________________
ઉપસંહાર
૧
પૃથ્વી જેવા સહનશીલ થવું. તેણે ફળની આકાંક્ષા ન રાખવી તથા અકુતૂહલી થવું. બધાં સંકટોને શરીરથી પણ સહન કરી લઈ, તેણે પેાતાના આત્માને જન્મમરણના ચક્રમાંથી ઉદ્ધાર કરવા. જન્મમરણને મહાભયરૂપ જાણી, ભિક્ષુએ શ્રમણ્માર્ગમાં જણાવેલા તપમાં સ્થિત થવું. સાચા ભિક્ષુ હાથ, પગ, વાચા અને ઇંદ્રિયોના સંયમ કરે; આત્મા(-ના પ્રશસ્ત ધ્યાન)માં જ રત થાય; તથા તે ધ્યાનનું સંપાદન કરનારા ગુણામાં સ્થિત થઈ, શાસ્ત્ર અને તેના અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરે. [૧૨-૫]
તે વસ્ત્રાદિ સામગ્રીમાં અનાસક્ત રહે, અન્નાદિમાં અલુબ્ધ રહે, તથા ઊંચાં-નીચાં અધાં ઘરામાંથી અપરિચિતપણે થોડું થોડું અન્ન માગી લાવે. તે કશું ખરીદે નહીં, વેચે નહીં, કે સંઘરે નહીં; તથા સર્વ પ્રકારના સંગેામાંથી વિરત થાય. જે ભિક્ષુ અચપળ છે; રસામાં આસક્તિ વિનાના છે; ભિક્ષાવૃત્તિથી જીવે છે. જીવનની અભિકાંક્ષા વિનાના છે; ઋદ્ધિ, સત્કાર અને પૂજનના ત્યાગ કરનારા છે; એકાગ્રચિત્ત છે; તથા કામના વિનાના છે, તે જ સાચા ભિક્ષુ છે. [૧ ૬-૭]
૧૧૯
૧. માત્ર મનથી કે વાણીથી નહીં, પરંતુ શરીરથી પણ”. - ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org