________________
શિક્ષાચર્ચા
રીતે ચાલવું. ખાડા, (ઊંચીનીચી) વિષમ જગા, ઠૂંઠું, કાદવ વગેરે સ્થળાના તેણે ત્યાગ કરવા; તથા પાણી વગેરેમાં થઈ ને જવા પથ્થર, લાકડું વગેરે ગેાઠવી રાખ્યાં હાય તેના ઉપર થઈને ન જવું, કારણ કે ત્યાંથી ખસી પડે કે ગબડી પડે તે ત્યાં જે સ્થાવર કે જંગમ જીવે! હાય તેમની હિંસા થાય. માટે ખીજે માર્ગે લાંખા હાચ તાપણુ લાંબે રસ્તે જ કાળજીપૂર્વક જવું. પગ ઉપર સજીવ ધૂળ ચાંટી હાય, ત્યારે અંગાર, રામ, ફાતરાં, કે છાણુ વગેરેના ઢગલાને ઓળંગીને ન જવું. વરસાદ વરસતા હાય, ધૂમસ પડતું હોય, વટાળ વાતા હાય, કે જીવજંતુ આમતેમ ઊડતાં હાય, ત્યારે પણ તેમાં થઈને ન જવું. [૧-૮]
w
વેશ્યાના ઘર આગળ થઈ ને કદી ન જવું; કારણ કે ઇંદ્રિયનિગ્રહી બ્રહ્મચારીને પણ ત્યાં સ્ખલન થઈ જાય છે. તેવાં અસ્થાના પાસે વારંવાર જનારને સંસર્ગવશાત્ પાતે લીધેલાં તમામ ત્રાના ભંગ
૧
Jain Education International
૫૩
૧. હરિભદ્રસૂરિ અહીં વૃદ્ધવ્યાખ્યા' તરીકે નીચેનું કથન ઢાંકે છે: વેશ્યામાં મન જવાથી અમૈથુનન્નત ખંડિત થાય છે; વેશ્યાદિમાં ચિત્ત રાખી ભિક્ષા માટે જતાં જીવજંતુ કચરાવાથી હિંસા થાય છે; બીજો પૂછે ત્યારે છુપાવવા જતાં અસત્ય ખેલવું પડે છે; વેશ્યાની રવિના .તેના મુખનું દસૈન કરવું એ ચારી છે, તથા તેનામાં મમતા કરવી એ પરિગ્રહ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org