________________
સમીસાંજને ઉપદેશ હિંસાને ત્યાગ કરે” એમ કહેવાને બદલે “જીવવર્ગોમાં સંયમિત રહેવું એવો જ પ્રયોગ કરવામાં આવે છે. એટલે, અહીં તે અહિંસા એટલે, જ્ઞાન અને તેને પરિણામે નીપજતી સર્વ જીવો પ્રત્યે અનુકંપાની અને આત્મૌપત્યની લાગણી – એવો વિસ્તૃત અર્થ સમજવાને છે.
૨. ગ્લૅક ૨-૩માં એવા અનુપમ ધર્મનું યથાર્થ પાલન કરનારનું બાણ જીવન કેવું હોઈ શકે તેની આખી જૈન ક૯૫ના આચાર્યશ્રીએ ટૂંકમાં રજુ કરેલી છે. જેને સિદ્ધિ પદ જોઈએ છે, એટલે કે જેને આત્માનું સત્ય સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, તેણે અનાત્મ પદાર્થોની પાછળ દોડવાનું કે તેઓમાં બંધાઈ રહેવાનું છોડી દેવું જોઈએ. એટલે કે તેણે કામ-રાગ આદિ આંતર બંધનેને સંયમ - ત્યાગ –- કરી, તેમને પરિણામે ઊભાં થયેલાં ઘર, કુટુંબ વગેરે બાહ્ય બંધનેને છેદ ઉડાડે જોઈએ. ત્યાર બાદ, અન્ય જીવોની હિંસા ન થાય તે રીતે શરીરનિર્વાહ કરીને તપાચરણ કરવાનું રહે. (કારણ કે તપાચરણ જ પૂર્વ કર્મનાં બંધનમાંથી છૂટવાને એકમાત્ર માર્ગ છે.) પરંતુ અહિંસક રીતે જીવવાને એકમાત્ર માર્ગ આચાર્યશ્રીની દષ્ટિએ મધુકર-વૃત્તિ એટલે કે ભિક્ષાચર્યા જ છે. એટલે અહીં આપોઆપ ભિક્ષાવૃત્તિને સ્વીકાર આવીને ઊભો રહ્યો. પરંતુ ભિક્ષાવૃત્તિને શરીરનિર્વાહને એકમાત્ર અહિંસક રસ્તો કેવી. રીતે કહી શકાય એવી શંકા ઊઠી શકે, અને તેટલા માટે જ ભદ્રબાહવામીએ એ સ્થળે પોતાની નિર્યુક્તિમાં (૯૮ ઇe તેની વિસ્તૃત ચર્ચા નીચે પ્રમાણે કરી છેઃ
ગૃહસ્થ પણ પુણ્યપ્રાપ્તિના સંક૯પથી શ્રમણ-સાધુ માટે આહાર તૈયાર કરે છે અને તેમાંથી જ તેઓ સાધુઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org