________________
૧૩૦
સમીસાંજને ઉપદેશ જન્મમાં અધર્મ, અપયશ, અપકીતિ, અને હલકા લોકોમાં પણ બદનામી પ્રાપ્ત થાય છે; તથા મૃત્યુ બાદ હલકી ગતિ પ્રાપ્ત થાય છે. આમ, આવેગયુક્ત ચિત્ત વડે ભોગો ભોગવીને, તથા અનેક પ્રકારનો અસંચમ આચરીને તે અનિષ્ટ તેમ જ દુઃખપૂર્ણ એવી નરનિ પામે છે, તથા તેને ફરી ધર્મજ્ઞાન પ્રાપ્ત થવું પણ સુલભ રહેતું નથી. [૧૨-૪ - “અરે! અત્યંત દુઃખયુક્ત તથા કલેશપૂર્ણ એવા નરનિના જીવના પલ્યોપમ” અને સાગરોપમ વર્ષો જેટલા લાંબા કાળના શારીરિક તેમ જ માનસિક દુઃખને પણ અંત આવે છે, તે પછી મારું આ અ૫કાલિક માનસિક દુઃખ (ડા વખતમાં) નષ્ટ થઈ જશે એમાં શું અસંભવિત છે? અત્યારે મને ભેગપિપાસાને લીધે સંયમમાં અરતિ થઈ છે; પરંતુ એ ભેગપિપાસા કાંઈ નિત્ય નથી; યૌવનાવસ્થા પૂરી થતાં તેને અંત આવવાને જ છે. અને ધારે કે આ શરીર કાયમ રહે ત્યાં સુધી પણ તેને અંત ન આવ્યો, તે પણ આયુષ્ય પૂરું થતાં તે તેને અંત આવશે જ !” આ પ્રમાણે જે સાધુ પિતાના આત્માને દઢ કરે છે, તે કાંઈ વિશ્ન આવતાં
૧. મૂળમાં તે પ્રસા” છે. ખુલ્લી રીત; બળાત્કારપૂર્વક એ પ્રસા(અથ૦)ને અર્થ થાય છે.
૨. તેમના અર્થ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણી નં. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org