________________
વિનય
૧૧૧
નાના કે માટે, સ્ત્રી કે પુરુષ, સાધુ કે ગૃહસ્થ, કોઈની પણ અવજ્ઞા ન કરવી કે તિરસ્કાર ન કરવા. એ પ્રમાણે માન અને કોષના જે ત્યાગ કરે છે, તે બધાના પૂજ્ય મને છે. [૧૨]
પૂજા—સત્કારાદિથી સંમાનિત કરેલા જે આચા પેાતાનું જ્ઞાનદાનાદિથી સંમાન કરે છે; તેમ જ પિતા જેમ કન્યાને પાળી-પાષી યાગ્ય કુલમાં ઠેકાણે પાડે છે, તેમ જે આચાર્યાં. પાતાને ચેાગ્ય માર્ગે સ્થાપિત કરે છે, તેવા માનાર્હ તપસ્વી આચાર્યાંનું જે જિતેંદ્રિય તથા સત્યપરાયણ ભિક્ષુ સંમાન કરે છે, તે બધાના પૂજ્ય અને છે. [૧૩]
તેવા ગુણસાગર ગુરુને સદુપદેશ સાંભળી જે બુદ્ધિમાન ભિક્ષુ તે પ્રમાણે આચરણ કરે છે, તથા પંચમહાવ્રતના પાલનમાં તત્પર થઈ, મન – વાણી – કાયાનું અનિષ્ટમાંથી રક્ષણ કરે છે, તેમ જ ક્રોધ-લાલ-માન અને માયારૂપી ચાર કષાયાને દૂર કરે છે, તે બધાને પૂજ્ય અને છે. [૧૪]
એ પ્રમાણે સતત ગુરુસેવા કરનારા મુનિ શાસ્ત્રજ્ઞાન તથા તેના અનુભવમાં કુશળતા પ્રાપ્ત કરી, પૂર્વે ખાંધેલી કમઁરજ ખંખેરી નાખી, પ્રકાશયુક્ત તથા અનુપમ એવી સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. [૧૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org