________________
૧૧૪
સમીસાંજને ઉપદેશ
ઉપર જણાવેલ ચારે સમાધિઓને સેવનારા ભિક્ષુ વિશુદ્ધ અને સ્થિરચિત્ત બની, પિતાને માટે વિપુલ, હિતકર સુખયુક્ત અને કલ્યાણકારી સ્થાન તૈયાર કરે છે; જન્મમરણમાંથી મુક્ત થાય છે, અને આ શરીરનો ત્યાગ કરી, કાં તો શાશ્વત સિદ્ધ થાય છે અથવા થોડુંઘણું કર્મ ભોગવવું બાકી રહ્યું હોય તે મહાદ્ધિશાળી દેવ થાય છે, એમ હું કહું છું. [૬૭]
નોંધ
વિનોર અને જીવનોત: ઉત્તરાધ્યયન સૂત્રમાં (અ. ૧૧) વિનીત અને અવિનીતનાં જે લક્ષણ જણાવ્યાં છે, તે ટૂંકમાં અહીં આપ્યાં છે. વિશેષ માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૫૩.
જેણે શાસ્ત્રનો મર્મ જાણ નથી, જે અહંકારી છે, જે લુબ્ધ છે, જે ઈદ્રિયનિગ્રહી નથી, તથા જે નિરંતર લપલપ કર્યા કરે છે, તે (ઘણું, ભર્યું હોય તેય) વિનીત ન કહેવાય.
નીચેનાં પાંચ કારણથી સાચું શિક્ષણ પ્રાપ્ત થતું નથી: માન, ક્રોધ, પ્રમાદ, રાગ અને આળસ.
નીચેનાં આઠ કારણથી માણસ સુશિક્ષિત કહેવાય છે: તે સહનશીલ નથી હેત; સતત ઈદ્રિયનિગ્રહી હોય છે;
૧. મૂળ : ” – આ આવું એ વ્યપદેશ કરી શકાય
તેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org