________________
રતિવાક્ય
૧૨૯ અને શુદ્ધ ગામડામાં આવી પડેલા નગરશેઠની જેમ પસ્તાય છે. [૩-૫]
વળી જ્યારે યૌવનાવસ્થા પૂરી થવાથી તે વૃદ્ધ બને છે, ત્યારે પિતાને વીંટળાયેલા કલેશકારી સ્ત્રીપુત્રાદિ કુટુંબની દુશ્ચિતાઓથી હણાઈને તથા મેહપરંપરામાં ગૂંચવાઈને, તે ગલ ગળેલા માછલાની જેમ કે કાદવમાં બૂતેલા હાથીની જેમ બહુ દુઃખી થાય છે. [૬-૮
તે વખતે તેને વિચાર આવે છે કે, જે હું જિનેશ્વર ભગવાને ઉપદેશેલ સાધુજીવનમાં રત રહ્યો હોત, તે આજે તે હું શાસ્ત્રજ્ઞાની તથા શુદ્ધ ચિત્તવાળે આચાર્ય બન્યા હોત!” આમ સંયમમાર્ગમાં રત મહર્ષિઓનું દેવલોક સમાન સુખદ સાધુજીવન, અને સંયમમાર્ગથી કંટાળી ધર્મત્યાગ કરનારા પુરુષનું મહાનરક સમાન ગૃહસ્થજીવન દેખી, બુદ્ધિમાન પુરુષે સાધુજીવનમાં જ રત રહેવું. [૯-૧૧).
ધર્મથી ભ્રષ્ટ થયેલા અને તપિલક્ષમીથી રહિત બનેલા તે દુરાચારી મનુષ્યને પછીથી, હોલવાઈ ગયેલા અને તેજ વિનાના બનેલા યજ્ઞના અગ્નિની માફક તથા ઘેર વિષવાળા પરંતુ ઝેરી દાઢ કાઢી લીધેલા નાગની માફક કુશીલ પુરુષો પણ તિરસ્કાર કરે છે. ધર્મથી ટ્યુત થઈ, અધર્મ સેવનારા અને લીધેલ વ્રતનું ખંડન કરનારા તે મનુષ્યને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org