SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સમીસાંજનો ઉપદેશ - તો પછી કેમ ચાલવું, કેમ ઊભા રહેવું, કેમ બેસવું, કેમ સૂવું, કેમ ખાવું, અને કેમ બેલવું, કે જેથી પાપકર્મ ન બંધાય? [૭] કાળજીપૂર્વક ચાલવું, કાળજીપૂર્વક ઊભા રહેવું, કાળજીપૂર્વક બેસવું, કાળજીપૂર્વક સૂવું, કાળજીપૂર્વક ખાવું, અને કાળજીપૂર્વક બેલવું. તે જ પાપકર્મ નહીં બંધાય. [૮] ટૂંકમાં, સર્વ જીવોને પિતાની બરાબર ગણનારા અને જેનારા તથા ઇંદ્રિયનિગ્રહી રહીને હિંસાદિ પાપકર્મો ન આચરનારા મનુષ્યને પાપકર્મ બંધાતું નથી. [૯] પ્રથમ જ્ઞાન, અને પછી દયા – એ સંયમી પુરુષની સ્થિતિ છે. જે અજ્ઞાની છે, તે શું આચરે, તથા હિત-અહિત કેમ કરીને જાણે? જ્ઞાની પાસેથી સાંભળીને જ કલ્યાણ શું છે તથા પાપ શું છે, તે જાણી શકાય છે. તે બંનેને જ્ઞાની પાસેથી જાણીને, જે કલ્યાણકારી હોય તે આચરવું. [૧૦-૧] - જીવ કોણ છે અને અજીવ કોણ છે, એ જે નથી જાણતું, તે “સંયમને ક્યાંથી જાણવા હિતે? જેને જીવ તથા અજીવનું જ્ઞાન છે, તે જ સંયમને જાણી શકે છે. કારણ કે, જ્યારે જીવ અને ૧. સંચમ એટલે અહીં સંચમપ્રધાન મોક્ષામાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy