મનથી કે વાણીથી નહીં, પરંતુ શરીરથી પણ”. - ટીકા. Page #151 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજના ઉપદેશ દરેકને પાતાનાં પુણ્ય-પાપ નતે ભાગવવાનાં છે એમ જાણી, તેણે સામે માણસ કુશીલ છે એમ ન ખાલવું; તેમ જ જેથી બીજાને કાંઈ ગુસ્સા થાય તેવું પણ ન ખેલવું. પેાતામાં કાંઈ શુદિ હાય તેના તેણે ગર્વ ન કરવા. ટૂંકમાં, તેણે જાતિ, રૂપ, લાલ, વિદ્યા વગેરે સર્વ મદાના વગેરે સર્વ માના ત્યાગ કરી, ધર્મધ્યાનમાં જ રત રહેવું. [૧૮-૯] ૧ ૧૨૦ તે મહામુનિએ હંમેશાં આર્યોએ જણાવેલા શુદ્ધ ધર્મમાર્ગના જ ઉપદેશ કરવા; તથા જાતે ધર્મમાં સ્થિત થઈ બીજાને પણ તેમાં સ્થાપિત કરવા. સર્વ પ્રકારના કુશીલના તથા હાસ્ય-પ્રહાસ્યના તેણે ત્યાગ કરવા. એ પ્રમાણે નિત્ય હિતકર એવા મેાક્ષમાર્ગમાં સ્થિત થયેલા તે ભિક્ષુ આ અપવિત્ર અને અનિત્ય એવા દેહવાસના ત્યાગ કરી, તથા જન્મમરણુનું બંધન ત્યાગી, અપુનરાગમનવાળી સિદ્ધગતિને પામે છે, એમ હું કહું છું. [૨૦-૧] ૧. જાતિ, કુલ, રૂપ, તપ, શ્રુત(શાસ્ત્રજ્ઞાન), લાલ, ઐશ્વર્યાં, અને પ્રજ્ઞા એ આઠને લગતા આઠ મદ છે. ૨. ધાર્મિક વિષયાનું કે, શાસ્ત્રમાં જણાવેલ પ્રકારે ધ્યાન કરવું તે ધર્મધ્યાન. ધર્મધ્યાન શના પારિભાષિક અર્થે વગેરે માટે જુએ આ માળાનું યોગશાસ્ત્ર' પુસ્તક, પા, ૧૦૭. ૩. મૂળમાં હાસ્યકુહક’ Page #152 -------------------------------------------------------------------------- ________________ નોંધ મૂળમાં આ અધ્યયનનું નામ “સભિક્ષુ છે. ભદ્રબાહુસ્વામી પિતાની નિર્યુક્તિમાં (૩૨૯) જણાવે છે કે, આ અધ્યયનમાં “સભિક્ષુશબ્દને “સ” અક્ષર, નિર્દેશ તેમ જ પ્રશંસા બંને અર્થોમાં લાગુ પડે છે. જે બાબતે દશવૈકાલિકમાં કર્તવ્ય તરીકે જણાવી છે, તેમનું યથાશક્તિ પાલન કરવા માટે જે મુમુક્ષુ ભિક્ષાચર્યા સેવે છે (પેટ ભરવા નહીં), તે જ (સા) ભિક્ષ છે, એ નિર્દેશનો અર્થ થયો. અને જે ભિક્ષુ બીજા પેટભરા અને ગુણરહિત પરિવ્રાજકની પેઠે આચરણ ન કરતાં આ શાસ્ત્રના સારભૂત છેલ્લા અધ્યયનમાં જણાવેલ ગુણયુક્ત થાય છે, તે સદ્ ભિક્ષુ છે, એ પ્રશંસાને અર્થ થયે. [૩૩૦-૧ ભિક્ષુ શબ્દનું નિરુક્ત નિર્યુક્તિમાં નીચે પ્રમાણે આપ્યું છે : જે સાધુ શાસ્ત્રજ્ઞાનયુક્ત થઈ, બાહ્ય અને આત્યંતર તપ વડે આઠ પ્રકારનાં કર્મને ભેદી નાખે છે (મિત્તિ), તે ભિક્ષુ છે. [૩૪] અથવા તે માત્ર ભિક્ષા વડે જેની આજીવિકા છે, તે ભિક્ષુ કહેવાય. [૩૪] અહીં પણ પ્રથમ અધ્યયનમાં “શ્રમણ શબ્દના પર્યાયે આપ્યા હતા તે પ્રમાણે ભિક્ષુ' શબ્દના પર્યાયે નિર્યુક્તિમાં આપ્યા છે. અહીં નીચેના પર્યાયે વધારે છે: બ્રાહ્મણ: વિશુદ્ધ બ્રહ્મચારી હોવાથી. સાધુ: નિર્વાણુ સાધક યોગ સાધતો હોવાથી. [૩૭] Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમીસાંજને ઉપદેશ નિક્તિમાં ભિક્ષુનાં “લિગે એટલે કે લક્ષણે નીચે પ્રમાણે જણાવ્યાં છે: “સંગ: એટલે કે મેક્ષસુખની અભિલાષા; નિર્વાદ: એટલે કે સંસારવિષયક અણગમે; “વિષયવિવેક”; “સુશીલસંસર્ગ (સત્સમાગમ); “આરાધના', એટલે કે મેક્ષમાર્ગનું સેવન (અથવા અંતકાળે અનાદિને ત્યાગ કરવો તે), તપ, જ્ઞાન, દર્શન (શ્રદ્ધા, ચારિત્ર, વિનય, ક્ષતિ, માર્દવ, જતા, વિમુક્તતા (અનાસકિત), અદીનતા, તિતિક્ષા અને આવશ્યક પરિશુદ્ધિ (આવશ્ય કરવાનાં કર્તવ્ય પરિપૂર્ણ રીતે કરવાં તે). [૩૪૮૯ ઉપસંહાર કરતાં ભદ્રબાહુસ્વામીએ જણાવ્યું છે કે: जो भिक्खू गुणरहिओ भिक्खं गिण्हइ न होइ सो भिक्खू । वण्णण जुत्तिसुवण्णगं व असई गुणनिहिम्मि ।। ३५६ ॥ જે ભિક્ષ ચિત્તસમાધિ વગેરે ભિક્ષગુણ વિનાને છે, તે માત્ર ભિક્ષા ખાવાથી ભિક્ષુ થઈ શકતો નથી. જેમ બનાવટી સેનું સોનાને રંગ માત્ર ધારણ કરવાથી તેના બીજા ગુણો વિના સેનું થઈ શકતું નથી તેમ * ૩૫૧મી ગાથામાં સેનાના ગુણે નીચે પ્રમાણે જણાવ્યા છે? વિષને ઘાત કરવાને સમર્થન, રસાયણરૂપ, માંગલિક, વાળી શકાય તેવું, સારયુક્ત, અગ્નિથી ન બને તેવું, અને કદાચ નહીં તેવું. આ ઉપરાંત “તપાવે ત્યારે જમણી તરફ વળતું, (afક્ષTrad') એવું વિશેષણ પણ છે.) Page #154 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજના ઉપદેશ ખંડ રો કૃતિ આ Page #155 -------------------------------------------------------------------------- ________________ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧ રતિવાકચ હું સાધુ! સંસારત્યાગ કર્યાં બાદ ઠંડી વગેરે શારીરિક દુઃખા કે કામવાસના વગેરે માનસિક દુઃખા ઉત્પન્ન થવાથી તને તારા સંયમમાર્ગમાં ઉદ્વેગ થાય, અને તેના ત્યાગ કરવાના તને વિચાર આવે, તે તેમ કરતા પહેલાં નીચેનાં ૧૮ પા ઉપર ખરાખર વિચાર કરજે, કારણ કે તે પદો ઘેાંડાની લગામ જેવાં, હાથીના અંકુશ જેવાં અને વહાણુના સઢ જેવાં છે. તે આ પ્રમાણે છે ૧ ૧. ધર્મમાં રતિ – પ્રીતિ ઉત્પન્ન કરનાર વાકયો. આ તથા પછીનું એ બે અધ્યચના ચૂડા(પૂર્તિ)રૂપ છે. મૂળ સૂત્રમાં જે વસ્તુ ગૃહીત હોય, પરંતુ સીધી કહી ન હોય, તેને સંગ્રહ તે ચૂડા. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સમીસાંજને ઉપદેશ ૧. આ અધમ કાલમાં મહામુશ્કેલીઓ આજીવિકા ચલાવી શકાય તેમ છે. ૨. ગૃહસ્થીઓના કામગે પણ અસાર તેમ જ અલ્પકાલિક હોય છે. ૩. મનુષ્યો પણ બહુ કપટી બની ગયા છે. ૪. અત્યારનું (સંયમી જીવનનું) આ દુઃખ પણ હંમેશ રહેવાનું નથી. ૫. ભિક્ષુપણું છોડીને ગૃહસ્થાશ્રમમાં જતાં હીન લેકોની પણ ખુશામત કરવી પડશે. ૬. એકલું ફરી પીવું પડશે. ૭. હલકી ગતિને હાથે કરી સ્વીકારવા જેવું થશે. ૮. પુત્ર-સ્ત્રી વગેરે પાશમાં બંધાયેલા ગૃહસ્થને મેક્ષધર્મની પ્રાપ્તિ કે તેનું પાલન દુર્લભ છે. ૯. વિવિધ રોગો તેના વિનાશનું કારણ થઈ ૧. મૂળમાં “દુષમા' રાખ્યા છે. તેના પારિભાષિક અર્થ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧. - ૨. હરિભદ્રસૂરિ જણાવે છે કે, જે ઉત્તમ ભોગે મેળવી શકાવાના ન હોય, તો પછી કુગતિના કારણરૂપ ગૃહસ્થાશ્રમમાં પાછા જઈને પણ શે લાભ ? ૩. સાણ તો એવા મારક રાગે આવતાં અનાદિને ત્યાગ કરી સુખે શરીરને અનંત લાવી શકે, પરંતુ સ્થાને તો પોતાના રી–પુત્રના ભરણપોષણની ચિંતા રહેતી હોવાથી, તેને માટે ગાદિ ભાર વિનારરૂપ થઈ પડે છે.' Page #158 -------------------------------------------------------------------------- ________________ રતિવાકથ ૧૦. વિવિધ સંકલ્પા પણુ તેના વિનાશનું કારણું થઈ પડે છે. ૧૧. ગૃહસ્થને ખેતી, વેપાર, ઢારઢાંખર વગેરેની અનેક ચિંતા કરવાની હોય છે; જ્યારે ભિક્ષુને તે માખતની નિરાંત હાય છે. ૧૨. ગૃહસ્થાશ્રમ બંધનરૂપ છે; જ્યારે ભિક્ષુજીવન મુક્તિરૂપ છે. ૧૩. ગૃહસ્થાશ્રમ જીવન નિર્દેષ છે. સદોષ છે; જ્યારે ભિક્ષુ ૧૨૭ ૧૪. ગૃહસ્થાના કામભાગે। પડાવી લેવાની ઈચ્છા બહુ લેાકેા કરતા હાય છે. ૧૫. ગૃહથ સ્ત્રી-પુત્રાદિને માટે વિવિધ ક કરે છે, પરંતુ પેાતાનું પાપ-પુણ્ય તે દરેકને પાત જ ભેગવવું પડે છે, તેમાં કોઈ ભાગ પડાવતું નથી, ૧૬. મનુષ્યાનું આયુષ્ય ઢાલની અણી ઉપર ચાટેલા પાણીના બિંદુ જેવું અત્યંત ચંચલ છે. 3 ૧. હિંસાદિ કરવાં પડતાં હોવાથી. ૨. એટલે કે ચારા, રાજાઆ વગેરે ગૃહસ્થના ધન-સ્ત્રી વગેરે ભેગા પડાવી લેવા ફો કરતા હોય છે. તેથી, સમડીના હાથમાં માંસના લેપ્ચા આવતાં બધા કાગડાઓ તેની પાછળ ફરી વળે છે, અને તેને ચાંચા મારી હેરાન કરી મૂકે છે, તેવી ગૃહસ્થની દશા હોય છે. ૩. એટલે કે, સાધુ ભેગ ભાગવવા ગૃહસ્થાશ્રમી થાય, પરંતુ Page #159 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપદેશ ૧૭. મેં ખરેખર પૂર્વે બહુ પાપકર્મ કર્યું હશે ! ૧૮. એ બધાં જે પાપકર્મ મેં પૂર્વ આચા છે, તેમને ભાગવીને જ કે તપથી તેમનેા ક્ષય કરીને જ તેમાંથી છૂટું થઈ શકાશે; એમ ને એમ નહીં જ છુટાય ! ૨૦ શ્લાકા અનાર્ય બુદ્ધિવાળા, તથા ભાગેામાં આસક્ત એવા મૂહ ભિક્ષુ જ્યારે ધર્મના ત્યાગ કરે