________________
વિનય
૧૧૫ બીજાને ચોટ લાગી જાય તેવું બોલતે નથી; સુશીલ હોય છે; દુરાચારી નથી હોત; રસલંપટ નથી હોત; સત્યમાં રત હોય છે; તથા ક્રોધી નથી હોતે.
નીચેના ૧૪ દેવાળે મુનિ અવિનીત કહેવાય છે અને તે નિર્વાણ પામી શકતા નથી. તે વારંવાર ગુસ્સે થઈ જાય છે; તેને ક્રોધ ઝટ શમત નથી; કેઈ તેની સાથે મિત્રતાની રીતે બોલવા જાય, તે પણ તેને તિરસ્કાર કરે છે; શાસ્ત્ર ભણુને અભિમાન કરે છે; બીજાના ની બેદણ કરે છે; મિત્રો ઉપર પણ ગુસ્સે થઈ જાય છે; પિતાના પ્રિય મિત્રનું પણ પીઠ પાછળ ભૂંડું બોલે છે; કઈ પણ બાબતમાં ઝટ સોગંદ ખાય છે; મિત્રને પણ દ્રોહ કરે છે; અહંકારી હોય છે; લુબ્ધ હોય છે; ઈદ્રિયનિગ્રહી નથી હેતે; એકલપેટે હોય છે; અને બધાને અપ્રીતિકર હોય છે.
નીચેનાં પંદર કારણથી બુદ્ધિમાન માણસ સુવિનીત કહેવાય છે. તે અનુદ્ધત હોય છે; ચાંપલો નથી હોતો; કપટી નથી હોત; કુતૂહલી નથી હોતો; કેઈનો તિરસ્કાર નથી કરતો; તેને ક્રોધ ઝટ ઊતરી જાય છે; મિત્રતાથી વર્તનાર પ્રત્યે તે સદ્દભાવ રાખે છે; શાસ્ત્ર ભણુને તે અભિમાન નથી કરતે; અહંકારી નથી હોત; કોઈની ખાતરણ નથી કર્યા કરતે; મિત્રો ઉપર ગુસ્સે નથી થતું; અપ્રિય મિત્રનું પણ પીઠ પાછળ ભલું જ બોલે છે; ટેફિસાદ નથી કરતે; જાતવાન હોય છે; તથા એકાગ્ર હોય છે.
૧. જાતવાન બળદની પેઠે ઊંચકેલે ભાર વહન કરનારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org