________________
ઉત્કાલિક વિભાગમાં મૂકવામાં આવ્યું હશે, ત્યારે તેનું કાલિક નામ તેના ઉત્કાલિક વિભાગ સાથે અસંગત લાગતાં, તથા તેનું કાલિક નામ પડવાનું મૂળ કારણ ભુલાઈ જતાં, તેનું નામ બદલાઈને “દશવૈકાલિક' થઈ ગયું હશે. અને પછીથી વૈકાલિકને અર્થ કરવાને પ્રસંગ ઊભો થતાં, કથા અનુસાર તેની રચના સાયંકાળે (વિકાલે થયેલી ગણ, તે રીતે તેને અર્થ કરવામાં આવ્યું હશે.
આ બધી છેવટે તે કલ્પનાઓ જ છે. એટલે આ અનુવાદ પૂરતું તે સૂત્રનું પ્રચલિત “દશવૈકાલિક' નામ જ સ્વીકારીને આ અનુવાદનું નામ “સમીસાંજનો ઉપદેશ' રાખ્યું છે.
આ સૂત્રને આગમગ્રંથના “મૂલસૂત્ર” કહેવાતા વિભાગમાં મૂકવામાં આવ્યું છે. જૈન ધર્મગ્રંથમાંથી બીજા બે ગ્રંથને એ રીતે મૂલસૂત્ર કહેવામાં આવે છે : ઉત્તરાધ્યયનસૂત્ર, અને આવશ્યકસૂત્ર. હવે “મૂલસૂત્ર' એટલે શું એ વિશે ઘણે મતભેદ છે. “ભૂલસૂત્ર એટલે જેમાં મૂળ શબ્દો” અર્થાત મહાવીરના પોતાના શબ્દો છે તે ગ્રંથ –એવો અર્થ થાય છે. કેટલાક એમ કહે છે કે, જૈન ધર્મના અભ્યાસને (નવા દીક્ષિતને) ભણવાના શરૂઆતના પ્રાથમિક ગ્રંથો હોવાથી આ ગ્રંથ “મૂલસૂત્ર' કહેવાય છે. દશવૈકાલિકસૂત્રને એ બંને અર્થે એક રીતે
૧. પિંડનિર્યુક્તિ કે ઘનિક્તિને ચાહું મલસૂત્ર કહેવામાં આવે છે. પણ તેના નામ ઉપરથી સૂચિત થાય છે તેમ, મળે તે સ્વતંત્ર ગ્રંથ હોવાને બદલે આવશ્યક સૂત્રની નિક્તિ જ હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org