________________
૧૦૬
સમીસાંજને ઉપદેશ કરવાં પડે છે, પરંતુ સુવિનીત સ્ત્રીપુરુષે સદ્ધિ અને યશ પ્રાપ્ત કરી સુખી થાય છે. દેવેમાં પણ જેઓ સુવિનીત હોય છે, તેઓ ઇંદ્રાદિ પદ પ્રાપ્ત કરી, ત્રાદ્ધિ અને યશયુક્ત બને છે, તથા સુખ ભોગવે છે; અને જેઓ અવિનીત હોય છે, તેઓ દાસ –નાકર વગેરેની સ્થિતિ પ્રાપ્ત કરી, દુઃખ ભોગવે છે. [૫-૧૧].
જે શિ આચાર્યો અને ઉપાધ્યાયની સેવા કરે છે, તથા તેમનું કહ્યું કરે છે, તેઓની કેળવણી જ, પાણીથી સિંચાયેલાં વૃક્ષોની જેમ વધે છે. આ લેકમાં ઉપભેગ પ્રાપ્ત કરવા માટે હુન્નર-કારીગરી શીખવા ઈચ્છતા ગૃહસ્થ વર્ગના લેકે અને સુકુમાર શરીરવાળા ગર્ભશ્રીમંતે પણ ગુરુને પૂજે છે, સત્કારે છે, નમે છે અને તેમની આજ્ઞામાં રહે છે, તેમ જ ઘર વધ-બંધન અને દારુણ પરિતાપ પણ સહન કરે છે. તો પછી અત્યંત હિતરૂપ મેક્ષ તથા તેના સાધનરૂપ શાસ્ત્રજ્ઞાનની કામનાવાળે ભિક્ષુ આચાર્યના વચનનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકે? [૧૨-૬]
૧. દેવામાં પણ સ્વામી, મંત્રી, પુરોહિત, આત્મરક્ષક, લોકપાલ, સૈનિક, દાસ, અંત્યજ એવા વર્ગો હોય છે. તે માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક, પા૧૦૯ તથા તત્વાર્થસૂત્ર ૪–૪.
૨. મૂળ: “શિક્ષા ગ્રહણાવનાલક્ષણા – ભણવા અને આચારમાં મૂકવારૂપી.” –ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org