________________
ભિક્ષાચર્યા સંતોષ માનનારો છે! આ પ્રમાણે પિતાની પ્રશંસા, સન્માન અને પૂજા થાય તે માટે તેઓ છેતરપિંડી આચરે છે, અને એમ કરીને બહુ પાપ બાંધે છે. [૨, ૩૧-૫
હિવે મૂળ વાત ઉપર આવીએ.] બીજાઓને બતાવ્યા છતાં કોઈ સાધુ પિતાના આહારમાં ભાગ લેવા કબૂલ ન થાય, તે પછી ભિક્ષુએ એકલા જ ઉઘાડા મોંવાળા વાસણમાં સાવધાનતાપૂર્વક કશું વેરાય નહીં તે રીતે ખાવું. પિતાને ભિક્ષામાં કડવું, તીખું, ખાટું, ખારું, ગળ્યું, તૂરું જે કાંઈ મળ્યું હેય, તેને માક્ષસાધનામાં ઉપયોગી એવા દેહને ટકાવવા પૂરતું ગણી, મધ કે ઘી જેવું (સ્વાદિષ્ટ) માનીને ખાઈ લેવું. રસયુક્ત છે કે વિરસ હો, મસાલેદાર હો કે મસાલા વિનાનું છે, લૂખું છે કે નિગ્ધ હૈ, ડું હો કે વધારે છે, તથા સાથવા બાકળા જેવી હલકી ચીજે હો – પણ ભિક્ષાજવીએ ભિક્ષામાં મળેલી નિર્દોષ ચીજનો તિરસ્કાર ન કરો. ભિક્ષા તરીકે (કેઈ જાતની આશા વગર) મફત દાન આપનાર પણ દુર્લભ છે; અને ભિક્ષામાં મફત મળેલી વસ્તુ વડે જ જીવનાર પણ દુર્લભ છે. એ બંને સુગતિના અધિકારી છે એમ હું કહું છું. [૮૨-૧૦]
ખાવા બેઠા પછી સાધુએ સારું કે નરસું બધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org