છે, ત્યારે તે ભવિષ્યકાળને વિચાર નથી કરતા. [૧] પરંતુ સર્વ ધર્મોમાંથી પરિભ્રષ્ટ થઈ ગૃહસ્થી મન્યા બાદ, તે મૂર્ખ મનુષ્ય સ્વર્ગમાંથી પૃથ્વી પર પડેલા ઇંદ્રની જેમ દુ:ખી થાય છે. [૨] પ્રથમ તે। . તે બધાના વંનીય હતા, પૂજ્ય હતા તથા માન્ય હતા; પરંતુ પછી તે અવંદનીય, અપૂન્ય અને અમાન્ય બની જાય છે; તથા સ્થાનભ્રષ્ટ થયેલા દેવની જેમ, રાજ્યષ્ટ થયેલા રાજાની જેમ, ભાગા ભાગવવાના શરૂ થાય ત્યાર પહેલાં જ તે કદાચ મરી નય, અને બધી વાસના અધૂરી જ રહી જાય; અથવા ભેાગા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા માંડે, અને તે પ્રાપ્ત થાય ત્યાર પહેલાં જ તેને મરવાનું થાય. ૧. જેથી, મારા આત્માનું કલ્યાણ કરનારા સંચમમાર્ગમાં આનંદ થવાને બદલે મને આમ ત્રણગમા થયા છે, અને મારા આત્માનું અધઃપતન કરનારા વિષયભેગા તરફ આકર્ષણ થયું છે. · Page #160 -------------------------------------------------------------------------- ________________ રતિવાક્ય ૧૨૯ અને શુદ્ધ ગામડામાં આવી પડેલા નગરશેઠની જેમ પસ્તાય છે. [૩-૫] વળી જ્યારે યૌવનાવસ્થા પૂરી થવાથી તે વૃદ્ધ બને છે, ત્યારે પિતાને વીંટળાયેલા કલેશકારી સ્ત્રીપુત્રાદિ કુટુંબની દુશ્ચિતાઓથી હણાઈને તથા મેહપરંપરામાં ગૂંચવાઈને, તે ગલ ગળેલા માછલાની જેમ કે કાદવમાં બૂતેલા હાથીની જેમ બહુ દુઃખી થાય છે. [૬-૮ તે વખતે તેને વિચાર આવે છે કે, જે હું જિનેશ્વર ભગવાને ઉપદેશેલ સાધુજીવનમાં રત રહ્યો હોત, તે આજે તે હું શાસ્ત્રજ્ઞાની તથા શુદ્ધ ચિત્તવાળે આચાર્ય બન્યા હોત!” આમ સંયમમાર્ગમાં રત મહર્ષિઓનું દેવલોક સમાન સુખદ સાધુજીવન, અને સંયમમાર્ગથી કંટાળી ધર્મત્યાગ કરનારા પુરુષનું મહાનરક સમાન ગૃહસ્થજીવન દેખી, બુદ્ધિમાન પુરુષે સાધુજીવનમાં જ રત રહેવું. [૯-૧૧). ધર્મથી ભ્રષ્ટ થયેલા અને તપિલક્ષમીથી રહિત બનેલા તે દુરાચારી મનુષ્યને પછીથી, હોલવાઈ ગયેલા અને તેજ વિનાના બનેલા યજ્ઞના અગ્નિની માફક તથા ઘેર વિષવાળા પરંતુ ઝેરી દાઢ કાઢી લીધેલા નાગની માફક કુશીલ પુરુષો પણ તિરસ્કાર કરે છે. ધર્મથી ટ્યુત થઈ, અધર્મ સેવનારા અને લીધેલ વ્રતનું ખંડન કરનારા તે મનુષ્યને આ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમીસાંજને ઉપદેશ જન્મમાં અધર્મ, અપયશ, અપકીતિ, અને હલકા લોકોમાં પણ બદનામી પ્રાપ્ત થાય છે; તથા મૃત્યુ બાદ હલકી ગતિ પ્રાપ્ત થાય છે. આમ, આવેગયુક્ત ચિત્ત વડે ભોગો ભોગવીને, તથા અનેક પ્રકારનો અસંચમ આચરીને તે અનિષ્ટ તેમ જ દુઃખપૂર્ણ એવી નરનિ પામે છે, તથા તેને ફરી ધર્મજ્ઞાન પ્રાપ્ત થવું પણ સુલભ રહેતું નથી. [૧૨-૪ - “અરે! અત્યંત દુઃખયુક્ત તથા કલેશપૂર્ણ એવા નરનિના જીવના પલ્યોપમ” અને સાગરોપમ વર્ષો જેટલા લાંબા કાળના શારીરિક તેમ જ માનસિક દુઃખને પણ અંત આવે છે, તે પછી મારું આ અ૫કાલિક માનસિક દુઃખ (ડા વખતમાં) નષ્ટ થઈ જશે એમાં શું અસંભવિત છે? અત્યારે મને ભેગપિપાસાને લીધે સંયમમાં અરતિ થઈ છે; પરંતુ એ ભેગપિપાસા કાંઈ નિત્ય નથી; યૌવનાવસ્થા પૂરી થતાં તેને અંત આવવાને જ છે. અને ધારે કે આ શરીર કાયમ રહે ત્યાં સુધી પણ તેને અંત ન આવ્યો, તે પણ આયુષ્ય પૂરું થતાં તે તેને અંત આવશે જ !” આ પ્રમાણે જે સાધુ પિતાના આત્માને દઢ કરે છે, તે કાંઈ વિશ્ન આવતાં ૧. મૂળમાં તે પ્રસા” છે. ખુલ્લી રીત; બળાત્કારપૂર્વક એ પ્રસા(અથ૦)ને અર્થ થાય છે. ૨. તેમના અર્થ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણી નં. ૨. Page #162 -------------------------------------------------------------------------- ________________ રતિવાક્ય ૧૩૧ ― દેહના ત્યાગ કરશે, પણ ધર્મોંજ્ઞાના ત્યાગ નહીં કરે; અને તેવા દૃઢનિશ્ચયી પુરુષને પછી ઇંદ્રિયા પણ વિચલિત કરી શકતી નથી — ગમે તેવા પ્રખળ પવન સુદૃર્શન (મેરુ) પર્વતને ચલિત નથી કરી શકતા તેમ. આમ વિચારી, બુદ્ધિમાન પુરુષ જ્ઞાનાદિના વિવિધ ઉપાયા સમજી