________________
૧૦૪
સમીસાંજને ઉપદેશ નિર્મળ આકાશમાં શોભે છે, તેમ સાધુઓની વચમાં આચાર્ય શેભે છે. જ્ઞાનાદિ રત્નની ખાણુરૂપ, તથા ધ્યાન, શાસ્ત્રાભ્યાસ, શીલ અને બુદ્ધિ વડે માક્ષરૂપી મહાવસ્તુની આકાંક્ષા રાખનારા આચાર્યોને, તેમની પાસેથી તે ઉત્તમ રત્નો પ્રાપ્ત કરવાની ઈરછાવાળા ધર્માભિલાષી શિષ્ય વિનયથી આરાધવા જોઈએ તથા પ્રસન્ન કરવા જોઈએ. ગુરુ-સેવા બાબત આ બધા ઉપદેશ સાંભળીને મુમુક્ષુએ આચાર્યની પ્રમાદરહિતપણે સુશ્રુષા કરવી. તેમ કરનારો શિષ્ય અનેક ગુણોની આરાધના કરીને અંતે સર્વોત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એમ હું કહું છું. [૧૧-૭]
તથા જાણી શકા', આચાર્યો મારી
મૂળમાંથી જેમ વૃક્ષનું થડ થાય છે, થડમાંથી શાખાઓ થાય છે; શાખાઓમાંથી પ્રશાખાઓ થાય છે, પ્રશાખાઓમાંથી પાન થાય છે, અને પછી પુષ્પ ફળ અને સ થાય છે, તેમ, ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય એટલે કે કેળવણી છે. તેના વડે શીવ્ર કીર્તિ તથા સંપૂર્ણ શાઅજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને
૧, “જ્ઞાનાદિ વડે બીજું કાંઈ ફળ ન ઇચ્છનારા” – ટીકા.
૨. વિનયને અર્થ માત્ર સભ્યતા કે નમ્રતા નથી, જેનાથી આત્માને સિદ્ધિ પ્રત્યે દોરવામાં આવે (વિની) તે વિનય એવો ન્યાય અર્થ અહીં છે. જુઓ આ પ્રકરણને અંતે નોંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org