SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ २६ આને અર્થ એ છે કે, પુરુષની સેબતમાં રહી, સંયમી, તિતિક્ષાપૂર્ણ, અને અહિંસક જીવન ગાળે, શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરે, અને ધ્યાન પ્રક્રિયા સાધો, એ જ આખી ધાર્મિક કેળવણીનું મૂળ છે. આખા ગ્રંથનો બાકીને ભાગ એ વસ્તુને જ જુદી જુદી રીતે વિસ્તારથી રજૂ કરે છે. - આચાર્યશ્રીને પિતાના અલ્પવયસ્ક પુત્રના હૃદયમાં ધર્મજીવનનું મૂળ નાખવું છે; તેને શાસ્ત્રજ્ઞ પંડિત બનાવવાને વખત જ તેમની પાસે નથી. એક રીતે દરેક ધર્મજિજ્ઞાસુને પિતાના વખતની કિમત હેવી જોઈએ અને હેય છે. મુમુક્ષુ તે મરણને હમેશાં નજીક આવેલું જાણુને જ વર્તે છે. એ જ વસ્તુને કથામાં આડકતરી રીતે સૂચવવામાં આવી છે. આમ વખતનો ખ્યાલ જેને છે, અને તેથી જ તદ્દન આવશ્યક બાબત જ જેને ચર્ચવી છે, એવા આચાર્યે સામાન્ય શાસ્ત્રગ્રંથ કે દર્શનગ્રંથમાં આવતી સૈદ્ધાંતિક વિગત કે વ્યાખ્યાઓની જટિલતાઓને આ ગ્રંથમાં પેસવા જ નથી દીધી. પગપાળે મુસાફર ભાથાની પોટલીમાં જેમ આવશ્યક વસ્તુઓ જ લઈને ચાલે, તેમ આ ગ્રંથમાં મુમુક્ષુનું પાથેય સંઘરવા ઈચ્છતા આચાર્યું કર્યું છે. અને તેથી જ આ ગ્રંથ સાચા અર્થમાં રોજ સાયંકાળે યાદ કરી જવાને ઉપદેશ છે. તે પ્રાચીન ગ્રંથ આધુનિક ગુજરાતી વાચકવર્ગને વધુ સુલભ થાય તે આશાથી આ અનુવાદ પ્રસિદ્ધ કર્યો છે. આ માળાના અન્ય પ્રથાની જેમ આ ગ્રંથમાં પણ સુભાષિતસંગ્રહ, સૂચિ નોંધ, ટિપ્પણુ વગેરે ઉમેર્યા છે. તેથી તેની ઉપયોગિતા વધશે એવી આશા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy