________________
૧૩૪
સમીસાંજને ઉપદેશ ઊલટે વહેણે જ પિતાની જાતને પ્રવર્તાવવી. નીચે વહેણે જવું હમેશાં સહેલું હોય છે, તેથી જનસમુદાય તો વિષયાદિની પ્રવૃત્તિરૂપ નીચલે વહેણે તણાવામાં જ સુખ માને છે. તેનાથી ઊલટું, સાધુપુરુષે સંયમમાં જ સુખ માને છે. કારણ કે નીચલે વહેણે તો સંસારસમુદ્રમાં જવાનું છે; અને ઊલટે વહેણે જ તેમાંથી બચવાનું છે. માટે જ્ઞાનાદિ પ્રાપ્ત કરવામાં પરાક્રમશીલ, સંયમી, તેમ જ સમાધિયુક્ત એવા સાધુએ ભિક્ષુચર્યા, અહિંસાદિ વ્રતે, તેમ જ આહારશુદ્ધિ વગેરે ગુણો તથા તેમનું યથાસમય પાલન વગેરે નિયમો ઉપર જ લક્ષ રાખવું. [૨-૪
એક ઠેકાણે કાયમ ન રહેવું, મકાનમાં ન રહેવું, અનેક ઠેકાણેથી માગીને ભિક્ષા મેળવવી, અપરિચિત ઠેકાણેથી જ જોઈતી વસ્તુઓ માગવી, એકાંત
સ્થાનનું જ સેવન કરવું, થોડામાં થોડી સાધનસામગ્રી રાખવી, અને કલહને ત્યાગ કરે, એ ત્રષિઓની ઉત્તમ વિહારચર્યા કહેવાય છે. ભિક્ષુએ ભિક્ષા માગવા
૧. તેનું સ્પષ્ટીકરણ તરત પછી (શ્લેક પમાં) જ છે.
૨. એ “ગુણેના મૂલ” અને ઉત્તર એવા ભેદ વગેરે માટે જુઓ આગળ અધ્યયન ૬, પા. ૭૬, નોંધ ૧.
૩. મૂળમાં તેને “સમુદાનચર્ચા' કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org