SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક' નામ અનુસાર જ કર્યો છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં (અ) ૨૫, ગા. ૧૨ તથા ૧૮) દિવસ અને રાતને છેલ્લે (૨) ભાગ સ્વાધ્યાય માટે વિહિત ગયો છે. અને ચૂર્ણિકારના જણાવ્યા મુજબ આ દશવૈકાલિક ગ્રંથ દિવસના ત્રીજા ભાગમાં એટલે કે સ્વાધ્યાયના કાળથી કાંઈક પહેલાં રચાય હતે; એટલે તે “વિકાલે રચાયે કહેવાય. પરંતુ એટલા જ કારણથી આખા ગ્રંથને આ નામ મળે એ બરાબર નથી લાગતું. ઉપરાંત મનક તે છ મહિના જીવવાનું હતું, એટલે જરા વધુ થોભીને પણ શય્યભવાસ્વામી એથી પૌરુષીમાં જ વિહિત સમયે આ સૂત્ર રચી શકત. એટલે આ સૂત્રનું આ નામ પડવાનું કાંઈક બીજું કારણ આપણે વિચારવું જોઈએ. એવું એક કારણું નીચે મુજબ દેખાય છે. આપણે જાણીએ છીએ કે, સામાન્ય નિયમ મુજબ દીક્ષા લીધે ૧૯ વર્ષ થાય ત્યારે સાધુ પૂર્વગ્રંથો ભણી શકે. પરંતુ મનક તે એ પ્રમાણે અભ્યાસનો વિહિતકાળ સાચવી શકે તેમ હતું નહીં; એટલે તેને માટે શયંભવે પૂર્વગ્રંથનું દહન કરી, તેને દીક્ષા આપ્યા બાદ તરત જ – અગ્યકાળે – પૂર્વગ્રંથના સિદ્ધાંતોનું જ્ઞાન આપી દીધું. આમ મનકે તે જ્ઞાન અકાળે – વિકાળે – મેળવ્યું કહેવાય; અને તે કારણે આ સૂત્રનું નામ વૈકાલિક પડ્યું હોય એમ બનવાજોગ છે. આ બધી દલીલેમાં સૂત્રનું દશવૈકાલિક' નામ ગૃહીત લેવામાં આવે છે. પરંતુ ઉપર જઈ આવ્યા તેમ આ સૂત્રનું ખરું નામ તે દશકાલિક લાગે છે. અને એ ૧, ગાથા ૭, ૧૨, ૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy