________________
પરમ મંગલ
શકે છે. કારણુ કે જ્યારે જીવ અને અવ એ બંને તત્ત્વાને (નાની પાસેથી) જાણે છે, ત્યારે સર્વ જીવાની (પાતપેાતાનાં કર્મને અનુરૂપ) અનેકવિધ ગતિને જાણે છે, તથા તે ગતિના કારણરૂપ પુણ્યપાપતે તેમ જ બંધ-માક્ષને જાણે છે. પછી તેને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, અને તે સર્વ સંબંધાને ત્યાગ કરી સાધુ થાય છે, પાપકર્માંતા નિરોધ કરે છે, ઉત્તમ ધર્મનું (તપનું) સેવન કરે છે, અને એ રીતે અજ્ઞાનથી એકઠી કરેલી કર્મરૂપી રજ ખંખેરી નાખીને સિદ્ધ થાય છે.”
એટલે કે, અહીં અહિંસાના અર્થ માત્ર જીવહિંસાને ત્યાગ નથી સમજવાતા. પરંતુ જીવાજીવના સ્વરૂપના જ્ઞાનથી નીપજેલું તત્ત્વજ્ઞાન, તથા તેને પરિણામે પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા અખત્યાર કરેલા સંયમ અને તપની સહભાવી એવી અન્ય જીવે પ્રત્યે અનુકંપા, એવા વિશાળ અર્થ સમજવાને છે. જ્યાં સુધી અજ્ઞાનથી પાતા વિશે ભોક્તાપણું માન્યું છે, ત્યાં સુધી અન્ય પ્રાણીઓનું ભાગ્યપણું ભૂલી શકાતું નથી. પરંતુ જ્યારે જીવનું સાચું નિ:સંગસ્વરૂપ સમજાય છે, ત્યારે અન્ય પદાર્થોં પ્રત્યે ભાગ્યપણાની બુદ્ધિ નિવૃત્ત થાય છે, અને અન્ય જીવા પ્રત્યે પણ આત્મોપમ્ય જન્મે છે. એ આત્મૌપમ્યના અનુભવથી જ પોતાને માટે અન્ય જીવતે દેવાની વૃત્તિ નિર્મૂળ થઈ જાય છે.
દશમા અધ્યયનના સાતમા ક્લાકમાં જ્ઞાન, સંયમ અને તપ એ ત્રણના ઉલ્લેખ છે, એ પણુ અહીં ધ્યાનમાં રાખવા જેવા છે. માત્ર જીવહિંસાના ત્યાગને તે સંયમમાં પણ સમાવેશ થઈ જઈ શકે. જૈન ગ્રંથામાં છયે જીવવાંની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org