________________
વાકશશુદ્ધિ કામમાં આવે તેવું છે. કારણ કે એવી વાણુ વૃક્ષાદિ જીને પીડા કરનારી છે. પરંતુ તે સ્થળે બેલવાની જરૂર પડે તે એમ કહેવું કે, આ વૃક્ષો જાતવાન છે, આ વૃક્ષે લાંબાં છે, આ વૃક્ષે ગળાકાર છે, આ વૃાો વિસ્તારયુક્ત છે, આ વૃક્ષ શાખાયુક્ત છે, આ વૃક્ષો ડાળીઓવાળાં છે, કે આ વૃક્ષ દર્શનીય છે. [૧૬-૩૨]
તે જ પ્રમાણે ફળ જોઈને એમ ન કહેવું કે, આ પાકી ગયાં છે, આ પકવીને ખાવા જેવાં છે, આ તૈયાર થયાં છે. આ કુમળાં છે, કે આમની ચીરીઓ કરવા જેવી છે. પરંતુ જરૂર જ પડે એમ કહેવું કે, આ આંબા નમી ગયા છે, આ આંબા ઉપર ફળ મેટાં થયાં છે, આ આંબાનાં ફળને બહુ વખત થયે છે, કે આ આંબા રૂપમાં આવ્યા છે. તે જ પ્રમાણે ખેતરમાં ધાન વગેરે ઊભું દેખીને એમ ન કહેવું કે, એ પાકી ગયું છે, કે એ નીલા રંગનું થયું છે, કે એ કાપવા યોગ્ય થયું છે, કે શેકવા યોગ્ય થયું છે; કે પોંક પાડવા જેવું થયું છે. પરંતુ જરૂર પડે તો
૧. એટલે કે ગેટલો બાઝે ત્યારે પહેલાં ખાઈ લેવા જેવાં.
૨. મૂળઃ “અથડી. ફળ મેટાં (પાક) થઈ જવાથી તેમને ભાર સહેવાને અસમર્થ.
૩. ફળ બેસવા લાગવાથી. ફળ કુમળાં છે એ ભાવ દર્શાવવા, ૪. એટલે કે વાલ વગેરેની પાપડી બેસી જવાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org