________________
१७
બાબતામાં જ ધર્મનું તમામ તત્ત્વ સમાવી દેવા માગે છે; અથવા કહો કે ગ્રંથકર્તાની નજરે જૈન ધર્મ એટલે એ ત્રણ વસ્તુ છે. અલબત્ત, ત્યાં ગ્રંથકર્તા ભિક્ષુના ધર્મની કે ગૃહસ્થના ધર્મની વાત નથી કરતા, પરંતુ ‘પરમ મંગળ’રૂપ એટલે કે મનુષ્યનું પરમ કલ્યાણુ કરનારા ધર્મની વાત કરે છે. તેપણુ, તેમની દૃષ્ટિએ સ ́પૂર્ણ ધર્મજીવનને અર્થ ઉત્તમ ભિક્ષુજીવન જ છે, એ બાબતમાં શંકા નથી.
ગ્રંથકર્તા ધર્મનું ઉપર પ્રમાણે લક્ષણુ બાંધીને તરત જ પછીના શ્લોકમાં એ ધર્મને અનુસરવા ઈચ્છનારનેા આચાર કહેવા બેસે છે. તેમાં મુખ્યત્વે આંતર-આદ્ય અંધાને ત્યાગ, ભિક્ષાચર્યાં અને તપાચરણુ એ ત્રણ વસ્તુઓનું વિધાન છે. અને ઉપર જણાવેલી ધર્મની વ્યાખ્યામાંથી એ વસ્તુ જ કુલિત થઈ શકે છે. જો અહિંસા એ ધર્મનું પ્રથમ પગથિયું હોય, તે પેાતાના શરીરના સુખાપભાગ કે નિભાવ માટે કરવામાં આવતી હિંસાના ત્યાગ પ્રથમ જ વિચારવા જોઈ એ. જ્યાં સુધી શરીર અને તેના સુખનાં સાધનેાની કામના છે, ત્યાં સુધી અન્ય જીવાના ઉપમઈપૂર્વક તે સુખાની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ અનિવાર્ય છે. તેથી સુખાપભાગની કામનાના, અને નિર્વાહમાં પણ સુખાપભાગને
જેટલે અંશ છે તેટલા પૂરતા તેના પશુ સંયમ આવશ્યક જ છે, અને એક વાર એ આંતરિક તૈયમ આવ્યા, તેની સાથે જ કામનાઓ પૂરી કરવા માટે સ્વીકારેલા સ્ત્રી-પુત્ર-ધન-ધાન્યાદિ પરિગ્રહને પણુ સંયમ અર્થાત ત્યાગ આવીને ઊભા જ રહ્યો. જ્યાં સુધી સ્રીપુત્રાદિ પરિગ્રહ છે, ત્યાં સુધી અહિંસા અને સંયમનું પંથાર્થ પાલન જ શકય નથી, એવી આચાર્યશ્રીની સ્પષ્ટ માન્યતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org