________________
વિનય
૧૦૩ નમસ્કાર કરે છે, તેમ અનંતજ્ઞાની શિષ્ય પણ ગુરુની વિનયપૂર્વક શુશ્રુષા કરવી. જેની પાસેથી ધર્મપદે શીખ્યા હોઈએ, તેના પ્રત્યે વિનયથી વર્તવું જોઈએ, તથા હંમેશાં માથું નમાવી, હાથ જોડી, મન-વાણી-કાયાથી તેને સત્કાર કર જોઈએ. મુમુક્ષુ જીવને વિશુદ્ધ કરનાર લજજા, દયા, સંયમ, બ્રહ્મચર્ય વગેરે ગુણેને જે ગુરુ મને સતત ઉપદેશ આપે છે, તે ગુરુને હું પણ સતત પૂજું. જેમ રાત્રી પૂરી થયા બાદ સૂર્ય સંપૂર્ણ ભરતક્ષેત્રને પ્રકાશિત કરે છે, તેમ આચાર્ય પણ પિતાના શાસ્ત્રજ્ઞાનથી, ચારિત્રથી અને બુદ્ધિથી સંપૂર્ણ પદાર્થોનું સ્વરૂપ પ્રકાશિત કરે છે. દેવેની મથે ઈંદ્ર જેમ વિરાજે છે, તથા જેમ કાર્તિકી પૂર્ણિમાની રાત્રે નક્ષત્રે અને તારાગણેથી વીંટળાયેલો ચંદ્ર વાદળ વિનાના
૧. આગળ ઉછે. ૩-૧માં આ ઉપમા વધુ સ્પષ્ટ છેઃ “અગ્નિહોત્રી જેમ જાગતે રહી અગ્નિની શુશ્રષા કર્યા કરે છે, તેમ.”
૨. સરખાવો સૂત્રકૃતાંગ, શ્રત૨, અચ૦ ૭, ગૌતમના શબ્દો : હે! આયુષ્મન ! કઈ શિષ્ટ શ્રમણ કે બ્રાહ્મણ પાસે ઘર્મયુક્ત એક પણ આર્ય સુવાકથા સાંભળવાનું કે શીખવાનું મળતાં આપણને આપણી બુદ્ધિથી વિચારતાં એમ લાગે કે, આજે આમણે મને ઉત્તમ ગલેમના સ્થાને પહોંચાડ્યો, તે આપણે પેલા શ્રમણ કે બ્રાહ્મણને આદર કર જોઈએ, પૂજ્યબુદ્ધિથી તેને નમસ્કાર કરવા જોઈ એ તથા તેની ઉપાસના કરવી જોઈએ.”
૩. મૂળ: કૌમુદીગયુક્ત.” સ.-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org