________________
સોમ
' ૨૩
તેણે એક ડાબલીને બહુ બહુ જતનપૂર્વક પોતાના ઘરમાં પેટી-પટારા વગેરેમાં સાચવીને મૂકી. ચાણકયના મૃત્યુ પછી સુબંધુએ ચાણક્યનું ઘર રહેવા માટે રાજા પાસેથી માગી લીધું. તેમાં પેલે મોટો પટારે બંધ જોતાં તેણે તેને ઉધાડ્યોતો તેમાં એક બીજી પેટી બરાબર બંધ કરેલી નીકળી. એમ અંદર અંદરની પેટી ખેલતાં છેવટે પેલી ડાબલી નીકળી. તે ખેલતાં તેમાંથી એક પ્રકારની ગંધ નીકળી, તથા એક કાગળ નીકળે. તેમાં લખ્યું હતું કે, “આ ડાબલીની સુગંધ જે સંઘે, તેણે ત્યારથી માંડીને સ્ત્રી, પલંગ, આભૂષણ,
સ્વાદિષ્ટ ભોજન વગેરે સર્વ ભેગપદાર્થો ત્યાગવા, તથા કઠોર તપ આચરી સાધુના જેવું જીવન ગાળવું; નહીં તે તેનું મરણ થશે.” સુબંધુએ એ બાબતની ખાતરી કરવા તે ડાબલીની ગંધ બીજા પુરુષને સુંધાડી જોઈ, અને પછી તેને ભેળપદાર્થો ભગવાવ્યા. તે તે તરત મરી ગયો. એટલે ત્યારથી માંડીને સુબંધુ બધા ભેગપદાર્થો તજી, કઠેર જીવન ગાળવા માંડયો. એવો પરાણે આચરેલો ત્યાગ એ સાચે ત્યાગ નથી.
૬. ભેગે પ્રાપ્ત થયા હોય છતાં ત્યાગે તો સાચે સાધુ કહેવાય. તે વાક્યની સામે શંકા ઉઠાવાય કે, કઈ ગરીબ હોય, છતાં વિવેક-વૈરાગ્યથી કામભેગેને ત્યાગ કરી સાધુ થાય, તે શું તેને ત્યાગી કહે? તેના જવાબમાં હરિભદ્રસૂરિ નીચેનું ઉદાહરણ ટાંકે છે: એક કઠિયારાએ સુધર્મસ્વામી પાસે દીક્ષા લીધી. તે ભિક્ષા માગવા જતે ત્યારે તે કો કહેતા કે, “ભાઈને મજૂરી કરવી પડતી હતી એટલે સાધુ થયા! આથી ત્રાસી તેણે ગુરુને એ ગામ છોડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org