________________
સુચિત કર્યા છે. એટલે આપણે એ કથાને ઘણું પ્રાચીન કાળથી ચાલતી આવેલી કહી શકીએ. પરંતુ અત્યારે જે દશવૈકાલિકસૂત્ર મળે છે, તેમાં દશ અધ્યયને ઉપરાંત છેવટે બે ચૂડાઓ (પરિશિષ્ટો) ઉમેરેલી હોય છે. ભદ્રબાહસ્વામીએ પણ તેમના ઉપર નિર્યુક્તિ લખેલી હોવાથી તે ચૂડાઓ જુના જમાનાથી જ તે ગ્રંથમાં ઉમેરાતી આવી છે એમ કહી શકાય. હેમાચાર્યો પિતાના પરિશિષ્ટપર્વમાં એ ચૂડાઓ વિશે એવી દંતકથા આપી છે કે, મહાવીર પછી ૧૭૦ વર્ષે સ્વર્ગવાસી થયેલા ભદ્રબાહુસ્વામીના ગુરુભાઈ સંભૂતિવિજયની
૧. અહીં આગળ એક વિવાદગ્રસ્ત બાબતને ઉલ્લેખ કરી લેવું જોઈએ. જૈન આચાર્યપરંપરામાં ભદ્રબાહનું નામ બે વખત આવે છે. એક ભદ્રબાહુ તે મહાવીર પછી માત્ર ૧૭૦ વર્ષ સ્વર્ગવાસી થયા હતા. જયારે બીજા ભદ્રબાહુ ઈ. સ. એ સૈકામાં થઈ ગચા. સામાન્ય માન્યતા તો પ્રથમ ભદ્રબાહુને જ આ બધી નિર્યુક્તિઓના લેખક માને છે. પરંતુ અર્વાચીન વિદ્વાને બીજા ભદ્રબાહુને જ આ નિર્યુક્તિઓના લેખક માને છે. કારણ કે, દશવૈકાફિકની નિર્યુક્તિમાં (૧-૮૧) ગાવિતવાચકનો ઉલ્લેખ છે; અને નદીસૂત્રની પટ્ટાવલીમાં ગોવિંદવાચકને નાગાર્જુનના શિષ્ય જણાવ્યા છે, એટલે તે ઈ. સ. ૩૫૦ની આસપાસમાં થયા હોવા જોઈએ. તે પછી નિયુક્તિના લેખક ભદ્રબાહુ તો તેથી પણ પછીના કાળમાં થયા હોવા જોઈએ એવું સિદ્ધ થાય, જ. જોકે નિયુક્તિમાં પછીના કઈ ભાષ્યકારની ગાથાઓ પણ સેળભેળ થઈ ગઈ છે, એવું હરિભદ્રસૂરિ પણ જણાવે છે. એટલે નિયુક્તિના અમુક ભાગમાં આવતા ઉલેખ ઉપરથી આખી નિતિને કાળ નિશ્ચિત કરવું મુશ્કેલ તે છે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org