________________
સમીસાંજનો ઉપદેશ સંયમ અને તપથી વિશેષ ક્ષચ કરી, મોક્ષમાર્ગને અનુસરી, તથા એ રીતે પિતાને સંસારગતિમાંથી તારી લઈ, સર્વથા મુક્તિ પ્રાપ્ત કરે છે. [૧૪-૫]
ધ
ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિ આ અધ્યયનના કમનું સમર્થન કરતાં જણાવે છે કે, આગળના અધ્યયનમાં ધુતિની વાત કરી; પરંતુ તે ધૃતિ શામાં દાખવવી, તે જણાવવા માટે અહીં આચારનું વર્ણન કર્યું છે. આ અધ્યયનનું મૂળ નામ “શુલ્લિકાચાર છે. સુલ્લક એટલે નાનું. અહીંયાં “નાનું એટલે શું અર્થ લેવો તે બાબતમાં ભદ્રબાહસ્વામી પિતાની નિર્યુક્તિમાં ગાથા ૧૭૯] જણાવે છે કે, અહીં “અપેક્ષાએ નાનું' એવો અર્થ લે. એટલે કે, આગળ પાંચમા છઠ્ઠા અધ્યયનમાં વિગતવાર “લાંબી આચારકથા છે, તેના કરતાં આ ટૂંકી” છે. - “આચાર' શબ્દથી જૈન પરિભાષામાં શું સમજવામાં આવે છે તે જણાવતાં ભદ્રબાહુ સ્વામી નિર્યુક્તિમાં ગાથા ૧૮૧ ૪૦] જણાવે છે કે, આચાર પાંચ પ્રકારનો છે: દર્શનાચાર, જ્ઞાનાચાર, ચરિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર. તેમાં દર્શનાચાર એટલે: ૧. નિઃશંકિતા, ૨. નિષ્કાંક્ષિતા, . નિર્વિચિકિત્સા, ૪. અમૂઢદષ્ટિતા, ૫. સમાનધમી એના ગુણમાં વૃદ્ધિ કરવી, ૬. તેમને ધર્મપાલનમાં સ્થિર કરવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org