________________
સમીસાંજનો ઉપદેશ પુત્રઃ ગલમાં ભૂલા પડેલાં તેમ જ ભૂલથી મરણતેલ થયેલાં માતાપિતા શરીરને ટકાવવા પોતાના પ્રિય પુત્રનું માંસ ખાય, તે રીતે ભિક્ષુએ ભિક્ષાન્ન ખાવું. (આ ઉપમાનાં અન્ય દષ્ટાતિ માટે જુઓ આ માળાનું “ધર્મસ્થાઓ” પુસ્તક, પા. ૩૩–૯, તથા ૨૫૧-૩)
ઉદક: વનમાં એક વાણિયો તરસથી મરવા પડયો, ત્યારે તેને એક કેહવાતું ખાબોચિયું જડયું. તેમાં ઘણું જાનવરે મરીને સડતાં હતાં. તે પણ તેણે આંખ અને નાક બંધ કરી જેમતેમ કરીને પી લીધું અને જીવતો રહ્યો. તે પ્રમાણે સાધુએ ભિક્ષાન્ન ખાવું.
૪. જેને પરિભાષામાં ધર્મ, સંયમ અને ત૫ શબ્દોના હતા અર્થો અને તેમના ગણુવાતા પ્રકારે માટે જ આ મેળાનું યોગશાસ્ત્ર પુસ્તક, પાન ૯૮-૯ તથા ૧૮૬-૮. .
અહિંસા વિશે નિર્યુક્તિમાં ૪૫ તથા હરિભકરિની દીકામાં નીચેનું વિવેચન છેઃ
પ્રમાદપૂર્વક અન્ય જીવને પ્રાણનાશ કરવો તે હિસા. તેથી ઊલટું એટલે કે પ્રમાદરહિતપણે, તથા (મન-વાણીકાયાના) શુભ વ્યાપારપૂર્વક, પ્રાણનાશ ન કરે તે અહિંસા તેના ચાર પ્રકાર છે:
૧. દ્રવ્યથી તેમ જ ભાવથા : કોઈ પુરુષ મૃગને મારવાની ઈચ્છાથી (‘ભાવ) બાણુ છોડે અને મૃગને મારે (દ્રવ્ય), તો તે દ્રવ્યથી તેમ જ ભાવથી એમ બંને પ્રકારે હિંસા થઈ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org