________________
સમી સાંજનો ઉપદેશ કરી, એ વિધિ પૂરે કરી, જિનની સ્તુતિ કરવી તથા સ્વાધ્યાય કરવું અને પછી થોડી વાર વિશ્રાંતિ લેવી. વિશ્રાંતિ લેતાં લેતાં લાભની ઇચ્છાથી નીચે પ્રમાણે હિતકર ચિંતન કરવું કે, બીજા સાધુઓ મેં માગી આણેલા અન્નમાંથી જે કૃપા કરીને કાંઈક ગ્રહણ કરે, તો હું તરી જાઉં.” પછી યોગ્ય વખત થાય એટલે આચાર્યને આહાર લેવા વિનવવા. તે લે તે ઠીક છે, ન લે તે તેમની આજ્ઞાથી વડીલપણાના ક્રમથી અન્ય સાધુઓને સમાહિત ચિત્તે વિનંતી કરવી. અને તેઓ માને છે કેઈ સ્વીકાર કરે તેની સાથે આહાર કરવો. કોઈ ન સ્વીકારે તે પછી એકલા જ ખાવા બેસવું. [૮૨-૯૬]
સારું અન્નપાન મળ્યું હોય, તે આચાર્ય વગેરે જોઈને માગી ન લે તે માટે તેને છુપાવવું નહીં. જે શિક્ષુ તે રીતે પિતાના ગુરુને છેતરે છે, તેને બહુ પાપ લાગે છે. તે હંમેશાં અતૃપ્ત રહે છે અને નિર્વાણ પામતું નથી. કેટલાક કીર્તિના ઈચ્છક શિક્ષુઓ એવું કરે છે કે, ભિક્ષામાં મળેલી રસધાર સવાદુ વસ્તુઓ રસ્તામાં જ ખાઈ લે છે અને પછી વિચાર્યું તથા વિરસ આહાર લઈને ઉતારે આવે છે, જયી બીન શમણે એમ માને કે, આ મુનિ તે સાચા આત્માથી છે, તથાં ખાસૂકા આહારથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org