લઈ, મન-વાણી અને કાયાને નિગ્રહમાં રાખી, જિનાએ ઉપદેશેલા માર્ગમાં સ્થિત થાય, એમ હું કહું છું. [૧૫૮] ટિપ્પણા ૧. રુમાા∞ : જૈતા કાળચક્રના બે ભાગ પાડે છે: ૧. દરેક શુભ બાબતમાં હાનિ પામતા (નીચે જતેા) અને ૨. દરેક શુભ બાબતમાં વૃદ્ધિ પામતા (ઉપર જતા). પહેલાને અવસર્પિણી કહે છે; અને બીજાને ઉત્સર્પિણી કહે છે. તે દરેકના પાછા છ ભાગ પાડવામાં આવ્યા છે. તે આરા’ કહેવાય છે. અવસર્પિણીના આરા આ પ્રમાણે છે : સુખમા સુખમા, સુખમા, સુખમાંદુ:ખમા, દુ:ખમાસુખમા, દુ:ખમા, અને દુ:ખમાદુ:ખમા. ઉત્સર્પિણીના છ આર. તેનાથી ઊલટા છે. અવસર્પિણીમાં સુખ વગેરે ઘટતાં જાય છે, અને ઉત્સર્પિણીમાં વધતાં જાય છે. ઉપર ગુાવેલા દરેક આરાનું અનુક્રમે માપ આ પ્રમાણે છે : પહેલા આરા ૪ × (૧ કરોડ × ૧ કરોડ) સાગર વર્ષ બીજો આરે ૩ × ( >> 37 ), " Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ સમીસાંજના ઉપદેશ ત્રીજો આરા ૨ × ( ચેાથેા આર ૧ × ( ૪૨,૦૦૦ વર્ષ. "" " 19 પાંચમે આરા ૨૧,૦૦૦ વર્ષ. છઠ્ઠો આરા ૨૧,૦૦૦ વર્ષ. સાગર' વર્ષના અર્થ માટે જુઓ નીચે ટિપ્પણુ નં. ૨. ૨. ‘પલ્યોપમ’ અને ‘સાગર' વર્ષો ), ),, માં ઓછાં સંખ્યાથી નહીં પણ ઉપમાથી જ સમજી શકાય તેવી વર્ષોંની એક ગણતરીને ‘પડ્યે પમ' કહેવામાં આવે છે. જેમ ૐ, યેાજન પ્રમાણુ લાંબા, પહેાળા ને ઊંડા ખાડાને ઝીણામાં ઝીણા વાળના ટુકડાઓથી ઠાંસીને ભરે, અને તેમાંથી દર સે વર્ષે એક એક ટુકડા કાઢે. એ રીતે તે ખાડે ખાલી થતાં જે વખત લાગે, તે બાદરઅદ્દા પક્ષેાપમ' કહેવાય. તે વાળના દરેક ખંડને અસંખ્યાતા કલ્પી, સેા સેા વર્ષે એક એક ખંડ કાઢવામાં આવે; તેવી રીતે તે ખાડા ખાલી થાય તેટલા કાળ તે ‘સૂક્ષ્મ અહ્વા પડ્યેાપમ' કહેવાય. તેવાં ૧૦ × (૧ કરોડ × ૧ કરાડ) પડ્યેાપમ વર્ષાં – ૧ સાગર વર્ષ થાય. = તેવાં ૧૦ × (કરોડ × કરાડ) સાગર વર્ષોંની એક અવસર્પિણી (જુએ ઉપર ટિપ્પણુ નં. ૧) થાય; અને તેટલાં જ ખીજાંની એક ઉત્સર્પિણી થાય. વધુ માટે લોકપ્રકાશ'ના પ્રારંભના ભાગ જ.) Page #164 -------------------------------------------------------------------------- ________________ એકાંતચયા કેવલી ભગવાન પાસેથી સાંભળેલી કેટલીક ખાખતા અહીં કહેવામાં આવે છે; તે સાંભળીને પુણ્યશાળી મનુષ્યેાની ધર્મમાં શ્રદ્ધા થાય છે. લૌકિક મનુષ્ય સમુદાય તે સંસારપ્રવાહના વહેણમાં વિષયાદિના ઉપભાગ પ્રતિ જ વળેલેા છે; પરંતુ જેનું લક્ષ્ય સંસારપ્રવાહથી ઊલટી ખાજુ પર ચાયું છે, તેવા મુમુક્ષુએ તે તે વહેણમાં ન વળતાં 2. સ્થૂલભદ્રસ્વામીની બહેનના મનનું સમાધાન થતું ત હોવાથી, તેમના ગુણાથી ખેંચાયેલી દેવતા તેમને સીમન્ધરસ્વામી પાસે આકાશમાર્ગે થઈ ગઈ; ત્યાં તેમના મનનું સમાધાન કર્યાં ખાદ્ય સીમન્ધરસ્વામીએ ઉપરાંતમાં આ ચૂડા' (પૂર્તિ) પણ તેમને શીખવી, એવી પરંપરા છે. વધુ માટે જુએ ઉપાદ્ઘાત પા. ૯, ૪. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમીસાંજને ઉપદેશ ઊલટે વહેણે જ પિતાની જાતને પ્રવર્તાવવી. નીચે વહેણે જવું હમેશાં સહેલું હોય છે, તેથી જનસમુદાય તો વિષયાદિની પ્રવૃત્તિરૂપ નીચલે વહેણે તણાવામાં જ સુખ માને છે. તેનાથી ઊલટું, સાધુપુરુષે સંયમમાં જ સુખ માને છે. કારણ કે નીચલે વહેણે તો સંસારસમુદ્રમાં જવાનું છે; અને ઊલટે વહેણે જ તેમાંથી બચવાનું છે. માટે જ્ઞાનાદિ પ્રાપ્ત કરવામાં પરાક્રમશીલ, સંયમી, તેમ જ સમાધિયુક્ત એવા સાધુએ ભિક્ષુચર્યા, અહિંસાદિ વ્રતે, તેમ જ આહારશુદ્ધિ વગેરે ગુણો તથા તેમનું યથાસમય પાલન વગેરે નિયમો ઉપર જ લક્ષ રાખવું. [૨-૪ એક ઠેકાણે કાયમ ન રહેવું, મકાનમાં ન રહેવું, અનેક ઠેકાણેથી માગીને ભિક્ષા મેળવવી, અપરિચિત ઠેકાણેથી જ જોઈતી વસ્તુઓ માગવી, એકાંત સ્થાનનું જ સેવન કરવું, થોડામાં થોડી સાધનસામગ્રી રાખવી, અને કલહને ત્યાગ કરે, એ ત્રષિઓની ઉત્તમ વિહારચર્યા કહેવાય છે. ભિક્ષુએ ભિક્ષા માગવા ૧. તેનું સ્પષ્ટીકરણ તરત પછી (શ્લેક પમાં) જ છે. ૨. એ “ગુણેના મૂલ” અને ઉત્તર એવા ભેદ વગેરે માટે જુઓ આગળ અધ્યયન ૬, પા. ૭૬, નોંધ ૧. ૩. મૂળમાં તેને “સમુદાનચર્ચા' કહી છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ એકાંતર્યા ૧ ર માટે રાજકુલ કે જમણવાર જેવાં ધમાલવાળાં સ્થાને તજી દેવાં; જ્યાં સાધુઓનું અપમાન થતું હાય, તેવાં સ્થાના તજી દેવાં; નજરે જોયેલાં આહાર-પાણી જ લેવાં; તથા ખરડાયેલા હાથે અને વાસણે આપેલાં જ લેવાં, તેણે મઘ અને માંસના ત્યાગ કરવા; બીજાની વિભૂતિના દ્વેષ ન કરવા; પુષ્ટિકારક વસ્તુઓને મેટે ભાગે ત્યાગ કરવેા; વારંવાર ધ્યાન કરવું, અને સ્વાધ્યાયમાં પ્રયત્નશીલ રહેવું. એક ઠેકાણે ચાતુર્માંસાદિ કર્યાં પછી નીકળતી વખતે પાતે વાપરેલાં શયન, આસન, મુકામ, સ્વાધ્યાયભૂમિ વગેરેની બાબતમાં મમત્વ રાખી, ‘હું ફરી પાછે આવું ત્યારે આ વસ્તુએ મને જ આપો' એવા નિશ્ચય દાતા પાસે ન કરાવવે; તેમ જ કાઈ પણુ ગામ, કુલ, નગર, કે દેશ પ્રત્યે મમત્વ ન કરવું. ગૃહસ્થના મુકામમાં રહેતી વખતે પણ તેણે તેની સેવાચાકરી કે અભિવાદન, તથા વંદન કે પૂજન ન કરવાં. [૫-૯ ૧. સાફ હાથે ને વાસણે આપે તે જ લેવાનો આગ્રહ રાખે, તા માં તા આપનારને પાતાનાં વાસણ અને હાથ ધોઈને આપવું પડે, અથવા ધેાયેલા વાસણને ભિક્ષુને આપ્યા બાદ ફરી ધાવું પડે. અને એ કેવા-કરવામાં પાણીની નકામી હિંસા થાય. ૨. કાંઈ પ્રયાજન હાય તા જુદી વાત છે. ૩. મૂળમાં, સ્થિર થઈ ધ્યાન કરવારૂપી, કાયાત્સર્ગ છે’. સ ૧૧ ૧૩૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજના ઉપદેશ હંમેશાં તેણે લેશરહિત પુરુષાની સેાબતમ રહેવું, જેથી ચારિત્રની હાનિ ન થાય. પરંતુ જો પેાતાનાથી ગુણમાં અધિક અથવા સમાન એવા કુશળ સાબતી ન મળે, તેા કામેામાં અનાસક્ત રહી, પાપાને ત્યાગતા એકલા જ વિચરવું*. [૧૦] ૧૩૬ ૧ ભિક્ષુએ એક જ ઠેકાણે ચામાસામાં ચાર મહિના, કે ખીજી ઋતુમાં એક મહિના જ રહેવું; અને તરત જ ખીજી વાર તે જ ઠેકાણે પાછે ચાતુર્માંસ વગેરે ન કરવાં. ભિક્ષુએ હંમેશાં શાસ્ત્રમાં ખતાવેલ માર્ગે જ આચરણ કરવું. [૧૧] રાત્રીના પ્રથમ અને અંતિમ પ્રહરમાં હંમેશાં પેાતાની જાતનું નિરીક્ષણ કરવું કે, મેં શું કર્યું છે; મારે હજુ શું કરવાનું બાકી છે; મારાથી થાય તેવું હું શું નથી કરતા; કયા દોષ ખીજ મારામાં જુએ કયા દોષ મને પાતાને દેખાય છે; અને કયે ૧. કામ, ક્રોધ, લેાભ વગેરે ક્લેરોાથી રહિત. તૃષ્ણા આરંભ, સંસ્કાર, વગેરેથી દુઃખનું નિમિત્ત થાય તેવી વૃત્તિ ક્લેશ' કહેવાય. ૨. ટીકાકારે એક બ્લેક ટાંકીને જણાવ્યું છે કે : ઝેરી નાગે સાથે કે શઠ શત્રુએ સાથે ફરવું એ સારું છે, પરંતુ અધર્મયુક્ત, ચલ અને અજ્ઞાની એવા મિત્રા સાથે રહેવું એ સારું નથી. કારણ કે નાગ ગુસ્સે થાય તા, તેમ જ શત્રુ પણ લાગ દેખે તા, આ જન્મમાં એક જ વાર હણે, પરંતુ દુરાચારી પુરુષની સેાખતથી તા આ લેકમાં તેમ જ પરલોકમાં એમ બંને ઠેકાણે વારંવાર હણાવું પડે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩ એકાંતચર્યા દેવ હું જાણવા છતાં ત્યાગતું નથી. આ જાતનું બરાબર નિરીક્ષણ કરનાર સાધુ આગામી દોષનું નિવારણ કરી શકે છે. જે બાબતમાં તેને મનવાણ-કાયાથી ક્યાંક દુરાચરણ થયેલું લાગે, તે બાબતમાં તે તરત પિતાની જાતને ઠેકાણે લાવી દે: જાતવાન અશ્વ લગામની સૂચનાને ઝટ સ્વીકારી, ઠેકાણે આવી જાય છે તેમ. જે જિતેંદ્રિય અને ધૃતિમાન સાધુ આ પ્રમાણે આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ કરે છે, તે જગતમાં જાગત છે; અને તે જ સંયમી જીવન જીવે છે એમ કહેવાય. સર્વે ઇંદ્રિયોને વિષયોમાંથી નિવૃત્ત કરી, આત્માનું નિરંતર રક્ષણ કર્યા કરવું જોઈએ; કારણે કે તેનું જે રક્ષણ ન કર્યું, તે તે જન્મમરણને માર્ગે વળે છે; અને તેનું બરાબર રક્ષણ કર્યું હોય, તે તે સર્વ દુઃખમાંથી મુક્ત થાય છે, એમ હું કહું છું. [૧૨-૬] Page #169 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત धम्मो मंगलमुक्किळं अहिंसा संजमो तवो। देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो । ધર્મ એ પરમ મંગલ છે. અહિંસા, સંયમ અને તપરૂપી ધર્મમાં જેનું મન સદા લાગેલું છે, તેને દેવો પણ નમસ્કાર કરે છે. [૧૧] कहं न कुज्जा सामण्णं जो कामे न निवारए । पए पए निसीदंतो संकप्पस्स वसं गओ ॥ જે માણસ સંકલ્પને વશ થઈ ડગલે ને પગલે થાકીને બેસી જાય છે, તથા કામેનું નિવારણ કરતા નથી, તે શમણપણું શી રીતે આચરી શકે? [૧] आयावयाहि चय सोगमल्लं कामे कमाही कमियं खु दुक्खं । Page #170 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત छिंदाहि दोसं विणएज्ज रागं एवं सुही होहिसि संपराए । તપ વડે શરીરને કસીને શરીરની સુકુમારતા દૂર કરો. એ રીતે જેણે કામને ઓળંગ્યા છે, તેણે દુખસમુદ્રને પણ ઓળંગ્યો સમજ. જેણે પદાથે પ્રત્યેના રાગદેવ દૂર કર્યા છે, તે આ સંસારમાં સુખી થાય છે. રિ-૫ कहं चरे कहं चिट्ठ कहमासे कहं सए। कहं भुजंतो भासंतो पावं कम्मं न बंधई ।। जयं चरे त्रयं चिठे जयमासे जयं सए। जयं भुंजतो भासंतो पावं कम्मं न बंधई ।। કેમ ચાલવું, કેમ ઊભા રહેવું, કેમ બેસવું, કેમ સૂવું, કેમ ખાવું, અને કેમ બોલવું, જેથી પાપકર્મ ન બંધાય ? કાળજીપૂર્વક ચાલવું, કાળજીપૂર્વક ઊભા રહેવું, કાળજીપૂર્વક બેસવું, કાળજીપૂર્વક સૂવું, કાળજીપૂર્વક ખાવું, અને કાળજીપૂર્વક બેલવું; તો પાપકર્મ નહીં બંધાય. [૫૮] सव्वभूअप्पभूअस्स सम्मं भूयाई पासओ । पिहिआसवस्स दंतस्स पावं कम्मं न बंधई ॥ સર્વ ભૂતપ્રાણીઓને પિતાની બરાબર ગણનારા અને જેનારા તથા ઈદ્રિયનિગ્રહપૂર્વક હિંસાદિ પાપકર્મો ન આચરનારા મનુષ્યને પાપકર્મ બંધાતું નથી. [૫૯] ૧. અહીં પ્રયત્નપૂર્વક જીવવિરાધના ન થાચ તે રીતે વર્તવાનું સમજવું. Page #171 -------------------------------------------------------------------------- ________________ છે સમીસાંજને ઉપદેશ पढमं नाणं तउ दया एवं चिट्ठइ सव्वसंजए। अन्नाणी किं काही किंवा नाही छेअपावगं । પ્રથમ જ્ઞાન, અને પછી દયા, એ સંયમી પુરુષની સ્થિતિ છે. જે અજ્ઞાની છે, તે શું આચરે, તથા હિતઅહિત કેમ કરીને જાણે [૫-૧૦] सोच्चा जाणइ कल्लाणं सोच्चा जाणइ पावगं । उभयपि जाणए सोच्चा जं छेयं तं समायरे॥ જ્ઞાની પાસેથી સાંભળીને જ કલ્યાણ તેમ જ પાપ જાણી શકાય છે. તે બંને જ્ઞાની પાસેથી જાણીને, જે કલ્યાણકારી હેય, તે આચરવું. [૫-૧૧] सुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स। उच्छे,लणापहोअस्स दुलहा सुगई तारिसगस्स ।। तवोगुणपहाणस्स उज्जुमइ खंतिसंजमरयस्स । परीसहे जिणंतस्स सुलहा सुगई तारिसगस्स ।। સુખાસ્વાદક, સુખેશી, ઊંઘણશી, તેમ જ ઘો-માંજ કર્યા કરનારા શ્રમણને સુગતિ દુર્લભ છે; પરંતુ તપાધન, સરળ બુદ્ધિવાળા, ક્ષમાવાન, સંયમમાં પરાયણ તથા મુશ્કેલીએથી ન દબાનારા શ્રમણને સુગતિ સુલભ છે. ૫િ, ૨૬-૭ અહિંસા सव्वे जीवा वि इच्छंति जीविउं न मरिजिउं । तम्हा पाणवहं घोरं निग्गंथा वज्जयंति णं॥ Page #172 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતા ૧૧ સર્વે જીવા જીવવા ઇચ્છે છે; મરવા ઇચ્છતા નથી, માટે નિર્થ થા ધેાર એવી જીવહિંસાને ત્યાગ કરે છે. [૬, ૨, ૧૧] સત્ય मुसावाओ उ लोगम्मि सव्वसाहूहि गरिहिओ । अविस्सासो अ भूआणं तम्हा मोसं विवज्जए ॥ આ લેકમાં સર્વે સાધુપુરુષાએ અસત્યવચનની નિંદા કરી છે. વળી તે બધાં ભૂતપ્રાણીઓના વિશ્વાસના ભંગ કરવારૂપ છે; માટે અસત્યને ત્યાગ કરવા. [૬, ૨, ૧૨] तहेब फरुसा भासा गुरुभूओवघाइणी । सच्चावि सा न वत्तव्वा जओ पावस्स आगमो ॥ મોટા જીવનું દિલ દુખાય એવી કઠેર વાણી સાચી હાય તાપણુ ન ખેલવી, કારણ કે તેથી પાપબંધન જ થાય છે. [૭-૧૧] બ્રહ્મચર્ય अबंभचरियं घोरं पमायं दुरहिट्ठि । नायरंति मुणो लोए भेआययणवज्जिणी ॥ मूलमेयमहम्मस्स महादोससमुस्सयं । तम्हा मेहुणसंसग्गं निग्गंथा वज्जयंति णं ॥ મૈથુનને સર્વે પ્રમાદનું મૂલ, અસેવ્ય, અધર્મનું મૂળ કારણુ, મહાદેાષાને સમૂહરૂપ, ધારકર્માંના હેતુરૂપ તથા સર્વ પ્રકારના ચારિત્રને છિન્નભિન્ન કરનારું જાણી, નિર્થ"થા તેની સરસા પણ જતા નથી. [૬, ૨, ૧૫-૬] Page #173 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજને ઉપદેશ विभूसा इत्थिसंसग्गो पणीअं रसभोअणं । नरस्सत्तगवेसिस्स विसं तालउडं जहा || શારીરિક ટાપટીપ, સ્ત્રીનેા સંસર્ગ અને અન્નપાન એ વસ્તુ આત્મગવેલી મનુષ્યને માટે વિષ જેવી છે. [૮-૫૭] हत्थपायपलिच्छिन्नं कण्णनास विगप्पिअं । अवि वासस्यं नारि बंभयारी विवच्जए । ૧૪૨ રસદાર ૧ જેના હાથ-પગ કપાઈ ગયા હોય, તથા જેનાં નાક-કાન ખેડાળ થઈ ગયાં હાય, એવી સો વર્ષની સ્ત્રીને પણ સાધુએ સંસર્ગ ન કરવા. [૮-૫૬] તાલપુર અપરિગ્રહ न सो परिग्गहो वृत्तो नायपुत्तेण ताइणा । मुच्छा. परिग्गहो वृत्तो इअ वृत्तं महेसिणा ॥ સંયમ અને લજ્જાના નિર્વાહાર્થે રાખેલી આવશ્યક વસ્તુઓને જ્ઞાતપુત્ર ભગવાને પરિગ્રહ નથી ગણી; પરંતુ આસક્તિ -- મમતાને જ પરિગ્રહ ગણેલ છે. [૬, ૨, ૨૧] શત્રીભાજનત્યાગ अहो निच्चं तवोकम्भं सव्वबुद्धेहिं वण्णिअं । जाव लज्जासमा वित्ती एगभत्तं च भोअणं ॥ સર્વ તીર્થંકરાએ આ હંમેશનું તપકર્મ કેવું વષૅવી તાવ્યું છે કે, નિર્વાહ પૂરતું જ દેહનું દિવસ દરમ્યાન જ ખાઈ લેવું ! [૬, ૨, ૨૩] પાલનપાષણ, અને ૧. હાથમાં પડતાં જ તાળવું ફોડી નાખે તેવું વિષ, Page #174 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતા જગમા जरा जाव न पीडेई वाही जाव न वड्ढई । जाविदिआ न हायंति ताव धम्मं समायरे ॥ જ્યાં સુધી વૃદ્ધાવસ્થાથી પીડિત થયા નથી, અને ઈંદ્રિયોની શક્તિ કાયમ છે, આચરણ કરવાને પ્રયત્ન કરવા. [૮-૩૬] ક્યાય નથી, રામા જ્યા ત્યાં સુધી ધર્મનું कोहो अ माणो अ अणिग्गहीआ माया अ लोभो अ पवड्ढमाणा । चत्तारि एए कसिणा कसाया सिंचंति मूलाई पुणब्भवस्स ॥ ઉચ્છ્વ ખલ થયેલા ક્રોધ અને માન, તથા વૃશિંગત થયેલાં માયા અને લાભ એ ચાર મલિન વૃત્તિ પુનર્જન્મરૂપી વૃક્ષના મૂળની સિંચક છે. [૮-૪૦] कोहो पीई पणासेई माणो विणयनासणो । मायं मित्ताणि नासेई लोभो सव्वविणासणो || ૧૩ ક્રોધથી પ્રીતિ નાશ પામે છે, માન વિનયના નાશ કરે છે, માયા મિત્રાને નારા કરે છે અને લાભ સર્વા નાશ કરે છે. [૮-૩૮] उवसमेण हणे कोहं माणं मद्दवया जिणे । माया चज्जवभावेण लोभं संतोसओ जिणे || Page #175 -------------------------------------------------------------------------- ________________ સમીસાંજનો ઉપદેશ શાંતિ વડે ક્રોધને હણ, મૃદુતાથી માનને જીતવું, માયાને જતાથી જીતવી, અને લેભને સંતોષથી છતો. [૮-૩૯] ગુરુને સહવાસ इहलोगपारत्तहि जेणं गच्छइ सुग्गई । बहुस्सुअं पज्जुवासिज्जा पुच्छिज्जत्थविणिच्छयं । આ લોક અને પરલોકમાં હિતકર એવા ધર્મનું જ્ઞાન મેળવવા માટે શાસણ ગુરુને વિનય અને આત્મનિગ્રહપૂર્વક સેવવા; તથા તેમને પદાર્થોને નિર્ણય પૂછ. [૮-૪૪] अमोहं वयणं कुज्जा आयरिअस्स महप्पणो। तं परिगिज्झ वायाए कम्मणा उववायए ।। શિષ્ય ગુરુના વચનને કદી વિંધ્ય ન થવા દેવું; વાણુથી તેનો સ્વીકાર કરી, કાયાથી તેનો અમલ કરે. [૮-૩૩ रायणिएसु विणयं पउंजे धुवसीलयं सययं न हावइज्जा। कुम्मुव अल्लीणपलोणगुत्तो परक्कमिज्जा नवसंजमंमि ।। ગુણી પુરુષની સેબતમાં રહેતી વખતે તેમના પ્રત્યે વિનય જાળવે, પોતાનું શીલ નિશ્ચલ રાખવું, અને કાચબાની પડે પિતાનાં અંગપ્રત્યંગેનું નિયમન કરી, તપ અને સંયમમાં પરાક્રમી થવું. [૮-૪૧ थंभा व कोहा व मयप्पमाया गुरुस्सगासे विणयं न सिक्खे । सो चेव उ तस्स अभूइभावो फलं व कीअस्स वहाय होई॥ Page #176 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતા ૧૪૫ ગર્વ, ક્રોધ, માયા અને પ્રમાદને કારણે જે શિષ્ય ગુરુ સાથે રહીને વિનય નથી શીખતા, તેની તે ઊષ્ણુપ વાંસના ફળની માફક તેના પોતાના જ નાશનું કારણ થાય છે. [૧] जेण बंघं वहं घोरं परिआवं च दारुणं । सिक्खमाणा निअच्छंति जुत्ता ते ललिइंदिया || तेऽवि तं गुरुं पूअंति तस्स सिप्पस्स कारणा । सक्कारंति नर्मसंति तुठा निद्देसवत्तिणा ॥ कि पुणं जे सुअग्गाही अनंत हिअकामए । आयरिआ जं वए भिक्खू तम्हा तं नाइवत्तए ॥ સુકુમાર શરીરવાળા ગર્ભથીમંતા પશુ લૌકિક હુન્નરકારીગરી શીખવા માટે માર-પીટ અને દારુણુ પરિતાપ સહન કરે છે, ગુરુતે પૂજે છે, તથા તેની આજ્ઞામાં રહે છે; તે પછી અનંત હિતરૂપ મેક્ષ તથા તેના સાધનરૂપ શાસ્ત્રજ્ઞાનની કામનાવાળા ભિક્ષુ ાચાયૅના વચનનું ઉલ્લંધન કેવી રીતે કરી શકે? [૯, ૨, ૧૪-૬] विवत्तो अविणीअस्स संपत्ती विणिअस्स य । जस्सेयं दुहओ नायं सिक्खं से अभिगच्छइ ॥ અવિનીત પુરુષને વિપત્તિ છે અને સુવિનીત પુરુષાને સૌ રૂડાં વાનાં છે, એમ જે બરાબર જાણે છે, તે જ સુશિક્ષિત થઈ શકે છે. [૯, ૨, ૨૧] गुणेहि साहू अगुणेहि साहू गिण्हाहि साहू गुण सुंचऽसाहू | विआणि अप्पगमप्प पूर्ण जो रागदोसेहि समोस पुज्जो || Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમીસાંજને ઉપદેશ ગુણે વડે જ સાધુ થવાય છે અને દુર્ગણે વડે જ અસાધુ થવાય છે. માટે સાધુગુણને સ્વીકાર કરે અને અસાધુગુણેને ત્યાગ કરવે; એમ પોતાની જાતને સમજાવી, તથા રાગદ્વેષનો ત્યાગ કરી, જે સમભાવ પ્રાપ્ત કરે છે, તે શિષ્ય બધાનો પૂજય બને છે. [૯, ૩, ૧૧ આત્મનિરીક્ષણ जो पुव्वरत्तावररत्तकाले संपेहए अप्पगमप्पगेणं । किं मे कडं किं च मे किच्चसेसं कि सक्कणिज्ज म સમાયfમ છે. जस्सेरिसा जोग जिइंद्दिअस्स धिईमओ सप्पुरिसस्स निच्चं। तमाहु लोए पडिबुद्धजीवी सो जीअई संजमजोविएणं॥ જે સાધક રાત્રીના પ્રથમ અને અંતિમ પ્રહરમાં હંમેશાં આત્મનિરીક્ષણ કરે છે કે, મેં શું કર્યું છે, મારે હજુ શું કરવાનું બાકી છે, અને મારાથી થાય તેવું શું હું હજુ નથી કરતે, તે જિતેંદ્રિય અને ઇતિમાન પુરુષ જ જગતમાં જાગતો” છે અને તે જ સંયમી જીવન જીવે છે એમ કહેવાય. ચૂિડા ૨, ૧૨, ૧૫] Page #178 -------------------------------------------------------------------------- ________________ અર્ગંધન, સાપ ૧૩ અગ્નિવ ૩૪-૫, ૪૪, ૭૫, ૯૮ અગ્નિહાત્રી ૧૦૨ અપરિગ્રહ ૭૩ લગકુમાર ૨૪ અરિષ્ટનેમિ ૧૪, ૨૪ અસત્ય ૩૮,૮૧ અસ્તેય ૭૩ અહિંસા ૧, ૭૨, ૨૭ ચાર ૧, ૨૬, ૩૨, ૭૧-૨ આચારસમાધિ ૧૧૩ સૂચિ આચારસંગ્રહે ૯૦ ઈ૦ તાપના કા આત્મનિરીક્ષણ (જીએ એકાંતચર્ચા) આશીવિષ, સાપ ૧૦૨ ઉગ્રસેન ૧૬, ૨૪ એકાંતચર્ચા ૧૩૩ ફામ ૨૦ કિસ્મિષિકદેવ ૬૬ કેવલજ્ઞાની ૪૮ બંધન, સાપ ૧૬ ગુરુ ૧૦૧ ગૃહસ્થાશ્રમ ૧૨૬-૭ ચારી ૩૯, ૭૨૩ જમણવાર ૯૬ જળજીવ ૩૪૫, ૪૩, ૭૫, ૯૮ જીવ, છ પ્રકારના ૩૪ અને અજીવ ૪૬ જ્ઞાતપુત્ર ૭૩ જ્ઞાન, અને ચા ૪૬ -અને દર્શન ૪૮ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તમ તપસમાધિ ૧૧૨ તાલુપુર વિષ ૨૦ ત્રસ જીવ ૩૫-૬, ૪૫, ૭૬, ૯૯ દૈયા, અને જ્ઞાન ૪૬ દર્શન, અને જ્ઞાન ૪૮ દુઃષમકાળ ૧૩૧ ધર્મ ૧ નાલિકા દ્યૂત ૨૭ નિગ્રંથ ૩૦, ૭૧ પરિગ્રહ ૪૧, ૭૩ પરીષહ ૩૧, ૧૦૦ પચાપમ વર્ષ ૧૩૦, ૧૩૨ પૃથ્વી જીવ ૩૪-૫, ૪૩, ૧૪, ૯૭ પ્રતિમા ૧૧૮ બ્રહ્મચર્ચે ૭૩ શિક્ષા ૧, ૫૧, ૫૫, ૭૬-૭, ૯૪, ૧૩૪ ભિક્ષુ ૧૦૮ ૪૦, ૧૧૬ ભાગરાજ ૧૬, ૨૪ સભ્ય ૯૪ મહાચાર ૬ મહાવ્રત ૩૭ ૦, ૧૧૭ માછલી ૬૩ માંસ ૬૨ મૈથુન ૪૦, ૭૩ સુચિ તિવાકચ ૧૨૫ થમિ ૧૪, ૨૪ રાજીમતી ૧૪,૨૪ રાત્રીશેાજનત્યાગ ૪૧, ૭૪ વનસ્પતિ જીવ ૩૫, ૪૪, ૭૧, ૯૮ વાણી,ની શુદ્ધિ અને પ્રકાર ૮૦ ૪, ૧૦૯, ૧૧૮ વાયું જીવ ૩૪-૫, ૪૪, ૭૧, ૯૮ વિનય ૧૦૧ ૦ વિનયસમાધિ ૧૧૨ વેશ્યા ૫૩ શિષ્યધર્મ (જીએ વિનય) શૈલેશી દશા ૪૮ અમણ ૧૨, ૧૭, ૭૦ શ્રુતસમાધિ ૧૧૨ સત્ય ૭૨ સમુદ્રવિજય ૧૬, ૨૪ સંમૂર્તિમ જીવ ૩૫ સંયમ ૧,૪૬ સાગરોપમ વર્ષ ૧૩૦,૧૩૨ સાધુ ૨, ૪૭ સિદ્ધિગતિ ૪૮ સ્ત્રી ૧૨ ૧૬, ૧૭, ૭૦, ૭૭, ૮૧, ૯૪, ૯૬ સ્નાન ૭૮ હિસા ૩૭, ૭૨ Page #180 -------------------------------------------------------------------------- _