SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય ઈચ્છાથી તપ ન કરવું. ૩. કીર્તિ અને પ્રશંસા પ્રાપ્ત કરવાની ઇચ્છાથી તપ ન કરવું. ૪. અને કમઁનાશ સિવાય બીજા કશા હેતુથી તપ ન કરવું. એ પ્રકારે કર્મનાથ સિવાય બીજા કશા ફળની આશા વિના જે ભિક્ષુ હંમેશાં વિવિધ પ્રકારના ગુણેાયુક્ત તપમાં રત રહે છે, તે પાતાનાં જૂનાં પાપ ખંખેરી નાખે છે. [૪] ન ૧ તે જ પ્રમાણે આચારસમાધિના પણ ચાર પ્રકાર છે: ૧. ઇહેલોકિક ફળની ઈચ્છાથી આચાર પાળવા; ૨. પારલૌકિક ફળની અપેક્ષાથી આચાર ન પાળવે, ૩. કીર્તિ અને પ્રશંસા પ્રાપ્ત કરવાની ઇચ્છાથી આચાર ન પાળવા; ૪. અને અહંત ભગવાને કહેલા હતુ સિવાય (એટલે કે મેાક્ષના પ્રયાજન સિવાય) ખીજા હેતુથી આચાર ન પાળવેા. જે ભિક્ષુ જિનવચનામાં રત હોય; ખડખડિયા ન હાય; પ્રતિપૂર્ણ હાય; અત્યંત મેાક્ષાર્થી હાય; ઇંદ્રિયનિગ્રહી હાય અને મેાક્ષસાધક હોય, તે આચારસમાધિયુક્ત કહેવાય. [૫] ૧, મૂળમાં તેને માટે કીર્તિ, વર્ણ, શબ્દ અને લૈક એવા શબ્દો છે. ટીકાકાર તેમના અર્થ કરતાં જણાવે છે કે, બધી દિશાઓમાં વ્યાપેલા ચશ તે કીર્તિ; એક દિશામાં વ્યાપે ચશ તે વર્ણ; અર્ધી દિશામાં વ્યાપેલ તે શબ્દ; અને તે સ્થાનમાં જ વ્યાપેલા (સ્થાનિક) યશ તે શ્લાક. Jain Education International ૧૧૩ For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy