________________
લાગુ પડી શકે તેમ છે. કારણ કે તે મૂળ પૂર્વગ્રંથમાંથી જ કરેલા ઉતારારૂપ હેઈ, તેમાં “મૂળ શબ્દ જ છે. ઉપરાંત તેમાં સાધુજીવનને આવશયક વિધિ ટૂંકમાં તથા સહેજે સમજાઈ જાય તે રીતે મૂકવામાં આવ્યા હોવાથી, તે ગ્રંથ શરૂઆતના અભ્યાસીને કામમાં આવે તેવો જ છે. ઉપરાંત એ સૂત્રમાં મુમુક્ષુએ ખાસ ધ્યાનમાં રાખવાના બધા ધર્મોનો સંગ્રહ થયેલ હોવાથી, તે સૂત્ર દિવસ અને રાત્રિના સંધિ ટાણે એટલે કે સમીસાંજે યાદ કરી જવા જેવું છે. દશવૈકાલિકસૂત્રમાં (ચૂડા ૧-૧૨) જણાવ્યું છે કે, સાધુએ પોતાના ધર્મોમાંથી શું આચર્યું છે અને હજ શું આચરવાનું બાકી છે એ રેજ વિચારી જવું જોઈએ. એ રીતે આ ગ્રંથ “સમીસાંજે યાદ કરી જવાના ઉપદેશ” રૂપ પણ છે. અને તેથી આ અનુવાદનું નામ, “સમીસાંજે તારવેલો ઉપદેશ” તેમ જ “સમીસાંજે યાદ કરી જવાને ઉપદેશ” એમ બંને અને સૂચિત કરે તેવું “સમીસાંજને ઉપદેશ” રાખ્યું છે.
હવે આપણે “દશવૈકાલિક સૂત્રના વિષય તરફ નજર કરીએ. આપણે શરૂઆતમાં જોઈ આવ્યા કે, આ ગ્રંથ નાની ઉંમરના એક ભિક્ષુને ધર્મજીવનનું તત્વ સમજાવવા માટે તારવી કાઢેલ છે. તેથી કરીને આમાં મુખ્યત્વે ભિક્ષધર્મની જ વાત હેય એ સહેજે કલ્પી શકાશે. આ સૂત્રના પ્રથમ શ્લેકમાં જ આચાર્યે ધર્મનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે, “ધર્મ એ જ પરમ મંગલ છે; તથા અહિંસા, સંયમ અને તપ એટલે જ ધર્મ ગ્રંથકર્તા આ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org