________________
१२
કે, આ ચૂડાઓના વિષયતા મૂળ (દશવૈકાલિક) ગ્રંથમાં સંગ્રહ થઈ જ ગયા છે. એટલે આ ચૂડાએ તે તે ગ્રંથમાં કહેવા—ન કહેલા વિષયના સક્ષિપ્ત સારરૂપ છે.” (ગા. ૩૫૯). એટલે આ ચૂડાઓને લગતી દંતકથાને કેટલું મહત્ત્વ આપવું તે વિચારવા જેવું છે.
*
ઉપર આપણે જોઈ આવ્યા તે પ્રમાણે આ ગ્રંથ મહાવીર પછી માત્ર ૯૮ વર્ષે દેહત્યાગ કરનારા જૈન સ`ધના વડા આચાયૅ અસાધારણુ સંજોગામાં પ્રાચીન શાસ્ત્રોમાંથી તારવેલા છે. એટલે આ ગ્રંથમાં આપણુને મહાવીર પછીના તરતના જમાનામાં જૈન ધર્મ અને આચારનું પ્રચલિત સ્વરૂપ કેવું હતું કે કેવું મનાતું હતું તે જોવા મળે છે. નિર્યુક્તિકારે આ સૂત્રનું નામ દશવૈકાલિક' પડવાનું જે કારણુ આપ્યું છે, તે આપણે જોઈ આવ્યા. પરંતુ તે વિશે કાંઈક વિશેષ વિચાર કરવા પ્રાપ્ત થાય છે. ભદ્રબાહુ પેાતાની નિયુક્તિમાં આ સૂત્રનું નામ છ વખત દશકાલિક આપે છે અને એ વખત દશવૈકાલિક' આપે છે, તેમાંય, જ્યાં તેમણે આ સૂત્રના નામને અર્થ કરવાના પ્રયત્ન કર્યાં છે, ત્યાં તે દૃશકાલિક” નામ જ આપ્યું છે. છતાં તેના અર્થ તે
૧
૧. આ ચર્ચા ઇન્ડિયન હિસ્ટોરિકલ કવાર્ટી' પુ. ૧૪, પા. ૪૩૨માં આવેલા શ્રી ધાઢવેના લેખમાંથી લીધી છે.
૨. ગાથા ૧, ૭, ૧૨, ૧૪, ૨૫. (પ્રો. અયંકરની આવૃત્તિ. નીચેની નાંદ્યામાં પણ તે જ આપિત્ત ગણવી.)
૩. ગાથા ૬, ૩૯૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org