________________
છ પ્રકારના વર્ગો તેની નિંદા કરું છું, તેની ગહ કરું છું, અને તે મૈચત સેવનાર મારી જાતને ત્યાગ કરું છું.
હે ભદન્ત ! સર્વ પ્રકારના મૈથુનમાંથી વિરમવારૂપી ચતુર્થ મહાવ્રતમાં હું સ્થિત થાઉં છું. [૬]
હે ભદન્ત! પરિગ્રહના સંબંધથી વિરમવું એ પાંચમું મહાવ્રત છે. તે ભાન ! હું સર્વ પ્રકારના પરિગ્રહને ત્યાગ કરું છું. હું બહુ નાનું, મોટું, સજીવ કે નિર્જીવ એવા કથાને પણ હું જાતે પરિગ્રહ નહીં કરું, બીજા પાસે નહીં કરાવું, કે કઈ કરતા હશે તેને અનુમતિ પણ નહીં આપું. મરતા સુધી મન-વાણી-કાયા એ ત્રણેથી હું જાતે પરિગ્રહ નહીં કરું, બીજા પાસે નહીં કરાવું કે કઈ કરતે હશે તેને અનુમતિ નહીં આપું. હે ભદન્ત! ભૂતકાળમાં કરેલ પરિગ્રહમાંથી પણ હું પાછો ફરું છું, તેની નિંદા કરું છું, તેની ગહ કરું છું, અને તે પરિગ્રહ કરનાર મારી જાતને ત્યાગ કરું છું.
હે ભદન્ત ! સર્વ પ્રકારના પરિગ્રહથી વિરમવા રૂપી પંચમ મહાવ્રતમાં હું સ્થિત થાઉં છું. [૭] તે હે ભદન્ત ! સત્રીભાજનથી વિમવું એ છઠું વક્ત છે. હે ભદન! સર્વ પ્રકારના રાત્રીભોજનને
૧. મૂળમાં પણ વ્રત’ શબ જ છે; મહાવ્રતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org