________________
૧૧૨
સમીસાંજને ઉપદેશ
મેં આ પ્રમાણે સાંભળ્યું છે. ભગવાન મહાવીરે એવું કહ્યું છે કેઃ જિતેંદ્રિય પુરુષ વિનય, શ્રત, તપ અને આચાર એ ચાર સમાધિસ્થાનમાં પિતાની જાતને જે છે. [૧]
તેમાં વિનયસમાધિના પાછા ચાર પ્રકાર છે: ૧. ગુરુ કહે ત્યારે સાંભળવાની ઈચ્છા રાખવી. ૨. તેને બરાબર સમજવું. ૩. તે પ્રમાણે આચરણ કરવું. ૪. અને તે બાબતને મદ ન કરવો. [૨]
તે જ પ્રમાણે શ્રતસમાધિના પણ ચાર પ્રકાર છે: ૧. મને શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થશે એ ખ્યાલથી અધ્યયન કરવું. ૨. હું એકાગ્ર ચિત્તવાળો થઈશ એ
ખ્યાલથી અધ્યયન કરવું. ૩. શુદ્ધ ધર્મ જાણીને તેમાં હું મારી જાતને સ્થાપિત કરીશ, એ ખ્યાલથી અધ્યયન કરવું. ૪. તથા શુદ્ધ ધર્મમાં જાતે સ્થિત થયા પછી બીજાને પણ તેમાં સ્થાપિત કરી શકીશ એવા ખ્યાલથી અધ્યયન કરવું. [૩]
તપસમાધિના પણ ચાર પ્રકાર છે: ૧. ઈહલૌકિક ફળની ઈચ્છાથી તપ ન કરવું. ૨. પારલૌકિક ફળની
૧. “ઋત” એટલે શાસ્ત્ર.
૨. સમાધિ એટલે પરમાર્થતઃ આત્માનું હિત, સુખ, સ્વાશ્ય. – ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org