SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ મંગલ ૨. દ્રવ્યથી ખરી પણ ભાવથી નહીં: જેમ કે, સાવધાનતાપૂર્વક જોઈતપાસીને પગ મૂકવા છતાં કોઈ જીવ કચરાઈ જાય તો તે દ્રવ્યથી હિંસા થઈ કહેવાય, પરંતુ ભાવથી ન કહેવાય. ૩. ભાવથી પણ દ્રવ્યથી નહીં: અંધારામાં દેરડાને સર્ષ માની, તેને મારવાની ઇચ્છાથી તરવાર ચલાવે, તો વસ્તુતાએ કઈ જીવ કપાયે નથી, છતાં કાપનારના મનમાં તે જીવને કાપવાને જ ખ્યાલ હતો, તેથી તે ભાવથી હિંસા થઈ કહેવાય, દ્રવ્યથી નહીં. ૪. દ્રવ્યથી પણ નહીં અને ભાવથી પણ નહીં: હિંસાને એ પ્રકાર શૂન્ય છે. તે તો અહિંસા જ થઈ ૧. તેવી હિંસાની બાબતમાં કહ્યું છે કે : न च तस्थ तत्रिमितो बन्धः सूक्ष्मोऽपि देशितः समये । यस्मात् सोऽप्रमत्तः सा च प्रमाद इति निर्दिष्टा । કઈ સાધુ પુરુષ ઈ–તપાસીને પ્રવૃત્તિ કરે, છતાં અજાણતાં તેનાથી જીવહિંસા થઈ જાય, તે તે કારણે તેને સૂમ બંધન પણ પ્રાપ્ત નથી; કારણ કે તે પુરુષ પ્રમાદરહિત છે; અને શાસ્ત્રમાં પ્રમાદને હિસા કહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy