________________
સુભાષિત छिंदाहि दोसं विणएज्ज रागं
एवं सुही होहिसि संपराए । તપ વડે શરીરને કસીને શરીરની સુકુમારતા દૂર કરો. એ રીતે જેણે કામને ઓળંગ્યા છે, તેણે દુખસમુદ્રને પણ ઓળંગ્યો સમજ. જેણે પદાથે પ્રત્યેના રાગદેવ દૂર કર્યા છે, તે આ સંસારમાં સુખી થાય છે. રિ-૫
कहं चरे कहं चिट्ठ कहमासे कहं सए। कहं भुजंतो भासंतो पावं कम्मं न बंधई ।। जयं चरे त्रयं चिठे जयमासे जयं सए। जयं भुंजतो भासंतो पावं कम्मं न बंधई ।।
કેમ ચાલવું, કેમ ઊભા રહેવું, કેમ બેસવું, કેમ સૂવું, કેમ ખાવું, અને કેમ બોલવું, જેથી પાપકર્મ ન બંધાય ?
કાળજીપૂર્વક ચાલવું, કાળજીપૂર્વક ઊભા રહેવું, કાળજીપૂર્વક બેસવું, કાળજીપૂર્વક સૂવું, કાળજીપૂર્વક ખાવું, અને કાળજીપૂર્વક બેલવું; તો પાપકર્મ નહીં બંધાય. [૫૮]
सव्वभूअप्पभूअस्स सम्मं भूयाई पासओ । पिहिआसवस्स दंतस्स पावं कम्मं न बंधई ॥
સર્વ ભૂતપ્રાણીઓને પિતાની બરાબર ગણનારા અને જેનારા તથા ઈદ્રિયનિગ્રહપૂર્વક હિંસાદિ પાપકર્મો ન આચરનારા મનુષ્યને પાપકર્મ બંધાતું નથી. [૫૯]
૧. અહીં પ્રયત્નપૂર્વક જીવવિરાધના ન થાચ તે રીતે વર્તવાનું સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org