________________
સમીસાંજના ઉપદેશ
ધર્મજ્ઞાન વિનાના, વિનય જેવી વસ્તુ જ ન જાણનારા, તથા એકલપેટા છે, તેના મેાક્ષ નથી, પરંતુ જે ભિક્ષુ સદ્ગુરુની આજ્ઞામાં રહે છે, જે ધર્મનું રહસ્ય સમજ્યા છે, તથા જે વિનયની ખાખતમાં કુશળ છે, તે આ દુસ્તર પ્રવાહને તરી જાય છે, તથા કર્મોના ક્ષય કરી, સિદ્ધિરૂપી ઉત્તમ ગતિને પામે છે, એમ હું કહું છું. [૨૧-૩]
૧૦૩
૩
જે શિષ્ય સતત જાગ્રત રહી આચાર્યની શુશ્રુષા કરે છે, અને તેમની દૃષ્ટિ કે ઈશારામાત્રથી તેમની મરજી સમજી લઈ, તેના અમલ કરે છે, તે બધાને પૂજ્ય અને છે. [૧]
ગુરુ પાસેથી આચારાદિનું જ્ઞાન સાંભળવા ઈચ્છનારે હંમેશાં વિનયી થવું. પછી જ્યારે તેમને ઉપદેશ મળે, ત્યારે જે રીતે તેમણે ઉપદેશ્યું હાય તે પ્રમાણે આચરણ કરવાને! ઇરાદે રાખી, જે શિષ્ય ગુરુને અપરાધી નથી બનતા, તે બધાના પૂજ્ય અને છે. [૨]
પોતાનાથી જ્ઞાનમાં અને સંયમમાં અધિક પુરુષ પ્રત્યે. જે વિનય અને નમ્રભાવ દાખવે છે — પછી ભલે તે ઉંમરમાં નાના હાય, વળી જે સત્યવાદી છે, વંદનશીલ છે, તથા આજ્ઞાકારી છે, તે બધાને પૂજ્ય અને છે. [૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org