________________
નોંધ મૂળમાં આ અધ્યયનનું નામ “સભિક્ષુ છે. ભદ્રબાહુસ્વામી પિતાની નિર્યુક્તિમાં (૩૨૯) જણાવે છે કે, આ અધ્યયનમાં “સભિક્ષુશબ્દને “સ” અક્ષર, નિર્દેશ તેમ જ પ્રશંસા બંને અર્થોમાં લાગુ પડે છે. જે બાબતે દશવૈકાલિકમાં કર્તવ્ય તરીકે જણાવી છે, તેમનું યથાશક્તિ પાલન કરવા માટે જે મુમુક્ષુ ભિક્ષાચર્યા સેવે છે (પેટ ભરવા નહીં), તે જ (સા) ભિક્ષ છે, એ નિર્દેશનો અર્થ થયો. અને જે ભિક્ષુ બીજા પેટભરા અને ગુણરહિત પરિવ્રાજકની પેઠે આચરણ ન કરતાં આ શાસ્ત્રના સારભૂત છેલ્લા અધ્યયનમાં જણાવેલ ગુણયુક્ત થાય છે, તે સદ્ ભિક્ષુ છે, એ પ્રશંસાને અર્થ થયે. [૩૩૦-૧
ભિક્ષુ શબ્દનું નિરુક્ત નિર્યુક્તિમાં નીચે પ્રમાણે આપ્યું છે :
જે સાધુ શાસ્ત્રજ્ઞાનયુક્ત થઈ, બાહ્ય અને આત્યંતર તપ વડે આઠ પ્રકારનાં કર્મને ભેદી નાખે છે (મિત્તિ), તે ભિક્ષુ છે. [૩૪]
અથવા તે માત્ર ભિક્ષા વડે જેની આજીવિકા છે, તે ભિક્ષુ કહેવાય. [૩૪]
અહીં પણ પ્રથમ અધ્યયનમાં “શ્રમણ શબ્દના પર્યાયે આપ્યા હતા તે પ્રમાણે ભિક્ષુ' શબ્દના પર્યાયે નિર્યુક્તિમાં આપ્યા છે. અહીં નીચેના પર્યાયે વધારે છે:
બ્રાહ્મણ: વિશુદ્ધ બ્રહ્મચારી હોવાથી. સાધુ: નિર્વાણુ સાધક યોગ સાધતો હોવાથી. [૩૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org