________________
યાચિત રીતે આરાધ્યાં. પછી છ માસ પૂરા થતાં તે છોકરે પિતાને દેહ છડી વર્ગવાસી થયે. એ છોકરાએ ટૂંક સમયમાં પણ જે શ્રદ્ધા-ભક્તિથી સર્વ શાસ્ત્રોમાં સારરૂપ એ અધ્યયને આરાધ્યાં હતાં, તે વિચારતાં વિચારતાં શયંભવસ્વામીની આંખમાંથી આંસુ નીકળી પડ્યાં. તે વખતે પાસે ઊભેલા તેમના શિષ્યએ તેમને આ પ્રમાણે આંસુ પાડવાનું કારણ પૂછ્યું. એટલે શયંભવસ્વામીએ સાચી વાત કહી દીધી કે, એ છોકરો મારે પૂર્વાશ્રમને પુત્ર હતું, પરંતુ તેને ગુરુપુત્ર જાણી તમે તેની પાસેથી કંથાયેગ્ય સેવા ન લે એમ માની એ વાત મેં તમને જણાવી નહતી. અસ્તુ. ત્યાર બાદ નિરુપયેગી હોવાથી પેલાં દશ અધ્યયને શય્યભવસ્વામીએ સંહરી લેવાનો વિચાર કર્યો, પરંતુ સંઘે બધી વાત જાણ્યા બાદ એ નિર્ણય કર્યો કે, હવે પછીના કાળમાં લેકેનું આયુષ્ય તથા બુદ્ધિ ઘટતાં જવાનાં છે; તે વખતે આ અધ્યયન ઘણુને ધર્મતત્ત્વ જાણવા સમજવામાં ઉપયોગી થશે; માટે તે ભલે કાયમ રહે.
- હરિભદ્રસુરિ અને હેમાચાર્યની કથાઓમાં દશવૈકાલિક સૂત્ર કેવા સંગમાં રચાયું તેનું વિગતભર્યું આવું વર્ણન છે. ભદ્રબાહુસ્વામીએ પોતે પણ આ કથાના મુખ્ય ભાગોને
૧. કથા ઉપરથી તે એમ જ લાગે કે, શય્યભવ મનક આગળ છેક છેવટ સુધી છતા થયા જ નહતા. પરંતુ તે છોકરાએ પણ પિતાને મળવાનો આગ્રહ કદી ન કર્યો, અને વચ્ચે જ પિતાના કઈ મિત્ર પાસે રહી પડયો, એ વસ્તુ કથાના પ્રવાહમાં બંધ બેસતું નથી જ થતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org