________________
આચારસંગ્રહ
૯૫
૧
અધુ કાઈ પૂછે કે ન પૂછે તાપણ ન કહેવું. સારું સારું ખાવાની લાલચમાં શ્રીમંતાને ઘેર જ ભિક્ષા માગવા ન જવું; તેમ જ વધારે પડતી વાચાળતા ન કરવી. પરંતુ કાંઈક અંશે જ્ઞાત અને કાંઇક અંશે અજ્ઞાત એવાં ઘરે પ્રત્યે ભિક્ષા માટે જવું. સદોષ વસ્તુ મળી હોય તાપણુ ન ખાવી, અને નિર્દોષ વસ્તુ પણ સાધુને માટે જ ખરીદી હાય, તેને ઉતારે જ આણી હાય કે તેને ઉદ્દેશીને તૈયાર કરેલી હાય તેા તેના ઉપલેાગ પણ ન કરવા. સંચમી ભિક્ષુ એક કણ જેટલે પણ સંઘરી ન કરે; પરંતુ ભિક્ષામાં મળેલી વસ્તુ વડે જીવનારા થઈ, ગૃહસ્થાદિમાં કમળપત્રની પેઠે અસંખદ્ધ રહી, ચરાચર જીવાનું સંરક્ષણ કરનારા બને. સૂર્ય અસ્ત પામે અને ફ્રી ઊગે તે દરમ્યાન તમામ આહારસામગ્રીને મનથી પણ તેણે ન ઈચ્છવી. આહાર થાડા આપનારના તિરસ્કાર ન કરવા; પરંતુ પેાતાના પેટને નિગ્રહમાં રાખવું. તેમ જ આહાર બિલકુલ ન મળે તાપણું ગમે તેમ ન ખેલવું. ટૂંકમાં તેણે સ્થિરાત્મા, અપભાષી અને મિતભેાક્તા અનવું, લૂખુંસૂકું ગમે તેવું મળે તેનાથી પાતાના નિર્વાહ ચલાવવે; જે મળે તેનાથી સંતુષ્ટ રહેવું;
૧. મૂળ : રૂ...જી રેત.
૨. મૂળ : મઞાસુ એટલે કે સજીવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org