________________
મહાયાર
પછી (તે વાસણુ ધાતાં-કરતાં) થતી હિંસાને કારણે નિથા તેમનાં વાસણેામાં જમતા નથી. [૫૦-૨]
૧૫. સાધુપુરુષા ભદ્રાસન, સાંગામાંચી, ઢાલિયા અને ખાટલા વગેરેમાં બેસતા-સૂતા નથી, કારણ કે તે બધી વસ્તુઓ અંધકારના આશ્રયરૂપ હાઈ, ત્યાં જીવજંતુ વગેરે ખરાખર જોઈ-તપાસી શકાતાં નથી. [પર-૫]
63
૧૬. સાધુપુરુષ ભિક્ષા માગવા જતી વખતે ગૃહસ્થને ઘેર બેસતા નથી. એ અનાચાર જે આચરે છે, તેના જ્ઞાનના સર્વર લેાપ થવાના પ્રસંગ આવે છે. ગૃહસ્થની સ્ત્રી સાથે પરિચય વધતાં સાધુનું બ્રહ્મચર્યવ્રત જોખમમાં મુકાય છે; અનુરાગવાળી સ્ત્રી તેને નિમિત્તે ખાસ ખાવાનું મનાવે છે તેથી તેમાં થતી હિંસાના તે ભાગી થાય છે; એક સાધુ ઉપર પ્રીતિ થવાથી ખીજા માગવા આવનારાઓને માટે આપે આપ તે ઘરનું બારણું બંધ થાય છે; અને ગૃહસ્થને પણ પેાતાની સ્ત્રીનું કે સાધુનું આચરણ દેખી ગુસ્સા ઉત્પન્ન થાય છે. અથવા તે સાધુના ઇંગિત દેખી, ગૃહસ્થની સ્ત્રી તેના ભાવ સમજી લઈ, કાં તા તેના તિરસ્કાર કરે છે, અથવા તેા તેને વધુ àાભાવે છે. આમ કુશીલની વૃદ્ધિ કરનાર સ્થાનના સંયમીએ ત્યાગ કરવા. અલખત્ત, અત્યંત
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org