________________
ભિક્ષાચર્ચા આછાદિત જગા નિર્જીવ હોય તે માલિકની રજા મેળવી રહરણ વડે સાફ કરવી. પછી હાથ સાફ કરી, સંયમપૂર્વક ખાવું. ખાતાં ખાતાં હાડકું, કાંટે (માછલીન), તૃણુ, લાકડું કે કાંકરો આવી જાય તે તેને હાથ વડે કે મેં વડે ગમે ત્યાં ન ફેંકવું, પરંતુ તેને હાથમાં લઈ કોઈ એકાંત નિર્જીવ જગા જોઈ, ત્યાં સાવધાનીથી નાખી આવવું. [૮૨-૬].
પરંતુ, પિતાને ઉતારે જઈને જ ખાવું હોય, તે અન્નપાન લઈને ઉતારે આવવું, અને બહાર કઈ નિર્જીવ સ્થાન જોઈ તપાસી, ત્યાં ઊભા રહી ભોજન તપાસી લેવું. પછી વિનયપૂર્વક અંદર પ્રવેશ કરી, રસ્તે જતાં-આવતાં તેમ જ અનપાન લાવવામાં દેષ થયા હોય તે યાદ કરી ગુરુ સમક્ષ તેની કબૂલાત કરી લેવી. પછી સરળ બુદ્ધિથી તેમ જ અનુદ્વિગ્નપણે શું શું અન્નપાન કેવી રીતે મેળવ્યું તે ગુરુ આગળ નિવેદિત કરવું. પછી જે કાંઈ દોષ અજાણતાં થઈ ગયા હોય તે બદલ ક્ષમા વગેરે માગી લેવાં.
પછી વિષ્ણુએ સ્થિર તથા એકાગ્ર થઈને ચિતવવું કે, તીર્થકર જિનાએ મોક્ષની સાધનાને અર્થે દેહ ધારણ કરવા માટે સાધુને કેવી નિપાપ આજીવિકા ઉપદેરી છે. પછી અહં તાદિને નમસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org