SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સમીસાંજના ઉપદેશ જ મેળવીને બેસવું, તે જ પ્રમાણે તેણે તાજું ઠંડું પાણી, કરા કે બરફને ઉપયાગમાં ન લેવાં. પાતાનું કે શરીર પાણીવાળું થયું હૈાય તે તેને લૂછવું નહીં કે ઘસવું નહીં. તે જ પ્રમાણે અંગારા, અગ્નિ, વાળા, કે સળગતું ખેરિયું વગેરેને તેણે સંકારવાં નહીં, ખારવાં નહીં કે બુઝાવવાં નહીં. તે જ પ્રમાણે વીંજણા વગેરેથી પેાતાને કે ખીજાને પંખા ન નાખવા. તે જ પ્રમાણે તૃણુ, વૃક્ષ, ફૂલ કે મૂળને દવાં નહીં, સજીવ ખીજને મનથી પણ ઈચ્છવાં નહીં તથા છોડવાઓવાળી જગા ઉપર, બીજ ઉપર, હરિયાળી ઉપર, લીલ ઉપર કે ટોપ ઉપર કદી ઊભા ન રહેવું. તે જ પ્રમાણે એ ઇંદ્રિયવાળાં વગેરે જંગમ (ત્રસ) પ્રાણીઓની પણ તેણે વાણી કે કર્મથી હિંસા ન કરવી. ચાધિકારી સાધુએ તે નજરે ન પડે તેવાં નીચેનાં આઠ પ્રકારનાં સૂક્ષ્મ પ્રાણીઓને પણ અચાવવાં ૧. ઝાકળ, ધૂમસ, આસ વગેરેનાં સૂક્ષ્મ બિંદુએ. ૨. વડ – ઊંમરે વગેરેનાં સૂક્ષ્મ ફૂલ. ૩. કુંથવા વગેરે સૂક્ષ્મ જંતુઓ. ૪. સૂક્ષ્મ કીડિયારાં. ૫. ચામાસામાં થતી સૂક્ષ્મ લીલ, ફૂગ વગેરે. ૬. ડાંગર વગેરે ખીજોનું સૂક્ષ્મ મૂળ. ૭. જમીન જેવા : ક ૧. મૂળમાંઃ ઉદક છે. તેના અય ટીકામાં અનંત વનસ્પતિવિશેષ' કર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy