________________
મહાસા૨ આ પ્રમાણે અમેહદર્શી તપપરાયણ તથા સંયમ અને આર્જવયુક્ત સત્પરુષે પિતાના આત્મા ઉપરથી પૂર્વે કરેલાં કર્મોના લેપ ઉખેડતા જાય છે, તથા નવાં પાપકર્મો આચરતા નથી. સદા ઉપશાંત રહેનારા, મમત્વરહિત, નિષ્કિચન, આત્મવિદ્યાને અનુસરતા, યશસ્વી તથા શરદ ઋતુના ખીલેલા નિર્મળ ચંદ્ર જેવા તે રક્ષણહાર સત્પષે તે ભવે જ સિદ્ધિને પામે છે, અથવા કાંઈ કર્મ શેષ રહી ગયાં હોય, તે ઉત્તમ દેવલોકોને પામે છે. [૬૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org