________________
२५
માટે તે એક આખું (મું) અધ્યયન રોકે છે. તેમાં ઈદ્રિયજયપૂર્વક સદ્દગુરુને સહવાસ અને વિવિધ પ્રકારનું સદાચરણ એટલાને મુખ્યત્વે સમાવેશ થાય છે. તેમાંથી ઉતારા કરી અહીં પુનરુક્તિ કરવી આવશ્યક નથી. પરંતુ એ રીતે સદગુરુના સાનિધ્યમાં લાંબે વખત કેળવાયેલા હદયમાં જ અહિંસા, સંયમ અને તારૂપી ધર્મનું સાચું મૂળ રોપાય અને તેમાંથી સાચું ધાર્મિક જીવન પ્રગટે. આ વસ્તુ બરાબર જાણતા હોવાથી જ આચાર્ય શયંભવે મનક સાથે પોતાને સંબંધ તેની પિતાની આગળ કે પશેભદ્ર વગેરે પિતાના શિષ્ય આગળ પ્રગટ કર્યો નહોતે. નહીં તે આચાર્યપુત્ર જાણી, તે બધા શિષ્ય તેની સેવામાં જ લાગી જાત, અને મનક પોતે પણ શય્યભવના સહવાસને યથાયોગ્ય લાભ ન ઉઠાવી શકત. એટલે એક રીતે એમ કહી શકાય કે, ધાર્મિક કેળવણું માટે અભ્યાસક્રમ કે પાઠયપુસ્તક કરતાં ધાર્મિક ગુરુના સહવાસમાં તિતિક્ષાયુક્ત જીવન ગાળવું જ આવશ્યક છે. બીજા શબ્દોમાં કહીએ તે, પુસ્તક કરતાં ગુરુની જરૂર વધારે છે; અને એટલે જ અંશે ધર્મ જાણવા ઈચ્છતા શિષ્યની પણ જરૂર વધારે છે.
ઉપર જણાવેલા ૯મા અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં કર્તાએ આખી સમાધિ – સાધનાને ચાર અંગમાં વહેંચી દીધી છે. તે ચાર અંગે તે: વિનય, બુર, તજ અને સવાર. વિનયમાં ગુરુ પાસે રહી તેમની સેવાશુશ્રુષા દ્વારા પ્રાપ્ત કરવાની સર્વતોમુખી કેળવણીનો સમાવેશ થઈ જાય છે;
ત” એટલે શાસ્ત્રાભ્યાસ; “તપ” એટલે તિતિક્ષા, નિગ્રહ અને ધ્યાન; તથા “આચાર” એટલે અહિંસક જીવનનિર્વાહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org